________________
બત્રીશી-૭, લેખાંક-૩૭
૩૯૧ શંકા - પણ જો એ રીતે દુકાન બંધ કરી દેવામાં આવે તો દુકાન ક્યારેય જામે જ નહીં, ને નફો થાય જ નહીં. એટલે દુકાનને જમાવવા માટે નુકસાન વહોરીને પણ એ ચાલુ રાખવામાં જ લાભ હોય છે. દરેક વેપારી આવી પ્રારંભિક નુકસાનની ગણતરી રાખીને જ દુકાન ચલાવે જ છે.
સમાધાન - આવું જ તપ અંગે છે. તપ જામી જાય પછી જ એ ભૂમિકા આવે છે કે ઉપવાસાદિ કરવા છતાં ખાવાના વિચારો ન આવે. પણ એને જમાવવા માટે પ્રારંભે, એ વિચારો આવતા હોવા છતાં ઉપવાસાદિ ચાલુ રાખવા જોઈએ.
શંકા - છતાં જેમને પિત્ત થતું હોય, માથું ચડી જતું હોય, ઉલટી વગેરે થતાં હોય એમનું દુઃખ તો નજર સામે જ દેખાતું હોય છે. માટે પિત્તપ્રકૃતિવાળાએ તો તપ ન જ કરવો જોઈએ ને ?
સમાધાન - જેમ પૈસા માટે વેપારી કેટલાય કષ્ટો ઊઠાવતો જ હોય છે. કોથળા ઊંચકીને ફેરી કરવી, ક્યાંય ના ક્યાંય ભટકવું, ન ખાવાના ઠેકાણાં ન ઉંઘવાના ઠેકાણાં ને છતાં ધન મળી રહ્યું છે એ જ નજરમાં રમતું હોવાથી વેપારીને આ કષ્ટનું કોઈ દુઃખ હોતું નથી, ઉપરથી આનંદ જ હોય છે. એમ આહારસંશા પર વિજય, વિપુલ કર્મ નિર્જરા અને એના દ્વારા શીઘ મોક્ષપ્રાપ્તિ... વગેરે નજર સામે રહેતું હોવાથી પિત્ત વગેરેનું કષ્ટ તપસ્વીને દુઃખરૂપે અનુભવાતું નથી, પણ આનંદરૂપે જ અનુભવાય છે. પછી તપ છોડી દેવાની શી જરૂર?
વળી રોગની પીડા કાંઈ ઇચ્છાપૂર્વક સામે ચાલીને ઊભી કરાતી નથી.. કર્મનો ઉદય થાય છે ને જીવને ખબર પણ ન પડે એ રીતે રોગ પેદા થઈ જાય છે. માટે એ પીડા કર્મોદયજન્ય કહેવાય છે. તપમાં થનાર થોડી દેહપીડા કાંઈ એવી નથી.જીવે સ્વયં સમજણપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org