________________
મળી રહે અને તેનામાં સ્થળો વિશે કુતૂહલ જાગે તેવી લેખનશૈલી તેમણે અપનાવી છે.
હું માનું છું કે આ પ્રકારના લખાણ માટે તેમણે ઉપયોગમાં લીધેલ ભાષા અને શૈલી પૂરેપૂરા કાર્યવાહક બની રહે છે કેમકે એ ભાષા અને એ શૈલી સાદાસીધાં હોવા છતાં રસભર્યા બન્યાં છે. એમને એવા રસ ભર્યા, બનાવી દેવામાં લેખકનું લેખન ઉપરનું પ્રભુત્વ દેખાઈ આવે છે અને એથી એમને હાથમાં લીધેલું કાર્ય સિદ્ધ થાય છે.
આ જાતના માહિતીપૂર્ણ ગ્રંથોનું મહત્ત્વ ઓછું નથી. એથી મહત્ત્વની માહિતી મેળવવા વિશેની વાચકની તરસ તો છીપે જ છે, પણ સાથે સાથે અભ્યાસી લેખકની ઊંડી અને મર્મગ્રાહી દ્રષ્ટિનો પણ તેને લાભ મળે છે.
આપણે ઈચ્છીએ કે શ્રી મણિભાઈ શાહનો આ ગ્રંથ યોગ્ય સફળતા પ્રાપ્ત કરે અને આ પછી પણ તેમનો અભ્યાસ અને નિરીક્ષણ પરીક્ષણનો વાચક જનતાને લાભ આપતા તેમના અનેક ગ્રંથો આપણને મળી રહે.
વિલેપાર્લે (પશ્ચિમ) તા. ૮-૪-૧૯૯૩
ગુલાબદાસ બ્રોકર