Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004975/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે કલ્યાણની પગથારે ભાગ-૩ 8 વિવેચનનાર 8 આચાર્ય વિજય અભયશેખરસૂરિ Page #2 -------------------------------------------------------------------------- ________________ ણમોત્થ છું સમણસ્સ ભગવઓ મહાવીરસ્સ બીશીના સથવારે કલ્યાણની પગથારે (ભાગ-૩, પાંચમી-છઠ્ઠી-સાતમી બત્રીશી) મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ રચિત દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ગ્રન્થના આધારે લોકભોગ્ય વિવેચનકાર : શ્રી વિજય પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિત્-જયશેખરસૂરિ શિષ્ય આચાર્ય વિજય અભયશેખરસૂરિ પ્રથમ આવૃત્તિ વિ. સં. ૨૦૬૫ 75 પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા-૩૮૭૮૧૦ મૂલ્ય ઃ રૂા. ૪૦-૦૦ નોંધ : જ્ઞાનખાતેથી પ્રકાશિત થયેલા આ પુસ્તકને ગૃહસ્થોએ માલિકીમાં રાખવું હોય તો એનું મૂલ્ય જ્ઞાનખાતે ચૂકવવું. ભરત ગ્રાફિક્સ, ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : (૦૭૯) ૨૨૧૩૪૧૭૬, મો. ૯૯૨૫૦૨૦૧૦૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ સકળસંઘહિતેષી, ૧૦૮ વર્ધમાનતાઓળીના આરાધક, હજારો યુવાનોના પ્રતિબોધક ગુરુદેવ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની જન્મશતાબ્દી પ્રસંગે તેઓશ્રીના અનંત ઉપકારોના ત્રણની સ્મૃતિમાં આ ગ્રન્થની શ્રુતરચના સકળ વિશ્વનું મંગળ કરો. પ્રકાશકીય શ્રી જૈન સંઘમાં લોકપ્રિય માસિક શાન્તિસૌરભમાં ચાલતી લેખમાળા-બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે....ના ર૭ થી ૪૧ લેખો ત્રીજા પુસ્તકરૂપે પ્રકાશિત કરતાં અને આનંદ અનુભવીએ છીએ. પૂ. આ. શ્રી વિજયપ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના પૂ. આ. શ્રી વિજય અભયશેખરસૂરિ મહારાજ શાસ્ત્રોના ગહન પદાર્થોને પણ સરળ ભાષામાં રજુ કરીને લોકભોગ્ય બનાવવામાં કુશળ છે એ વાત શ્રીસંઘમાં પ્રસિદ્ધ છે. તેથી ઉપકારની બુદ્ધિથી તેઓએ કલમ ઉપાડીને શ્રાવક-શ્રાવિકાવર્ગને પણ સુંદર બોધ મળી રહે એવી લેખમાળાની શ્રીસંઘને ભેટ મળી. આ લેખમાળા પ્રત્યે જિજ્ઞાસુઓને સારું આકર્ષણ જાગ્યું છે ને તેથી અન્યોને પણ સારો બોધ મળી રહે એ માટે આ લેખોને પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. લેખક પૂજ્ય આચાર્ય ભગવંતના ચરણોમાં ભાવભરી વંદના સાથે આવા બોધપ્રદ પુસ્તકોની શ્રીસંઘને ભેટ ધર્યા કરે એવી નમ્ર વિનંતી. આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનખાતામાંથી લેનાર મુલુંડ-ઝવેર રોડ સંઘની તપાગચ્છની શ્રાવિકાબેનોને હાર્દિક અભિનંદન સાથે અનુમોદના. પુસ્તકનું સુંદર મુદ્રણ કરનાર ભરત ગ્રાફિક્સના પૂરા સ્ટાફને ધન્યવાદ. | જિજ્ઞાસુઓને સ્વબોધને વિશદ કરવા માટે આ પુસ્તકનું અધ્યયન કરવાની વિનંતી સાથે.... દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ Jainston International WWW.jaineliા છે || Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સર્વજ્ઞકથિત અને ગણધર ગુપ્ટેિત પદાર્થો અભૂત-અલૌકિકઅનુપમ હોય જ એ નિઃશંક છે. આવા પદાર્થોને ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજનો તર્કપૂત લયોપશમ મળે એટલે રજુઆત પણ ધારદાર બને જ. પ્રભુ શાસનના આવા અદભુત રહસ્યોનો સામાન્ય ક્ષયોપશમવાળા સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા શ્રાવક-શ્રાવિકાઓને પણ પરિચય મળે એ માટે પ્રસ્તુત લેખમાળાનો પ્રારંભ થયો, જેના પાંચમી-છઠ્ઠી-સાતમી...ત્રણ બત્રીશીના ૨૭થી ૪૧ નંબરના લેખો પ્રસ્તુત પુસ્તકમાં પ્રકાશિત થઈ રહ્યા છે. - સિદ્ધાન્ત મહોદધિ સ્વ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા., ન્યાયવિશારદ સ્વ. પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા., સહજાનંદી સ્વ. પૂ. આ. શ્રી વિજય ધર્મજિસૂરીશ્વરજી મ. સા., શ્રી સૂરિમંત્રના પરમસાધક સ્વ. પૂ.આ.શ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી મ. સા. આ સુવિહિત ગુરુપરંપરાના ચરણોમાં નતમસ્તકે વંદના.. પ્રભુશાસનની અનુપમ વાતોને સરળ ભાષામાં સમજવા માટે પ્રસ્તુત પ્રકાશનનો સહારો લેવાની નમ્ર વિનંતી. કા. સુ. ૧, ૨૦૬૫, સુરત ગુરુપાદપઘરેણું અભયશેખર પ્રસ્તુત પ્રકાશનનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનખાતેથી લેનાર મુલુંડ-ઝવેર રોડ સંઘની તપાગચ્છની શ્રાવિકાબેનોને ફરી ફરી અભિનંદન '/liા Illi HTTiI] WW Page #5 -------------------------------------------------------------------------- ________________ છે ) X પૂજનીય સાધુ-સાધ્વી ભગવંતોને વિનમ્ર નિવેદન આપને આ પુસ્તક વાંચવા ખાસ વિનંતી છે. વાંચ્યા બાદ જો શ્રી જૈનશાસનની હિતકર વાતો સરળ ભાષામાં જાણવા મળી...સારો બોધ થયો એવી જો પ્રતીતિ થાય તો અન્ય સાધુ- સાધ્વીજી ભગવંતોને, તથા આરાધક કે જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓને પણ વાંચવા માટે ખાસ પ્રેરણા કરીને આપવા માટે વિનંતી છે. જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓને ભલામણ આ પુસ્તક વાંચશો. બીજી-ત્રીજી વાર વાંચશો. અન્ય શ્રાવકશ્રાવિકાઓને પણ ખાસ પ્રેરણા કરી વાંચવા આપશો. એમ ૩-૪-૫ જેટલા શ્રાવક-શ્રાવિકાઓને વાંચવું હોય તે વાંચી લે... પછી ત્યાંના સ્થાનિક જ્ઞાનભંડારમાં જમા કરાવી દેવું.... જો કોઈએ પોતે પોતાની પાસે રાખવું હોય તો પુસ્તકની કિંમત જ્ઞાનખાતે જમા કરાવી દેવી. ( પ્રાપ્તિ (૧) પ્રકાશક સ્થાન (૨) ડૉ. હેમંતભાઈ પરીખ ૨૧, તેજપાલ સોસાયટી, ફતેહપુરા બસસ્ટેન્ડ પાસે, પાલડી, અમદાવાદ-૭. ફોનઃ (૦૭૯) ૨૬૬૩૦૦૦૬ (૩) મોક્ષરુચિ મોહનલાલ ઝવેરી ૬-૧૦૯૯, ગોળશેરી, ગલેમંડી, સુરત-૩૯૫ ૦૦૩, ફોનઃ (૦૨૬૧) ૨૪૩૦૩૪૨ (૪) નીતિનભાઈ અ. ધામી ૬-એ, શ્યામ સર્જિત એપાર્ટમેન્ટ, મથુરદાસ એકસ્ટેન્શન રોડ, કાંદીવલી, (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૬૭. ફોન : ૨૮૦૭૮૮૩૩ cation International www.jainen Page #6 -------------------------------------------------------------------------- ________________ લેખાંક શ્રી જિનેશ્વરદેવ નિરૂપમ મહત્ત્વ ધરાવે છે એ વાત ચોથી | જિનમહત્ત્વાગિંશિકામાં જોઈ. આ જાણ્યા પછી એમના પ્રત્યે ભક્તિભાવ ઉછળવો એ સહૃદયજીવો માટે આવશ્યક છે. એટલે હવે એ ભક્તિનું પાંચમી બત્રીશીમાં પ્રતિપાદન કરવામાં આવે છે. અથવા, ચોથી બત્રીશીના છેલ્લા શ્લોકમાં “ભગવદ્ભક્તિ એ પરમઆનંદ સંપત્તિનું બીજ છે એમ કહ્યું હતું. એટલે હવે એ બીજનું સંપાદન કરવા માટે ભક્તિનું નિરૂપણ કરવામાં આવે છે. અથવા, મહાનું વ્યક્તિનો “આ મહાનું છે' એવી પ્રતીતિપૂર્વક યોગ થયો. (એમનો યોગ થવા પર એવી પ્રતીતિ થવી) એ પ્રથમ યોગાવંચક છે. એનું સંપાદન થઈ શકે એ માટે ચોથી બત્રીશીમાં પ્રભુની મહાનતાની પિછાણ કરાવી. એમનો યોગ-સમાગમ થવા પર એમની પ્રણામાદિ દ્વારા અવશ્ય ભક્તિ કરવાનો નિયમ એ બીજો ક્રિયાવંચક છે. એનું સંપાદન થઈ શકે એ માટે આ પાંચમી બત્રીશીમાં ભક્તિનું સ્વરૂપ જણાવવામાં આવે છે. સાધુઓને આ ભક્તિ પરિપૂર્ણ હોય છે, કારણકે પ્રભુએ કહેલા આચારોનું પરિપૂર્ણ પાલન હોય છે. શ્રાવકોને દ્રવ્યસ્તવ (દ્રવ્યપૂજા) દ્વારા એ આંશિક હોય છે. આ દ્રવ્યસ્તવનો વિધિ હવે દર્શાવવામાં આવશે. દ્રવ્યસ્તવરૂપે પ્રભુભક્તિ કરવા માટે જિનમંદિર જોઈએ. એટલે જિનમંદિર નિર્માણનું વર્ણન કરવાનું છે. એમાં સૌ પ્રથમ કેવો ગૃહસ્થ જિનમંદિર બંધાવે ? એ ગ્રન્થકાર જણાવે છે. ન્યાયપાર્જિત ધનવાળો, બુદ્ધિમાન, સદાચારી, શુભઆશયવાળો તથા પિતા-પિતામહ-રાજા-અમાત્ય વગેરે ગુરુવર્ગનો પ્રીતિપાત્ર એવો ગૃહસ્થ જિનમંદિર બંધાવે. અર્થાત્ આવા ગુણોવાળો ગૃહસ્થ જ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે જિનમંદિર બંધાવવાનો અધિકારી છે. ચોરી-લબાડી વગેરે લોકનિન્દ વૃત્તિ-પ્રવૃત્તિવાળો ગૃહસ્થ જો જિનમંદિર બંધાવે તો, એ ગૃહસ્થ નિન્દ હોવાથી લોકો એની સાથે ધર્મને પણ વગોવે છે. ધર્મની વગોવણી એ બોધિદુર્લભતાનું પ્રબળ કારણ છે. એટલે ધર્મનિન્દા કરનાર લોકો બોધિદુર્લભ બની જાય એ મોટું નુકશાન થાય છે, જે એમાં નિમિત્ત બનનાર એ ગૃહસ્થને પણ નુકશાનકારક છે. એમ, જેનો આશય જ શુભ ન હોય એ તો અધિકારી ન જ હોય શકે એ સ્પષ્ટ છે. તથા, જે ગૃહસ્થ ગુરુવર્ગને સંમત નથી.એને ગુરુજનોના આશીર્વાદ ન મળે. રાજા વગેરેનો ઉપરથી વિરોધ હોય તો ક્યારેક સંઘને પણ તકલીફ પડવાની શક્યતા, કંઈક ને કંઈક વિઘ મંદિરનિર્માણમાં પણ આવ્યા કરવાની શક્યતા. માટે અહીં જે ગુણો કહ્યા છે તેવા ગુણોવાળો ગૃહસ્થ જ મંદિર નિર્માણનો વાસ્તવિક અધિકારી છે. પ્રશ્ન : જિનમંદિરનિર્માણ માટે ભૂમિ કેવી જોઈએ ? ઉત્તર : જિનમંદિર બંધાવવા માટે એવી ભૂમિ ખરીદવી જોઈએ કે જેમાં વાસ્તુવિદ્યાને અનુસાર કોઈ દોષ હોય નહીં, ધર્મશાસ્ત્રમાં દેખાડેલી મર્યાદાનું ઉલ્લંઘન ન હોય, તથા પડોશી વગેરે કોઈને ખેદ પહોંચતો ન હોય અને ભવિષ્યમાં કલ્યાણની પરંપરા ચાલવાની હોય. પ્રશ્ન : જેમાં કલ્યાણ પરંપરા ચાલે એવી શુભલક્ષણવાળી જમીન ખરીદવી એ વાત તો બરાબર છે. પણ પડોશી વગેરેને ખેદ ન થવો જોઈએ એવી શરત શા માટે છે ? ઉત્તર : ધર્મમાં ઉદ્યમશીલ જીવે કોઈને પણ અપ્રીતિ થાય એવું કરવું ન જોઈએ, કારણ કે અપ્રીતિનો પરિહાર કરવાથી જ શુભાનુબંધ થાય છે જેના પ્રભાવે ભવિષ્યમાં શુભપરંપરા ચાલે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૨૭ અન્યની પીડાનો પરિહાર કરવાનો વિશિષ્ટ પ્રયત એ જ શુભાનુબંધ વગેરેનું મુખ્ય કારણ છે. એટલે જ, તાપસોની અપ્રીતિનું વારણ કરવા માટે પ્રભુ મહાવીરસ્વામીએ ચોમાસામાં પણ વિહાર કરી દીધો હતો. વળી, આડોશ-પાડોશને અપ્રીતિ ન કરવી, એટલું જ નહીં, પણ ભલે ને તેઓ સ્વજનાદિ સંબંધ વિનાના હોય, તો પણ આસપાસમાં રહેતા તેઓને ય દાનાદિથી અનુકૂળ ક૨વા-આવર્જિત કરવા. ભગવાન્ પ્રત્યેની ભક્તિથી થયેલી આવી ઉદારતાના યોગે શુભાશય વધુ વિશદ થાય છે, અને તેથી જીવોને બોધિની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે. આમાં રહસ્ય આ છે-જિનમંદિર, જિનમૂર્તિ, જિનપૂજા વગેરેરૂપ દ્રવ્યસ્તવનું એક મહત્ત્વનું પ્રયોજન બોધિની-સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, સ્થિરતા અને નિર્મળતા છે...તે પણ માત્ર દ્રવ્યસ્તવ કરનારને જ નહીં, પણ એ જોનાર વગેરેને પણ થાય એવું આ પ્રયોજન છે. પણ જોનાર વગેરેને આ બોધિની પ્રાપ્તિ વગે૨ે તો, તો જ થાય છે જો તેઓ દ્રવ્યસ્તવની અનુમોદના-પ્રશંસા કરે. આસપાસ રહેનારા લોકો બધા જૈન જ હોય એવો નિયમ નથી, જૈનેતર પણ હોય શકે. તેઓના હૈયામાંથી અનુમોદનાનો સૂર તો જ નીકળે જો એ હૈયું આવર્જિત થયું હોય. એ માટે દાનાદિદ્વારા એમને અનુકૂળ કરવા જરૂરી હોય છે. પણ એના બદલે જો તેઓને અપ્રીતિ થયેલી હોય, તો તો તેઓ નિંદા વગેરે કરીને ઊલટા દુર્લભબોધિ થાય....