Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
એકાગ્રતા) પ્રાપ્ત થાય છે, અન્યમુદ્ દોષ (પ્રસ્તુત ક્રિયા છોડી બીજી ક્રિયા ઉપર રાગ થવો) હોતો નથી, મીમાંસા ગુણ (તત્ત્વસંબંધી શુભવિચારશ્રેણી)ની પ્રાપ્તિ થાય છે. અહીં પાંચમું-છ ગુણઠાણું હોય છે.
(૭) પ્રભાઢષ્ટિ :- પ્રભાદષ્ટિવાળાનો બોધ સૂર્યની પ્રભા જેવો સ્થિર અને એકસરખો હોય છે. આ દૃષ્ટિમાં યોગનું સાતમું અંગ ધ્યાન (ધ્યેયમાં ચિત્તની એકાગ્રતા) પ્રાપ્ત થાય છે, રુચ્ દોષ (સારા અનુષ્ઠાનોનો સર્વથા ઉચ્છેદ કરવો, તે લાભ આપનાર નથી – આવો નિર્ણય કરવો અને બીજાને તેવો ઉપદેશ આપવો) હોતો નથી, તત્ત્વપ્રતિપત્તિ (તત્ત્વની આદરણા) સૂક્ષ્મ રીતે થાય છે. મૂળવિષયમાં ચિત્તની એકાગ્રતા એ ધારણા છે, મૂળવિષયના અવાંતર એક વિષયમાં ચિત્તની એકાગ્રતા એ ધ્યાન છે. અહીં સાતમા ગુણઠાણાથી તેરમા ગુણઠાણા સુધીના ગુણઠાણા હોય છે.
(૮) પરાષ્ટિ :- પરાદષ્ટિવાળાનો બોધ ચંદ્રની પ્રભા જેવો શાંતિ આપનાર છે. આ દૃષ્ટિમાં યોગનું આઠમું અંગ સમાધિ (ધ્યેયમાં તદાકારરૂપ થવું-પરમાત્મસ્વરૂપ બની જવું) પ્રાપ્ત થાય છે, આસંગ દોષ (સંસાર ઉપર મમત્વ) હોતો નથી, પ્રવૃત્તિ ગુણ (આત્મગુણોમાં સંપૂર્ણ રીતે પ્રવર્તન) પ્રાપ્ત થાય છે. અહીં ચૌદમું ગુણઠાણું હોય છે.
૮ યોગદષ્ટિઓ
યોગ- કા
દૃષ્ટિ
કા
યોગાંગની દોષનો
પ્રાપ્તિ ?
નાશ?
ખેદ
ઉદ્વેગ
આસન ક્ષેપ
મિત્રા
તારા
બલા
દીપ્રા
સ્થિરા પ્રત્યાહાર ભ્રમ
કાંતા ધારણા
પ્રભા
ધ્યાન
પરા
સમાધિ
યમ
નિયમ
પ્રાણાયામ | ઉત્થાન
૮ પ્રકારની યોગદષ્ટિઓ
કા
ગુણની
પ્રાપ્તિ
શુશ્રૂષા
શ્રવણ
બોધ
અન્યમુદ્ | મીમાંસા
રુગ્
આસંગ
અદ્વેષ
જિજ્ઞાસા
ગુણઠાણા
૧૯
૧૯
૧લું
૧લું
કશું
પમું-૬ઠું તત્ત્વપ્રતિપત્તિ ૭મા થી ૧૩મું
પ્રવૃત્તિ ૧૪મું
બોધ ક્રોના જેવો ?
ઘાસનો અગ્નિ
છાણનો અગ્નિ
કાષ્ઠનો અગ્નિ
દીવાની પ્રભા
રત્નની પ્રભા
તારાની પ્રભા
| સૂર્યની પ્રભા
ચંદ્રની પ્રભા
...૪૭...