Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૪)
(I) Dષથી :- ચંડકૌશિક સાપે વીરપ્રભુને કરેલા ઉપસર્ગની જેમ. (i) આહાર માટે - વાઘણે સુકોશલમુનિને કરેલા ઉપસર્ગની જેમ. () અપત્ય-આલયના સંરક્ષણ માટે :- સંતાન અને ઘરનું સંરક્ષણ
કરવા માટે ગાય-સિંહ વગેરે ઉપસર્ગ કરે તે. આત્મસંવેદનથી :- તે ૪ પ્રકારે છે - () સંઘટ્ટનથી :- આંખમાં રજ જવાથી સ્વયં મસળવાથી થતો
ઉપસર્ગ. (ii) પ્રપતનથી :- પગની સ્કૂલનાથી પડી જવાથી થતો ઉપસર્ગ. (i) સ્તંભનથી :- ઉત્પન્ન થયેલા વાયુના પ્રયોગથી ક્ષણ માટે
હાથ-પગ વગેરે અક્કડ થઈ જવાથી થતો ઉપસર્ગ. (v) લેશનથી :- ગાઢ રોગને લીધે શરીરના ભાગો કૃશ થવાથી
થતો ઉપસર્ગ.
0 એક કીડીએ ફુલમાં જઈને વાસ કર્યો. તે કુલની સુગંધ માણતી.
એક દિવસ માળીએ એ ફુલને પોતાના ગ્રાહકને આપવા ચુંટી લીધું. તેમાં કીડી પણ સાથે હતી. ગ્રાહકે ફુલ રાજાને આપ્યું. રાજાએ ફુલ પ્રભુને ચડાવ્યું. આમ ફુલની સોબતથી કીડી છેક પ્રભુના મસ્તક સુધી પહોંચી ગઈ. તેમ ઉત્તમની સોબતથી ઉત્તમ પદ અનાયાસે મળે છે.
ગ્રહસ્થના ઘરમાં પાંચ સ્થાન પાપના ગણાય - (૧) ચૂલો, (૨) ઘંટી, (૩) સાવરણી, (૪) ખાંડણીયો અને (૫) પાણીયારું.
a જેમ પડી રહેલું લોઢું કાટથી ખવાય છે, તેમ આળસથી મનુષ્યનું
જીવન નકામું થઈ જાય છે.
૪ પ્રકારના ઉપસર્ગો
...૧૩૭...