Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
છ ૧૨ પ્રકારની ભાવના ૨
(૧) અનિત્ય ભાવના :- ધન, સ્વજન, ઘર, શરીર, આયુષ્ય, રૂપ, યુવાની, સુખ, પ્રભુત્વ વગેરે બધું અનિત્ય છે, કાયમ રહેનારું નથી, એમ ભાવવું તે.
રહે. આ પ્રતિમા પાળતાં સાધુને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.
(૨) અશરણ ભાવના :- પિતા, માતા, ભાઈ, પત્ની, પુત્ર, હાથી, ઘોડા, કરોડો સુભટો શરણરૂપ નથી, મૃત્યુ તેમની વચ્ચેથી પણ રંકની જેમ અશરણ એવા જીવને લઈ જાય છે, એમ ભાવવું તે.
(૩) સંસાર ભાવના :- અન્ય અન્ય શરીર, જાતિ, ગતિ, સંબંધ, વેદ, વયના પરાવર્તનથી સંસારરૂપી રંગમંડપમાં જીવ નટની જેમ નાટક કરે છે, એમ ભાવવું તે.
(૪) એકત્વ ભાવના :- દુઃખ, સુખ, જન્મ, મરણ, બંધ, મોક્ષ વગેરે એકલા જીવના થાય છે, તેથી સ્વજનોને વિષે પ્રતિબંધ (રાગ) ન કરવો, એમ ભાવવું તે.
(૫)
અન્યત્વ ભાવના :- આ શરીર અન્ય છે અને આ જીવ અન્ય છે, માટે દુઃખના ઘર સમાન આ શરીર પર મમત્વ ન કરવું, એમ ભાવવું તે.
(૬) અશુચિ ભાવના :- મળ, મૂત્ર, લોહી, ચરબી, માંસ, પિત્ત, આંતરડા, હાડકા વગેરેથી ભરેલા દુર્ગંધી શરીરને પણ જીવ શુદ્ધ માને છે, એમ ભાવવું તે.
(૭)
(૮)
આસ્રવ ભાવના :- મિથ્યાત્વ, પ્રમાદ, અવિરતિ, કષાય, યોગ રૂપી આસ્રવો રૂપ દ્વારો વડે કર્મો રૂપી પાણીથી આત્મા રૂપી તળાવ ભરાય છે, એમ ભાવવું તે.
સંવરભાવના :- સમ્યક્ત્વ, અપ્રમાદ, વિરતિ, અકષાય, ગુપ્તિ રૂપી દઢ દરવાજા વડે આસ્રવદ્વારોને ઢાંકીને આત્મારૂપી તળાવમાં આવતું કર્મોરૂપી પાણી અટકે છે, એમ ભાવવું તે.
૧૨ પ્રકારની ભાવના
...૭૫...