ને એમાં નિમિત્ત બનવાથી જિનમંદિરાદિ કરાવનાર પણ કદાચ દુર્લભબોધિ થઈ જાય. એટલે દ્રવ્યસ્તવનું પ્રયોજન સ્વને કે પરને સરે જ નહીં. માટે આસપાસના લોકને અનુકૂળ કરવા એ આવશ્યક છે. એટલે જ પ્રતિષ્ઠા વગેરે પ્રસંગોએ કે વિશિષ્ટ મહોત્સવાદિ પ્રસંગે આસપાસના લોકોને ખુશ કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. ભૂમિસંપાદન કરવાની વિધિ દેખાડી. હવે ભીંતની વિધિ ૨૮૩ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે દેખાડવામાં આવે છે. ઇટ પાષાણ વગેરે જે વાપરવાના હોય તે સુંદર અને ગુણયુક્ત હોય એવા વાપરવા જોઈએ. કાષ્ઠ પણ જે વાપરવાનું હોય તે દેવતા વગેરેના ઉપવનમાંથી તેમની પૂજા-અર્ચા વગેરે દ્વારા સંમતિ મેળવીને પ્રયતપૂર્વક લાવવું. લક્ષણયુક્ત હોય તથા ખદિરાદિકાષ્ઠની જેમ સ્થિર-સારવાળું હોય એવું કાષ્ઠ વાપરવું. તથા માલ પરિવહન કરનારા બળદગાડાં વગેરેના બળદ વગેરેની પીડાનો પણ પરિહાર કરવો. એ માટે બહુ ભાર ન લાદવો-અન્ન પાણી વગેરેમાં અંતરાય ન કરવો, ઈત્યાદિ કાળજી લેવી. આ ઈટ વગેરે પણ યોગ્ય મૂલ્ય ચૂકવીને ખરીદવા, તે પણ પૂર્ણકળશ વગેરે શુભશુકન પૂર્વક ખરીદવા એ હિતકર છે, વળી આ શુભશુકન ચિત્તોત્સાહને અનુસરનાર હોય છે. એટલે કે એ વખતે ભેગો ચિત્તોત્સાહ પણ જોઈએ. આમાં પૂર્ણકળશ વગેરે બાહ્યશુકન છે અને ચિત્તનો ઉત્સાહ એ આંતરિક શુકન છે. તથા ગુરુવચનાનુગતત્વ પણ કાર્યસાધક છે. એટલે કે બાહ્યશુકન, આંતરિક ઉત્સાહ અને ગુરુવચન એ ત્રણેને અનુસરીને થયેલા કાર્ય શીધ્ર સિદ્ધ થાય છે. આ વાત યોગબિન્દુગ્રન્થના ૨૩રમાં શ્લોકમાં તથા ૧૪મી બત્રીશીના ૨૭માં શ્લોકમાં પણ કરેલી છે. જિનમંદિરનિર્માણ માટે નોકરો-મજુરો પણ એવા રાખવા જે સજ્જનપ્રકૃતિના હોય... “તમે તો નોકરો છો-મજુરો છો.' વગેરે હલ્કા વચનોનો પ્રયોગ ન કરવો...પણ તમે પણ આ મંદિરનિર્માણમાં સહાયક છો...તમારો પણ આમાં સહયોગ-ફાળો છે. નહીંતર એ થઈ શી રીતે શકત ?” વગેરે રૂપ ઉદારવચનો બોલીને તેઓને સંતોષ આપવો. એમ આર્થિક ઉદારતા કેળવીને એમને યોગ્ય વેતન આપવા દ્વારા પણ સંતોષ આપવો. દ્રવ્યસ્તવરૂપ મહત્ત્વના ધર્મમાં સહાયક બનનારા હોવાથી તેઓ પણ ધર્મમિત્રરૂપ હોય છે. માટે તેઓ પ્રત્યે Page #10 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૨૭ નિષ્કપટ રહેવું. આવી નિષ્કપટ પ્રવૃત્તિમાં રહેલ શુદ્ધ આશયથી જ વાસ્તવિક ધર્મ થાય છે. પ્રશ્ન : જિનમંદિરનિર્માણનો આ બાહ્ય વિધિ જાણ્યો. પણ નિર્માતાનો આંતરિક વિધિ શું હોય છે ? ૨૮૫ ઉત્તર ઃ આ જિનમંદિર કૃત્ય અંગે શુભઆશય ઊભો કરવો જોઈએ. જિનમંદિર-જિનમૂર્તિ એ પ્રભુભક્તિનું મુખ્ય આલંબન છે.. જિનમંદિર હોય તો રોજ અષ્ટપ્રકારીપૂજા....સ્નાત્રપૂજા... અંગરચના...મહાપૂજન...ચૈત્યવંદન...સ્તુતિસ્તવના...વગેરે કરીને હું ધન્ય બનીશ...બીજા પણ સેંકડો હજારો ભાવુકોને પ્રભુભક્તિ દ્વારા શુભ અધ્યવસાયો કમાવાનો લાભ મળશે...કેવી ભક્તિ થશે...કેવો લાભ મળશે...એની કલ્પનાઓ કરી કરીને પોતાના મનના શુભભાવો નિર્માણ કરવા-પ્રબળ કરવા. આને આલંબનતા નામની વિષયતાથી થયેલી શુદ્ધિ કહે છે. તથા, ‘જિનમંદિર નિર્માણ કરીશ તો મારી વાહવાહ થશે...ચારે કોર નામના થશે...' આવી કોઈ ઐહિક લાલસા ન રાખવી. કે જિનમંદિર નિર્માણ-પ્રભુભક્તિ વગેરે દ્વારા પરલોકમાં હું દેવ બનું-રાજા બનું...વગેરે કોઈ પ્રકારનું નિયાણું ન કરવું...પણ ‘જિનભવનનિર્માણ કરીશ તો ઉત્તમ પ્રભુભક્તિનો લાભ મળશે' આવો બધો જ ભાવ રાખવો-વિકસાવવો. આ ઉદ્દેશ્યતા સંબંધી શુદ્ધિ દ્વારા થયેલી આશયશુદ્ધિ છે. તથા જયણા પાળવા દ્વારા દયા સાધવાની હોય છે, માટે દયા એ સાધ્ય છે. એ માટે અન્ય આરંભ-સમારંભનો ત્યાગ · કરવો જોઈએ. એટલે પોતે રહેવા માટે ઘરની જરૂર છે. તો નવું મકાન ન બંધાવતા, કોઈ ગૃહસ્થે પોતાના માટે જે મકાન બનાવ્યું હોય એને જ શ્રાવક ખરીદી લે...પછી કદાચ એ મકાનમાં પોતાની ઇચ્છા મુજબની સુંદરતા-સુવિધાઓ ઓછી-વત્તી હોય તો પણ. તથા જિનમંદિર નિર્માણ કરાવવામાં જે પાણી વગેરે વપરાવાના હોય એમાં Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પણ જેટલી વધુ ને વધુ જયણા શક્ય હોય એટલી જાળવીને દયા કેળવવી જોઈએ. આમ, અન્ય આરંભાદિનો ત્યાગ ને આવશ્યકમાં જયણા જાળવવી એ સાધ્ય સંબંધી શુદ્ધિ છે ને એનાથી પણ જિનમંદિરનિર્માતાની આશયશુદ્ધિ થાય છે. આમ ત્રણ રીતે શુભ આશય કેળવવો જોઈએ. જિનમંદિરના નિર્માણમાં પૃથ્વીકાયાદિજીવોનો આરંભ તો થવાનો જ છે... છતાં વધારાના આરંભનો ત્યાગ કરવાથી અને આવશ્યક આરંભમાં વધુ ને વધુ જયણા પાળવાનો પ્રયત કરવાથી અંતઃકરણ તો અનારંભથી જ વાસિત થાય છે ને તેથી આશયશુદ્ધિ થવાના કારણે, જે આરંભ થાય છે તે પણ સદારંભરૂપ બને છે જેનું ફળ હિતકર બન્યું રહે છે. તથા હંમેશા નિર્માણકાર્યનું નિરીક્ષણ કરતા રહીને “હવે ૬૦ ટકા કામ થઈ ગયું. ૪૦ ટકા બાકી રહ્યું. હવે ૭૦ ટકા કાર્ય થઈ ગયું. ૩૦ ટકા બાકી રહ્યું. હવે શિખર પણ તૈયાર થઈ ગયું. માત્ર રંગમંડપ રહ્યો છે...' વગેરે રીતે પોતાના આનંદ-ઉલ્લાસને વધારતા રહેવું જોઈએ. તેમજ, જિનમંદિર તૈયાર થઈ જશે. ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થશે. સેંકડો-હજારો લોકો પરમાત્માના દર્શન-વંદન-પૂજનસત્કાર-સન્માનાદિ દ્વારા પાપોનો નાશ કરી પુણ્યોપાર્જન કરશે... દુર્ગતિનાં દ્વારો બંધ કરી સદ્ગતિનાં દ્વાર ઉઘાડશે. શુભ અધ્યવસાયો દ્વારા મિથ્યાત્વાદિદોષોને તિલાંજલિ આપી સમ્યક્તાદિગુણોને કેળવી ઠેઠ મુક્તિસુખને પામશે..ઓહોહો.. કેટલો બધો લાભ ...લાભ જ લાભ.અપરંપાર લાભ..' વગેરે રૂપે શુભઆશયની વૃદ્ધિ કરતા રહેવું જોઈએ. આ રીતે વિધિપૂર્વક ભાવવૃદ્ધિથી કરાયેલા જિનમંદિરને જ્ઞાની પુરુષોએ ભાવયજ્ઞ-ભાવપૂજા તરીકે ઉદ્ઘોષિત કર્યું છે. છઠ્ઠા ષોડશકની ૧૪મી ગાથામાં કહ્યું છે કે “સગૃહસ્થ માટે આ જિનમંદિર એ Page #12 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૨૭ ૨૮૭ ભાવયજ્ઞ છે.” પ્રશ્ન : આ જો ભાવપૂજારૂપ છે તો એને ‘દ્રવ્યસ્તવ' કહેવો અસંગત નહીં બની જાય ? ઉત્તર : ના. સૂત્રોમાં કહેલ સંપૂર્ણ આચારપાલન એ જ વસ્તુતઃ ભાવસ્તવ છે. ને આ તો એના કારણભૂત છે. માટે દ્રવ્યસ્તવરૂપ જ છે. છતાં એ શુભઆશય વગેરે ભાવોથી પણ સંકળાયેલ છે ને તેથી એ અપેક્ષાએ એ ભાવપૂજારૂપ પણ છે. આમ દ્રવ્ય અને ભાવ બંને અન્યોન્ય સંકળાયેલા હોવા છતાં પ્રાધાન્ય દ્રવ્યનું જ હોવાથી એનો દ્રવ્યસ્તવ' તરીકે ઉલ્લેખ સંગત કરી શકે છે. આ રીતે જિનમંદિરનું નિર્માણ કર્યા પછી તેની સારસંભાળ સાધુઓને સોંપી દેવી ન જોઈએ. પણ ગૃહસ્થોએ ખુદ કરવી જોઈએ. એ માટે અવ્યયનીવિની = સ્થાયી ફંડની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે કે ધનની એવી જોગવાઈ કરવી જોઈએ કે જેથી રાખવામાં આવેલી એ મૂડીની રક્ષા અને વૃદ્ધિ થયા કરે, પણ ઘટાડો ન થાય. હવે આ જિનાલયમાં જિનબિંબ ઘડાવીને શીધ્ર પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. કારણકે પરમાત્માથી અધિષ્ઠિત થયેલું તે જિનાલય વૃદ્ધિ પામે છે, એટલે કે ઉત્તરોત્તર વર્ધમાન મહિમાવાળું બને છે. તે પણ એટલા માટે કે જિનબિંબનું નિર્માણ પ્રતિષ્ઠા અને પૂજા વગેરેથી જન્ય પુણ્ય એ જિનાલયની વૃદ્ધિનું કારણ છે. જિનબિંબના નિર્માણનો વિધિ આ પ્રકારે છે - સ્ત્રીલંપટતા, મદ્ય, જુગાર વગેરેથી રહિત શિલ્પીને જિનબિંબ ઘડવા માટે આપવું. ભોજન-પત્ર-પુષ્ય-પાંચફળ વગેરે વડે સત્કારાદિ કરવા પૂર્વક સ્વવિભવોચિત મૂલ્ય એને અર્પણ કરવું.. શુભમુહૂર્ત જિનબિંબ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે નિર્માણનો પ્રારંભ કરાવવો. આ નિર્માણ દરમ્યાન પોતાનું તથા શિલ્પીનું ચિત્ત કલુષિત ન થાય એની કાળજી રાખવી જોઈએ. કારણ કે ધર્મની બાબતમાં ચિત્તની કલુષિતતા એ અમંગળરૂપ છે. આમાં દ્રવ્યસ્તવનો ઉત્સાહ મોળો પડી જવો. હતાશા આવી જવી..પાછળથી કૃપણતા આવી જવી, મનમાં કંઈક શંકા-કુશંકાઓ પેદા થવી....આ બધું પોતાના ચિત્તની કલુષિતતા છે.એને વારવી જોઈએ, એટલું જ નહીં, ઉપરથી જિનપ્રતિમા અંગે ચિત્તમાં વધુ ને વધુ પ્રીતિવિશેષભક્તિ-અહોભાવના ભાવો ઉછાળા મારે એવો પ્રયત્ન કરવો જોઈએ. કારણકે એ ભાવો પ્રમાણે ફળ મળે છે. ભવિષ્યમાં સેંકડો હજારો વર્ષ સુધી આ પ્રતિમા શુભભાવો માટે કેવું પ્રબળ આલંબન બનશે.. એ વિચારવાથી...તેમજ પોતાના ધનનો આનાથી વધારે સારો કોઈ ઉપયોગ નથી...વગેરે વિચારવાથી ભક્તિના ભાવો ઉભરાતા રહે છે.જેટલીવાર આવો વિચાર કરવામાં આવે ને એટલે જેટલીવાર આવા ભક્તિ-અહોભાવના ભાવો ઉલ્લસિત થાય એટલી પ્રતિમા વધુ ને વધુ પ્રભાવવંતી બને છે ને તેથી વધુ ને વધુ પ્રમાણમાં ફળપ્રાપ્તિ થાય છે. તેથી, બિંબ ભરાવવામાં સાનુબંધ પ્રીતિવિશેષ કેળવવી જોઈએ. | શિલ્પીને આવશ્યક સુવિધાઓ ન મળવાથી અથવા યોગ્ય મૂલ્ય ન મળવાથી કે બિંબ ભરાવનારના વિચિત્ર સ્વભાવ-કર્કશ શબ્દો વગેરેથી મનમાં કલેશ થાય-અપ્રીતિ થાય..આ બધું એના ચિત્તની કલુષિતતા છે. એ પણ પ્રયતપૂર્વક વારવી જોઈએ. કારણકે શિલ્પી પર પોતાને પ્રીતિ ન હોય..અપ્રીતિ હોય તો જ આવું વર્તન થાય છે. ને શિલ્પી પરની આવી અપ્રીતિ એ વસ્તુતઃ શ્રીજિનપરની અપ્રીતિરૂપ જ જાણવી જોઈએ. તે આ રીતે-શિલ્પી પ્રત્યે અપ્રીતિના કારણે એની સાથેનો વ્યવહાર સૌજન્યપૂર્ણ ન થતા રૂક્ષ થાય છે. એના કારણે Page #14 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૨૭ ૨૮૯ શિલ્પીના દિલમાં અપ્રીતિ ઊભી થાય છે. જેથી પછી મૂર્તિ ઘડવામાં શિલ્પીનો એટલો રસ-ઉલ્લાસ ન જળવાવાથી એ વેઠ ઉતારે છે. આમ શિલ્પી પરની અપ્રીતિ છેવટે જિનબિંબમાં ન્યૂનતા લાવનારી બનતી હોવાથી એ ફળતઃ શ્રીજિનેશ્વરદેવ પ્રત્યેની અપ્રીતિરૂપ જ બની રહે છે. અને શ્રીજિનવિશેની અપ્રીતિ તો સર્વ અપાયોના કારણભૂત છે. માટે તેનો પરિહાર કરવામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. ૭મા પોડશકની ૭મી ગાથામાં કહ્યું છે કે-કાર્યપર અરુચિ હોય તો જ કારણ પર અરુચિ થાય છે. એટલે જિનપ્રતિમાના કારણરૂપ શિલ્પી પરની અરુચિ જિનપ્રતિમા પરની-શ્રીજિનપરની અસચિને સૂચવે છે. આ અરુચિ સર્વ અપાયોનું કારણ છે. માટે એ કરવી નહીં. શિલ્પી પર અરુચિ કરવી નહીં, એટલું જ નહીં, એની વિશેષ પ્રકારે રુચિ-પ્રીતિ સંપાદન થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. કારણકે શિલ્પી પરની અરુચિની જેમ રુચિ પણ છેવટે શ્રીજિન પર જ ફલિત થાય છે. આ પ્રયત તરીકે શ્રીજિનની ત્રણ અવસ્થાને અનુસરીને દોહદ-મનોરથ પૂરવા જોઈએ. આશય એ છે કે શિલ્પી સ્વયં બાળ, કુમાર કે યુવાનું છે ? એને ગૌણ કરીને પ્રભુની એ ત્રણ અવસ્થાનુસારે શિલ્પીના ચિત્તમાં તેવા તેવા મનોરથો જે ઊભા થાય છે તેને પૂરવા માટે શિલ્પીની આગળ રમકડાં વગેરે ધરવા. આ રીતે જ પ્રભુભક્તિ પ્રકૃષ્ટ બને છે. સાતમા ષોડશકની ૮મી-૯મી ગાથામાં કહ્યું છે કે “અધિકગુણી એવા ભગવાનમાં રહેલ અવસ્થાને અનુસાર શિલ્પીગત સ્વ-મનોરથોથી યુક્ત એવું જિનબિંબ ભાવશુદ્ધિ ન્યાયોપાત્ત ધનથી ઘડાવવું. આ જિનબિંબ ઘડાવવાના પ્રકરણમાં એના જાણકારોએ બાળ વગેરે ત્રણ અવસ્થાભાવી શિલ્પીના ચિત્તગત મનોરથો કહ્યા છે. માટે શિલ્પીને રમકડાં વગેરે આપવા. આ શ્લોકનો અભિપ્રાય આવો માનવો ઉચિત લાગે છે Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રતિમા ઘડનાર શિલ્પી બાલ્ય, યુવાન કે વૃદ્ધ કોઈપણ ઉંમરનો હોય શકે છે. શ્રીવજસ્વામીનો પ્રસંગ “વયઃ ક્રીડતિ, ન વજથી જણાય છે કે શિલ્પકળામાં વિશારદતા કેળવી હોય એવા પણ બાળશિલ્પીને બાળસહજ ચેષ્ટા-વૃત્તિ-રુચિ વગેરે સંભવિત હોય છે. એટલે એને બાળકની રુચિને અનુરૂપ રમકડાં વગેરે આપવાથી એની પ્રસન્નતા વધે અને તેથી પ્રતિમા વધુ આલાદક-વધુ પ્રભાવપૂર્ણ બને એ સંભવિત છે. એ જ રીતે શિલ્પી યુવાન હોય કે વૃદ્ધ હોય તો તે તે વયમાં જેવી રુચિ હોય એને અનુરૂપ ચીજ વસ્તુ એને અર્પણ કરવાથી એની પ્રસન્નતા વધવા દ્વારા પ્રતિમાજી વધારે પ્રભાવક બને. પણ, શિલ્પી જો યુવાન્ કે વૃદ્ધ હોય, ને એને પ્રભુની બાલ્યાવસ્થા વગેરેની કલ્પનાથી રમકડાં આપવામાં આવે તો તો એને અપમાન વગેરે લાગવાથી અપ્રીતિ થાય જે છેવટે પ્રભુપ્રત્યેની અપ્રીતિરૂપ ઠરતી હોવાથી અપાયકારક છે. એટલે શિલ્પીની જેવી અવસ્થા હોય એને અનુરૂપ અનિન્ય ચીજ વસ્તુઓ આપવાની જ અહીં વાત હોવી યોગ્ય લાગે છે. (અહીં ઉપલક્ષણથી એ પણ જાણવું કે-સમાન ઉંમરવાળા પણ અલગ-અલગ શિલ્પીની રુચિ અલગ-અલગ હોય શકે છે. કોઈકને વસ્ત્રનું વધારે આકર્ષણ હોય તો કોઈકને ભોજનનું... કોઈકને રહેવાના સ્થાનની સુવિધા-સ્વચ્છતાદિનું તો કોઈકને પ્રેમાળ શબ્દોનું....