Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
હું તમારો ગયા ભવનો શિષ્ય છું. તમારી વાણીથી બંધાયેલો હું અહીં આવ્યો છું. દેવલોકમાં ઉત્પન્ન થયા બાદ દેવકાર્યમાં વ્યસ્ત હોવાથી સમય પસાર થઈ ગયો. તેથી હું તરત ન આવ્યો. આગમોમાં દેવતાને મનુષ્યલોકમાં ન આવવાના કારણો કહ્યા છે તે આપ જાણો છો. દિવ્ય નાટકમાં એકતાન એવા આપે પણ છ મહિના અંતર્મુહૂર્તની જેમ પસાર કર્યા. માટે સ્વર્ગ અને નરક બધું છે.” આમ તે દેવે ગુરુને પાછા સ્થિર કર્યા.
આમ ધર્મમાં સીદાતાને સ્થિર કરવા. (૭) સાધર્મિકવાત્સલ્ય:- સાધર્મિકોનું વાત્સલ્ય કરવું. વજસ્વામીનું દૃષ્ટાંત.
વજસ્વામીનું દૃષ્ટાંત - એકવાર બાર વરસનો દુકાળ પડ્યો. સંઘ વ્યાકુળ થયો. વજસ્વામી સંઘને કપડા પર બેસાડી સુકાળવાળી નગરીમાં લઈ ગયા. ત્યાં એકવાર પર્યુષણપર્વ આવ્યા. બૌદ્ધ રાજાએ જિનમંદિરોમાં ફલો આપવાનો નિષેધ કર્યો. શ્રાવકોએ વજસ્વામીને વિનંતિ કરી. વજસ્વામી આકાશગામિની વિદ્યાથી માહેશ્વરીપૂરીમાં પોતાના સંસારી પિતાના મિત્ર માળી પાસે ગયા અને વાત કરી. ત્યારે માળીએ એકવીસ કરોડ ફલો આપ્યા. પછી તેઓ લઘુહિમવંતપર્વત પર ગયા. ત્યાં શ્રીદેવીએ મોટું કમળ આપ્યું. પછી હુતાશનયક્ષના વનમાંથી ફુલો લઈને જંભકદેવે કરેલા વિમાનમાં બેસીને પાછા આવ્યા અને મહોત્સવ કર્યો. જૈનધર્મની પ્રભાવના કરતાં તેમણે બૌદ્ધરાજાને શ્રાવક બનાવ્યો.
આમ વજસ્વામીની જેમ સાધર્મિકોનું વાત્સલ્ય કરવું. શાસનપ્રભાવના :- જિનશાસનની પ્રભાવના કરવી. આર્યરક્ષિતસૂરિ વગેરે આઠ પ્રભાવકોના દૃષ્ટાંતો. આર્યરતિસૂરિનું દૃષ્ટાંત :- દશપુરમાં સોમદેવ બ્રાહ્મણ હતો. તેની રુદ્રસોમા નામે પત્ની હતી. તે શ્રાવિકા હતી. તેનો મોટો પુત્ર આર્યરક્ષિત અંગ-ઉપાંગ સહિત વેદ ભણીને પાછો આવ્યો ત્યારે રાજાએ તેનું
સન્માન કર્યું. તેની મા ન આવી. ઘરે આવી તેણે મને કારણ પૂછ્યું. ૮ પ્રકારના દર્શનાચાર