Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૨) અકાય ઃ- પાણી એ જ જેનું શરીર છે તે જીવો. દા.ત. ભૂમિનું પાણી, વરસાદનું પાણી વગેરે.
(૩) તેઉકાય :- અગ્નિ એ જ જેનું શરીર છે તે જીવો. દા.ત. અંગારા, તણખા, દીવાનો પ્રકાશ વગેરે.
(૪) વાયુકાય :- વાયુ એ જ જેનું શરીર છે તે જીવો. દા.ત. નીચે ફરતો વાયુ, ઊંચે ફરતો વાયુ વગેરે.
(૫) વનસ્પતિકાય :- વનસ્પતિ એ જ જેનું શરીર છે તે જીવો. તેના બે પ્રકાર છે
-
(i) પ્રત્યેક વનસ્પતિકાય :- જે વનસ્પતિકાયના એક શરીરમાં એક જીવ હોય તે. દા.ત. ફળ, ફૂલ, પાંદડા વગેરે.
(ii) સાધારણ વનસ્પતિકાય :- જે વનસ્પતિકાયના એક શરીરમાં અનંત જીવો હોય તે. દા.ત. બટાટા, ગાજર, લસણ વગેરે. (૧) સૂક્ષ્મ – અનંતા જીવોના અસંખ્ય શરીરો ભેગા થાય તો પણ :ચર્મચક્ષુથી જોઈ ન શકાય તે સૂક્ષ્મ.
(2) બાદર :- એક કે બે કે સંખ્યાતા કે અસંખ્યાતા જીવોના શરીર ભેગા થાય ત્યારે ચર્મચક્ષુથી જોઈ શકાય તે બાદર.
(૧) પર્યાપ્તા :- સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી હોય અથવા પૂર્ણ કરીને :જ મરવાના હોય તે પર્યામા.
(૨) અપર્યાપ્તા :- સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના જ મરવાના હોય તે અપર્યામા.
પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, સાધારણ વનસ્પતિકાયના દરેકના સૂક્ષ્મ-બાદર એમ બે ભેદ છે. પ્રત્યેક વનસ્પતિકાય બાદર જ હોય છે. આમ ૧૧ ભેદ થયા. આ દરેક પર્યાસા અને અપર્યાપ્તા એમ બે ભેદે હોય છે. તેથી ૨૨ ભેદ થયા. આમ એકેન્દ્રિયના ૨૨ ભેદ થયા.
...૧૩૪...
૩૨ પ્રકારના જીવો