જેણે જેનું આકર્ષણ હોય એ એને આપવાથી એની પ્રસન્નતા વધે જ. માટે એની રુચિ જાણીને તે તે વસ્તુ આપતા રહેવું જોઈએ.) શંકા - પણ આ શ્લોકની વૃત્તિમાં તો તદવસ્થાત્રયમનાદત્યશિલ્પીની બાળાદિ ત્રણ અવસ્થાને ગૌણ કરવાનું જણાવ્યું છે ને ? સમાધાન - શિલ્પીની બાલ્યાવસ્થાને શિલ્પીની બાલ્યાવસ્થારૂપ જ ન ગણી, પ્રભુની બાલ્યાવસ્થા સ્વરૂપ મનથી કલ્પીને, પ્રભુને જે ભક્તિભાવથી ઊંચા પ્રકારના રમકડાં વગેરે અર્પવાનું થાય એવું Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ બત્રીશી-૫, લેખાંક-૨૭ અર્પણ કરવાનું જણાવવા માટે આ પ્રમાણે કહ્યું છે એમ અહીં માનવું જોઈએ. જો પ્રભુની બાલ્યાવસ્થાને નજરમાં લેવામાં ન આવે તો “શિલ્પી ભલે ને બાળક છે, એમાં આપણને શું ? એને રમકડાં આપીશું તો તો એ રમવામાં પડી જશે ને પ્રતિમા ઘડવામાં વિલંબ થશે.” વગેરે વિચારો આવે ને રમકડાં વગેરેનું અર્પણ ન થાય એ સંભવિત છે. આવું ન થાય એ માટે “બાલ્યાવસ્થા તો શિલ્પીની છે ને ?” એવું ન વિચારતાં બાલ્યાવસ્થા મારા પ્રભુની જ છે' એવું વિચારવું. આવા અભિપ્રાયથી આ શિલ્પીની અવસ્થાને ગૌણ કરવાનું જણાવ્યું હોવું જોઈએ. આ જ પ્રમાણે યુવા-વૃદ્ધ અવસ્થા માટે પણ વિચારવું. જિનમૂર્તિ ભરાવવામાં વપરાતું ધન પણ ભાવશુદ્ધ હોવું જોઈએ. જે વસ્તુતઃ પોતાના અધિકારનું નથી, પણ અન્યના અધિકારનું છે, આવું ધન પોતાના ધનમાં આવી ન જાય એ માટેની પૂરી કાળજી સહસ્થની હોવી જોઈએ. તેમ છતાં પોતાની જાણ બહાર આવું કંઈક ધન પોતાના ધનમાં ભળી ગયું હોય, તો એ અંશથી થનાર પુણ્યોપાર્જન વગેરેનો લાભ એ જીવને થાઓ.આવો શુદ્ધ ભાવ રાખવો જોઈએ. એટલે સ્વધનપ્રવિષ્ટ અન્યના ધનથી પણ પોતાને જ પુણ્ય મળે એવો અભિલાષ પોતાની જાણ બહાર પણ પોતાને ન રહેવાથી ન્યાયોપાર્જિત ધન ભાવશુદ્ધ બને છે. જિનબિંબ ભરાવવાનો અવશિષ્ટ અધિકાર આગળના લેખમાં જોઈશું. Page #17 -------------------------------------------------------------------------- ________________ (લેખાંક દ્રવ્યસ્તવ માટે જિનમંદિર જોઈએ. એટલે જિનમંદિર નિર્માણ , ૨૮ || કરાવવું જોઈએ. એનો વિધિ ગયા લેખમાં જોયો. વળી જિનમંદિર T નિર્માણ થયા બાદ શીધ્ર એમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવી જોઈએ. એ માટે જિનબિંબ ઘડાવવું જોઈએ. એની વિધિ આપણે વિચારી રહ્યા છીએ. એમાં આ પણ એક વિધિ છે કે જે ભગવાનનું બિંબ હોય એ ભગવાનના નામથી મ7ન્યાસ કરવો. જેમકે શ્રી28ષભદેવ પ્રભુની પ્રતિમા હોય તો ૐ ઋષભાય સ્વાહા અથવા નમઃ ઋષભાય એવો મન્નન્યાસ કરવો જોઈએ. “જેનાથી મનન અને ત્રાણ (=રક્ષણ) થાય છે એ મ7 આવી મન્ચ શબ્દની વ્યુત્પત્તિ છે. “ૐ ઋષભાય સ્વાહા' વગેરે પણ મનન અને ત્રાણ કરે છે, માટે એ પણ પરમમંત્ર છે. તેથી એનો અવશ્ય ન્યાસ કરવો જોઈએ. પ્રશ્ન : લાભ શાના આધારે થાય છે ? બિંબ રત્ન-સુવર્ણ વગેરે કેવા દ્રવ્યથી બનાવ્યું છે ? એના આધારે કે એ બનાવવામાં કેવા ભાવવિશેષ રહ્યા છે ? એના આધારે ? ઉત્તર : આ પ્રશ્નનો ઉત્તર નિશ્ચય અને વ્યવહારનયે વિચારવો જોઈએ. નિશ્ચયનય એમ કહે છે કે-પાષાણનું બનાવો, સોનાનું બનાવો કે રત્નનું બનાવો એનાથી બિંબમાં (અને તજ્જ ફળમાં) કોઈ ફેર પડતો નથી, પરંતુ ભાવને અનુસરીને ફેર પડે છે. ભાવ જેટલા શુભ એટલું બિંબ વધુ પ્રભાવક બને છે. “બિંબનિર્માણકાળે અંતરના ભાવો જેટલા વધુ શક્ય બને એટલા વધુ પ્રભુ પ્રત્યેની ભક્તિના ઉછાળાઓથી રસાયેલા હોવા આવશ્યક છે” આ વાત પર જોર આપવા માટે ગ્રન્થકારે પણ ગ્રન્થમાં આ રીતનો ઉલ્લેખ કર્યો છે. બાકી, ષોડશક Page #18 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૨૮ ૨૯૩ ૭-૧૩ની વૃત્તિમાં ઉપાધ્યાયજી મહારાજે ખુદ પણ કહ્યું જ છે કે “વિશિષ્ટ પ્રકારનો ભક્તિભાવ ઉભરાવવામાં નિમિત્ત બનવારૂપે બાહ્યવિશેષ પણ આદરણીય છે જ-એટલે કે બિંબ વધુ ને વધુ ઉત્તમદ્રવ્યમાંથી બનાવવામાં આવે એ ઇચ્છનીય છે જ. વ્યવહારભાષ્યગ્રન્થમાં કહ્યું છે કે-‘લક્ષણયુક્ત, આહ્લાદક અને સમસ્ત અલંકારથી વિભૂષિત પ્રતિમા મનને જેવો-જેટલા પ્રમાણમાં-પ્રહ્લાદ કરે એટલી નિર્જરા થાય છે.” આ બાહ્યવિશેષનો આદર કરવો એ વ્યવહારનયનો વિષય છે. આ વ્યવહારનય એમ કહે છે કે ભાવ સ્વયં તો દુÃય છે. પણ સામાન્યથી, ભાવ પ્રગટ થવામાં દ્રવ્ય કારણ બનતું હોય છે. તેથી જેમ વધુ મૂલ્યવાન વસ્તુ વાપરીએ એમ ઘણુંખરું વધુ શુભભાવ પ્રગટે છે. તેથી પાષાણ કરતાં સોનાનું બિંબ વધારે પ્રભાવક બને છે ને વધારે ફળ આપે છે. એમ સોના કરતાં પણ રત્નનું બિંબ વધારે પ્રભાવક-વધારે ફળપ્રદ બને છે. શંકા - શુભઆશયને અનુસરીને ફળ મળે છે, આવું નિશ્ચયનય જે કહે છે, તેમાં આશય શુભ શી રીતે બને ? સમાધાન - આગમવચનના સ્મરણપૂર્વક પ્રવૃત્તિ કરાય તો એ પ્રવૃત્તિથી આશય પરિણામ શુભ બને છે. કહેવાનો આશય એ છે કે અંદરના પરિણામો તો અતીન્દ્રિય છે. પણ બહાર ભક્તિ-બહુમાનવિનયાદિ જોવા મળતાં હોય તો અંદર શુભ પરિણામ હોવાનું અનુમાન થાય છે. એટલે કે ભક્તિ વગેરે લિંગરૂપ (= અનુમાનના હેતુરૂપ) છે. અને એ આગમના સ્મરણમૂલક હોય છે. સાતમા ષોડશકની ૧૨મી-૧૩મી ગાથામાં કહ્યું જ છે કે-‘પ્રતિમા મોટી હોય, સુંદર આકૃતિવાળી હોય કે કનકાદિમય હોય... આવી બધી જે કાંઈ વિશેષતા હોય છે તેનાથી વિશિષ્ટફળ નથી મળતું. પરંતુ વિશેષ પ્રકારના આશયથી વિશિષ્ટફળ મળે છે. આગમને અનુસરનારો જીવ = Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આગમના કહેનારા તથા જાણનારા પુરુષો પર નિરંતર ભક્તિ-વિનયબહુમાન ધરાવતો હોય છે. આ ભક્તિ વગેરે લિંગોથી યુક્ત હોવું તેમજ તે તે પ્રવૃત્તિકાળે આગમસ્મરણ રહ્યા કરવું. આ બધું ચોક્કસ પ્રકારના પ્રશસ્તઆશય રૂપ છે.” એટલે ફલિતાર્થ આ મળ્યો કે આગમવચનો પર, એના પ્રરૂપક શ્રી તીર્થંકર-ગણધરદેવો પર તથા એના જાણકાર ગીતાર્થ મહાત્માઓ પર ભક્તિ-બહુમાનાદિ રાખવા તેમજ તે તે પ્રવૃત્તિ વખતે આગમવચનોને યાદ કરવા-અનુસરવું. આ બધાથી આશય શુભ થતો રહે છે. આ પ્રમાણે આગમોક્તવિધિનું સ્મરણ વગેરે દ્વારા શુદ્ધ થયેલ આશયથી જે બિંબ ભરાવવામાં આવે છે તે લોકોત્તર હોય છે અને મોક્ષદાતા બને છે. આનાથી વિપરીતપણે = આગમોક્ત વિધિનું ઓછું-વતું ઉલ્લંઘન કરીને જે બિંબ નિર્માણ કરવામાં આવ્યું હોય છે તે લૌકિક હોય છે અને સ્વર્ગ વગેરે રૂપ અભ્યદયફળ આપનારું હોય છે. અલબત્ પ્રથમ લોકોત્તરબિંબથી પણ સ્વર્ગાદિરૂપ શ્રેષ્ઠ અભ્યદય થાય છે. પણ એ એના ગૌણ ફળ રૂપ હોય છે. જ્યારે લૌકિકબિંબથી એ અભુદય મુખ્યફળરૂપે થાય છે. સાતમા ષોડશકના ૧૪-૧૫મા શ્લોકમાં આ વાત કરેલી જ છે. શંકા - “લૌકિકબિંબથી સ્વર્ગાદિરૂપ અભ્યદય મુખ્યફળરૂપે થાય છે. આવું તમે જે કહો છો એનાથી તો એ પણ ફલિત થશે કે એનાથી મોક્ષરૂપ ફળ ગૌણરૂપે થાય છે. તો શું એ મોક્ષનું ગૌણકારણ બને છે ? સમાધાન - શાસ્ત્રોમાં દ્રવ્યસ્તવ અંગે કૂપદષ્ટાન્ન આપ્યું છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પોતાના “કૂપદષ્ટાન્તવિશદી Page #20 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૨૮ ૨૯૫ કરણ પ્રકરણ” નામના ગ્રંથમાં એ દષ્ટાન્તનું આ રીતે અર્થઘટન ઘટાવ્યું છે કે “જો સંપૂર્ણતયા વિધિપાલન-જયણા વગેરે હોય તો દ્રવ્યસ્તવમાં અંશ માત્ર પણ દોષ લાગતો નથી. કૂવો ખોદવાથી પોતાને પણ તૃષાશમનાદિ લાભ થાય છે અને અન્ય મુસાફરોને પણ એ લાભ થાય છે એમ દ્રવ્યસ્તવ દ્વારા પોતાને વિશિષ્ટ જિનભક્તિ વગેરેનો લાભ થાય છે અને અન્યોને પણ અનુમોદનાદિ દ્વારા વિપુલલાભ થાય છે. પણ જો દ્રવ્યસ્તવમાં અવિધિ કે અજયણાદિ થયેલા હોય તો એટલા અંશે દોષ લાગે છે. એટલે ત્યારે કૂપદષ્ટાન્ત આ રીતે લગાડવું-કૂવો ખોદવામાં જેમ પહેલાં થાક લાગે છે, તૃષા વધે છે ને કીચડથી કપડાં-શરીર મેલાં થાય છે પણ પછી પાણીની પ્રાપ્તિ થતા સ્નાન-પાન-ધોવણાદિથી આ બધું દૂર થઈને ઉપરથી સ્કૂર્તિ વગેરે આવે છે, એમ દ્રવ્યસ્તવમાં અવિધિ-અજયણા વગેરે હોય તો એનો દોષ લાગે છે. પણ ભક્તિભાવ જે ઉભરાય છે એ આ દોષનું વારણ કરીને ઉપરથી વિપુલ નિર્જરાદિ અનેક લાભ સ્વ-પરને કરાવે છે.” પ્રસ્તુતમાં અવિધિ નિષ્પન્ન બિંબથી પણ, પાછળથી જો વધારે ભક્તિ ભાવોલ્લાસ કરવામાં આવે તો છેવટે સરવાળે આત્મકલ્યાણ થાય જ છે. વળી સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે અષ્ટક પ્રકરણમાં પ્રત્યાખ્યાન અષ્ટકમાં આ પ્રમાણે કહ્યું છે કે-અવિધિ-અપેક્ષા વગેરેથી લેવાતું પચ્ચખાણ દ્રવ્યપચ્ચકખાણ છે અને એ સિવાયનું પચ્ચખાણ ભાવપચ્ચકખાણ છે. “ઓહોહો..આ પચ્ચકખાણ મારા પ્રભુએ શ્રી જિનેશ્વરદેવે કહ્યું છે” આવી સદ્ભક્તિથી જો એ લેવામાં આવ્યું હોય તો, અવિધિ-અપેક્ષાદિના કારણે એ દ્રવ્યપચ્ચકખાણરૂપ હોવા છતાં સર્વથા નિષ્ફળ જતું નથી, પણ આ સદ્ભક્તિના કારણે એનું દ્રવ્ય-પણુંઅપેક્ષા-અવિધિ વગેરે બાધા પામતું હોવાના કારણે એ ભાવપચ્ચકખાણનું કારણ બને છે, અને તેથી એ ફળરૂપે એ સફળ બને છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આમાં સ્પષ્ટ જણાય છે કે અવિધિ-અપેક્ષાદિવાળું પચ્ચક્ખાણ સક્તિના કા૨ણે ભાવપચ્ચક્ખાણનું કારણ બને છે, પણ પોતે ભાવપચ્ચક્ખાણ નથી... દ્રવ્યપચ્ચક્ખાણ જ છે. એમ પ્રસ્તુતમાં ધન ન્યાયોપાર્જિત ન હોવું વગેરે રૂપ જે અવિવિધ છે એના કારણે જિનબિંબ નિર્માણાદિરૂપ અનુષ્ઠાન ભાવઅનુષ્ઠાન નહીં બને ને તેથી જિનબિંબ લૌકિક જ બની રહેવાથી મુખ્યતયા અભ્યુદયફલક જ બન્યું રહેશે, પણ મોક્ષફલક નહીં બને. તેમ છતાં અષ્ટકપ્રકરણના આ અધિકારથી જણાય છે કે અવિવિધ વગેરેથી જન્ય જે દોષ હોય છે તેની સદ્ભક્તિ એ વિરોધિની છે. ને તેથી જ એ, એ દોષનું વારણ કરતી જાય છે. જ્યાં સુધી એ દોષનું સંપૂર્ણ વારણ થયું હોતું નથી ત્યાં સુધી એ પચ્ચક્ખાણ દ્રવ્યપચ્ચક્ખાણ હોય છે, ને જ્યારે સદ્ભક્તિનું જોર વધી જાય છે ને એ અવિવિધ આદિજન્યદોષને સંપૂર્ણતયા દૂર કરી દે છે ત્યારે, એ પચ્ચક્ખાણ ખુદ ભાવપચ્ચક્ખાણ બની જાય છે. ૨૯૬ પ્રસ્તુતમાં પણ અવિધિજન્ય દોષ કરતાં સદ્ભક્તિ જોરાવર ન બને ત્યાં સુધી લૌકિક બિંબ, ને જ્યારથી સદ્ભક્તિ જોરાવર બની અવિધિજન્યદોષનું નિવારણ કરી દે છે ત્યારથી લોકોત્તરબિંબ... આ રીતે વિવેક કરી શકાય છે. કૂપદૃષ્ટાન્ત પણ આવો જ ભાવાર્થ સૂચવે છે. એટલે જ્યાં સુધી એ લૌકિકબિંબ છે, ત્યાં સુધી પણ પરંપરાએ મોક્ષનું કારણ બનવું સંભવિત હોવાથી ગૌણરૂપે મોક્ષનું કારણ કહેવામાં કશો વાંધો નથી જ. આમ, જિનબિંબ નિર્માણની વિધિ વિચારી. આવી વિધિથી બિંબનું નિર્માણ થયે છતે એની ૧૦ દિવસમાં પ્રતિષ્ઠા કરી લેવી એવું શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે. આ પ્રતિષ્ઠા એટલે વર્તમાનમાં આપણે જેને અંજનશલાકા-પ્રાણપ્રતિષ્ઠા કહીએ છીએ તે સમજવી, પણ Page #22 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૨૮ ૨૯૭ ગાદીનશીન પ્રતિષ્ઠા નહીં. પ્રાણપ્રતિષ્ઠારૂપ આ પ્રતિષ્ઠા સંક્ષેપમાં ત્રણ પ્રકારે છે- (૧) વ્યક્તિ પ્રતિષ્ઠા (૨) ક્ષેત્ર પ્રતિષ્ઠા અને (૩) મહાપ્રતિષ્ઠા. (૧) તે તે કાળે જે તીર્થ-શાસન પ્રવર્તમાન હોય તે તીર્થના સ્થાપક શ્રી તીર્થંકર પ્રભુની (જેમકે વર્તમાનમાં શાસનપતિ શ્રી મહાવીર પ્રભુની) પ્રતિષ્ઠા એ વ્યક્તિ પ્રતિષ્ઠા છે. (૨) આપણા આ ભરતક્ષેત્રમાં આ ચોવીશીમાં શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર પ્રભુ સુધીના ૨૪ તીર્થંકરદેવો થયા છે. આ ચોવીશે પ્રભુની પ્રતિષ્ઠા એ ક્ષેત્ર પ્રતિષ્ઠા કહેવાય છે. તથા (૩) સર્વક્ષેત્રની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ૧૭૦ જિનની પ્રતિષ્ઠા એ મહાપ્રતિષ્ઠા કહેવાય છે. એટલે કે આપણા ભરતક્ષેત્રમાં જ્યારે શ્રી અજિતનાથ ભગવાન વિચરતા હતા ત્યારે કુલ પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયો...