Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૩૪) ચોત્રીશમી છત્રીશી
૩૨ દોષ રહિત વંદનના અધિકારી ૪ પ્રકારની વિકથા વિનાના
કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ વંદનના ૩૨ દોષો જ
(૧) અનાદત :- અનાદરપણે ચિત્તની ઉત્સુકતા વિના વંદન કરવું તે. (2) સ્તબ્ધ :- જાતિમદ વગેરે મદ વડે સ્તબ્ધ થઈને વંદન કરવું તે. (૩) પવિદ્ધ :- વંદના કરતાં કરતાં વંદના અધૂરી રાખીને ભાગી જવું તે. (૪) પરિપિંડિત :- ઘણાંને એક વંદનથી વાંદવા, અથવા અક્ષરોઆવર્તોને છૂટા ન કરવા, અથવા બે હાથ કેડ ઉપર સ્થાપીને આવર્ત કરવા તે.
(૫) ટોલગતિ :- તીડની જેમ કૂદકા મારતાં વંદન કરવું તે. (૬) અંકુશ :- વંદનાર્થે વંદનીયને કપડું ઝાલીને આસને ખેંચી જવા, અથવા રજોહરણને અંકુશની જેમ બે હાથથી ઝાલવું, અથવા અંકુશથી જેમ હાથીનું મસ્તક ઊંચું-નીચું થાય તેમ મસ્તક ઊંચું-નીચું કરવું તે.
(૭) કચ્છપરિંગિત : – વંદન કરતી વખતે કાચબાની જેમ શરીરને સન્મુખ અને વિમુખ ચલાયમાન કરવું તે.
(૮) મત્સ્યોવૃત્ત :– વંદન કરતી વખતે બેસતાં-ઊઠતાં એકદમ ઊછળવા સરખું શીઘ્ર ઊઠવું અને બેસવું તે, અથવા એક સાધુને વંદન કર્યા પછી બીજા સાધુને વંદન કરવા માટે ત્યાં રહ્યા થકા જ શરીર ઘુમાવવું તે.
(૯) મનઃપ્રદુષ્ટ :- વંદનીયના દોષ મનમાં લાવી અસૂયા-અરુચિપૂર્વક વંદન કરવું તે, અથવા સ્વ કે પર નિમિત્તે થયેલા મનોદ્વેષપૂર્વક વંદન કરવું તે.
...૧૩૮...
વંદનના ૩૨ દોષો