Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૧૪) વૈશુન્ય
:- પોતે ચાડી ખાવી, બીજા પાસે ચાડી ખવડાવવી. (૧૫) રતિ-અતિ :- પોતે રતિ-અતિ કરે, બીજા પાસે રતિ-અરિત
ઃ
કરાવે.
(૧૬) પરપરિવાદ :– પોતે બીજાના દોષો બોલે, બીજા પાસે બીજાના દોષો બોલાવડાવે.
(૧૭) માયામૃષાવાદ :- પોતે માયાપૂર્વક જૂઠ બોલે, બીજા પાસે માયાપૂર્વક જૂઠ બોલાવે.
(૧૮) મિથ્યાત્વશલ્ય :અન્યધર્મોમાં શ્રદ્ધા કરાવે.
પોતે અન્ય ધર્મોમાં શ્રદ્ધા કરે, બીજા પાસે
*
...૯૪...
અજીર્ણ થયે ભોજન કરવું નહીં.
શસ્ત્રનો ઘા કાળાંતરે પણ રુઝાશે પરંતુ મર્મવચનનો ઘા જિંદગી પર્યંત રુઝવો મુશ્કેલ છે.
D કામવિષયનું ચિંતન સર્વનાશનું મૂળ છે અને પ્રભુનું ચિંતન સર્વ દુઃખથી છૂટવાનો મૂળમંત્ર છે.
Q કોઈને પણ મદદ કરીને ભૂલી જાઓ અને તમે ી શું પણ કર્યું જ નથી તેમ માનો.
આરામ નહીં પણ પ્રયત્ન અને સગવડતા નહીં પણ મુશ્કેલી જ માણસને ઉત્તમ બનાવે છે.
માણસને પોતાની દુર્દશાનું જેટલું દુઃખ નથી થતું તેટલું દુઃખ પોતાની દુર્દશાની બીજાને જાણ થાય તેનું થાય છે.
સંસારમાં રખડાવનાર મન છે, તેમ સંસારમાંથી છોડાવનાર પણ મન છે.
૧૮ પાપસ્થાનકો