Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૯) અભ્યુત્થાન સામાચારી :
બહુમાનયોગ્ય આચાર્ય, ગ્લાન વગેરેને ગોચરી જતાં પહેલા પૂછ્યું કે, ‘આપની માટે શું લાવું ?' અને યથોચિત આહાર વગેરે લાવીને તેમની ભક્તિ કરવી તે અભ્યુત્થાન સામાચારી. તેને નિમંત્રણા સામાચારી પણ કહેવાય છે. (૧૦) ઉપસંપદા ઃ - જ્ઞાન માટે, દર્શન માટે, વૈયાવચ્ચ માટે, અંતિમ આરાધના માટે અન્ય આચાર્યની પાસે ‘આટલા કાળ સુધી હું આપની પાસે રહીશ.' એમ કહીને રહેવું તે ઉપસંપદા સામાચારી.
બીજી રીતે ૧૦ પ્રકારની સામાચારી
-
(૧) પ્રતિલેખન :- સવારે અને સાંજે વસ્ત્ર-પાત્રા વગેરેનું પડિલેહણ કરવું
તે.
(૨) પ્રમાર્જન :- સવારે અને સાંજે વસતિની પ્રમાર્જના કરવી તે. (૩) ભિક્ષા :- ૪૨ દોષ રહિત નિર્દોષ ભિક્ષાને ગ્રહણ કરવી તે. (૪) ઈરિયાવહી :- ભિક્ષા લઈને નિસિહીપૂર્વક વસતિમાં પ્રવેશીને ‘નમો ખમાસમણાણું' રૂપ વાચિક નમસ્કાર કરીને યોગ્યદેશને જોઈને અને પ્રમાર્જીને ઈરિયાવહી કરવી તે.
(૫) આલોચના :- કાઉસ્સગ્ગમાં ગોચરીમાં લાગેલા દોષોને વિચારવા. કાઉસ્સગ્ગ પારીને લોગસ્સ બોલવો. પછી ગુરુ સમક્ષ ગોચરીમાં લાગેલા દોષોનું નિવેદન કરવું તે આલોચના.
(૬) ભુજના :- ત્યાર પછી જે એષણા-અનેષણા થઈ હોય કે જેની આલોચના ન થઈ હોય તેની માટે ઈચ્છામિ પડિક્કમિઉં ગોયરચરિયાએ ભિક્ખાયરિયાએ... તસ્સ મિચ્છામિ દુક્કડં, તસ્સ ઉત્તરીકરણેણં... વોસિરામિ' કહીને કાઉસ્સગ્ગ કરવો. તેમાં નવકાર કે ‘જઈ મે અણુગ્ગહં મુજ્જા સાહ્” વગેરે કે ‘અહો જિહિં અસાવજ્જા' વગેરે ગાથાને ચિંતવવી. પારીને લોગસ્સ કહેવો, શ્રમ દૂર કરવા સ્વાધ્યાય કરવો. પછી નવકાર બોલી ‘અનુજ્ઞા આપો, વાપરું છું.' એમ કહી સાગારિકરહિત સ્થાનમાં રાગદ્વેષરહિત વાપરવું તે ભુંજના.
૧૦ પ્રકારની સામાચારી
...૫૫...