________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / સંકલના
ની
ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ના
સંકલના
| સામાન્ય ગૃહસ્થ ધર્મને સેવીને યોગ્ય જીવો ઉપદેશ આદિની સામગ્રીને પામે તો સમ્યક્તને પ્રાપ્ત કરે છે અને સમ્યક્ત પામ્યા પછી સંસારના ઉચ્છેદના અર્થી એવા તે જીવી શક્તિ અનુસાર દેશવિરતિ ધર્મને પ્રાયઃ સ્વીકારે છે. તેથી પ્રથમ અધિકારમાં સામાન્ય ગૃહસ્થ ધર્મનું વર્ણન કર્યા પછી બીજા અધિકારમાં સમ્યક્તનું સ્વરૂપ પ્રથમ બતાવે છે, ત્યાર પછી ક્રમસર દેશવિરતિનું સ્વરૂપ બતાવે છે. તેથી અમોએ પણ પ્રથમ ભાગમાં સામાન્ય ગૃહસ્થ ધર્મનું વર્ણન કર્યું. હવે બીજા ભાગમાં સમ્યક્તનું સ્વરૂપ અને શ્રાવકધર્મ બાર વ્રતોમાંથી પાંચ અણુવ્રતોનું સ્વરૂપ પ્રસ્તુત ભાગમાં બતાવેલ છે ત્યાર પછીનો દેશવિરતિનો ધર્મ ત્રીજા ભાગમાં બતાવાશે.
ધર્મસંગ્રહ ભાગ-૨ શબ્દશઃ વિવેચનમાં ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ કે પૂજ્ય ઉપાધ્યાય મહારાજના આશય વિરુદ્ધ કાંઈ પણ ક્ષતિ થઈ હોય તે બદલ મિચ્છા મિ દુક્કડું માંગું છું.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૧૭, તા. ૬-૧૦-૨૦૧૧, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