એમ તીર્થ-તીર્થકરને યોગ્ય સર્વ ૧૭૦ સ્થાનોમાં શ્રી તીર્થંકરદેવો વિચરતા હતા. એમની પ્રતિષ્ઠા એ મહાપ્રતિષ્ઠા છે. આ પ્રતિષ્ઠા બે સ્થાને થાય છે. પ્રાણપ્રતિષ્ઠા કરનારા આચાર્ય ભગવંતના પોતાના આત્મામાં અને જે પ્રતિમાજી પર વિધિવિધાન થઈ રહ્યા છે તે પ્રતિમાજીમાં. આમાંથી પ્રતિમાજીમાં જે પ્રાણપ્રતિષ્ઠા થાય છે તે ઉપચરિતભાવની પ્રતિષ્ઠા હોય છે અને આચાર્ય ભગવંતના સ્વાત્મામાં જે થાય છે તે મુખ્ય હોય છે. પ્રશ્ન : સ્વાત્મામાં જ મુખ્ય પ્રતિષ્ઠા થાય છે, પ્રતિમાજીમાં નહીં, એવું કેમ કહો છો ? ઉત્તર : આવું કહેવા પાછળ બે કારણો છે જેને આપણે ક્રમશઃ વિચારીએ – Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સ્વાત્મામાં થતી પ્રતિષ્ઠા જ મુખ્ય હોવામાં પ્રથમ હેતુ - મુખ્યદેવને ઉદેશ્ય તરીકે રાખીને વીતરાગતા વગેરે ગુણમય દેવસ્વરૂપનું અવગાહન કરનારી પોતાની બુદ્ધિરૂપ ભાવનું પ્રાણ પ્રતિષ્ઠાચાર્ય પોતાના આત્મામાં જે સ્થાપન કરે છે તે મુખ્ય = નિરુપચરિત પ્રતિષ્ઠા છે, કારણ કે એમાં “પ્રતિષ્ઠા' શબ્દનો અર્થ અબાધિત છે. તે પણ એટલા માટે કે પ્રતિષ્ઠા સંબંધી વિધિવિધાન દ્વારા આગમોક્તન્યાયે સ્વકીયભાવની જ સ્થાપના કરવામાં આવે છે. એટલે કે આવી સ્થાપના એ જ “પ્રતિષ્ઠા' શબ્દનો અર્થ છે. અહીં આવું તાત્પર્ય જાણવું-શ્રી અરિહંતપરમાત્મા એ મુખ્યદેવ છે=વાસ્તવિક પરમાત્મતત્ત્વ છે. એમને ઉદેશ્ય તરીકે રાખીને એટલે એમના ગુણોનું અનુસંધાન કરીને પ્રભુની ગર્ભકાળથી જ અત્યંત ઉચ્ચ સ્થિતિ હોય છે, જન્માભિષેક વગેરે થવા છતાં અત્યંત નિરભિમાનતા, રાજ્યપ્રત્યેભોગ-સામગ્રી પ્રત્યે અનાસક્તિ, શ્રમણાવસ્થામાં ઘોર-નિરતિચાર સાધના, વીતરાગતા, કેવલજ્ઞાન, તીર્થસ્થાપનાનો અનુપમ ઉપકાર વગેરે શ્રેષ્ઠગુણોના આલંબને પોતાના આત્મામાં પણ રહેલા એવા જ વીતરાગતા વગેરે ગુણોનું અનુસંધાન થાય છે. અને તેથી “આવા ગુણોએ કરીને હું જ એ વીતરાગ-પરમાત્મા છું' આવો ભાવપરિણામ-અધ્યવસાય-વિચાર-બુદ્ધિ પ્રકટ થાય છે. “હું ખુદ એ વીતરાગ પ્રભુ છું” આવા સંવેદનાત્મક નિજભાવને સ્વાત્મામાં દઢ કરવો એ જ પોતાના આત્મામાં વીતરાગ પ્રભુની મુખ્ય પ્રતિષ્ઠા છે, કારણ કે પ્રતિષ્ઠા’ શબ્દનો અર્થ એમાં ઘટી જાય છે. તે પણ એટલા માટે કે આગમમાં જે માર્ગદર્શન આપ્યું છે તદનુસાર સ્વકીયભાવની સ્વાત્મામાં સ્થાપના કરવી એ જ “પ્રતિષ્ઠા' શબ્દના અર્થ તરીકે સંગત ઠરે છે. આશય એ છે કે ખુદ પરમાત્મા પ્રતિમાજીમાં પધારે ને સંનિધાન કરે એ અસંભવિત છે. એમ એ વીતરાગપ્રભુનું વીતરાગતા Page #24 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૨૮ ૨૯૯ કેવલજ્ઞાન વગેરે ગુણમય ભગવત્ત્વ=ભગવાનપણું, પોતાના આશ્રયભૂત વીતરાગદેવના આત્માને છોડીને પ્રતિમાજીમાં કે પ્રતિષ્ઠાચાર્યના આત્મામાં આવી જાય એ પણ સંભવિત નથી. આ વાત આગળ આવશે. પણ વીતરાગપ્રભુના આલંબને પ્રતિષ્ઠાચાર્યને પોતાના આત્મામાં યોગ્યતારૂપે રહેલા વીતરાગતા વગેરે ગુણો કે જે ખુદ ભગવાનપણું છે તેનું અનુસંધાન થવું શક્ય છે. ને આ અનુસંધાનાત્મકભાવને સ્વાત્મામાં યથાશક્ય સ્થિર કરવો એ શક્ય છે. માટે આવા ભાવને સ્વાત્મામાં સ્થાપવો એ જ વીતરાગની પ્રતિષ્ઠા તરીકે સંભવિત હોવાથી એને જ આગમમાં ‘પ્રતિષ્ઠા' કહી છે. ને તેથી આ જ મુખ્ય પ્રતિષ્ઠા છે. પ્રતિમામાં તો યોગ્યતારૂપે પણ વીતરાગતા વગેરે ગુણો રહેલા નથી. માટે એમાં જે પ્રતિષ્ઠા કરવામાં આવે છે તે મુખ્ય પ્રતિષ્ઠા નથી પણ ઉપચારથી છે. શંકા - વચને પુરસ્કૃતે તસ્માદ્ વીતરાગઃ પુરસ્કૃતઃ' જ્ઞાનસારગ્રન્થના આ વચનને અનુસરીને જણાય છે કે શાસ્ત્રવચનને આગળ કરવું એ વીતરાગને જ આગળ કરવા બરાબર છે, કારણ કે ‘શાસ્ત્રવચનને આગળ કરવામાં વીતરાગ આગળ થઈ જ જાય છે' એમ જ્ઞાનસારનું આ વચન જણાવે છે. વળી શાસ્ત્રવિહિત કોઈપણ અનુષ્ઠાન વચનાનુષ્ઠાનરૂપ તો જ બની શકે છે જો એ શાસ્ત્રવચનને આગળ કરીને થતું હોય-એને અનુસરીને થતું હોય. એટલે કોઈપણ વચનાનુષ્ઠાન કાળે વીતરાગનું સ્મરણ હોય જ છે. ને તેથી, વીતરાગ ગુણમય હોવાના કારણે વીતરાગતા વગેરે ગુણોનું સ્મરણરૂપ સ્થાપન પણ આત્મામાં સંભવિત હોય જ છે. આમ વીતરાગતા વગેરે ગુણોની સ્થાપનારૂપ મુખ્ય પ્રતિષ્ઠા તો કોઈપણ વચનાનુષ્ઠાનકાળે સંભવિત હોવાથી પ્રતિષ્ઠા માટે વિશિષ્ટ અનુષ્ઠાનની-વિધિવિધાનની જરૂર જ નહીં રહે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન-તે તે વચનાનુષ્ઠાનાત્મકક્રિયા જે એક ગુણની સિદ્ધિ માટે મુખ્યતયા વિહિત હોય તે એક ગુણની સ્થાપના સંભવિત બનાવે છે. આશય એ છે કે સ્વાધ્યાય એ જ્ઞાનાવરણીયકર્મને તોડીને કેવલજ્ઞાનગુણની પ્રાપ્તિને સાહજિક બનાવે છે. તપ આહાર સંજ્ઞાને તોડીને અણાહારીપણાના સ્વભાવને સિદ્ધ કરવામાં ઉપયોગી છે. એટલે સ્વાધ્યાયકાળ વચનને અનુસરવા દ્વારા થતું વીતરાગનું સ્મરણ હું પણ કેવલજ્ઞાની છું એ ગુણ દ્વારા ને તપકાળે થતું એ સ્મરણ હું પણ અણાહારી છું એ ગુણદ્વારા પોતાના આત્મામાં સમાપત્તિનું = સમત્વભાવનું = વીતરાગની તુલ્યતાનું અનુસંધાન અને સ્થાપન કરાવી શકે છે, પણ સર્વગુણ દ્વારા એ કરાવી શકતું નથી. જ્યારે પ્રતિષ્ઠાના અનુષ્ઠાનમાં તો સ્થાપનાના ઉદેશથી જ વિધિ-વિધાન થતા હોવાથી સ્થાપના જ મુખ્ય હોય છે. વળી ભાવથી સર્વગુણોનું આરોપણ એ સ્થાપનાનો વિષય છે. તેથી એ વિધિ દરમ્યાન ‘સર્વગુણોએ કરીને હું વીતરાગ છું' એ રીતે પરમાત્માની સ્થાપના શક્ય બને છે. માટે આ વિધિવિધાનની અન્ય ક્રિયાઓ કરતાં ઘણી વિશેષતા છે, ને એ માટે એ જરૂરી છે. આમ, “પ્રતિષ્ઠા' શબ્દનો અર્થ સ્વાત્મામાં થતી પ્રતિષ્ઠામાં જ સંગત કરતો હોવાથી એ જ મુખ્ય પ્રતિષ્ઠા છે.. એવો એક હેતુ આપણે વિચાર્યો. સ્વાત્મામાં થતી પ્રતિષ્ઠા એ જ મુખ્ય પ્રતિષ્ઠા છે એનો બીજો હેતુ- "હું ખુદ તે વીતરાગપ્રભુ જ છું.” આવા સ્વભાવની સ્વાત્મામાં સ્થાપના એ જ સ્વાત્માની સ્થાપ્ય એવા વીતરાગ પ્રભુમાં = મુખ્યદેવમાં સમરસાપત્તિ કરાવનાર છે. માટે પણ એ જ મુખ્ય પ્રતિષ્ઠા છે. અહીં આ તાત્પર્ય છે-“હું ખુદ વીતરાગ છું' આવો વીતરાગતાનો દૃઢ ઉપયોગ ઉપયોગવાન્ એવા પોતાના આત્મદ્રવ્યથી Page #26 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૨૮ કથંચિત્ (= અમુક અપેક્ષાએ) અભિન્ન છે ને તેથી એ આત્મદ્રવ્યરૂપ જ છે. આ દૃઢ ઉપયોગ જે જીવને જ્ઞાનાવરણીય કર્મનો તથા ચારિત્રમોહનીયકર્મનો ઉદય પ્રબળ હોય ને ક્ષયોપશમ ઘણો મંદ હોય, એવા જીવને સંભવતો નથી. પ્રશ્ન : ઉપયોગ એ જ્ઞાનમય છે ને તેથી એ જ્ઞાનાવરણના મંદક્ષયોપશમવાળાને સંભવે નહીં, અમંદક્ષયોપશમવાળાને સંભવે એ તો બરાબર છે. પણ ચારિત્ર મોહનીયના મંદક્ષયોપશમવાળાને પણ એ સંભવતો નથી એવું શા માટે ? ૩૦૧ ઉત્તર : ‘હું ખુદ તે વીતરાગ પ્રભુ જ છું' આવું સાંભળેલુંવાંચેલું કે ગોખેલું હોય ને એ ખાલી યાદ કરવાનું હોય તો એ તો માત્ર જ્ઞાનાવરણીયકર્મનો જ ક્ષયોપશમ હોય ને ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ ન હોય એવા જીવને પણ સંભવે જ છે. પણ એને જે સ્મરણ થાય છે તે ઉપર ઉપરથી થાય છે અને તેથી કોરું ધાક હોય છે.. એ અંતઃકરણસ્પર્શી હોતું નથી, એટલે કે સંવેદનાત્મક બનતું નથી. પ્રસ્તુતમાં તો જે સંવેદન અંતઃકરણ સ્પર્શી હોય એ જ દૃઢ ઉપયોગ તરીકે અભિપ્રેત છે. ને એવું સંવેદન તો ચારિત્રમોહનીયના અમંદક્ષયોપશમવાળાને જ સંભવિત છે. તીવ્રકક્ષાના વિષય-કષાયના તોફાનોથી=રાગ-દ્વેષના પિરણામોથી જેનું અંતઃકરણ મલિન છે તેવા આત્માના અંતઃકરણમાં તો વિષય-કષાયોના રાગદ્વેષના સંવેદનો જ ઊઠે છે, વીતરાગતાનું સંવેદન ઊઠવાની ત્યાં કોઈ શક્યતા જ હોતી નથી. જેમણે પ્રભુવચનોને જીવનમાં સતત આચરવા દ્વારા રાગ-દ્વેષને ખૂબ ખૂબ મોળા પાડેલા છે (એનો અર્થ જ કે ચારિત્રમોહનીયનો અમંદ ક્ષયોપશમ ઊભો કર્યો છે) એવા સાધક મહાત્માના અંતઃકરણમાં જ વીતરાગતાનું સંવેદન પ્રગટે છે. એટલે જ પ્રાણપ્રતિષ્ઠાનો અધિકાર ગૃહસ્થોને હોતો નથી. પણ ખૂબ સારા સાધક મહાત્માઓને Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આચાર્ય ભગવંતોને જ હોય છે. આચાર્ય ભગવંતોમાં પણ જે આચાર્ય ભગવંતે ઉગ્નસાધના દ્વારા રાગ-દ્વેષને વધુ ને વધુ મોળા પાડ્યા હોયચારિત્રમોહનીયનો વધારો પ્રબળ ક્ષયોપશમ કર્યો હોય તેમને આ સંવેદન વધુ ને વધુ દૃઢ થાય છે ને તેથી પ્રતિષ્ઠા વધુ ને વધુ પ્રભાવવંતી બને છે. એટલે જ શ્રીસીમંધરધામ-શિરોલી (કોલ્હાપૂર) વગેરે અનેક તીર્થતુલ્ય જિનાલયોના પ્રાણપ્રતિષ્ઠાચાર્ય શ્રીસૂરિમંત્રના પરમસાધક સ્વર્ગસ્થ પૂજ્યપાદ ગુરુદેવ શ્રી જયશેખરસૂરિ મહારાજ સાહેબ ખાસ કહેતાં કે અંજનશલાકા મહોત્સવ દરમિયાન પ્રાણપ્રતિષ્ઠાચાર્યે રોજ દરેક નૂતન જિનબિંબની દૃષ્ટિમાં દૃષ્ટિને મેળવીને કમ સે કમ એકવાર તો સૂરિમંત્ર ગણવો જોઈએ. શ્રી સૂરિમંત્રમાં પ્રભુના પાંચ કલ્યાણકોસમવસરણ-૮ પ્રાતિહાર્ય-૧૨ પર્ષદા વગેરેનું ધ્યાન ધરવાનું હોય છે. એટલે એના દ્વારા પ્રભુના ગુણોમાં મન વધુ ને વધુ રમમાણ બને જ, જે ઉપર કહેલા ઉપયોગને દઢ બનાવવામાં સહાયક બને છે. વળી જે દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતનું ધ્યાન ધરે છે તે પોતાનું ધ્યાન ધરે છે ને એનો મોહવિલય પામે છે” એવા પ્રવચનસારના વચનને અનુસારે શ્રીસૂરિમંત્રનું ધ્યાન ધરવામાં ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ વિશદ બનતો જ જાય એ સ્પષ્ટ છે. વળી એટલે જ મન રાગ-દ્વેષના સંકલેશોથી કલુષિત ન થાયપણ સુપ્રસન્ન જ રહે એ માટે પ્રાણપ્રતિષ્ઠાચાર્યે સ્વયં કાળજી રાખવી જોઈએ અને અંજનશલાકાના મહોત્સવ દરમિયાન તો એની વિશેષ કાળજી રાખવી જોઈએ. તથા આસપાસ ચતુર્વિધ સંઘે પણ એવું જ વાતાવરણ બન્યું રહે એની કાળજી રાખવી જોઈએ. આ અંગેની વિશેષ વિચારણા આગામી લેખમાં જોઈશું. Page #28 -------------------------------------------------------------------------- ________________ લેખાંક સ્વાત્મામાં થતી પ્રતિષ્ઠા એ જ મુખ્ય પ્રતિષ્ઠા છે, આના બે કારણો છે. (૧) પોતાના આત્મામાં પોતાના સ્વભાવની સ્થાપનામાં પ્રતિષ્ઠા” શબ્દનો મુખ્ય અર્થ ઘટે છે. તથા (૨) આ પ્રતિષ્ઠા જ પોતાની મુખ્ય દેવમાં સમરસાપત્તિ કરાવે છે. આ વાત આપણે પૂર્વ લેખમાં જોઈ ગયા. આમાં બીજા કારણનો આ લેખમાં વિશેષ વિચાર કરીએ. ગયા