Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
મૈથુનનો ત્યાગ કરવો તે મૈથુનવિરમણ મહાવ્રત. (૫) પરિગ્રહવિરમણ મહાવત :- મન-વચન-કાયાથી ધન-ધાન્ય વગેરે વસ્તુઓનો અને તેની મૂર્છાનો ત્યાગ કરવો તે પરિગ્રહવિરમણ મહાવ્રત.
જી ૫ પ્રકારનો વ્યવહાર જ (૧) આગમવ્યવહાર:- કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી,
દસપૂર્વી, નવપૂર્વી જે પ્રાયશ્ચિત્ત આપે તે આગમવ્યવહાર. (૨) શ્રુતવ્યવહાર - આઠ પૂર્વથી માંડીને ઘટતાં ઘટતાં એક કે અડધા
પૂર્વ તથા ૧૧ અંગ અને આચારપ્રકલ્પ (નિશીથ) વગેરે શ્રુતના આધારે
જે પ્રાયશ્ચિત્ત અપાય તે શ્રુતવ્યવહાર. (૩) આશાવ્યવહાર - અન્ય દેશમાં રહેલા આચાર્ય પાસે ગૂઢ પદોથી
લખેલ કે કહેલ આલોચના મોકલવી અને તે આચાર્ય દ્વારા ગૂઢ
પદોથી પ્રાયશ્ચિત્ત અપાવું તે આજ્ઞાવ્યવહાર. (૪) ધારણાવ્યવહાર :- ગીતાર્થે આપેલા પ્રાયશ્ચિત્તનું અવધારણ કરીને
તે જ રીતે પ્રાયશ્ચિત્ત આપવું તે ધારણાવ્યવહાર. (૫) જીતત્યવહાર - દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને વિચારીને સંઘયણ વગેરેની
હાનિને આશ્રયીને જે પ્રાયશ્ચિત્ત અપાય તે, અથવા જે ગચ્છમાં જે રૂઢ હોય તે પ્રાયશ્ચિત્ત અપાય તે જીતવ્યવહાર.
જી ૫ પ્રકારનો આચાર જ (૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર,
વીર્યાચાર. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારનો વિસ્તાર છઠ્ઠી છત્રીશીમાં બતાવાશે. પહેલી છત્રીશીમાં તપના ૧ર ભેદ બતાવ્યા તે જ ૧૨ પ્રકારનો તપાચાર. વીર્યાચારનો વિસ્તાર ૩૫મી છત્રીશીમાં બતાવાશે.
જી ૫ પ્રકારની સમિતિ જ (૧) ઈર્યાસમિતિ - લોકોએ ખૂંદેલા, સૂર્યપ્રકાશથી પ્રકાશિત થયેલા માર્ગ
ઉપર સાડા ત્રણ હાથ ભૂમિને દૃષ્ટિ વડે જોતાં જીવોની રક્ષા માટે
ઉપયોગપૂર્વક ચાલવું તે ઈર્યાસમિતિ. (૨) ભાષાસમિતિ :- મુહપત્તિના ઉપયોગ પૂર્વક કારણે નિરવ વચનો ૧૨..
૫ પ્રકારનો વ્યવહાર, ૫ પ્રકારનો આચાર, ૫ પ્રકારની સમિતિ
l
ii