Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૧૧) અગિયારમી છત્રીશી
૧૦ પ્રકારની પ્રતિસેવાને જાણનારા ૧૦ પ્રકારના આલોચનાના દોષોને જાણનારા ૪ પ્રકારની વિનયસમાધિને જાણનારા
૪ પ્રકારની શ્રુતસમાધિને જાણનારા ૪ પ્રકારની તપસમાધિને જાણનારા ૪ પ્રકારની આચારસમાધિને જાણનારા
કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો
છ ૧૦ પ્રકારની પ્રતિસેવા જ પ્રતિસેવા એટલે દોષોની સેવના. તે ૧૦ પ્રકારે થાય છે. તે આ પ્રમાણે(૧) દર્ષ પ્રતિસેવના :- દોડવા, કૂદવા વગેરેથી દોષો સેવવા તે. (૨) પ્રમાદ પ્રતિસેવના :- દારૂપાન વગેરે પાંચ પ્રકારના પ્રમાદથી દોષો સેવવા તે.
(૩) અનાભોગ પ્રતિસેવના :- વિસ્મરણ થવાથી દોષો સેવવા તે. (૪) આતુર પ્રતિસેવના :- રોગ, ભૂખ વગેરેથી દોષો સેવવા તે. (૫) આપત્તિ પ્રતિસેવના ઃ- દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ન મળવારૂપ આપત્તિથી દોષો સેવવા તે.
દ્રવ્યથી આપત્તિ પ્રાસુક દ્રવ્ય ન મળવું. ક્ષેત્રથી આપત્તિ – વિહારમાં આવતી આપત્તિ.
-
કાળથી આપત્તિ – દુકાળ વગેરેમાં આવતી આપત્તિ.
ભાવથી આપત્તિ - ગ્લાનપણામાં આવતી આપત્તિ.
(૬) શંકિત પ્રતિસેવના :- શુદ્ધ આહારાદિમાં પણ જે દોષની શંકા રાખે તે દોષ લાગે. તે શંકિત પ્રતિસેવના.
(૭) સહસાકાર પ્રતિસેવના :- અચાનક દોષનું સેવન થવું તે. દા.ત. પહેલા જંતુ ન દેખાવાથી પગ મૂકવા જાય અને પછી જંતુ દેખાય ત્યારે પગને રોકી ન શકે અને વિરાધના થાય તે સહસાકાર પ્રતિસેવના. ૧૦ પ્રકારની પ્રતિસેવા
...૫૯...