Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
((૧૮) અઢારમી છબીશી) ૧૫ પ્રકારના યોગોને કહે ૧૫ પ્રકારની સંજ્ઞાઓને કહે
૩ ગારવોનો ત્યાગ કરે
૩ શલ્યોને વર્ષે કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૧૫ પ્રકારના યોગ જ • ૪ પ્રકારના મનોયોગ - (૧) સત્ય મનોયોગ :- જીવ છે, સદસત્ છે, દેહમાત્રવ્યાપી છે વગેરે
વસ્તુના સાચા સ્વરૂપને વિચારવું તે સત્ય મનોયોગ. (૨) અસત્ય મનોયોગ :- જીવ નથી, જીવ સર્વવ્યાપી છે વગેરે વસ્તુના
સાચા સ્વરૂપથી વિપરીત વિચારવું તે અસત્ય મનોયોગ. સત્યાસત્ય મનોયોગ :- ઘવ, ખદિર, પલાશ, અશોક વગેરે વૃક્ષોવાળા વન માટે આ અશોકવન છે એમ વિચારવું તે સત્યાસત્ય
મનોયોગ. (૪) અસત્યઅમૃષા મનોયોગ :- “હે દેવદત્ત ! ઘડો લાવ, ધર્મ કર.”
વગેરે આમંત્રણ, સમજાવવા વગેરે રૂપ વિચારવું તે અસત્યઅમૃષા
મનોયોગ. • ૪ પ્રકારના વચનયોગ - (૧) સત્ય વચનયોગ :- જીવ છે, સદસત્ છે, દેહમાત્રવ્યાપી છે વગેરે
વસ્તુના સાચા સ્વરૂપને કહેવું તે સત્ય વચનયોગ. (૨) અસત્ય વચનયોગ :- જીવ નથી, જીવ સર્વવ્યાપી છે વગેરે વસ્તુના
સાચા સ્વરૂપથી વિપરીત કહેવું તે અસત્ય વચનયોગ. સત્યાસત્ય વચનયોગ :- ઘવ, ખદિર, પલાશ, અશોક વગેરે વૃક્ષોવાળા વન માટે આ અશોકવન છે એમ કહેવું તે સત્યાસત્ય
વચનયોગ. ૧૫ પ્રકારના યોગ
૮૧..