Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૧૪) ચૌદમી છત્રીશી
૧૧ શ્રાવકની પ્રતિમાઓનો સારી રીતે ઉપદેશ આપનારા ૧૨ શ્રાવકના વ્રતોનો સારી રીતે ઉપદેશ આપનારા ૧૩ ક્રિયાસ્થાનોનો સારી રીતે ઉપદેશ આપનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૧૧ શ્રાવકની પ્રતિમાઓ R
ઉત્તરોત્તર પ્રતિમાઓમાં પૂર્વ પૂર્વ પ્રતિમાઓના અનુષ્ઠાનો અવશ્ય કરવાના હોય છે.
(૧) દર્શનપ્રતિમા :- તેમાં એક માસ સુધી શુદ્ધ સમ્યગ્દર્શન ધારણ કરવું. (૨) વ્રતપ્રતિમા :- તેમાં બે માસ સુધી વિશુદ્ધ અણુવ્રતોનું પાલન કરવું. સામાયિકપ્રતિમા ઃ– તેમાં ત્રણ માસ સુધી દરરોજ શુદ્ધ સામાયિક કરવું. પૌષધપ્રતિમા :- તેમાં ચાર માસ સુધી આઠમ વગેરે પર્વદિવસે સારી રીતે પૌષધ કરવો.
(૩)
(૪)
(૫)
(૬) (૭)
પ્રતિમાપ્રતિમા ઃ- તેમાં પાંચ માસ સુધી પર્વરાત્રીએ નિષ્પ્રકંપ રહીને કાઉસ્સગ્ગ કરવો.
બ્રહ્મચર્યપ્રતિમા ઃ- તેમાં છ માસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. સચિત્તવર્જનપ્રતિમા :- તેમાં સાત માસ સુધી પ્રાસુક આહાર-પાણી
વાપરવા.
(૮) આરંભવર્જનપ્રતિમા ઃ- તેમાં આઠ માસ સુધી સાવદ્ય આરંભનું વર્જન કરવું.
(૯) પ્રેષ્યવર્જનપ્રતિમા ઃ- તેમાં નવ માસ સુધી બીજા પાસે પણ આરંભ ન કરાવવો.
(૧૦) ઉદ્દિષ્ટવર્જનપ્રતિમા ઃ- તેમાં દસ માસ સુધી પ્રાસુક એવા પણ પોતાને ઉદ્દેશીને બનાવેલ આહાર વગેરે વાપરવા નહીં. (૧૧) શ્રમણભૂતપ્રતિમા ઃ- તેમાં અગિયાર માસ સુધી સાધુની જેમ લોચ કરીને પાત્રા અને વેષ ધારણ કરવો.
૧૧ શ્રાવકની પ્રતિમાઓ
......