________________
ધર્મબિંદુપ્રકરણ
સોહી’ ની “સુબોધા' નામક ટીકા (ચં. ૨૮૦૦) માં “શ્રુતમનિકષ પૂજ્ય મુનિચંદ્રસૂરિ એ પ્રકારના વિશેષણથી ઓળખાવે છે. એટલે તે યુગમાં આ. મુનિચંદ્રસૂરિ શ્રુતની બાબતે સંઘમાં આધારસ્તંભ હતા. તે સમયનો શ્રીસંઘ આ. મુનિચંદ્રસૂરિથી પ્રભાવિત હતો અને પ્રભાવનાનાં કાર્યો આ. મુનિચંદ્રસૂરિની અધ્યક્ષતામાં કરતો હતો.
એક શ્રાવકે સં. ૧૧૪૯ માં પ્રતિષ્ઠા કરાવી ત્યારે તેણે વાદિગજ આ. ચંદ્રપ્રભ વગેરે મોટા આચાર્ય વિદ્યમાન હોવા છતાં આ. મુનિચંદ્રસૂરિને પ્રતિષ્ઠા માટે લઈ જવાની માગણી કરી. આ. ચંદ્રપ્રભને આમાં પોતાનું અપમાન લાગ્યું. તેથી તેમણે સાધુઓ પ્રતિષ્ઠા ન કરાવે અને પૂનમે પાખી પાળે વગેરે નવી પ્રરૂપણાવાળો પૂનમિયા મત ચલાવ્યો. આ. મુનિચંદ્રસૂરિએ આવસ્મયસત્તરી બનાવી સંઘને સન્માર્ગની પ્રરૂપણા કરી. આચાર્ય શ્રીમુનિચંદ્રસૂરિએ ૩૦ જેટલા ગ્રંથોની રચના કરી છે. આ. શ્રી મુનિચંદ્રસૂરિ ખંભાતથી નાગોર સુધીના પ્રદેશમાં વિચર્યા હતા. તેમના પરિવારમાં ૫OO સાધુઓ હતા. ઘણી સાધ્વીઓ હતી. તેઓ સં. ૧૧૭૮ ના કાર્તિક વદિ પના રોજ પાટણમાં સમાધિપૂર્વક કાલધર્મ પામી સ્વર્ગ સંચર્યા. તેમના શિષ્ય આ. વાદિદેવ સૂરિ પોતાના પરિવાર સાથે અંબિકાદેવીની સૂચનાથી આ પ્રસંગે હાજર હતા. તેમણે તે સમયે “ગુરુવિહરવિલાપ” અને “મુણિચંદસૂરિશુઈ” રચ્યા હતા.
1S