Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૨૦) શઠ :- વિશ્વાસ ઉપજાવવા માટે વંદન કરવું અથવા માંદગી વગેરે બહાનું કાઢી યથાવિધ વંદન ન કરવું તે.
(૨૧) હીલિત :– ‘હે ગુરુજી ! આપને વાંદવાથી શું ?', એમ અવશા કરીને વંદન કરવું તે.
(૨૨) વિપરિકુંચિત :- અડધી વંદના કરીને દેશાદિની કથા કરવી તે. (૨૩) દૃષ્ટાઢષ્ટ :- ઘણા સાધુઓ વંદન કરતાં હોય ત્યારે કોઈ સાધુની ઓથમાં રહીને વંદન કરવા તે, અથવા અંધારામાં ગુરુ ન દેખે ત્યારે વંદન ન કરવું, દેખે એટલે તુરંત વંદન કરવું તે.
(૨૪) શૃંગ :- આવર્ત કરતી વખતે લલાટની બાજુમાં હાથનો સ્પર્શ કરવો તે.
(૨૫) કર :- ‘વંદન કરવું એ ભગવાનનો કે ગુરુનો કર છે.' એમ માની વંદન કરવું, નિર્જરા માટે વંદન ન કરવું તે.
(૨૬) કરમોચન :- ‘આ કર ચુકવ્યા વિના મોક્ષ નહીં થાય.’ એમ વિચારી વંદન કરવું તે.
(૨૭) આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ :- આવર્ત્ત વખતે રજોહરણને અને મસ્તકને હાથ સ્પર્શે નહીં તે. અહીં ૪ ભાંગા થાય રજોહરણને સ્પર્શે - મસ્તકને સ્પર્શે, રજોહરણને ન સ્પર્શે – મસ્તકને સ્પર્શે, રજોહરણને સ્પર્શે - મસ્તકને ન સ્પર્શે,
-
રજોહરણને ન સ્પર્શે - મસ્તકને ન સ્પર્શે.
અહીં પહેલો ભાંગો શુદ્ધ છે બાકીના ભાંગામાં દોષ લાગે. (૨૮) ઊન :- વંદન કરતાં અક્ષર, પદ કે આવશ્યક ઓછા કરવા તે. (૨૯) ઉત્તરચૂડ :- વંદન કર્યા પછી જોરથી ‘મત્થએણ વંદામિ’ કહેવું તે. (૩૦) મૂક ઃ- મૂંગાની જેમ આલાવાનો ઉચ્ચાર કર્યા વિના વંદન કરવું તે. (૩૧) ૪ર :- મોટા અવાજથી ઉચ્ચાર કરતાં વંદન કરવું તે. (૩૨) ચુડલિક :- ઊંબાડીયાની જેમ ઓઘાને ભમાવતાં થકા વંદન કરવું તે, અથવા હાથ લાંબો કરી ‘વંદન કરુ છું.' એમ કહેતાં થકા
વંદનના ૩૨ દોષો
...૧૪૦...