________________
ધર્મબિંદુપ્રકરણ
તળેટીના વ્યાપારીઓએ તેની નક્લો કરી એ ગ્રંથોનો ખૂબ ફેલાવો કર્યો, વગેરે. (ચતુર્વિશતિપ્રબંધ, પ્રબંધ ૮ મો)
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ ૧૪૪૦ ગ્રંથો બનાવ્યા છે. આ વિષે એવો પણ ઉલ્લેખ મળે છે કે તેમણે પોતાના જીવનની છેલ્લી ઘડીએ ‘‘સંસાર દાવાનલ૦’' સ્તુતિના ૩ શ્લોક અને ચોથા શ્લોકનું એક ચરણ બનાવ્યાં છે, અને એ રીતે તેમણે ૧૪૪૪ ગ્રંથો બનાવ્યા છે. તેમનાં થોડાક જ ગ્રંથો આજે વિદ્યમાન છે.
(૩) ટીકાકાર આચાર્યશ્રીમુનિચંદ્રસૂરિ મહારાજાનો પરિચિય
ધર્મબિંદુ ગ્રંથના ટીકાકાર પૂ. આ. શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજા છે. તેઓ વિક્રમની બારમી સદીમાં થઇ ગયા. એમનું જીવનચરિત્ર જૈન પરંપરાનો ઇતિહાસ’ પુસ્તકના બીજા ભાગના ચાલીશમાં પ્રકરણમાંથી અહીં આપવામાં આવે છે.
શ્રીમુનિચન્દ્રમુનીન્દ્રો દદાતુ ભદ્રાણિ સંઘાય || (-ગુર્વાવલી, શ્લો. ૭૨)
આ. યશોભદ્રસૂરિ અને આ. નેમિચંદ્રસૂરિની પાટે સૈદ્ધાન્તિક આ. મુનિચંદ્રસૂરિ થયા. તેમનું બીજું નામ ચંદ્રસૂરિ હોવાનું પણ જાણવા મળે છે. તેઓ બાલબ્રહ્મચારી હતા. તેમનું નામ જ શાંતિક મંત્ર મનાતો હતો. (મુનિ માલની બૃહદ્ગચ્છ-પદ્યગુર્વાવલી)
તેમનો જન્મ ડભોઇમાં થયો હતો. તેમના પિતાનું નામ ચિંતક અને માતાનું નામ મોંઘીબાઇ હતું. તેમનું ચિંતયકુળ હતું. તેમણે લઘુ વયમાં જ આ. યશોભદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષાના દિવસથી જિંદગીપર્યંત માત્ર ૧૨ વસ્તુઓ જ આહા૨માં લીધી હતી. સૌવીરનું પાણી પીધું હતું. છ વિગઇ અને બીજાં ખાવાનાં દ્રવ્યોનો સર્વથા ત્યાગ કર્યો હતો અને આયંબિલનું તપ ચાલુ રાખ્યું હતું. તેઓ ઉપાધ્યાય વિનયચંદ્રના વિદ્યાશિષ્ય હતા.
સં. ૧૦૯૪ લગભગમાં તેઓ પોતાના ગુરુદેવની સાથે પાટણમાં ચૈત્યપરિપાટી માટે પધાર્યા. આ સમયે પાટણમાં ચૈત્યવાસીઓનો ભારે પ્રભાવ હતો. સંવેગી સાધુઓ માટે ઊતરવાને ત્યાં યોગ્ય સ્થાનો નહોતાં. પોષાળો બની ન હતી. મુનિશ્રી એક દિવસે થારાપદ્રગચ્છનાં ચૈત્યમાં ભ. ઋષભદેવનાં દર્શન કરી, પાસેના સ્થાનમાં બિરાજમાન આ. વાદિવેતાલ શાંત્યાચાર્ય પોતાના ૩૨ શિષ્યોને બૌદ્ધદર્શનના પ્રમેયવાદનો વિષય ભણાવતા હતા, ત્યાં જઇ તેમને નમસ્કાર કરીને બેસી ગયા. પછી તો એ વિષયનો રસ લાગતાં તેઓ નિરંતર દશ દિવસ સુધી ત્યાં ગયા. તેમણે તે પાઠ
૧૪