Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૨૧) એકવીશમી છત્રીશી દીક્ષા માટે અયોગ્ય પુરુષના ૧૮ દોષોને વર્જનારા ૧૮ પાપસ્થાનકોને વર્જનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. ∞ દીક્ષા માટે અયોગ્ય પુરુષના ૧૮ દોષો ર (૧) બાલ :- ૭ વર્ષ સુધીનો હોય તે બાલ કહેવાય. (૨) વૃદ્ધ :- ૭૦ વર્ષથી વધુ વયના હોય તે વૃદ્ધ કહેવાય. (૩) નપુંસક :- ત્રીજા વેદવાળો તે નપુંસક.
(૪) ક્લીબ :- સ્ત્રીના ભોગોથી નિમંત્રિત કરાયેલો, સ્ત્રીના ખુલ્લા અંગઉપાંગ જોઈને કે સ્ત્રીનો મીઠો અવાજ સાંભળીને જેને કામની અભિલાષા થાય અને તેને જે સહન કરી ન શકે તે ક્લીબ. જડ :- તે ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે
(૫)
(i)
ભાષાજડ :- તે ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે(a) જલમૂક :– પાણીમાં ડૂબેલાની જેમ જે બુડબુડ કરતો બોલે તે જલમૂક.
-
(b) મન્મનમૂક ઃજે બોલતાં બોલતાં અચકાય તે મન્મનમૂક. (c) એલમૂક :- જે અવ્યક્ત મૂંગો હોવાથી ઘેટાની જેમ માત્ર અવાજ કરે તે એલમૂક.
આ ત્રણમાંથી મન્મનમૂક જો હોંશિયાર હોય તો દીક્ષા આપવી, બાકીના બેને દીક્ષા ન આપવી.
:
(ii) શરીરજડ :– જે બહુ જાડો હોવાથી ચાલવામાં, ગોચરી જવામાં કે વંદન વગેરે કરવામાં શક્તિમાન ન હોય તે શરીરજડ. (iii) કરણજડ :- જે ક્રિયામાં જડ હોય તે ક્રિયાજડ. સમિતિ, ગુપ્તિ, પડિલેહણ, સંયમપાલન વગેરે ક્રિયાઓનો વારંવાર ઉપદેશ આપવા છતાં જે જડ હોવાથી ગ્રહણ ન કરી શકે તે કરણજડ.
દીક્ષા માટે અયોગ્ય પુરુષના ૧૮ દોષો
...૯૧...