લેખમાં આ પણ નક્કી થયું છે કે જેના આત્મામાં જ્ઞાનાવરણીય અને ચારિત્ર મોહનીય કર્મનો અમન્દષયોપશમ હોય એના આત્મામાં જ વીતરાગતાનો દઢ ઉપયોગ સંવેદાય છે. વળી આ તો વીતરાગતાનું સંવેદન છે. માટે એ આ બંનેના ક્ષયોપશમને ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રબળ બનાવનાર હોવાથી આત્માને શાયિકભાવ તરફ આગળ લઈ જાય છે. તેથી છેવટે આત્મા ક્ષાયિકભાવની વીતરાગતા-સર્વજ્ઞતા વગેરે પામે છે. એટલે કે મુખ્યદેવતાના સ્વરૂપની તુલ્યતા પ્રાપ્ત થાય છે. આમ સ્વયં વીતરાગ બની જવું એ સ્થાપ્ય એવા વીતરાગની (=જેની પ્રતિષ્ઠા કરવાની છે એવા વીતરાગની) પરમપ્રતિષ્ઠા રૂપ છે, આ સમરસાપત્તિ છે. અને સ્વાત્મામાં થતી સ્વ-ભાવની સ્થાપના એમાં હેતુ બને છે, માટે એ મુખ્ય પ્રતિષ્ઠા છે. શંકા - એમ તો પ્રતિષ્ઠિત પ્રતિમાની ભક્તિ કરતાં કરતાં પણ કેટલાય આત્માઓ ક્ષાયિકભાવની વીતરાગતા-સર્વજ્ઞતા વગેરે રૂપ મુખ્યદેવતાના સ્વરૂપની તુલ્યતા પામે જ છે. તેથી પ્રતિમામાં થયેલી પ્રતિષ્ઠા પણ સમરસાપત્તિનું-પરમપ્રતિષ્ઠાનું કારણ બને જ છે. માટે એ પણ મુખ્ય પ્રતિષ્ઠા કેમ નહીં ? સમાધાન - આત્મા એ સુવર્ણ છે જેના પર કર્મમળ લાગ્યો હોવાથી બધી ચમક આવરાઈ ગયેલી છે. આગમવચનરૂપ અગ્નિના Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રભાવે આ કર્મમળ બળી જાય છે ને આત્માને વીતરાગત્વરૂપ શુદ્ધ સુવર્ણપણે પ્રાપ્ત થાય છે. એટલે કે આત્મા પોતે વીતરાગરૂપે પરિણમે છે. વળી હું ખુદ તે વીતરાગપ્રભુ છું” આવો સંવેદનાત્મક દૃઢઉપયોગ એ જ કથંચિઅભેદના કારણે આ આત્મદ્રવ્યમય છે. ને એનાથી ક્ષાયિકવીતરાગતારૂપ જે પરમારસાપત્તિ થાય છે એ પણ કથંચિ અભેદના કારણે આત્મદ્રવ્યમય જ છે. એટલે કે આ દઢઉપયોગમય આત્મદ્રવ્ય પોતે વીતરાગઆત્મદ્રવ્યરૂપે પરિણમતું હોવાથી સ્પષ્ટ છે કે એ દઢઉપયોગમય સ્થાપના એ પરમ પ્રતિષ્ઠાનું સત્ર રસાપત્તિનું પરિણામકારણ બને છે. જેમકે માટી પોતે ઘડારૂપે પરિણમે છે, માટે એ ઘડાનું પરિણામી કારણ છે. પણ દંડ કાંઈ ઘડારૂપે પરિણમતો નથી. માટે એ નિમિત્ત-કારણ છે.) પ્રતિમામાં ઉપચારથી થયેલી પ્રતિષ્ઠા તો વીતરાગતાનું વધુમાં વધુ નિમિત્ત કારણ જ બની શકે છે, પરિણામી-કારણ નહીં. કારણકે પ્રતિમામાં યોગ્યતારૂપે પણ વીતરાગતા-કેવલજ્ઞાન વગેરે ગુણો રહ્યા ન હોવાના કારણે એ ક્યારેય તદ્રુપે પરિણમતી નથી. તેથી પ્રતિમામાં કરેલી સ્થાપના એ મુખ્ય નથી. આ વાત ષોડશક (૮-૫)માં પણ કરી છે. વળી ત્યાં (૮૮-૯) માં કહ્યું છે કે-મુખ્યદેવતાસ્વરૂપના આલંબને થયેલો વીતરાગતાદિનું અવગાહન કરનારો દઢઉપયોગમય ભાવ એ રસેન્દ્ર જેવો છે. તેનાથી પુણ્યાનુબંધી પુણ્યસ્વરૂપ વિભૂતિ પ્રાપ્ત થતી હોવાથી એ મહોદય છે. રાગ-દ્વેષાદિથી ગ્રસ્ત આત્મસ્વભાવ એ તાંબુ છે. જેમ સુવર્ણરસના સંપર્કથી તાંબુ સુવર્ણરૂપતા પામે છે, તેમ ભાવરૂપ રસેન્દ્રથી રસાતું આત્મસ્વભાવરૂપ તાંબુ કેટલાકકાળે પરમ=શ્રેષ્ઠ અપ્રતિબદ્ધ અનુપહિત સિદ્ધકાંચનતા=સર્વકર્મમલમુક્ત સિદ્ધાવસ્થારૂપ કાંચનતાને પામે છે. (આ પ્રાપ્તિમાં આવો ક્રમ જાણવો-ભાવરસેન્દ્ર-પુણ્યાનુબંધી પુણ્યઉત્તરોત્તર સાધનાની સુંદર સામગ્રી-ઉત્તરોત્તર શુભ શુદ્ધ ભાવોવીતરાગતા-કેવલજ્ઞાન-મુક્તિ.) આગમવચન અગ્નિ જેવું છે. તેના Page #30 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૨૯ ૩૦૫ અમુક ચોક્કસ વ્યાપારરૂપ ક્રિયાથી કર્મરૂપી ઇન્ધનનો દાહ થવાથી આ સિદ્ધકાંચનતા પ્રાપ્ત થાય છે, માત્ર ભાવરસેન્દ્રથી એ સિદ્ધકાંચનતા પ્રાપ્ત થઈ જાય છે એવું નથી. પ્રતિમામાં થયેલ પ્રતિષ્ઠા પણ વચનક્રિયારૂપ છે. તેથી એ ક્રિયા ઇંધનપ્રક્ષેપાત્મક શુભવ્યાપારરૂપ જે ઇતકર્તવ્યતા, તસ્વરૂપ હોવાના કારણે સફળ છે.'' આશય એ છે કે તાંબાને સુવર્ણરસથી ૨સવામાત્રથી સો ટચનું સોનું પ્રાપ્ત થઈ જતું નથી, કારણ કે તાંબાનો અંશ ભલે સુવર્ણ બન્યો, તાંબામાં જે મેલ-માટી વગેરે ભળેલા હતા એ તો અશુદ્ધિરૂપે હજુ પણ ઊભા જ રહે છે. એ જ્યારે અગ્નિદ્વારા દૂર થાય છે ત્યારે શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુતમાં પણ આવું જ છે. એ સમજવા માટે નીચેના શંકા-સમાધાન વિચારીએ. શંકા - જો શ્રીવીતરાગના આલંબને ‘હું પણ તે વીતરાગ જ છું’ આવા પ્રગટ થયેલા ભાવને આત્મામાં સ્થાપવો એ પ્રતિષ્ઠા છે. ને આ ભાવ જ ભાવ૨સેન્દ્રસ્વરૂપ હોવાથી પરમાત્માની સમરસાપત્તિ કરાવનાર છે. તો પ્રતિષ્ઠા માટે બાહ્ય વિધિવિધાનની શી જરૂર છે ? માત્ર આવો ભાવ પ્રગટ કરીને સ્થાપી દેવો એટલું જ આવશ્યક નથી ? સમાધાન - ઉપરનું દૃષ્ટાન્ત અહીં વિચારવું. અર્થાત્ આગમવચનસ્વરૂપ અગ્નિના વ્યાપારથી કર્મસ્વરૂપ ઇંધન જ્યાં સુધી બળી જતું નથી ત્યાં સુધી, માત્ર ભાવસેન્દ્રથી` જ વીતરાગતા-કેવલજ્ઞાનાદિમય જે આત્માનું શુદ્ધસ્વરૂપ તત્સ્વરૂપ સિદ્ધકાંચનતા સંપન્ન થતી નથી. એટલે અગ્નિ પ્રગટીને મેલ વગેરેને બાળવાનું સ્વકાર્ય કરે એ માટે જેમ ઇંધનપ્રક્ષેપ આવશ્યક હોય છે એમ આગમવચનરૂપ અગ્નિ કર્મકચરાને બાળવાનું સ્વકાર્ય કરે એ માટે આગમોક્ત પ્રતિષ્ઠા= વિધિવિધાન પણ આવશ્યક છે. ને તેથી સ્વકીય ભાવની સ્થાપનાના આ વિધાનમાં પ્રતિમામાં થતી પ્રતિષ્ઠાક્રિયા પણ સફળ છે–સાર્થક છે, નિરર્થક નથી. Page #31 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આમ આત્મામાં થતી પોતાના જ ભાવની પ્રતિષ્ઠારૂપ મુખ્ય પ્રતિષ્ઠાનો વિચાર કર્યો. હવે પ્રતિમામાં જે ઉપચરિત પ્રતિષ્ઠા થાય છે તેનો વિચાર કરવાનો છે. એ માટે શંકા ઊઠાવવામાં આવે છે. ૩૦૬ શંકા - આમ પ્રતિષ્ઠાચાર્યના આત્મામાં જ જો પ્રતિષ્ઠા થાય છે તો પ્રતિમાજીમાં આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' એવો વ્યવહાર શી રીતે થશે ? કારણ કે પ્રતિમામાં તો પ્રતિષ્ઠા થઈ નથી. અને તેથી જ એ પ્રતિમાની પૂજાદિ શી રીતે થશે ? તેમજ એ પૂજાદિનું ફળ કઈ રીતે મળશે ? સમાધાન - નિરુપચરિત રીતે તો સ્વાત્મામાં જ પ્રતિષ્ઠા થાય છે. પણ ઉપચારથી એ પ્રતિમામાં પણ થાય છે. અહીં આવો આશય છે વીતરાગપ્રભુના આલંબને હું તે જ વીતરાગ છું' આવો જે અધ્યવસાય પ્રતિષ્ઠાચાર્યને ઊભો થાય છે તેનો પ્રતિષ્ઠાચાર્ય ‘આ પ્રતિમા મારાથી અભિન્ન છે' એ રીતે પ્રતિમામાં અભેદ ઉપચાર કરે છે. એટલે કે ‘હું અને પ્રતિમાજી અભિન્ન છીએ, તેથી વીતરાગપ્રભુના આલંબને મારામાં સંવેદાતી વીતરાગતા પ્રતિમાજીમાં પણ છે' એવો અભેદ ઉપચાર કરે છે. આવો અભેદ ઉપચાર એ પ્રતિમામાં થયેલી પ્રતિષ્ઠા છે. શંકા પ્રતિમા પાષાણની છે.. જડ છે.. પોતે જીવંત છેચેતન છે.. એટલે પ્રાણપ્રતિષ્ઠાચાર્ય પ્રતિમામાં પોતાનો અભેદ કેવી રીતે ભાવી શકે ? સમાધાન આહાર્યઆરોપથી એ ભાવી શકાય છે. જ્યાં જેના અભાવનો નિઃશંક નિર્ણય હોય ત્યાં જ તેવી પ્રબળ ઇચ્છાવશાત્ તે વસ્તુનો આરોપ કરવો (=તે વસ્તુની ત્યાં વિદ્યમાનતા વિચારવી ને વ્યવહારવી) એને આહાર્યઆરોપ કહેવાય છે. જેમકે ફોટો જડ છે. પોતે ચેતન છે. આવા બધા અનેક કારણોએ ફોટામાં પોતાપણાંનો - Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ બત્રીશી-૫, લેખાંક-૨૯ અભાવ નિઃશંકપણે નિર્ણત છે. તેમ છતાં એ ચિત્રમાં પોતાનું સાદશ્ય દેખાવું વગેરે કારણે એને ઉદેશીને માનવી “આ હું છું એમ જાણે છે, કહે છે ને એમ વ્યવહાર કરે છે. આ આહાર્યઆરોપ છે. આવું જ પ્રતિમામાં પણ સંભવિત છે. પ્રભુની પ્રતિમામાં પણ વીતરાગના સાદશ્યની નીચે મુજબ સૂચનાઓ મળે છે. બાજુમાં કે બાહુમાં કોઈ સ્ત્રી નથી એ સૂચવે છે કે રાગ-વિકાર-વાસનાનો અભાવ છે. એમ શસ્ત્રનો અભાવ શત્રુતા-ભય-હિંસકતાના અભાવને, હાથમાં માળાનો અભાવ અકૃતકૃત્યતાના-સાધનાની અપૂર્ણતાના અભાવને, વાજિંત્રનો અભાવ ગીત-નૃત્યાદિકુતૂહલના અભાવને સૂચવે છે. એમ આંખ ઉપર ઊઠેલી નથી એ ક્રોધના અભાવને, ત્રાંસી નથી એ માયાના અભાવને અને નીચી નથી એ લજ્જાસ્પદ કાર્યના અભાવને તેમજ ધ્યાન સાધનાની અપૂર્ણતાના અભાવને સૂચવે છે. આમ, વીતરાગના અનેક ગુણોનું સાદશ્ય સૂચિત થતું હોવાથી આહાર્યઆરોપ દ્વારા ત્યાં અભેદ ચિતવવો એ અનુચિત નથી કે અશક્ય નથી. આમ, પોતાનામાં સ્થાપેલા વીતરાગતા વગેરે ગુણોનો પ્રતિમામાં અભેદ આરોપ કરવો એ પ્રતિમામાં થતી સ્થાપના છે. એટલે પૂજકને “આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' એવા જ્ઞાનથી એ પ્રતિમામાં ઉપચરિત થયેલા વીતરાગતા વગેરે ગુણોનું અનુસંધાન થાય છે-એ પ્રતિમા વીતરાગપ્રભુરૂપે જ જોવાય છે. ને તેથી ભક્તિભાવ ઉલ્લસિત થાય છે જે પૂજાનું વિશિષ્ટફળ આપે છે. આ રીતે વિશિષ્ટ પ્રકારની ભક્તિ પેદા કરવા દ્વારા પ્રતિષ્ઠા ફળદાત્રી બને છે આ જે હકીક્ત છે તેનાથી એ પણ જણાય છે કે આ ભક્તિ જે જે વિશેષ પ્રકારે ઉલ્લસિત થાય તે તે બધા વિશેષ પ્રકારો આદરણીય છે- સ્વીકાર્ય છે. અર્થાત્ કો'ક પૂજકને “આ પ્રતિમા મેં ભરાવેલી છે” એ રીતે તો કોકને આ પ્રતિમા મારા માતપિતા વગેરેએ ભરાવેલી છે. એ રીતે તો વળી અન્યને “આ પ્રતિમા વિશિષ્ટ વિધિપૂર્વક ભરાવેલી છે એ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે રીતે અનુસંધાનથી વિશિષ્ટ ભક્તિ ઉલ્લસે છે. તો ક્યારેક શુદ્ધ સ્થાનમાં વિશિષ્ટ વિધિ-સામગ્રી વિના જ, માત્ર નવકાર દ્વારા મનથી સ્થાપના કરી હોય તો પણ ભક્તિ ઉલ્લસે છે. એટલે આ બધા પ્રકારો ફળ આપવામાં સમર્થ હોય છે, એ જાણવું. ટૂંકમાં જેને જે રીતે વિશિષ્ટ ભક્તિભાવ અનુભવાય તેને માટે તે પ્રકાર ઈષ્ટ છે. સારાંશ એ છે કે મેં સ્થાપના કરી છે' વગેરે બુદ્ધિથી જો વિશેષ ભક્તિ ઉભરાતી હોય તો એ ઉચિત છે ને જો એ બુદ્ધિથી મમત્વકલહ વગેરે થતા હોય તો એ અનુચિત છે. શંકા- પ્રતિષ્ઠાના વિધિવિધાનકાળે પ્રાણપ્રતિષ્ઠાચાર્ય સ્વાત્મામાં વીતરાગતા વગેરેના અધ્યવસાયનું જે સ્થાપન કરે છે તે કાંઈ ચિરકાલીન હોતો નથી. એટલે એ તો અલ્પકાળમાં નાશ પામી જાય છે. અને એ નાશ પામી જાય એટલે પ્રતિમામાં એનો અભેદ ઉપચાર કરવા રૂપ જે પ્રતિષ્ઠા કરેલી છે તે પણ નાશ પામી જ જશે એ સ્પષ્ટ છે. તેથી પ્રતિમા અપ્રતિષ્ઠિત થઈ જશે. પછી એના પૂજાદિ કરી નહીં શકાય. ને છતાં કોઈ કરે તો એનું ફળ નહીં મળે. સમાધાન - એ અધ્યવસાય નાશ પામી જવા છતાં એનો અભેદ ઉપચાર કરવાથી પ્રતિમામાં જે એક ચોક્કસ પ્રકારનો ઉપચરિતસ્વભાવ (= ઉપચરિતસ્વભાવવિશેષ) પેદા થાય છે એ નાશ પામતો ન હોવાથી તમારી શંકા ઉચિત નથી. આશય એ છે કે-ઉપચાર કરાયેલો ઉપચરિતસ્વભાવ બે પ્રકારે કહેવાય છે. સ્વાભાવિક અને ઔપાધિક. આમાં સ્વાભાવિક ઉપચાર પરજ્ઞતા-પરદર્શકત્વ સ્વરૂપ છે. અર્થાત્ પર = શ્રેષ્ઠ. એટલે પરજ્ઞ = શ્રેષ્ઠ જાણકાર ને પરજ્ઞતા = શ્રેષ્ઠ જાણકારી = કેવલજ્ઞાન.... એમ પરદર્શકત્વ = શ્રેષ્ઠદર્શન = કેવલદર્શન આ કેવલજ્ઞાન-કેવલદર્શન (તથા ઉપલક્ષણથી વીતરાગતા વગેરેનો) પ્રતિષ્ઠાચાર્ય સ્વાત્મામાં જે ઉપચાર કરે છે એ સ્વાભાવિક Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ બત્રીશી-૫, લેખાંક-૨૯ ઉપચાર છે. પ્રતિષ્ઠાચાર્યમાં હજુ કેવલજ્ઞાન વગેરે પ્રગટ થયેલા નથી. છતાં એવો અધ્યવસાય ઊભો કરાઈ રહ્યો છે. માટે એ મૌલિક ન હોવાથી ઉપચારરૂપ છે. છતાં પ્રતિષ્ઠાચાર્યના આત્માના આ કેવલજ્ઞાનાદિ સ્વભાવભૂત પણ નથી જ. અને છતાં અભેદ ઉપચાર કરાઈ રહ્યા છે. માટે એ ઔપાધિક ઉપચાર કહેવાય છે. આ ઔપાધિક ઉપચાર અનેક પ્રકારનો હોય છે. જેમકે નવકાર-પંચિંદિયથી કરાતી સ્થાપના અલ્પકાલીન હોય છે જ્યારે અક્ષાદિમાં વિશિષ્ટ વિધિથી કરાયેલી સ્થાપના