Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
ત્યારે ત્યાં આમ કર્યું હોત તો સારું થાત.' તે. (i) ભાવચપળ :- જે પ્રસ્તુત સૂત્ર-અર્થ પૂર્ણ થયા પહેલા જ
અન્ય સૂત્ર-અર્થ ગ્રહણ કરે તે. અમાયી :- માયાવી ન હોય, સારા આહાર વગેરેને પામીને ગુરુ
વગેરેને ઠગે નહીં. (૪) અકુતૂહલી:- કુતૂહલવાળો ન હોય. ઈન્દ્રજાળ વગેરે કૌતુકો જોવામાં
તત્પર ન હોય. (૫) અનધિક્ષેપી - તિરસ્કાર ન કરે.
પ્રબંધ ન કરે :- લાંબો ગુસ્સો ન કરે. મૈત્રી કરનારા પર ઉપકાર કરે :- ઉપકારનો બદલો વાળવા પ્રયત્ન
કરે. ઉપકારનો બદલો વાળવા અશક્ત હોય તો કૃતન ન થાય. (૮) શ્રત પામીને મદ ન કરે - શ્રત પામીને તેનાથી મદના દોષો જાણીને
નમ્ર બને. (૯) અપાપપરિક્ષેપી - આચાર્ય વગેરેની સ્કૂલના થાય તો નિંદા ન કરે. (૧૦) મિત્રો ઉપર ગુસ્સો ન કરે :- કદાચ મિત્ર અપરાધ કરે તો પણ
ગુસ્સો ન કરે. અપ્રિય મિત્રનું પણ એકાંતમાં કલ્યાણકારી કહે - મિત્ર સેંકડો અપકાર કરે તો પણ તેણે કરેલા ઉપકારને યાદ કરીને એકાંતમાં પણ તેના દોષ ન કહે. કલકડમરવજી - કલહ-ડમર ન કરે. કલહ એટલે વચનોથી થતો
ઝઘડો. ડમર એટલે હાથ-પગ વગેરેથી થતો ઝઘડો. (૧૩) અભિજાત :- કુલીન હોય. ઊંચી જાતિના બળદની જેમ ઉપાડેલા
ભારને બરાબર વહન કરે. (૧૪) લજ્જાવાન - લજ્જાળુ હોય. તે ખરાબ ભાવ આવે તો પણ અકાર્ય
કરતાં લજા પામે. (૧૫) પ્રતિસંલીન :- પ્રતિસલીન હોય. ગુરુ પાસે કે અન્યત્ર રહેલો તે
કાર્ય વિના ચેષ્ટા ન કરે.
૧૫ સ્થાનો વડે શિક્ષાશીલ
...૧૦૭...