________________
ધર્મબિંદુપ્રકરણ
આ૦ હરિભદ્રને જિનભદ્ર અને વીરભદ્ર નામના બે શિષ્યો થયા, જે સર્વશાસ્ત્રોના જાણકાર હતા. ચિત્તોડના બૌદ્ધો જોરદાર હતા. તેઓ આચાર્યશ્રીના જ્ઞાન અને કળાની ઈર્ષા કરતા હતા. અને એ જ કારણે તેઓએ તે બન્ને શિષ્યોને ગુપ્ત રીતે મારી નંખાવ્યા. આ0 હરિભદ્રસૂરિએ આ ઘટના સાંભળી શોકથી અનશન કરવાનું નક્કી કર્યું. પરંતુ બીજા મુનિવરોએ તેઓને તેમ કરતા રોકી રાખ્યા. છેવટે આ0 હરિભદ્ર અનેક ગ્રંથો બનાવ્યા. તેઓએ પોતાના કેટલાએક ગ્રંથોમાં “ભવવિરહ'' નો સંકેત આપ્યો છે. એક વાર તેમના શિષ્ય જિનભદ્ર અને વીરભદ્રનો કાકો લલ્લિગ ગરીબાઇથી કંટાળીને આચાર્યશ્રી પાસે દીક્ષા લેવા આવ્યો, પરંતુ આચાર્યશ્રીએ તેને દીક્ષા ન આપતાં અમુક વ્યાપાર કરવાનો સંકેત કર્યો, જેમાં લલ્લિગ ધનવાન બન્યો. આ લલ્લિગે આચાર્યશ્રીના ગ્રંથોની નકલો કરાવી ખૂબ ફેલાવો કર્યો. તેણે ઉપાશ્રયમાં એક એવું રત્ન મૂકયું કે જે દીવાની જેમ પ્રકાશ આપતું હતું અને આચાર્ય તે પ્રકાશમાં રાતે પણ ગ્રંથ લખી લેતા હતા. લલ્લિગ શેઠ આચાર્યશ્રીના ગોચરી સમયે શંખ વગાડી વાચકોને એકઠા કરતો હતો અને ભોજન કરાવતો હતો. યાચકો પણ આચાર્યશ્રીને નમસ્કાર કરી “ભવવિરહ થાઓ' નો આશીર્વાદ લઇ “ભવવિરહસૂરિ ઘણું જીવો'' એમ બોલી ચાલ્યા જતાં.
એકવાર બનારસના વાસુકિ શ્રાવકે આચાર્યશ્રીને બર્ગકેવલી ગ્રંથ આપ્યો, આચાર્યશ્રીએ તેના ઉપર ટીકા બનાવી. પરન્તુ પછી સંઘના આગેવાનોના કહેવાથી તે ટીકા રદ કરી હતી. .
ભવવિરહસૂરિ ભગવાન મહાવીરના શાસનમાં છેલ્લા શ્રતધર છે. આજના પંડિતોમાં એ સામર્થ્ય નથી કે તેઓના દરેક પુસ્તકોને વાંચી શકે. વગેરે વગેરે. (કથાવલી)
માલધારી આ૦ રાજશેખરસૂરિએ “પ્રભાવકચરિત્ર'' થી થોડા ફેરફારવાળું હરિભદ્રસૂરિનું ચરિત્ર વર્ણવ્યું છે. તેમાં ખાસ વિશેષતા નીચે પ્રમાણે છેઃ
આ0 હરિભદ્રસૂરિના શિપ્યો હંસ-પરમહંસ જિનપ્રતિમાના ચિત્રમાં ત્રણ રેખાઓ કરી બુદ્ધનું ચિત્ર બનાવી ભાગી આવ્યા ત્યારે બૌદ્ધ સુભટોએ એકને રસ્તામાં અને બીજાને ચિત્તોડના કિલ્લા બહાર જ્યાં તે સૂતો હતો ત્યાં મારી નાખ્યો. આથી આ0 હરિભદ્રસૂરિને ગુસ્સો ચડયો. મંત્રના બળે ૧૪૪૦ બૌદ્ધોને એકઠા કરી દરેકને તપેલા તેલની કડાઇમાં તળી નાખવાનો પ્રબંધ ગોઠવ્યો. પરંતુ ગુરુમહારાજે બે સાધુઓ સાથે મોકલાવેલ “સમરાદિત્ય' ના વૃત્તાંતની ૪ ગાથાઓ વાંચી પરમ શાંતભાવને કેળવી બૌદ્ધ સાધુઓને છોડી દીધા અને તેના પ્રાયશ્ચિત્તમાં ૧૪૪૦ ગ્રન્થો બનાવ્યા. ચિત્તોડની
૧૩