દીર્ઘકાલીન હોય છે. જ્યાં સુધી ઉત્થાપનવિધિપૂર્વક એનું વિસર્જન ન થાય ત્યાં સુધી એ ટકનારી હોય છે. વીતરાગ પ્રભુના આલંબને ઊભો થતો અધ્યવસાય નાશ પામવાથી, એનો સ્વાત્મામાં જે સ્વાભાવિક ઉપચાર કરાયો હોય છે તદ્રુપ મુખ્ય પ્રતિષ્ઠા ભલે વિનષ્ટ થાય. પણ એનો ઔપાધિક ઉપચારરૂપ અભેદ ઉપચાર કરવાથી પ્રતિમામાં જે એક વિશેષ પ્રકારનો સંસ્કાર ઊભો થયો હોય છે તે દીર્ધકાળ ટકી શકતો હોવાથી પ્રતિમા અપ્રતિષ્ઠિત થઈ જવી વગેરરૂપ કોઈ પ્રશ્ન રહેતો નથી. શંકા-તમારું આ બધું વિશ્લેષણ એમ સમજાવે છે કે પ્રતિમામાં મંત્ર સંસ્કાર વગેરે દ્વારા વીતરાગપ્રભુ રૂપ વિશેષદેવતાની પ્રતિષ્ઠા થાય છે. એવું તમે માનતા નથી, પણ એ વિશેષદેવતાના આલંબને પ્રતિષ્ઠાચાર્યને જે અધ્યવસાય ઊભો થાય છે એ અધ્યવસાયરૂપ નિજભાવની જ ઔપાધિક ઉપચારથી પ્રતિમામાં પ્રતિષ્ઠા થાય છે એવું તમે માનો છો. પણ તો પછી પૂજકને પ્રતિમાના પૂજનનું ફળ શી રીતે મળશે ? કારણ કે વિશેષદેવતા તો ત્યાં હાજર નથી. સમાધાન - “આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' આવા જ્ઞાનથી પૂજકને સમપત્તિ થાય છે અને આ સમાપત્તિથી એને વિપુલ કર્મ-નિર્જરારૂપ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ફળ પ્રાપ્ત થાય છે. બાકી વીતરાગનું સંનિધાન અસંભવિત હોવાથી (એટલે કે વીતરાગપ્રભુ મોક્ષમાંથી આવીને પ્રતિમામાં સંનિધાન કરે એ અસંભવિત હોવાથી) વિશેષદેવતાની પ્રતિષ્ઠા શક્ય નથી. શંકા - પ્રતિમા તો સેંકડો હજારો વર્ષ ટકનારી હોય છે. એટલા કાળે પૂજનારા પૂજકે તો પ્રતિષ્ઠાવિધિ જોઈ હોતી નથી. તો એને ‘આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' એવું જ્ઞાન શી રીતે થશે ? સમાધાન પૂજા પ્રતિષ્ઠિત પ્રતિમાની જ હોય છે, અપ્રતિષ્ઠિત પ્રતિમાની નહીં, આ વાસ્તવિકતાનો પૂજકને ખ્યાલ હોય છે. એટલે, સેંકડો વર્ષ બાદ પૂજા કરનાર પૂજક પણ અન્ય પૂજકને જોઈને અનુમાન કરે છે કે આ પૂજકને ‘આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' એવું જ્ઞાન છે. વળી એ અન્ય પૂજકે પણ સ્વપૂર્વપૂજકને પૂજા કરતો જોઈ એવું અનુમાન કર્યું હોય છે. આમ પૂર્વ-પૂર્વની પૂજાની પરંપરા દ્વારા પ્રતિષ્ઠિતત્વજ્ઞાનની પણ પરંપરા ચાલે છે. એમ પ્રતિમા ૫૨ કોતરેલ લાંછન-શિલાલેખ વગેરે પરથી પણ પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન થઈ શકે છે. એટલે જ જેની પ્રાણપ્રતિષ્ઠા થતી નથી એવી મંગળમૂર્તિ પર લાંછન કે કશું લખાણ કોતરાવવું નહીં એ હિતાવહ છે. - ‘આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' આવું પૂર્વ-પૂર્વ પ્રતિસંધાન દ્વારા પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન જે થાય છે તેનાથી પ્રતિષ્ઠાદિની વિધિના જ્ઞાપક શ્રી જિનવચનો પર આદર થાય છે. અને તેના દ્વારા ભગવાન્ પર બહુમાન થાય છે. અથવા ‘આ પ્રતિમા વીતરાગપ્રભુથી પ્રતિષ્ઠિત છે’ આવા પ્રતિસંધાનથી થતું જ્ઞાન, ‘એક સંબંધીનું જ્ઞાન અન્ય સંબંધીનું સ્મરણ કરાવે છે' એ સિદ્ધાન્તાનુસારે ભગવાનની મહાનતાના મુખ્ય કારણરૂપ ભગવાના અવિસંવાદીવચનોનું ‘અહો ! આ પ્રતિમામાં પ્રતિષ્ઠિત થયેલા પ્રભુનાં વચનો કેવા અવિસંવાદી યથાર્થ છે' ઇત્યાદિરૂપે વચનાદરગર્ભિત સ્મરણ કરાવે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૨૯ ૩૧૧ શંકા - તમે હમણાં તો જણાવ્યું કે વીતરાગપ્રભુરૂપ દેવતાવિશેષની પ્રતિષ્ઠા સંભવિત નથી. અને હવે એની જ પ્રતિષ્ઠાની વાત કરો છો? સમાધાન - પ્રતિમામાં પ્રતિષ્ઠિત થયેલ (= પ્રતિમામાં આવીને રહેલ) ચોક્કસ દેવ જ પૂજકને પૂજાનું ફળ આપે છે. આવા ફળપ્રયોજક તરીકે મુખ્યદેવતાની મુખ્ય પ્રતિષ્ઠા અન્યો જે માને છે તેનો નિષેધ જ પૂર્વે કરેલો છે. બાકી વીતરાગતા વગેરે ગુણોની ઉપચરિત સ્થાપના એ જ વીતરાગ પ્રભુની સ્થાપના તરીકે કહી જ શકાય છે, કારણ કે વીતરાગતા અને વીતરાગ વચ્ચે કથંચિત્ અભેદ છે. એટલે કશો વિરોધ નથી. પ્રભુના વચનને આગળ કરવા એ જેમ પ્રભુને જ આગળ કરવા તુલ્ય છે એમ પ્રભુવચનનો આદર કરવો એ પ્રભુનો જ આદર કરવા તુલ્ય છે. વળી પ્રભુવચનનો આદર કરવાથી સમાપત્તિ થાય છે એ પૂર્વે બીજી બત્રીશીમાં આપણે જોઈ ગયા છીએ. તેથી પ્રભુવચન પ્રત્યેના-પ્રભુ પ્રત્યેના આદરબહુમાનથી સમાપત્તિ ને સમાપત્તિથી વિપુલનિર્જરારૂપ પૂજાફળ મળે છે. ' આમ નિજભાવની સ્વાત્મામાં મુખ્ય ને પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠા થાય છે એ, તથા પૂજાફળ શી રીતે મળે છે એ જોયું. બાકી ફળપ્રયોજક તરીકે (= ફળદાતા તરીકે) મુખ્ય દેવતાની જ પ્રતિમામાં પ્રતિષ્ઠા માનવી એ સંભવિત નથી. કારણકે ગમે તેવા મંત્રોચ્ચાર કે વિધિવિધાનથી, વીતરાગબનેલા મુખ્ય દેવતાનું પ્રતિમામાં સંનિધાન થવું અસંભવિત છે. આશય એ છે કે પ્રતિષ્ઠાપ્ય દેવનું બે પ્રકારે આગમન લોકો માને છે. (૧) કાયિકઆગમન-મંત્રસંસ્કારાદિથી આકર્ષાઈને દેવ ખુદ પ્રતિમામાં આવે ને પ્રતિમાને અધિષ્ઠિત કરે એ કાયિક આગમન કહેવાય છે. (૨) માનસિક આગમન-પોતે ખુદ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રતિમામાં ન આવે પણ “આ હું છું' એવા અહંકારરૂપે કે “આ મારી પ્રતિમા છે' એવા મમકારરૂપે (= મમત્વરૂપે) આગમન કરે એ માનસિક આગમન છે. એટલે કે મંત્ર સંસ્કારાદિના પ્રભાવે પ્રતિષ્ઠાપ્યદેવનું ધ્યાન પ્રતિમાજી તરફ જાય ને પછી એ દેવ એ પ્રતિમાને પોતાના અહંકારનો (= “આ હું છું' એવી બુદ્ધિનો) કે મમકારનો (= “આ મારી પ્રતિમા છે' એવી બુદ્ધિનો) વિષય બનાવે એ, તે દેવતાનું માનસિક આગમન છે. પણ મુખ્યદેવ વીતરાગપ્રભુ માટે આ બેમાંથી એકપણ પ્રકારનું આગમન સંભવતું નથી. કારણ કે સિદ્ધ થયેલા વીતરાગપ્રભુને નથી કાયા હોતી કે નથી ગતિના કારણભૂત કર્મ હોતા, એટલે કાયિક આગમન શી રીતે થાય ? વળી મોહરાજાનો આખા જગને અંધ કરનાર કોઈ મંત્ર હોય તો એ “હું” (અહંકાર)ને “મારું” (મમકાર) છે એવું જ્ઞાનસારપ્રસ્થમાં “અહં અમેતિ મત્રોય મોહસ્ય જગદાધ્યકૃત’ આવી પંક્તિથી જણાવેલું છે. એટલે કે અહંકાર ને મમકાર એ મોહરાજાના સ્વરૂપ છે. શ્રીવીતરાગદેવે તો આ મોહરાજાને નામશેષ કરી દીધો હોય છે. શંકા - વિચરતાં કેવળી ભગવંત પણ અવસરે “હું સર્વજ્ઞ છું વગેરે રૂપે અહંકારાદિનો ઉલ્લેખ કરતા હોય છે. એટલે મોહાત્મક નહીં, પણ વ્યવહારનો વિષય બનનાર અહંકાર-મમકાર તો વીતરાગને પણ સંભવિત છે ને ! સમાધાન - સિદ્ધાવસ્થામાં શરીર જ નથી. શરીર નથી માટે જીભ નથી. પછી વ્યવહાર પણ શી રીતે સંભવે ? વળી વીતરાગપ્રભુ કૃતકૃત્ય થઈ ગયેલા છે. એટલે પ્રતિમાના પૂજા-સત્કારાદિથી એમને કોઈ નિરુપચરિત મુખ્ય ઉપકાર થતો નથી. તેથી, “પૂજાદિથી મોક્ષમાં રહેલા વીતરાગને ઉપકાર થાય છે ને તેથી Page #38 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૨૯ ૩૧૩ તેઓ પૂજકને પૂજાનું ફળ આપે છે વગેરે કલ્પના બાળક્રીડા જેવી છે. પૂજક પણ વીતરાગપ્રભુને ઉપકાર થાય એ માટે પૂજા નથી કરતો હતો, પણ પોતાની જાતને જ ઉપકાર થાય એ માટે પૂજા કરતો હોય છે. શંકા - વીતરાગપ્રભુને અહંકાર-મમકાર અસંભવિત હોવાથી પ્રતિમામાં માનસિક આગમનરૂપ પ્રતિષ્ઠા ભલે ન સંભવે. પણ સરાગીદેવને તો અહંકારાદિ સંભવે છે. માટે એમની પ્રતિમામાં તો આવી પ્રતિષ્ઠા માની શકાશે ને ! સમાધાન - ના, એ પણ માનવું ઉચિત નથી, કારણ કે સરાગીને તો દેવ માનવા એ જ મિથ્યા છે. તે પણ એટલા માટે કે તેઓ મુખ્ય આપ્તજન બની શકતા નથી. જિનમહત્ત્વદ્ધાત્રિશિકામાં આપણે વિચારી ગયા છીએ કે અવિસંવાદી-યથાર્થવચન એ જ દેવની મુખ્ય મહત્તા છે. સરાગી તો રાગાદિવશાત્ અયથાર્થ બોલે એ પણ સંભવિત છે જ, માટે એ દેવ' ન બની શકે. તથા જેઓ સરાગીને પણ દેવ માને છે તેઓએ પણ એ દેવની આવી પ્રતિષ્ઠા માનવી તો યોગ્ય નથી જ, કેમકે જે સરાગી હોય તે સર્વજ્ઞ હોતા નથી. એટલે જ્યારે અન્ય પ્રવૃત્તિમાં એ દેવ વ્યગ્ર હોય ત્યારે તથા જ્યારે દૂરદૂરના અનેક સ્થળોમાં એક સાથે પ્રતિષ્ઠાની ક્રિયા ચાલુ હોય ત્યારે સર્વત્ર ઉપયોગ જવો અશક્ય હોવાથી બધે જ અહંકાર-મમકારરૂપ સાંનિધ્ય સંભવતું નથી. વળી, એ દેવનું “આ હું છું, “આ મારી પ્રતિમા છે' આવું અહંકાર-મમકારનું જ્ઞાન નાશ પામી જશે ત્યારે એનું સાન્નિધ્ય પણ પ્રતિમામાંથી નીકળી જવાના કારણે પૂજાનું ફળ નહીં મળે. શંકા - જ્ઞાન નાશ પામ્યું હોવા છતાં એના સંસ્કાર ઊભા હોવાથી પૂજાનું ફળ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે અસ્પૃશ્યસ્પર્શ વગેરે થઈ જાય છે ત્યારે આ સંસ્કારનો પણ નાશ થઈ જાય છે, માટે પછી જ પૂજા વગેરેથી ફળપ્રાપ્તિ થતી નથી. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન - જ્યારે દેવતાનું અહંકાર-મમકારરૂપ જ્ઞાન હોય ત્યારે જ્ઞાનથી ફળ મળે અને એનો નાશ થઈ જાય ત્યારે સંસ્કારથી ફળ મળે આવું જુદું જુદું માનવામાં તો ગૌરવ (= વધારે પડતી કલ્પનાઓ આવશ્યક બને એ ગૌરવ) હોવાથી એ અયોગ્ય છે. શંકા - પ્રતિષ્ઠિતત્વજ્ઞાનથી પૂજાફળની પ્રાપ્તિ તમે કહી છે. તેથી જ્યારે પૂજક અન્ય બાબતમાં વ્યગ્ર હોવાના કારણે એ જ્ઞાન નહીં હોય ત્યારે પૂજાફળ નહીં મળવાની આપત્તિ તમારે પણ આવશે સમાધાન - એટલા અંશે અનુપયોગ થવાથી વિશેષફળ નથી મળતું. તેમ છતાં પ્રીતિ વગેરે અબાધિત હોવાથી સામાન્યફળ તો મળે જ છે. શંકા - પ્રતિષ્ઠાચાર્ય જે પ્રતિષ્ઠાવિધિ કરે છે એના પ્રભાવે એમના આત્મામાં એક વિશિષ્ટ પ્રકારનું પુણ્ય નિર્માણ થાય છે ને એ જ પુન્ય પૂજાનું ફળ આપે છે એમ માનીએ તો ? સમાધાન - આ વાત બરાબર નથી. કારણ કે (૧) અન્ય પૂજકોના આત્મામાં એ પુણ્ય ન હોવાથી એ પૂજકોને પૂજાનું ફળ મળી નહીં શકે. (૨) પ્રતિષ્ઠાચાર્યનું એ પુણ્ય નાશ પામી ગયા પછી પ્રતિમા અપૂજનીય બની જશે. કારણ કે પૂજા થાય તો પણ એનું ફળ આપનાર કોઈ રહ્યું નથી. (૩) પ્રતિમાને અસ્પૃશ્યનો સ્પર્શ થવા છતાં પ્રતિમા પૂજનીય જ રહેશે, કેમકે એ પુણ્ય પ્રતિષ્ઠાચાર્યના આત્મામાં રહ્યું હોવાથી નાશ પામ્યું નથી. આમ, મુખ્યપ્રતિષ્ઠા-ઉપચરિત પ્રતિષ્ઠા-પૂજાફળનું પ્રયોજક... વગેરેની વિચારણા કરી, હવે બાકીની વાતો આગળના લેખોમાં જોઈશું. Page #40 -------------------------------------------------------------------------- ________________ લેખાંક પ્રતિષ્ઠા અંગેની વિચારણા ચાલી રહી છે. એ અંગેની અવશિષ્ટ મન્સન્યાસાદિની વિધિ આ લેખમાં જોઈએ. આ પ્રતિષ્ઠાવિધિમાં ક્ષેત્ર સંશોધન-અભિવર્ષણાદિ સંપન્ન થાય એ માટે વાયુકુમાર-મેઘકુમાર વગેરે દેવો અંગેના જે મંત્ર સંપ્રદાયમાં ચાલી આવેલા હોય એના ન્યાસાદિ કરવા એ યુક્તિસંગત છે. શંકા - ન્યાયોપાર્જિતધન, વ્યસનમુક્ત શિલ્પીને સત્કારપૂર્વક સ્વવિભવોચિત મૂલ્યનું અર્પણ, દોહદપૂરણ, મન્ટન્યાસ વગેરે આગમોક્ત વિધિપાલન દ્વારા નિર્માણ થયેલું બિંબ ભાવશુદ્ધ હોય છે. તેથી એની સ્થાપનાના અવસરે વિપ્નની શાંતિ માટે બલિ-બાકળા આપવા વગેરે અયોગ્ય છે, કારણ કે બિંબ જે ભાવશુદ્ધ છે-અર્થાત્ બિંબનિર્માણકાળે જે ભાવશુદ્ધિ છે-એના કારણે જ એ વિજ્ઞશાંતિ થઈ જવાની છે. સમાધાન - આ વાત બરાબર નથી, કારણ કે સ્વાત્મામાં થતી પ્રતિષ્ઠા અંગેના વિપ્નોની એનાથી શાંતિ થતી હોવા છતાં પ્રતિમામાં થતી પ્રતિષ્ઠા અંગેના વિઘ્નોની શાંતિ એનાથી થતી નથી. ને તેથી એની શાંતિ માટે બલિબાકળા વગેરે પણ આવશ્યક બને છે. આશય એ છે કે વીતરાગતારૂપ નિજભાવ એ ભાવસત્ય છે. પણ હાલ એ કર્મોથી આવૃત છે. તેથી વીતરાગપ્રભુના આલંબને થયેલા