Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
પ્રવીચારના સુખને ભોગવે છે. ઘણા સુકૃતો વેંચીને તેવા દેવ બનવાની પ્રાર્થના કરવી તે.
(૭) અપ્રવીચારી દેવપણાનું નિયાણું :- ઘણા સુકૃતોને વેંચીને જ્યાં પ્રવીચારણા નથી તેવા નવ ગ્રેવેયક વગેરેના દેવ બનવાની પ્રાર્થના કરવી તે.
(૮) શ્રાવકપણાનું નિયાણુંઃ- બોધિ માટે શ્રાવકકુળમાં જન્મ લેવાની ઈચ્છા કરવી તે. જો કે આ ઈચ્છા સારી છે, છતાં કરેલા સુકૃતો વેંચાઈ જવાને લીધે એ નિયાણું છે.
•
:
(૯) દરિદ્રપુત્રપણાનું નિયાણું ઃ- ચારિત્ર માટે દરિદ્રના પુત્ર બનવાની ઈચ્છા કરવી તે.
છ ૯ કલ્પી વિહાર ભ
શેષકાળમાં ૮ મહિના ૧-૧ સ્થાનમાં ૧-૧ મહિનો રહેવું અને ચોમાસામાં ૧ સ્થાનમાં ૪ મહિના રહેવું તે ૯ કલ્પી વિહાર.
૯ કલ્પી વિહારના ગુણો - (૧) દર્શનશુદ્ધિ (૨) શ્રાવકોને ધર્મમાં સ્થિર કરવા. (૩) શાસ્ત્રોમાં કુશળ થવું. (૪) દેશોનો પરિચય થવો.
નિત્યવાસના દોષો – (૧) પ્રતિબંધ (રાગ) (૨) લઘુતા (૩) લોકો ઉપર ઉપકાર ન થવો. (૪) દેશોનું જ્ઞાન ન થવું. (૫) જ્ઞાનની વૃદ્ધિ ન થવી.
નિંદા કરનાર પોતાના ઘરનો સાબુ લઈને અન્યના મેલને ધોવે છે. એકાદ મહાપુરુષની મુંગી પવિત્રતા-શુદ્ધ ચારિત્ર સમસ્ત લોકો ઉપર જે અસર કરે છે તે વક્તા તથા ઉપદેશકોના જિંદગી સુધીના ભાષણો પણ કરી શક્તા નથી.
D મૌનપણું એ શક્તિની ચાવી છે.
૯ કલ્પી વિહાર
...૫૧...