Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૯) નિર્જરાભાવના :- નવા કર્મો રૂપી પાણીના આગમનને અટકાવ્યા
પછી પૂર્વે કરેલા પાપોરૂપી કાદવમાંથી બાર પ્રકારના તારૂપી તાપથી
જીવનો છૂટકારો થાય છે, એમ ભાવવું તે. (૧૦) ધર્મભાવના :- કોઈ ધર્મમાં ક્રિયા છે પણ દયા નથી, કોઈ ધર્મમાં
દયા છે પણ નિર્મળ સમતા નથી, સમતા-દયા-ક્રિયાથી યુક્ત એવો
જૈનધર્મ જયવંતો છે, એમ ભાવવું તે. (૧૧) લોકસ્વભાવભાવના :- જ્યાં પૂર્વે લાખો યોનિમાં અનંતીવાર જીવ
ભમ્યો તે લોકસ્વરૂપને ચિંતવવું તે. (૧૨) બોધિદુર્લભભાવના - ફરીથી બોધી મળે કે ન પણ મળે, માટે
અહિં બોધિ પામીને ધર્મમાં ઉદ્યમ કરવો, એમ ભાવવું તે.
a મંદતાવાળા વિચારો મંદ પરિણામોને જ પેદા કરે છે. વિચારના
પ્રમાણમાં જ કાર્યની સિદ્ધિ થાય છે. શ્રદ્ધાના પ્રમાણમાં જ ફળની પ્રાપ્તિ થાય છે. જુઓ ! અત્યંત ગરમી લોઢાને પીગળાવી નાંખે છે. વીજળીનું બળ કઠણમાં, કઠણ હીરાને પણ ઓગાળી નાંખે છે. તેમ એક દઢ નિશ્ચય, મજબૂત મનોબળ કે અજેય ઉદ્દેશથી
મનુષ્ય સફળતા મેળવી શકે છે. 2 વખત વગરનું અને જરૂર વગરનું જે બોલ બોલ કરવું તે પણ એક
જાતનું દૂષણ છે. ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાન પણ વશ થાય છે, તો માણસો
કે અન્ય દેવો વશ થાય તેમાં તો આશ્ચર્ય શું ? a અહંકાર એ જ્ઞાનનો આગળીયો છે. અહંકાર ગયો કે ખજાનો ખુલ્લો
થયો સમજવો.
૧૨ પ્રકારની ભાવના