Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૧૩) તીર્થનો ભેદ (કુસંપ) કરાવવો. (૧૪) વશીકરણ વગેરે કરવું.
(૧૫) ત્યાગ કરેલા ભોગોની ઈચ્છા કરવી.
(૧૬) બહુશ્રુત ન હોવા છતાં પોતાને બહુશ્રુત તરીકે કે તપ ન કરવા છતાં પોતાને તપસ્વી તરીકે વારંવાર જાહેર કરવા.
(૧૭) અગ્નિના ધુમાડામાં ગૂંગળાવીને ઘણાને મારી નાખવા. (૧૮) પોતે પાપ કરીને બીજાને માથે ચઢાવવું.
(૧૯) પોતાના ઉપધિ-પાત્રાને કપટથી છુપાવવા, પોતાના અસદ્ આચરણને કપટથી છુપાવી બીજાઓને ઠગવા, સદાચારીમાં ગણાવવા. (૨૦) સભામાં સત્ય બોલનારને અસદ્ભાવથી જૂઠા ઠરાવવા. (૨૧) નિત્ય ઝઘડો કરવો.
(૨૨) બીજાને વિશ્વાસ ઉત્પન્ન કરાવીને અટવી વગેરેમાં લઈ જઈને તેનું ધન વગેરે લૂંટી લેવું.
(૨૩) બીજાને વિશ્વાસ પમાડીને તેની સ્ત્રીને લોભાવવી-વશ કરવી. (૨૪) કુમાર ન હોવા છતાં બીજાની આગળ પોતાને કુમાર તરીકે જણાવવો. (૨૫) બ્રહ્મચારી ન હોવા છતાં પોતાને બ્રહ્મચારી તરીકે જણાવવો. (૨૬) જેની સહાયથી પોતે ધનાઢ્ય થયો હોય તેના ધનનો લોભ કરવો. (૨૭) જેના પ્રભાવથી પોતે લોકપ્રસિદ્ધ થયો હોય તેને જ કોઈ રીતે અંતરાય (દુઃખી) કરવો.
(૨૮) રાજા, સેનાપતિ, મંત્રી, રાષ્ટ્રચિંતક આદિ ઘણા જીવોના નાયકને
હણવા.
(૨૯) નહીં જોવા છતાં ‘હું દેવોને દેખું છું.’ એમ કહી લોકોમાં પ્રભાવ વધારવો.
(૩૦) દેવોની અવજ્ઞા કરવી, અર્થાત્ ‘વિષયાંધ દેવોનું શું પ્રયોજન છે ? હું જ દેવ છું.' એમ બીજાને જણાવવું.
૩૦ પ્રકારના મોહનીયના બંધસ્થાનો
...૧૨૫...