Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(i) ઈહા :- “આ શું હશે ?' એવા સંશય પછી “આવા લિંગો
પરથી આ વસ્તુ આવી હોવી જોઈએ ?' એવો બોધ તે
ઈ.
() અપાય ઃ- “આ વસ્તુ આ જ છે.” એવો વસ્તુનો નિર્ણયાત્મક
બોધ તે અપાય. () ધારણા :- નિર્ણિત વસ્તુને સ્મૃતિરૂપે ધારણ કરી રાખવી
તે ધારણા. આ પાંચમાંથી વ્યંજનાવગ્રહ સિવાયના ચારે પાંચ ઈન્દ્રિયો અને મનથી થતાં હોવાથી તેમના છ-છ ભેદ છે. વ્યંજનાવગ્રહ ઈન્દ્રિય અને વિષયના સંયોગરૂપ છે. ચક્ષુ અને મનથી વિષયના સંયોગ વિના જ બોધ થાય છે. તેથી વ્યંજનાવગ્રહ ચાર ઈન્દ્રિયોથી થતો હોવાથી તેના ૪ ભેદ છે.
વ્યંજનાવગ્રહના ૪ પ્રકાર છે. અર્થાવગ્રહના ૬ પ્રકાર છે. ઈહાના ૬ પ્રકાર છે. અપાયના ૬ પ્રકાર છે. ધારણાના ૬ પ્રકાર છે. આમ આભિનિબોધિકજ્ઞાનના કુલ ૨૮ પ્રકાર છે. (૧) સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૧૦) માનસ અથવગ્રહ (૨) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૧૧) સ્પર્શનેન્દ્રિય ઈહા (૩) ઘ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૧ર) રસનેન્દ્રિય ઈહા (૪) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૧૩) ઘ્રાણેન્દ્રિય ઈહા (૫) સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રહ (૧૪) ચક્ષુરિન્દ્રિય ઈહા (૬) રસનેન્દ્રિય અર્થાવગ્રહ (૧૫) શ્રોત્રેન્દ્રિય ઈહા (૭) ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ (૧૬) માનસ ઈહા (૮) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ (૧૭) સ્પર્શનેન્દ્રિય અપાય (૯) શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ (૧૮) રસનેન્દ્રિય અપાય
૫ જ્ઞાન
...૧૨૯...