Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
મા કહે, ‘તું દૃષ્ટિવાદ ભણે તો મને આનંદ થાય.” તે ભણવા તેણે તોસલિપુત્ર ગુરુ પાસે દીક્ષા લીધી. તે સાડા નવ પૂર્વ ભણ્યા. તેમણે પોતાના કુટુંબને પ્રતિબોધ કર્યો, રાજાને સમ્યક્ત પમાડ્યું.
એકવાર સૌધર્મેન્દ્ર મહાવિદેહક્ષેત્રમાં શ્રીસીમન્વરસ્વામી પાસે સૂક્ષ્મનિગોદનું સ્વરૂપ સાંભળ્યું. પછી પૂછ્યું, “ભરતક્ષેત્રમાં પણ નિગોદનું આવું સ્વરૂપ કહેનાર કોઈ છે ?' પ્રભુએ કહ્યું, “આર્યરક્ષિતસૂરિ છે.' ઈન્દ્ર આવી આર્યરક્ષિતસૂરિજીને વંદન કરીને તેમની પાસેથી નિગોદનું સ્વરૂપ સાંભળ્યું. તે ખુશ થઈને સ્વર્ગે ગયો. પછી આર્યરક્ષિતસૂરિજીએ ચાર અનુયોગ જુદા કર્યા. તેઓ અનશન કરી દેવલોક પામ્યા. આમ આર્યરક્ષિતસૂરિજીની જેમ જિનશાસનની પ્રભાવના કરવી.
જી ૮ પ્રકારના ચારિત્રાચાર જ પ્રણિધાનપૂર્વક ૫ સમિતિ અને ૩ ગુમિનું પાલન કરવું. પાંચ સમિતિનું સ્વરૂપ પાના નં. ૧૨-૧૩ ઉપર બતાવ્યું છે. ત્રણ ગુમિનું સ્વરૂપ આ પ્રમાણે
છે -
(૧) મનગુમિ :- મનને અશુભ વિચારોથી રોકવું અને શુભ વિચારોમાં
પ્રવર્તાવવું તે. (૨) વચનગુમિ - સાવધ વચનોનો ત્યાગ કરી મુહપતિના ઉપયોગપૂર્વક
નિરવદ્ય વચન બોલવા તે. (૩) કાયમુમિ :- કાયાને સાવધ પ્રવૃત્તિથી અટકાવવી અને નિરવદ્ય
પ્રવૃત્તિમાં પ્રવર્તાવવી તે.
છ ૮ પ્રકારના આચારવાન વગેરે ગુણો જ (૧) આચારવાન :- પાંચ પ્રકારના આચારને જાણે અને આચરે તે. (૨) અવધારવાન:- આલોચના કરનારની આલોચનાનું અવધારણ કરે છે. (૩) વ્યવહારવાન :- આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત એ પાંચ
વ્યવહારોને જાણે તે.
..૪૨...
૮ પ્રકારના ચારિત્રાચાર, ૮ પ્રકારના આચારવાન વગેરે ગુણો