Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
$
$
જી ૬ પ્રકારના અંદરના શત્રુઓ જ (૧) કામ :- પરણેલી કે નહિ પરણેલી સ્ત્રીઓને વિષે દુષ્ટ પ્રવૃત્તિ તે
કામ. ક્રોધ :- બીજાના કે પોતાના નુકસાનનો વિચાર કર્યા વિના ગુસ્સો કરવો તે ક્રોધ. લોભ :- ધનને યોગ્ય જીવોને પોતાનું ધન ન આપવું અને વિના
કારણે બીજાનું ધન લેવું તે લોભ. (૪) માન - કદાગ્રહ કરવો કે સાચી વાત ન સ્વીકારવી તે માન. (૫) મદ :- જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ, વ્યુત વડે
અહંકાર કરવો કે બીજાનું અપમાન કરવું તે મદ. (૬) હર્ષ - વિના કારણે બીજાને દુઃખ પહોંચાડીને મનમાં ખુશ થવું
કે પોતે જુગાર, શિકાર વગેરે અનર્થોનો આશ્રય કરીને મનમાં ખુશ થવું તે હર્ષ.
a એક શ્રીમંતને પોતાના વૈભવનું બહુ જ અભિમાન હતું. તે બધા
આગળ પોતાના વૈભવની વાતો કરતો. તેના દીકરાને ભણાવવા એક માસ્તર આવતા તેમણે પૃથ્વીનો નકશો કાઢી શેઠના દિકરાને પૂછ્યું, ભારત બતાવ.” દીકરાએ બતાવ્યું. પછી માસ્તરે કહ્યું, “તારા પિતાજીની બંગલો બતાવ. છોકરો ભોંઠો પડી ગયો ને કહેવા લાગ્યો, “સાહેબ! આ પૃથ્વીના નકશામાં મારા પિતાજીનો બંગલો ક્યાંથી દેખાય ?
જ્યાં હિંદુસ્તાન જ સોપારી જેટલો દેખાય છે ત્યાં મારા પિતાજીનો બંગલો શા હિસાબમાં ?” શેઠ આ સાંભળી ભોઠા પડ્યા અને વિચારવા લાગ્યા, “પૃથ્વીના પ્રમાણમાં મારી શું સ્થિતિ ? હું ખોટું અભિમાન કરું છું.” શેઠે અભિમાન છોડી દીધું.
••.૧ર૬.
૬ પ્રકારના અંદરના શત્રુઓ