Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(ii) પ્રત્યક્ષ એ એક જ પ્રમાણ છે. ઈત્યાદિ માન્યતાઓવાળું નાસ્તિકદર્શન છે. છ ઉ પ્રકારની ભાષા ૨
(૧) પ્રાકૃતભાષા :- બાળકો, ગોવાળો, સ્ત્રીઓ વગેરે બધા બોલી શકે તેવી, વચનના સહજ વ્યાપારરૂપ, બીજી બધી વિશેષભાષાઓના મૂળકારણ રૂપ ભાષા તે પ્રાકૃતભાષા. નાટક વગેરેમાં પ્રાકૃતભાષા સ્ત્રીપાત્રો માટે નક્કી થયેલી છે.
(૨) સંસ્કૃતભાષા :- શબ્દોના લક્ષણ (વ્યાકરણ)થી સંસ્કારાયેલી ભાષા તે સંસ્કૃતભાષા. તે દેવોની ભાષા છે.
:
(૩) શૌરસેનીભાષા – શૂરસેન દેશમાં ઉત્પન્ન થયેલી ભાષા તે શૌરસેનીભાષા. નાટક વગેરમાં અધમ અને મધ્યમ પાત્રો માટે શૌરસેનીભાષા નક્કી થયેલી છે.
(૪) માગધીભાષા :- મગધ દેશમાં ઉત્પન્ન થયેલી ભાષા તે માગધીભાષા. નાટક વગેરેમાં માછીમાર વગેરે અતિશય નીચ પાત્રો માટે માગધી ભાષા નક્કી થયેલી છે.
(૫) પૈશાચિકીભાષા :- પિશાચ દેશમાં ઉત્પન્ન થયેલી ભાષા તે પૈશાચિકી ભાષા. ચૂલિકાપૈશાચિકી ભાષા એ પૈશાચિકીભાષાનો જ એક પ્રકાર છે. નાટક વગેરેમાં રાક્ષસ, પિશાચ અને નીચ પાત્રો માટે બે પ્રકારની પૈશાચિકીભાષા નક્કી થયેલી છે.
(૬) અપભ્રંશભાષા :- ભરવાડ વગેરેની ભાષાઓનો સમૂહ તે અપભ્રંશ ભાષા. નાટક વગેરેમાં ચંડાળ, યવન વગેરે પાત્રો માટે અપભ્રંશભાષા નક્કી થયેલી છે.
...૨૬...
*
ખરાબ વિચાર કરવા તે ઝેર પીવા બરાબર છે.
૬ પ્રકારની ભાષા