________________
બત્રીશી-૭, લેખાંક-૩૭
૩૮૯ બની રહે છે. એટલે પછી ગમ્યસ્ત્રી સાથેના મૈથુનસેવનની ઇચ્છા ઊભી રહે છે તે મર્યાદિત ઇચ્છારૂપ બની રહે છે. જેમ બળતણ ઓછું હોય તો અગ્નિ દીર્ઘકાળ ટકી શકતો નથી, એમ આ મર્યાદિત ઇચ્છા એ અલ્પબળતણવાળા અગ્નિરૂપ હોવાથી અલ્પકાળ જ ટકી શકે છે. વળી એ ઉપર જણાવ્યા મુજબ એકદેશવિરતિથી ગર્ભિત હોય છે. તેથી એ માધ્યસ્થનું બીજ બને છે. વળી ગમ્ય-અગમ્યનો વિવેક એ એક પ્રકારનો ધર્મ છે. તેથી એનાથી શુભ આશય પ્રગટે છે જે એ માધ્યય્યના બીજને શીધ્ર પરમમાધ્યશ્યમાં રૂપાંતરિત કરવામાં સહાયક બને છે. તેથી મંડલતંત્રવાદીની માન્યતા બિલકુલ અયોગ્ય છે એ સ્પષ્ટ છે.
ધર્મવ્યવસ્થાનું એક અંગ “તપ” છે. તપ અંગે બૌદ્ધો વિપરીત માન્યતા ધરાવે છે. માટે હવે એની વિચારણા કરીએ -
- બૌદ્ધ-ઉપવાસ વગેરે તપ કરવાથી ઘણી શારીરિક પીડા થાય છે. જેમ રોગની પીડાથી આર્તધ્યાન થાય છે એમ આ ઉપવાસાદિરૂપ કાયપીડાથી પણ આર્તધ્યાન થાય છે. તથા જેમ રોગાદિપીડા અશાતા વેદનીયાદિ કર્મના ઉદયથી આવે છે, કેમકે પીડારૂપ છે, તેમ ઉપવાસાદિ પણ કાયપીડારૂપ હોવાથી કર્મોદયજન્ય છે. આમ દુઃખરૂપ હોવાથી, આર્તધ્યાનાદિનું કારણ હોવાથી અને પાપોદયજન્ય હોવાથી ઉપવાસાદિ તપ કર્તવ્ય નથી. વળી આવી શારીરિક પીડા વેઠવા માત્રથી જો તપસ્વી બની જવાતું હોય તો તો દુનિયામાં જે કોઈ દુખિયા છે તે બધા તપસ્વી કહેવાશે. અને નરકમાં રહેલા જીવો તો સહુથી મોટા તપસ્વી કહેવાશે. તથા ઉપશમસુખથી ભરેલા એવા યોગીઓને અતપસ્વી કહેવા પડશે. કહ્યું પણ છે કે-“આહારવર્જિત શરીરમાં ધાતુઓ ક્ષોભ પામે છે. અને તેથી મોટા મોટા સત્ત્વશાળી જીવો પણ ચિત્તભ્રંશ પામે છે.” માટે ઉપવાસાદિ તપશ્ચર્યા ત્યાજ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org