Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૬) પ્રમત્તસંયત ગુણઠાણું - સર્વસાવદ્યયોગોના પચ્ચખાણ કર્યા હોવાથી
સંયત હોય, પણ વિકથા, કષાય, નિદ્રા, શબ્દાદિ વિષયોમાં રત
હોય. તેથી તે પ્રમત્તસંયત. તેનું ગુણઠાણું તે પ્રમત્તસંયત ગુણઠાણું. (૭) અપ્રમત્તસંયત ગુણઠાણું - પ્રમાદ વિનાનો સંયત તે અપ્રમત્તસંયત.
તેનું ગુણઠાણું તે અપ્રમત્તસયત ગુણઠાણું. અપૂર્વકરણ ગુણઠાણું - સ્થિતિઘાત, રસઘાત, અપૂર્વ સ્થિતિબંધ, ગુણશ્રેણિ, ગુણસંક્રમ - આ પાંચ અપૂર્વ વસ્તુઓ જ્યાં કરે તે અપૂર્વકરણ ગુણઠાણું. આ ગુણઠાણે એક સમયવર્તી જીવો પણ પરસ્પર વિશુદ્ધિથી નિવૃત્ત થાય છે એટલે કે ભિન્ન ભિન્ન વિશુદ્ધિવાળા હોય છે, માટે આ ગુણઠાણાને નિવૃત્તિ ગુણઠાણું પણ કહેવાય છે. અનિવૃત્તિ બાદરભંપરાય ગુણઠાણું - આ ગુણઠાણાના કોઈ પણ એક સમયવર્તી જીવો પરસ્પર વિશુદ્ધિથી નિવૃત્ત થતાં નથી, એટલે કે એકસરખી વિશુદ્ધિવાળા હોય છે. સંપરાય એટલે કષાય. આ ગુણઠાણે બાદર કષાયોનો ઉદય હોય છે. તેથી આ ગુણઠાણાને
અનિવૃત્તિ બાદરસપરાય ગુણઠાણું કહેવાય છે. (૧૦) સૂમસંપરાય ગુણઠાણું - સૂક્ષ્મ લોભકષાયના ઉદયવાળા જીવોનું
ગુણઠાણું તે સૂક્ષ્મસંપરાય ગુણઠાણું. (૧૧) ઉપશાંતમોહવીતરાગછધસ્થ ગુણઠાણું - મોહનીયકર્મ સર્વથા ઉપશાંત
થઈ જવાથી વીતરાગપણું પ્રાપ્ત થયું છે. પણ જ્ઞાનાવરણદર્શનાવરણ કર્મોના ઉદયને લીધે હજી છવસ્થપણું છે. તેવા જીવનું ગુણઠાણું
તે ઉપશાંતમોહવીતરાગછદ્મસ્થ ગુણઠાણું. (૧૨) ક્ષીણમોડવીતરાગછઘસ્થ ગુણઠાણું - મોહનીયકર્મનો સર્વથા ક્ષય
થઈ જવાથી વીતરાગપણું પ્રાપ્ત થયું છે. પણ જ્ઞાનાવરણ-દર્શનાવરણ કર્મોના ઉદયને લીધે હજી છદ્મસ્થપણું છે. તેવા જીવનું ગુણઠાણું
તે ક્ષીણમોહવીતરાગછબસ્થ ગુણઠાણું. (૧૩) સયોગીકેવળી ગુણઠાણું - ચાર ઘાતી કર્મોનો ક્ષયથી કેવળજ્ઞાન
...૭૮...
૧૪ ગુણઠાણા