________________
ધર્મબિંદુપ્રકરણ
એકાગ્રતાથી વિના પુસ્તકે અવધારણ કરી લીધો. પરંતુ આચાર્યશ્રીના શિષ્યોમાંથી કોઈ એ વિષયને ધારી શક્યા નહીં. આથી આચાર્યશ્રીને ભારે ખેદ ઊપજ્યો. આ જોઇને જાણી ૫. મુનિચંદ્ર આચાર્યશ્રીની આજ્ઞા મેળવી દશ દિવસ સુધીનો આપેલો પાઠ ક્રમબદ્ધ કહી સંભળાવ્યો. એ સાંભળી આચાર્યશ્રીએ હર્ષાવેશમાં ઊભા થઈને મુનિશ્રી મુનિચંદ્રને આલિંગન કર્યું અને કહ્યું: “ખરેખર તું તો ધૂળમાં ઢંકાયેલું બહુમૂલું રત્ન છે. તું મારી પાસે રહીને ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરી લે.” આચાર્યશ્રી જાણતા હતા કે, પાટણમાં સંવેગી મુનિઓને ઊતરવા માટે યોગ્ય સ્થાન નથી. તેમણે ટંકશાળની પાછળ આવેલા શેઠ દોહડિના ઘરમાં ઊતરવાની વ્યવસ્થા કરાવી અને તેમણે છયે દર્શનોનો અભ્યાસ આ. શાંતિસૂરિ પાસે કર્યો. મુનિશ્રીએ પરિશ્રમ વિના છયે દર્શનોને અવધારણ કરી લીધાં. બસ, એ સમયથી સંવેગી સાધુઓને સુલભતાથી વસતિ મળવા લાગી. (જૂઓ પ્રકરણ ૩૭ પૃ. ૨૭૦)
તેમણે સાંભરમાં રાજા અર્ણોરાજની સભામાં શૈવ વાદીને હરાવ્યો હતો અને દિગંબરવાદી ગુણચંદ્રની સાથે રાજગચ્છના આ. ઘર્મઘોષસૂરિના થયેલા વાદમાં આ. ધર્મઘોષસૂરિને મદદ કરી હતી અને ગુણચંદ્રને હરાવ્યો હતો. આ. મુનિચંદ્ર શાંત, ત્યાગી, નવકલ્પવિહારી, નિર્દોષ વસતિ અને આહારના ગવેષક તેમજ શ્રીસંઘમાં સૌને માનનીય વિદ્વાન હતા.
આ. નેમિચંદ્ર અને આ. મુનિચંદ્ર એ બંનેની વય, દીક્ષાપર્યાય તથા પદસ્થપર્યાયમાં નજીવું આંતરું હોય એમ જણાય છે. ઉપા. આ પ્રદેવ એકના દીક્ષાગુરુ તો બીજાના દીક્ષાદાયક હશે. બંનેમાં ગુણસામ્યતા અને ગાઢ પ્રેમ હોવો જોઇએ, તેથી જ આ. નેમિચંદ્રસૂરિ પોતાની પાટે સ્થાપન કરેલા આ. મુનિચંદ્રને પોતાના ગુરુભાઈ તરીકે ઉલ્લેખે છે. તેમના આ પ્રેમના કારણે જ આ. પ્રભાચંદ્રના દિલમાં ઈષ્યનું બીજ આરોપાયું હશે એમ લાગે છે.
આ. નેમિચંદ્રસૂરિ સં. ૧૧૨૯ થી સં. ૧૧૩૯ની વચ્ચે આ. સર્વદેવના હાથે આચાર્ય બન્યા અને તેમણે એ જ વર્ષમાં આ. મુનિચંદ્રને પોતાની પાટે આચાર્ય તરીકે સ્થાપન કર્યા. આ. મુનિચંદ્ર આ. નેમિચંદ્રની આજ્ઞામાં રહીને પોતાના ગુરુભાઇ આ. આનંદ, આ. દેવપ્રભ, આ. માનદેવ તથા શિષ્યો આ. અજિતપ્રભ, આ. દેવ, તેમજ આ. રત્નસિંહ વગેરેને દીક્ષા, શિક્ષા, તથા આચાર્યપદવીથી અલંકૃત કર્યા.
આ બંને આચાર્યોએ આચાર્યપદ પ્રાપ્ત કર્યા અગાઉ અને પછી અનેક ગ્રંથોની રચના કરેલી જાણવા મળે છે. આ બંને આચાર્યો સૈદ્ધાંતિક તરીકે પ્રસિદ્ધ હતા. મહાધ્યયની વીરગણિના સંતાનીય આ. યશોદેવની સં. ૧૧૭૬ માં રચેલી ‘પિંડવિ
૧૫