અધ્યવસાય દ્વારા એની સ્વાત્મામાં સ્વાભાવિક ઉપચારરૂપે પ્રતિષ્ઠા કરવામાં આવે છે. જે વ્યક્તિને વીતરાગપ્રભુ પ્રત્યે અત્યંત આદર બહુમાન હોય એ જ આ રીતે પ્રતિષ્ઠાકાળે પોતાના આત્મામાં વીતરાગનું સ્થાપન કરી શકે છે, અન્ય વ્યક્તિ નહીં. અને જેને એવા આદર બહુમાન છે એ તો પ્રભુની આજ્ઞાનો આદર કરવાનો જ. અર્થાત્ બિંબનિર્માણ અંગે ન્યાયોપાર્જિત ધન વગેરે જે કાંઈ વિધિ દર્શાવેલ હોય તેનું પાલન કરવાનો જ. કદાચ આદરમાં થોડી કચાશ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે હોય તો એને પૂર્ણ કરવાનો ઉપાય પણ આ જ છે કે ડગલે ને પગલે પ્રભુના વચનોને યાદ કરી એને અનુસરવા દ્વારા પ્રભુને હૃદયસ્થ કરતા રહેવું. જે બિંબનિર્માણ અંગેની વિધિ પ્રત્યે “એ વિધિ જાળવી તો યે શું ને ન જાળવી તો યે શું ?” એ રીતે બેદરકારી સેવે છે એને પ્રભુ પ્રત્યે એટલો આદર નથી એ સ્પષ્ટ છે. તેથી પ્રતિષ્ઠાકાળે એ ગમે એટલો પ્રયાસ કરે પણ સ્વાત્મામાં વીતરાગ ભાવનું સ્થાપન કરી શકતો નથી. આ વીતરાગ ભાવનું સ્થાપન એ કાંઈ જેવી તેવી ચીજ નથી કે ઇચ્છા કરી ને થઈ જાય. એટલે જ જેમને જ્ઞાનાવરણીય કર્મ અને ચારિત્રમોહનીય કર્મનો અમંદ ક્ષયોપશમ હોય એવા આચાર્ય ભગવંત જ પ્રાણપ્રતિષ્ઠાચાર્ય બની શકે છે એ વાત આપણે પૂર્વે જોઈ ગયા છીએ. એટલે ઉક્ત વિધિપાલનથી થનાર ભાવશુદ્ધિ આ નિજભાવની સ્થાપના અંગે પ્રાધાન્ય ધરાવે છે. વળી આ વિધિપાલન જો સ્વારસિક હોય, એટલે કે પોતાની જ એવી અંદરની રુચિ-ઈચ્છાથી થતું હોય તો જ એ સત્યતાના અતિશયવાળું બને છે. આશય એ છે કે આગમવચનોનું જેમ-જેમ પાલન થતું જાય એમ એમ એને સત્ય ઠેરવ્યા કહેવાય. આગમમાં જણાવેલી ઝીણી ઝીણી વિધિનું પણ પાલન હોવું એ સત્યતાનો અતિશય છે. જો અંદરની રુચિથી વિધિ પાલન થતું હોય તો જ ઝીણી ઝીણી વિધિની પણ કાળજી લેવાય છે. અંદરની સચિ ન હોય, પણ બહારથી કોઈના કહેવા વગેરેથી વિધિપાલન થતું હોય, તો ઝીણી વિધિ અંગે ઉપેક્ષા થાય છે ને તેથી સત્યતાનો અતિશય સિદ્ધ થતો નથી એમ જાણવું. આમ સત્યતાના અતિશયવાળા સ્વારસિક વિધિપાલનથી જ ભાવશુદ્ધિ ઊભી થાય છે જે બિંબને ભાવશુદ્ધ બનાવે છે. ને આ ભાવશુદ્ધિ સ્વાત્મામાં નિજભાવસ્થાપના રૂપ મુખ્ય પ્રતિષ્ઠા અંગે પ્રાધાન્ય ધરાવે છે, ને એથી એ અંગેના વિઘ્નોને ઉપશાંત પણ જરૂર કરે છે. પણ પ્રતિમામાં જે પ્રતિષ્ઠા થાય છે એ અંગે ક્ષેત્રદેવતા વગેરે ઉપશાન્ત રહે અને વિજ્ઞાદિ ન કરે એ માટે બાકળા વગેરેનો ઉપચાર Page #42 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૩૦ ૩૧૭ જ આવશ્યક હોય છે. નિર્વિઘ્નતયા પ્રતિષ્ઠા થવાથી શાસનની ઉન્નતિ થાય છે ને એ જોઈને પ્રતિષ્ઠાપકને આનંદ થવાથી વિશેષ પુણ્યાનુબંધી પુણ્યરૂપ અભ્યુદય સિદ્ધ થાય છે. તેથી બલ્યાદિ વિધાન ઉચિત જ છે, ને એ વગર તો ક્ષેત્રદેવતા કોપવાથી વિઘ્ન કરે તો પ્રતિમાની પ્રતિષ્ઠા જ અટકી પડવાથી ‘અપ્રતિષ્ઠાની' આપત્તિ આવે. શંકા - નિજ આત્મામાં થતી મુખ્ય પ્રતિષ્ઠા ભાવથી સિદ્ધ થઈ જાય છે. પ્રતિમામાં પદ્માસન-પર્યંકાસન વગેરે મુદ્રા દ્વારા સિદ્ધાવસ્થાની સ્થાપના થાય છે ને સિદ્ધાવસ્થામાં તો જળાભિષેક વગેરે હોતા નથી. એટલે પ્રતિમા અંગે જળાભિષેક વગેરે વ્યવહા૨ ન કરવો જોઈએ. સમાધાન ઃ આવી શંકા યોગ્ય નથી, કારણકે સિદ્ધાવસ્થામાં પોતાનું તો કોઈ લૌકિક સંસ્થાન નથી, એટલે અંતિમ કાળે પ્રભુ જે પદ્માસનાદિમાં રહી નિર્વાણ સાધે છે એ આસનની મુદ્રા પ્રતિમામાં દર્શાવવામાં આવે છે. શ્રી તીર્થંકર પ્રભુનું અભિમત ફળ ‘સવિ જીવ કરું શાસન રસી...' એ માટે તીર્થસ્થાપનાને પ્રાયોગ્ય સામગ્રી એ ઇપ્સિત... એની પ્રાપ્તિપૂર્વક છેલ્લી નિર્વાણ સાધક પદ્માસનાદિ મુદ્રાવાળું શરીર એ જ્ઞાયકસિદ્ધ દ્રવ્ય શરીર જાણવું. દ્રવ્ય નિક્ષેપામાં જ્ઞશરીર દ્રવ્યઆવશ્યક વગેરેની જે વાત આવે છે એવું આ જાણવું. એટલે આ શરીરની પદ્માસનાદિ મુદ્રા પ્રતિમામાં ઘડવામાં આવે છે. જેમ સિદ્ધશિલા (જેના પર અનશન સીડ્યું હોય તે શિલા) પર રહેલ આવશ્યકના જ્ઞાતા મહાત્માનું શરીર કે જે શશ૨ી૨ દ્રવ્ય આવશ્યક કહેવાય છે તે જોઈને “અહો ! આ મહાત્મા આવશ્યકના જ્ઞાતા હતા'' વગેરે ભાવોલ્લાસ પ્રગટે છે, નમસ્કારાદિ ક્રિયા થાય છે એમ નિર્વાણ સાધક પરમાત્માનું પાવન નિશ્ચેતન શરીર જોઈને પરમાત્માના તીર્થ સ્થાપના વગે૨ે અનુપમ ઉપકારોનું સ્મરણ થવા દ્વારા ભાવોલ્લાસ પ્રગટે છે. દેવો જેમ જન્મકલ્યાણક અને દીક્ષા કલ્યાણકની ઉજવણીના ભાગરૂપે પ્રભુનો અભિષેક કરે છે એમ નિર્વાણ કલ્યાણકની ઉજવણી માટે પણ અભિષેક કરે છે. પણ એ વખતે Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રભુનો મહાન્ આત્મા તો મોક્ષમાં સિધાવી ગયો હોય છે. એટલે દેવો, પ્રભુના નિર્વાણ સાધક મુદ્રામાં રહેલા નિક્ષેતન દેહનો, એમાં પ્રભુના નિર્વાણનો સિદ્ધાવસ્થાનો) આરોપ કરીને, અભિષેક કરે છે. તેથી એવી જ પદ્માસનાદિ મુદ્રામાં રહેલી પ્રતિમાના જળાભિષેક વગેરે વ્યવહાર અંગે ઉક્ત શંકા કરવી ઉચિત નથી. હા, જેઓએ સર્વસાવદ્ય નિવૃત્તિ કરેલી છે તે સાધુઓને આ વ્યવહાર અનિષ્ટપત્તિ રૂપ છે અર્થાત્ નિષિદ્ધ છે. પણ શ્રાવકો માટે, “એમાં જળ વગેરેના જીવોની વિરાધના રહી છે, સિદ્ધાવસ્થામાં અભિષેકાદિ હોતા નથી' વગેરે કારણો બતાવીને પણ અભિષેકને નિષિદ્ધ કહેવો એ યોગ્ય નથી, કારણકે એ જો અયોગ્ય હોત તો દેવો પણ કરતા નહીં. એટલે કે દેવોએ જન્માવસ્થાને નજરમાં લઈને અભિષેક કર્યો હોવાથી પ્રતિમાપર જન્માભિષેક રૂપે કરાતો અભિષેક જેમ અનુચિત નથી. એમ દેવોએ નિર્વાણ-સિદ્ધાવસ્થાને નજરમાં લઈને નિર્વાણ સાધક મુદ્રાયુક્ત શરીરનો અભિષેક કર્યો હોવાથી તેવી મુદ્રાવાળી પ્રતિમાનો સિદ્ધાવસ્થાને ઉદેશીને કરાતો જળાભિષેકાદિ વ્યવહાર પણ અનુચિત નથી. વળી આ રીતે અભિષેકાદિપૂજા ઉચિત છે ને વિહિત છે એનાથી એ પણ જણાય છે કે જળાભિષેકાદિ સંબદ્ધ જન્માવસ્થા વગેરે રૂપ અન્ય અવસ્થાની સ્થાપનાનિષેપ-સ્વરૂપ પ્રતિમામાં કલ્પના પણ કરી શકાય છે. તથા આ રીતે કલ્પના કરવા દ્વારા જ ભાવવૃદ્ધિ થાય છે, વળી એ રીતે ભાવવૃદ્ધિ માટે જ જળાભિષેકાદિ વિહિત છે. આ વાત તારે (શંકાકારે) પણ સ્વીકારવી જ જોઈએ, જેથી સ્થાપના અનુચિત ન થઈ જાય. નહીંતર તો, પદ્માસન વગેરે પણ સિદ્ધાવસ્થાની મુદ્રા નથી, કિન્તુ એની પૂર્વાવસ્થાની મુદ્રા છે. એટલે સ્થાપનામાં જો જન્માવસ્થા વગેરેરૂપ અવસ્થાન્તરની (=પ્રતિમામાં દેખાતી મુદ્રા કરતાં જુદી અવસ્થાની) કલ્પના થઈ શકતી ન હોય, તો તો એમાં સિદ્ધાવસ્થાની કલ્પના પણ કેમ થઈ શકશે ? કારણકે પદ્માસનાદિમુદ્રા વાળી પ્રતિમા જે અવસ્થાને (સિદ્ધાવસ્થાપૂર્વેની અનશનાવસ્થાને) રૂઅા અવસાન કલ્પના Page #44 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૩૦ સૂચવે છે એના કરતાં તો સિદ્ધાવસ્થા પણ અન્યઅવસ્થારૂપ= અવસ્થાન્તરરૂપ જ છે. છતાં જેમ સિદ્ધાવસ્થાની કલ્પના થઈ શકે છે તેમ અવસ્થાન્તરરૂપ જન્માવસ્થા વગેરેની પણ ભાવવૃદ્ધિ માટે કલ્પના થઈ જ શકે છે. તેથી જન્માવસ્થા વગેરે ન હોવા છતાં જન્માવસ્થા વગેરેની કલ્પના કરી જળાભિષેકાદિ કરવા, વગેરે દોષરૂપ નથી. આમ આમાં પૂર્વોક્ત અનિષ્ટાપત્તિની શંકા કે અન્યદોષ એ બેમાંથી કોઈ દોષ નથી એ જાણવું. આ રીતે પ્રતિષ્ઠા કર્યા બાદ આઠ દિવસ સુધી ખાડો પાડ્યા વગર નિરંતર પ્રતિમાની પૂજા અને વિભવાનુસારે દાન આપવું એ શાસનોન્નતિનું નિમિત્ત છે, માટે એ પણ અવશ્ય કરવા જોઈએ. ૩૧૯ આ પ્રમાણે વિધિપૂર્વક પ્રતિષ્ઠિત થયેલા શ્રી અરિહંતના બિંબની શુભ એવા વિલેપન-સ્નાન-પુષ્પ-ધૂપ વગેરેથી ભક્તિપૂર્વક પૂજા કરાય છે. આ પૂજા અંગેની વિશેષવાતો બે એ પૂજા પંચોપચારા હાય કે કો'ક અષ્ટોપચારિકા પણ હોય, વળી પોતાની વિશિષ્ટ સંપત્તિના ઉપયોગથી સર્વોપચારા પણ હોય છે. જાનુ, બે હાથ અને મસ્તક આ પાંચ અંગોથી થતો પંચાંગપ્રણિપાત એ પંચોપચારા પૂજા છે. અથવા આગમપ્રસિદ્ધ સચિત્તત્યાગ વગેરે પાંચ અભિગમ સ્વરૂપ પાંચ વિનયસ્થાનોથી થયેલી પૂજા એ પંચોપચારા છે. મસ્તક, છાતી, ઉદર, પૃષ્ઠ, બે બાહુ અને બે ઉરુ આ આઠ અંગોથી થતો અષ્ટાંગપ્રણિપાત એ અષ્ટોપચારિકા પૂજા છે. સ્વકીય સર્વસામગ્રી-વિભૂતિ વગેરેથી જેમાં વિનય કરવામાં આવે છે એ દેવેન્દ્રન્યાયે સર્વોપચારા પૂજા છે. દશાર્ણભદ્રના પ્રસંગમાં દર્શાણભદ્રે અને ઇન્દ્રે પ્રભુની જે ભક્તિ કરી એવી સ્વકીય સર્વપ્રકારની સામગ્રીથી થયેલી પૂજા એ સર્વોપચારા છે. આ પૂજા અંગેનો કંઈક વિધિ આવો છે. જે ધન ન્યાયોપાર્જિત છે અને મારા આ ધનમાં જો અન્યના Page #45 -------------------------------------------------------------------------- ________________ એવા એ. એ વખતે વળી એ પરિવાર દ્રવ્યથી ૩૨૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ધનનો અંશ આવી ગયો હોય તો એના ભાગનું ફળ એને મળો એવા શુભભાવથી વિશુદ્ધ કરેલ છે એવા સ્વદ્રવ્યથી પ્રભુની પૂજા કરવી જોઈએ. એ વખતે વિશુદ્ધ લાલ-પીળા વગેરે રંગના ઉજ્જવળવસ્ત્રનું પરિધાન કરેલું હોય, વળી એ પરિધાન કરવા પૂર્વે દેશસ્નાન-સર્વસ્નાનવડે શરીર શુદ્ધિ કરેલી હોય. આ દ્રવ્યથી પવિત્રતા છે. પરમાત્માના સંવાદીવચનરૂપ મહાનતા-અષ્ટપ્રાતિહાર્ય વગેરે સ્વરૂપને પિછાણવાથી હૃદય ભક્તિથી ઓળઘોળ બનેલું હોય, અંગોપાંગ-ઇન્દ્રિય વગેરેનો સંવર કરેલો હોય (એના ઈષ્ટ-અનિષ્ટ વિષયોમાં રાગ-દ્વેષ ન કરે એ રીતે નિગ્રહ કરેલો હોય), તથા વિશુદ્ધ અધ્યવસાયો નિર્માણ કર્યા હોય.... આ બધું ભાવથી પવિત્રતા છે. આમ દ્રવ્ય-ભાવ બંનેથી પવિત્ર થઈને પ્રભુપૂજા કરવી. ષોડશક (૯/૫)માં આ વાત કરી છે. આમાં અંગોપાંગ-ઇન્દ્રિયોની સંવરતા જણાવવા દ્વારા એ જણાવ્યું કે મન-વચન-કાયાની પ્રભુભક્તિ સિવાયની કોઈપણ પ્રવૃત્તિ કરવી નહીં, અટકાવવી. જેથી યોગોની ચંચળતા નિવારી પ્રભુભક્તિમાં સ્થિરતા આવી શકે. તથા ભાવવિશુદ્ધિમાં જે વિશુદ્ધ અધ્યવસાય કહ્યો તે, “આ પ્રભુની ભક્તિથી હું પણ એમના જેવો વીતરાગ-નિર્વિકાર-ગુણમય બનું-સર્વકર્મમુક્ત બનું આવી ભાવનારૂપ પરિણામ જાણવો. - આ પંચોપચારા વગેરે પૂજા સ્તોત્રપૂજાથી યુક્ત હોવી જોઈએ. સમ્યક્ પ્રણિધાનપૂર્વક (= ચિત્તની એકાગ્રતાપૂર્વક) મહાન્ અર્થવાળા સુંદર સ્તોત્ર બોલવા એ સ્તોત્રપૂજા છે. આ સ્તોત્ર પિંડ-ક્રિયા કે ગુણોના કર્ણપ્રિય વર્ણનથી ગંભીર હોવા જોઈએ અથવા સ્વપાપોની ગર્તાથી પ્રકૃષ્ટ બનેલા હોવા જોઈએ. આમાં (અ) ૧૦૦૮ લક્ષણયુક્ત શરીર એ પિંડ, (બ) ભયંકર-પ્રાણાંત પરિષહ-ઉપસર્ગો પર પણ વિજય મેળવવો-ઘોર અપ્રમત્તસાધના વગેરે આચાર એ ક્રિયા છે. અને (ક) સમ્યગ્ગદર્શન-જ્ઞાન-વિરતિપરિણામ વગેરે તેમજ કેવલજ્ઞાન-કેવલદર્શન વગેરે ગુણો છે. જેમાં આ બધાની ઉત્કીર્તના-પ્રશંસા હોય એવા Page #46 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૩૦ ૩૨૧ ઉદારસ્તોત્રો હોવા જોઈએ. એમ રાગ-દ્વેષ અને મોહથી પોતે જે પાપો કરેલા છે એની પ્રભુસાફિક નિંદારૂપ ગહના ભાવોથી સંકળાયેલા સ્તોત્ર જાણવા. આ બધા સ્તોત્ર એકાગ્રતાપૂર્વક બોલવા જોઈએ. (અ) આમાં ૧૦૦૮ લક્ષણયુક્ત શરીરના ગુણગાન ગાવાના જે કહ્યા એના જ ઉપલક્ષણથી અષ્ટ પ્રતિહાર્ય વગેરે સ્વરૂપ પ્રભુના બાહ્ય ઐશ્વર્યના ગુણગાનની વાત પણ જાણી લેવી. અહીં કોઈને શંકા થઈ શકે છે આ તો બધા મુખ્યતયા ઔદયિક ભાવો છે, તો એના ગુણગાન શા માટે ? તો આનું સમાધાન-(૧) આવા પ્રકૃષ્ટકક્ષાના ઔદયિકભાવો પ્રભુની પૂર્વની પ્રકૃષ્ટ કક્ષાની સાધનાને સૂચિત કરે છે તે આ રીતે-અહો ! પ્રભુ “સવિ જીવ કરું શાસનરસી...'