________________
(લેખાંક
દ્રવ્યસ્તવ માટે જિનમંદિર
જોઈએ. એટલે જિનમંદિર નિર્માણ , ૨૮ ||
કરાવવું જોઈએ. એનો વિધિ ગયા લેખમાં જોયો. વળી જિનમંદિર
T નિર્માણ થયા બાદ શીધ્ર એમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવી જોઈએ. એ માટે જિનબિંબ ઘડાવવું જોઈએ. એની વિધિ આપણે વિચારી રહ્યા છીએ. એમાં આ પણ એક વિધિ છે કે જે ભગવાનનું બિંબ હોય એ ભગવાનના નામથી મ7ન્યાસ કરવો. જેમકે શ્રી28ષભદેવ પ્રભુની પ્રતિમા હોય તો ૐ ઋષભાય સ્વાહા અથવા નમઃ ઋષભાય એવો મન્નન્યાસ કરવો જોઈએ. “જેનાથી મનન અને ત્રાણ (=રક્ષણ) થાય છે એ મ7 આવી મન્ચ શબ્દની વ્યુત્પત્તિ છે. “ૐ ઋષભાય સ્વાહા' વગેરે પણ મનન અને ત્રાણ કરે છે, માટે એ પણ પરમમંત્ર છે. તેથી એનો અવશ્ય ન્યાસ કરવો જોઈએ.
પ્રશ્ન : લાભ શાના આધારે થાય છે ? બિંબ રત્ન-સુવર્ણ વગેરે કેવા દ્રવ્યથી બનાવ્યું છે ? એના આધારે કે એ બનાવવામાં કેવા ભાવવિશેષ રહ્યા છે ? એના આધારે ?
ઉત્તર : આ પ્રશ્નનો ઉત્તર નિશ્ચય અને વ્યવહારનયે વિચારવો જોઈએ. નિશ્ચયનય એમ કહે છે કે-પાષાણનું બનાવો, સોનાનું બનાવો કે રત્નનું બનાવો એનાથી બિંબમાં (અને તજ્જ ફળમાં) કોઈ ફેર પડતો નથી, પરંતુ ભાવને અનુસરીને ફેર પડે છે. ભાવ જેટલા શુભ એટલું બિંબ વધુ પ્રભાવક બને છે. “બિંબનિર્માણકાળે અંતરના ભાવો જેટલા વધુ શક્ય બને એટલા વધુ પ્રભુ પ્રત્યેની ભક્તિના ઉછાળાઓથી રસાયેલા હોવા આવશ્યક છે” આ વાત પર જોર આપવા માટે ગ્રન્થકારે પણ ગ્રન્થમાં આ રીતનો ઉલ્લેખ કર્યો છે. બાકી, ષોડશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org