Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
છે કે હણશે, એમ તેઓની ત્રણ કાળ સંબંધી હિંસા માટે દંડ કરવો, માર મારવો તે. અકસ્મક્રિયા :- અચાનક થતી ક્રિયા. કોઈ બીજાને હણવા માટે બાણ વગેરે શસ્ત્ર ફેંકવા છતાં અન્યનો ઘાત થાય તે. દૃષ્ટિકી ક્રિયા :- દૃષ્ટિના ભ્રમથી થતી ક્રિયા. મિત્ર છતાં શત્રુ સમજીને
કે ચોર ન હોય તેને ચોર સમજીને હણવો વગેરે. (૬) મૃષાક્રિયા :- જૂઠું બોલવારૂપ ક્રિયા. પોતાની માટે કે સ્વજન માટે
જૂઠું બોલવું તે. . અદતક્રિયા :- ચોરી કરવારૂપ ક્રિયા. પોતાની માટે કે સ્વજન માટે સ્વામીઅદત્ત, જીવઅદત્ત, તીર્થકરઅદત્ત અને ગુરુઅદત્ત એ ચાર પ્રકારનું અદત્ત ગ્રહણ કરવું તે. અધ્યાત્મક્રિયા :- ચિત્તને કલુષિત કરવારૂપ ક્રિયા. કોંકણ દેશના સાધુની જેમ ચિંતવવું તે, અથવા કોઈ કંઈ કહે નહીં તો પણ પોતે હૃદયમાં ક્રોધ-માન-માયા-લોભથી દુઃખી થાય તે પોતાના આત્મામાં
થતી ક્રિયા. - ' (૯) માનક્રિયા :- અહંકાર કરવારૂપ ક્રિયા. પોતે જાતિ, કુળ વગેરેનો
મદ કરીને બીજાનું અપમાન કરવું તે. (૧૦) અમિત્રક્રિયા - મિત્રદ્વેષરૂપ યિા. માતા-પિતા-સ્વજન વગેરેને અલ્પ
અપરાધ છતાં મારવું, તિરસ્કાર કરવો, બાળવા વગેરે રૂપ સખત દંડ
કરવો તે. (૧૧) માયાક્રિયા :- ચિત્તની કુટિલતાવાળી ક્રિયા. (૧૨) લોભક્રિયા - આસક્તિરૂપ ક્રિયા. લોભથી અશુદ્ધ આહારાદિ ગ્રહણ
કરવા તે, અથવા પાપારંભમાં કે સ્ત્રીભોગમાં આસક્ત જીવ પોતાની
રક્ષા માટે બીજા જીવોને મારે, હણે, બાંધે વગેરે કરે તે. (૧૩) ઈર્યાપથિકીક્રિયા - વીતરાગીને થતી માત્ર યોગરૂપ હેતુવાળી ક્રિયા.
તેમાં પહેલા સમયે કર્મ બંધાય, બીજા સમયે કર્મ ભોગવાય અને ત્રીજા સમયે કર્મની નિર્જરા થાય.
૧૩ ક્રિયાસ્થાનો
...૬૯...