Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 145
________________ ૪૨૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વગેરેમાં જેટલા રૂપિયાના ફળ-નૈવેદ્ય વગેરે રાખ્યા હોય એટલું બીજું દ્રવ્ય ભંડારમાં પૂરી દેવું. જેથી દોષ ન લાગે.” તે તેઓની મૂઢતા જાણવી. “પ્રભુના ભંડારમાં દેવદ્રવ્ય વધે તો જ ભક્તિ થઈ કહેવાય..” આવું કોઈ જ શાસ્ત્રીય વિધાન કોઈપણ શાસ્ત્રમાં દૃષ્ટિગોચર થતું નથી. જળપૂજા વગેરેના દૂહા પ્રસિદ્ધ છે, એ દૂહામાં જણાવેલા ભાવ વગેરે શુભભાવો પૂર્વક-વિધિપૂર્વક તે તે દ્રવ્યપૂજા થઈ એટલે પૂજકને તે તે જળપૂજા વગેરેનું અનુપમફળ મળી જ જાય છે.. એટલી દેવદ્રવ્યવૃદ્ધિ થઈ કે નહીં ? એનો આની સાથે કોઈ જ સંબંધ નથી. ઊલટું, ભંડારમાં એટલું દ્રવ્ય નાખવાનો નિયમ બનાવવાથી પૂજક પૂજાનાં દ્રવ્યોમાં કૃપણતા દાખવશે જ. હજાર રૂપિયાથી ભક્તિ કરવાની ભાવનાવાળો પછી પાંચસો રૂપિયાના જ દ્રવ્યો લાવશે એ સ્પષ્ટ છે. એના બદલે એ જો હજાર રૂપિયાના દ્રવ્યથી ભક્તિ કરત તો વધારે ઉત્કૃષ્ટ દ્રવ્ય હોવાથી વધારે ઊંચા ભાવો પ્રગટત, જે એના આત્માને વધુ લાભ કરત એ સ્પષ્ટ છે. માટે એટલું દ્રવ્ય ભંડારમાં નાખવાનો નિયમ એ મૂઢતા નહીંતર બીજું શું છે ? અલબત્ આવો નિયમ ન હોય... ને તેથી પૂરેપૂરા હજાર રૂપિયાના શ્રેષ્ઠ દ્રવ્ય લાવી પ્રભુભક્તિ કરે... અને પછી પોતાના ચડતા ભાવોના પ્રભાવે હજાર રૂપિયા જ શું કામ ? પાંચ હજાર પ્રભુના ચરણે સમર્પિત કરે.... આમાં કોઈ પ્રશ્ન નથી... પ્રભુચરણે તો જેટલું સમર્પણ કરીએ એટલું સારું જ છે. માત્ર, દેવદ્રવ્યમાં વૃદ્ધિ થાય તો જ પ્રભુભક્તિ થઈ કહેવાય.... ને તેથી જેટલાં ફળ-નૈવેદ્ય મૂક્યા હોય એટલું દ્રવ્ય ભંડારમાં મૂકવું જ પડે..” આવો નિયમ એ મૂઢતા છે...) વાત આ છે-દ્રવ્યોની વિવિધતા અને શ્રેષ્ઠતાથી ભક્તિભાવ વધે છે. સાધુ-સંતોને પણ વહોરાવવામાં જેટલી વધુ નિર્દોષ ચીજ વહોરે એટલો આનંદ વધતો લગભગ બધા અનુભવે જ છે. એ જ રીતે પ્રભુની જળ-ચંદન-પૂષ્પ- ધૂપ-દીપ-નૈવેદ્ય-ફળ-નૃત્ય વગેરે વિવિધ પ્રકારે પૂજા કરવાથી ભક્તિભાવ વધતા જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162