Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
કષાયો ૪ x ૪ = ૧૬ પ્રકારના છે. તે આ પ્રમાણે -
(૧) અનંતાનુબંધી ક્રોધ (૨) અનંતાનુબંધી માન (૩) અનંતાનુબંધી માયા (૪) અનંતાનુબંધી લોભ (૫) અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ (૬) અપ્રત્યાખ્યાનાવરણીય માન (૭) અપ્રત્યાખ્યાનાવરણીય માયા (૮) અપ્રત્યાખ્યાનાવરણીય લોભ
(૯) પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ (૧૦) પ્રત્યાખ્યાનાવરણીય માન (૧૧) પ્રત્યાખ્યાનાવરણીય માયા (૧૨) પ્રત્યાખ્યાનાવરણીય લોભ (૧૩) સંજ્વલન ક્રોધ (૧૪) સંજ્વલન માન (૧૫) સંજ્વલન માયા (૧૬) સંજ્વલન લોભ
*
*
*
*
*
2 આપણા અંતરાત્મામાં જ વિજય તથા પરાજય રહેલો છે.
શ્રદ્ધા વિના કાર્યની સિદ્ધિ થતી નથી, જેમ બને તેમ થોડી જરૂરીયાતોથી ચલાવી લેતાં શીખો.
વેશ પહેરવો સહેલ છે પરંતુ ભજવવો મુશ્કેલ છે. 2 સદ્દગુરુથી જે પ્રાપ્ત કરી શકાય છે તે પુસ્તકોથી પ્રાપ્ત કરી શકાતું ' નથી.
કેવળજ્ઞાન થયું છે એવા વીતરાગ ભગવાનને પણ પૂર્વોપાર્જિત કર્મ વૈદવા પડે છે, તો તેનાથી ઓછી ભૂમિકામાં રહેલા એવી જીવોને કર્મ ભોગવવા જ પડે તેમાં આશ્ચર્ય શું? કોઈ પણ જાતના દુઃખ કે રોગ કુદરતી નથી, પરંતુ મનુષ્ય પોતે જ ગફલતથી તેમને ઉત્પન્ન કરે છે.
...૫૮...
૧૬ કષાયો