Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૮) ભય પ્રતિસેવના :- ભયથી દોષો સેવવા તે. દા.ત. રાજાના ભયથી રસ્તો બતાવવો, સિંહના ભયથી ઝાડ પર ચઢવું વગેરે.
(૯) દ્વેષ પ્રતિસેવના :- ક્રોધ વગેરે કષાયોથી દોષો સેવવા તે. (૧૦) વિમર્શ પ્રતિસેવના :- નૂતનદીક્ષિત વગેરેની ‘શું એ જીવોની શ્રદ્ધા કરે છે કે નહીં ?' એવી પરીક્ષા કરવા માટે સચિત્ત પર ગમન વગેરે ક્રિયા કરવી તે.
છ ૧૦ પ્રકારના આલોચનાના દોષો જ
(૧) આકંપઈત્તા :- ‘મને થોડું પ્રાયશ્ચિત્ત આપે’ એમ વિચારીને વૈયાવચ્ચથી પહેલા આચાર્યને વશમાં કરીને પછી આલોચના કરવી તે.
(૨) અનુમાનઈત્તા ઃ- ધન્ય છે જે તપ કરે છે. હું તપ કરી શકતો નથી. મારી ક્યાં શક્તિ છે ? આપ મારી શક્તિ જાણો છો ?' આમ મીઠા વચનોથી આચાર્યને ખુશ કરીને આલોચના કરવી તે, અથવા આચાર્યના સ્વભાવનું અનુમાન કરીને આલોચના કરવી તે. (૩) જીં દિ。 :- બીજાએ પોતાના જે દોષો જોયા હોય તેટલા આચાર્યને કહેવા, પ્રાયશ્ચિત્તના ભયથી કે આચાર્ય મારો અપરાધ જાણી જશે એવા ભયથી બીજા દોષો ન કહેવા તે.
(૪) બાદર :- મોટા મોટા દોષોની આલોચના કરવી પણ નાના નાના દોષોની આલોચના ન કરવી તે. તે એમ સમજતો હોય કે આચાર્ય એમ માનશે કે, જે મોટા દોષોની આલોચના કરતો હોય તે શું નાના દોષોની આલોચના ન કરે ? અવશ્ય કરે.'
(૫) સૂક્ષ્મ :- નાના નાના દોષોની આલોચના કરવી પણ મોટા મોટા દોષોની આલોચના ન કરવી તે. તે એમ સમજતો હોય કે આચાર્ય એમ માનશે કે, જે નાના દોષોની આલોચના કરતો હોય, તે શું મોટા દોષોની આલોચના ન કરે ? અવશ્ય કરે.'
(૬) છન્ન :- અમુક અપરાધમાં શું પ્રાયશ્ચિત્ત આવે ? એમ પૂછી પોતે જાતે જ પ્રાયશ્ચિત્ત કરવું તે, અથવા એટલું ધીમેથી બોલે કે આચાર્ય પણ સાંભળે નહીં.
...O...
૧૦ પ્રકારના આલોચનાના દોષો