Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૫) કેવળજ્ઞાન :- લોકાલોકના સર્વદ્રવ્યોના ત્રિકાલિક સર્વ પર્યાયો એક સમયે એક સાથે જેનાથી જણાય તે કેવળજ્ઞાન.
કેવળજ્ઞાનના ૬ અર્થ :
...૧૩૨...
(૧) શુદ્ધ :- તે જ્ઞાનાવરણ કર્મના આવરણથી સંપૂર્ણ રહિત છે. તેથી શુદ્ધ છે.
(૨) સકલ :- તે ઉત્પન્ન થતાંની સાથે બધુ જાણે છે. તેથી સકલ છે.
(૩) અસાધારણ :- તેના સમાન બીજું કોઈ જ્ઞાન નથી. તેથી અસાધારણ છે.
(૪) અનંત :– તે અનંત વસ્તુને જાણે છે અથવા અનંતકાળ રહે છે. તેથી અનંત છે.
(૫) નિર્માઘાત :- તે કોઈપણ જાતના વ્યાઘાતથી રહિત છે. તેથી નિર્વ્યાઘાત છે.
(૬) એક ઃ- તે મતિજ્ઞાન વગેરે ચાર શાનોથી રહિત છે. તેથી એક છે.
*
*
આ સંસારમાં સર્વોત્તમ કાર્ય ક્યું ? પ્રભુ સિવાયની બીજી કોઈપણ બાબત તરફ મને વળગવા માગતું હોય તો ત્યાંથી તેને પાછું વાળીને આપણી જાતને તેમાં પડતી બચાવવી એ જ આ સંસારમાં સૌથી ઉત્તમ કાર્ય છે.
જેણે પ્રભુભક્તિનો રસ ચાખ્યો છે તેને અન્ય બાબતોમાં રસ નથી.
જે જે દિવસ-રાત્રિ-ક્લાક-મિનિટ ધર્મકાર્યમાં-સત્કાર્યમાં જાય છે તે તે સફળ થાય છે.
૫ જ્ઞાન