ની શ્રેષ્ઠભાવના વગેરે કેવા સુંદર તારા ભાવો હશે જેના પ્રભાવે આ શરીર વગેરે સંબંધી ઋદ્ધિ પ્રાપ્ત થઈ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી ઋષભદેવ પ્રભુના સ્તવનમાં કહે છે - ઇન્દ્રચરવિગિરિતણા ગુણ લહી ઘડીયું અંગ લાલ રે.... ભાગ્ય કિહાં થકી આવ્યું અચરિજ એહી ઉત્તુંગ લાલ રે... જગજીવન જગવાલહો. (૨) આકૃતિઃ ગુણાનું કથતિ.... ન્યાયે પ્રભુના આંતરિક ગુણોની કલ્પના સૌ પ્રથમ શારીરિક અદ્ભુતતા પરથી આવે છે... પહેલાં તો એક કેવલ હરખે હજાળુ થઈ હળિયો, ગુણ દેખીને રૂપે મીલ્યો અભ્યત્તર જઈ ભળિયો રે.... તારી મૂરતિએ મન મોહ્યું રે, મનના મોહનિયા વળી બાળજીવો તો બાહ્ય દેખાવને જ જોનારા હોવાથી તેઓને તો પ્રભુનું આ બાહ્ય ઐશ્વર્ય જ ઉપકારક હોય છે. એટલે ઉપકારક અંશના ગુણગાન શા માટે નહીં ? વળી, (૩) પ્રભુના આ બાહ્ય અલૌકિક ઐશ્વર્યના આલંબનવાળા Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સાલંબન ધ્યાનથી નિરાલંબનધ્યાન પર પહોંચી શકાય છે. માટે એ દૃષ્ટિએ પણ એના ગુણગાન-સ્તુતિ વગેરે દ્વારા એકાગ્રતા કેળવવી હિતકર બને છે. (બ) પરીષહવિજયાદિ આચાર એ પ્રભુની બાહ્ય સાધનાના દ્યોતક હોવાથી સ્તવનીય છે જ. વળી, મધ્યમ જીવો આચારને જોનારા હોવાથી પ્રભુની આવી બાહ્ય ઘોર સાધના તેવા જીવોને પ્રભુ પ્રત્યે આકર્ષે છે, અહોભાવ-ભક્તિભાવ પેદા કરે છે. માટે એ જીવો માટે ઉપકારક હોઈ એ પણ શા માટે સ્તવનીય નહીં ? (ક) સમ્યગ્દર્શન-વિરતિપરિણામ વગેરે પ્રભુની આંતરિક સાધના છે ને કેવલજ્ઞાનાદિ ગુણો એ સાધનાના ફળસ્વરૂપે પ્રાપ્ત થયેલી સિદ્ધિ છે ને સાધકનું પણ લક્ષ્ય છે. એટલે એ તો સ્તવનીય છે જ. વળી પંડિત જીવો આંતરિક પરિણામને જોનારા હોવાથી, તેઓને પ્રભુપ્રત્યે ભક્તિ ઉછળવામાં પ્રભુની આંતરિક ગુણસંપત્તિ જ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. માટે એના ગુણગાન હોવા તો સ્પષ્ટ છે જ. પ્રભુભક્તિ ઉછળવામાં પ્રભુનો નજરમાં લેવાતો ઉત્કર્ષ (ગુણગરિમા) જેમ મહત્ત્વનું કારણ બને છે એમ પોતાનો અપકર્ષ પણ મહત્ત્વનું કારણ બને છે... અહો ! પ્રભુ કેવા ગુણગરિષ્ઠ ને હું કેવો દોષગ્રસ્ત પ્રભુ કેવા નિષ્પાપ ને હું કેવા પાપો આચરનારો... આ તુલના પ્રભુ પ્રત્યે દિલને ભક્તિથી ઓળઘોળ કરી જ દે.. વળી પોતાના દોષો-પાપો યાદ કરવાથી એમાંથી મુક્ત થવા માટે પ્રભુનું શરણ-પ્રભુની કૃપા પામવાની ભાવના વધુ દૃઢ થવાની... એ માટે પ્રાર્થના વધુ ગદ્ગદ્ દિલે થવાની. જે સાધકને દોષમુક્તિગુણપ્રાપ્તિના માર્ગ પર પ્રગતિ સાધવામાં મહત્ત્વનું પરિબળ બની રહે છે. માટે સ્વદોષગહગર્ભિત સ્તોત્રો પણ એટલા જ આવશ્યક છે. અન્ય રીતે પૂજાના ૩ પ્રકાર જોઈએ - અન્ય આચાર્યો કહે છે કે એ પૂજા ત્રણ પ્રકારે યોગસારા છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૩૦ ૩૨૩ કાયયોગપ્રÜના, વાગ્યોગપ્રધાના અને મનોયોગપ્રધાના. શુદ્ધિચિત્ત એટલે કોઈ પણ દોષ લાગી ન જાય... શુદ્ધિ જળવાઈ રહે એવો અભિપ્રાય. શરીરથી કોઈ દોષ ન લાગી જાય એવી કાળજી હોય તો એ પૂજા કાયયોગપ્રધાના જાણવી. આ જ પ્રમાણે વાગ્યોગપ્રધાના અને મનોયોગપ્રધાના પૂજા અંગે જાણવું. અથવા કાયયોગાદિની જે કાયાદિના દોષોના પરિહારરૂપ શુદ્ધિ, તેનાથી પ્રાપ્ત કરેલા ધનથી થયેલી પૂજા અતિચારશૂન્ય છે. આ ત્રણ પૂજા યથાક્રમે વિઘ્નશાંતિ કરનારી, અભ્યુદય સાધનારી અને મોક્ષ આપનારી હોય છે. ષોડશક (૯/૯-૧૦)માં કહ્યું છે કે “અન્ય શાસ્ત્રજ્ઞ આચાર્યો કહે છે કે પૂજા કાયયોગપ્રધાના, વાગ્યોગપ્રધાના અને મનોયોગપ્રધાના એમ ત્રણ પ્રકારે છે. અનુક્રમે કાયા વગેરેની શુદ્ધિથી પ્રાપ્ત કરેલા ધનથી જે તેની શુદ્ધિમાં અતિચાર ન લાગે એ રીતે કરવામાં આવે છે તે કાયયોગપ્રધાના વગેરે રૂપ થાય છે. આમાંથી કાયયોગપ્રધાના પૂજા વિઘ્નોપશમની હોય છે, વચનયોગપ્રધાના પૂજા અભ્યુદયસાધિકા હોય છે અને ત્રીજી નિર્વાણપ્રદા હોય છે. કાયયોગપ્રધાના પૂજામાં શ્રેષ્ઠ પુષ્પ-માળાઓને સ્વયં બિંબ પર ચઢાવે છે. વચનયોગપ્રધાના પૂજામાં શ્રેષ્ઠ પુષ્પાદિને અન્યક્ષેત્રમાંથી બીજા પાસે વચન દ્વારા મંગાવે છે. (ષોડ ૯/૧૧)માં કહ્યું છે કે “તદ્દાતા = પૂજક પ્રથમપૂજામાં હંમેશા શ્રેષ્ઠપુષ્પ વગેરે સ્વયં ચઢાવે છે. બીજી પૂજામાં વચનથી કહીને અન્યક્ષેત્રમાંથી બીજા પાસે મંગાવે પણ છે.’ મનોયોગપ્રધાના અન્ત્યપૂજામાં ત્રણે લોકમાં સર્વ સુંદ૨ એવા પારિજાત વગેરે પુષ્પોને નંદનવન વગેરેમાંથી મનથી લાવી બિંબ પર ચઢાવે છે. (જો. ૯/૧૨)માં કહ્યું છે કે ત્રૈલોક્યસુંદર પુષ્પોને મનથી જે સંપાદિત કરે છે તે ચરમપૂજામાં ચઢાવે છે. એટલે કે નંદનવન વગેરેમાં રહેલા સુંદર-સુગંધી પુષ્પો પોતે લાવ્યો છે ને પ્રભુજીને ચઢાવી રહ્યો છે... આવી કલ્પનાઓ કરવી એ મનોયોગપ્રધાના પૂજા છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે શંકા-પૂજાવિધિમાં દ્રવ્યશૌચ જે કહ્યો તેમાં સ્નાનાદિ આવશ્યક છે. એટલે એ સ્નાનાદિમાં કાયવધાદિ હોવાથી દોષ નહીં લાગે ? સમાધાન : આ પૂજાવિધિમાં સ્નાનાદિથી પાણી-વનસ્પતિ વગેરેનો કાયવધદોષ રહ્યો હોવાથી દોષિતતા છે એવી શંકા ન કરવી, કેમકે એ કાયવધાદિ જે દોષ થાય છે એના કરતાં અધિક શુભઅધ્યવસાય સ્નાનાદિથી થતો હોવો અનુભવસિદ્ધ છે. એટલે કે અલ્પવ્યયે ઘણો લાભ થતો હોવાથી સરવાળે આમાં દોષ તો નથી, પણ ઉપરથી ગુણ છે. ષોડશક ૯/૧૩-૧૪-૧૫માં કહ્યું છે કે “સ્નાનાદિ કરવામાં કાયવધ થાય છે. વળી શ્રીજિનને તો પૂજાથી કોઈ ઉપકાર થતો નથી, કારણકે તે ભગવાન કૃતકૃત્ય છે. માટે આ પૂજા વ્યર્થ છે. આવી શંકા મુગ્ધબુદ્ધિ જીવ કરે છે. એનું સમાધાન આ પ્રમાણે જાણવું.-શાસ્ત્રપ્રસિદ્ધ કૂપોદાહરણ મુજબ પૂજામાં થતો કાયવધ પણ ગૃહસ્થને ગુણકર બને છે. કેમકે અલ્પવ્યયે બહુલાભકારી હોય છે. જાપ વગેરેથી મંત્રાદિને ઉપકાર થતો ન હોવા છતાં, મંત્રાદિથી જેમ તથા સ્વભાવે મંત્રજાપ વગેરે કરનારને ઉપકાર થાય છે તેમ પૂજાથી પ્રભુને ઉપકાર થતો ન હોવા છતાં પૂજકને ફળપ્રાપ્તિ થાય છે. વળી પ્રભુ કૃતકૃત્ય હોવાથી જ પ્રભુની પૂજા સફળ બને છે, કેમકે એ ઉત્કૃષ્ટગુણીની પૂજારૂપ બને છે. તેથી શરીરાદિ માટે આરંભ કરનારા ગૃહસ્થને આ જિનપૂજા સફળ જ હોય છે. આ પ્રમાણે નિર્મળ બુદ્ધિવાળા શાસ્ત્રવિશારદો કહે છે.” અલ્પવ્યયે બહુલાભ ન્યાયે તો સાધુભગવંતો પણ જિનપૂજાના અધિકારી બની જશે આવી શંકા ને એનું સમાધાન હવે આગામી લેખમાં જોઈશું. Page #50 -------------------------------------------------------------------------- ________________ લેખાંક | - ૩૧ જિનપૂજામાં પુષ્પાદિની વિરાધના હોવા છતાં અલ્પવ્યયબહુલાભન્યાયે કૂપોદાહરણ મુજબ એ ગૃહસ્થોને ઉપકારી છે, એવું ગયા લેખમાં છેલ્લે જોયેલું એના પર કોઈક શંકા કરે છે શંકા - અલ્પવ્યય-બહુલાભન્યાયે કૂપોદાહરણ મુજબ જિનપૂજા નિર્દોષ હોય તો સાધુ પણ એના અધિકારી બની જાય, કેમકે આયવ્યયને તોલીને પ્રવર્તવાનું સાધુ માટે પણ વિધાન છે જ. (સાધુને સ્નાનાદિનો જ નિષેધ હોઈ પૂજા શી રીતે કરે ? એવું ન કહેવું, કેમકે) સાધુને બ્રહ્મચર્ય પાલન માટે વિભૂષાર્થ સ્નાનાદિનો નિષેધ હોવા છતાં પૂજા માટેના સ્નાનનો નિષેધ કરી શકાતો નથી. વિભૂષાર્થ સ્નાન દુષ્ટ છે, આ નહીં. આ પૂજાથે સ્નાન પણ જો દુષ્ટ હોઈ તેનો નિષેધ હોય તો ગૃહસ્થને પણ તેનો નિષેધ હોવો જોઈએ. “સાધુ અન્ય કોઈ પ્રયોજન આરંભમાં પ્રવૃત્ત હોતા નથી. તેથી તેઓ માટે સ્નાનાદિનો આરંભ દુષ્ટ છે, જ્યારે ગૃહસ્થ તો કુટુંબાદિ માટે આરંભ કરતો જ હોઈ એને માટે આ આરંભ દુષ્ટ ન રહેવાથી એનો અધિકાર છે” આવું પણ ન કહેવું, કેમકે કુટુંબાદિ માટેના આરંભરૂપ એક પાપ આચર્યું એનો અર્થ કાંઈ એવો નથી થઈ જતો કે પૂજાર્થ આરંભ રૂપ બીજું પાપ પણ આચરવાની છૂટ મળી જાય. અને એ આરંભના પાપની સામે પ્રચુરનિર્જરાદિ રૂપ મોટો અન્ય લાભ જ જો ગૃહસ્થને પ્રવર્તક છે તો એ તો સાધુને પણ સમાન રીતે હોઈ સાધુને પણ પ્રવર્તક બનશે જ. માટે સાધુ પણ પૂજાના અધિકારી છે. સમાધાન આવી શંકા યોગ્ય નથી, કેમકે સાધુ તો સર્વથા ભાવસ્તવ પર આરૂઢ હોઈ આવા જિનપૂજા વગેરે અનુષ્ઠાનથી એમને Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કોઈ પ્રયોજન સિદ્ધ થવાનું હોતું નથી. એટલે પ્રચુર નિર્જરા વગેરે ગુણાન્તર લાભ બંનેને સમાન છે એવી વાત સત્યથી વેગળી છે. (ગૃહસ્થને જો પૂજાથી ગુણાન્તર લાભ થાય છે તો સાધુને કેમ ન થાય ? એવા પ્રશ્નનો જવાબ આ છે કે) આદ્યભૂમિકામાં રહેલા જીવને જે ગુણકર હોય તે ઉપરની ભૂમિકામાં રહેલાને પણ ગુણકર હોય જ એવું નથી. કેમકે રોગચિકિત્સાની જેમ ધર્મ પણ નિયત અધિકારીને હોવાની શાસ્ત્રમાં વ્યવસ્થા દેખાડી છે. જેમ રોગચિકિત્સામાં પ્રારંભે મંદહોજરી વગે૨ે હોવાને કારણે મગનું પાણી વગેરે હિતકર (પુષ્ટિકારક) બને છે એટલા માત્રથી ઉત્તરકાળે(તેજ હોજરી થયે) કાંઈ એ હિતકર રહેતું નથી. એમ ગૃહસ્થની ભૂમિકામાં જિનપૂજા હિતકર હોવા માત્રથી સાધુની ઉપલી ભૂમિકામાં કાંઈ એ હિતકર બની જતી નથી. માટે જ તો રોગચિકિત્સાની જેમ તે તે ધર્મ પણ તે તે નિયત અધિકારીને કર્તવ્ય હોવાની શાસ્ત્રમાં વ્યવસ્થા દેખાડી છે. (અષ્ટક ૨/૫માં) કહ્યું છે કે ‘‘શાસ્ત્રમાં દ્રવ્યસ્નાન-ભાવસ્નાન રૂપ ધર્મસાધનની (અથવા સામાન્યથી તે તે ધર્માનુષ્ઠાનની) વ્યવસ્થા અધિકારીની અપેક્ષાએ દેખાડી છે. ગુણદોષની બાબતમાં એ વ્યવસ્થા વ્યાધિપ્રતિક્રિયા (ચિકિત્સા)ને તુલ્ય જાણવી'' (ગ્રન્થકારે સવાસો ગાથાના સ્તવનની આઠમી ઢાલમાં આ વાત આ રીતે કહી છે - ‘તો મુનિને નહીં કિમ પૂજના ?' એમ તું શું ચિંતે શુભમના ? રોગીને ઔષધ સમ એહ, નિરોગી છે મુનિવર દેહ. ગૃહસ્થને પરિગ્રહ વગેરે રોગ વળગેલો છે ને એ કાઢવા માટે ગૃહસ્થ દ્રવ્યપૂજા કરે છે. મુનિને તે રોગ છે નહીં, તો ઔષધસમ દ્રવ્યપૂજા મુનિને નિરર્થક છે. આવો આનો આશય છે.) પ્રશ્ન : દ્રવ્યપૂજા જેમ પરિગ્રહાદિરોગ નિવારી ભાવસ્તવ પામવા માટે છે, તેમ સમ્યક્ત્વની શુદ્ધિ માટે પણ છે જ. કહ્યું છે કે Page #52 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૩૧ ૩૨૭ पूयाए कायवहो, पडिकुट्ठो सो उ, किं तु जिणपूया । सम्मत्तसुद्धि उत्ति भावणीया उणिरवज्जा ।। અર્થ : દ્રવ્યપૂજામાં હિંસા થાય છે, ને હિંસા તો નિષિદ્ધ છે. છતાં જિનપૂજા સમ્યક્ત્વની શુદ્ધિનું કારણ છે, માટે એ નિરવદ્ય જાણવી. ગ્રન્થકારે પણ દાનબત્રીશીમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. સમ્યગ્દર્શનની શુદ્ધિ તો સાધુઓને પણ ઇષ્ટ છે જ. એટલે જ તો તેઓ, જિનાજ્ઞાપાલન સ્વરૂપ ભાવસ્તવારૂઢ હોવા છતાં, સ્તુતિચૈત્યવંદન-સ્તવનાદિ રૂપ ભાવપૂજા પણ કરે છે. તો શ્રાવકની જેમ, સાધુને પણ જિનપૂજા, શુભ અધ્યવસાયો પ્રવર્તાવવા દ્વારા સમ્યગ્દર્શન ની નિર્મળતાનું (યાવત્ ક્ષાયિક સમ્યક્ત્વપ્રાપ્તિનું) કારણ બની શકતી હોવાથી શા માટે નિરર્થક કહેવાય ? ઉત્તર ઃ સાધુઓ સ્વજીવનમાં સ્થાવર જીવોની હિંસા પણ ટાળતા હોય છે. કારણવશાત્ ક્યારેક સચિત્ત જળથી ભીની પૃથ્વી પર પગ પડી જાય કે લીલોતરીનો સંઘટ્ટો થઈ જાય ત્યારે મનમાં ‘હાય ! હાય ! વિરાધના થઈ ગઈ' આવો પશ્ચાત્તાપ ભાવ સ્ફુર્યા ક૨વાનો જ ગાઢ અભ્યાસ હોય છે. એટલે સ્નાનાદિ કરવામાં ને કર્યા બાદ તેમજ પુષ્પાદિને સ્પર્શવામાં આ વિરાધનાનો વિચાર જ એટલો જોરમાં પ્રવર્તે છે કે જેથી પ્રભુભક્તિનો શુભ અધ્યવસાય સ્ફુરવાને કોઈ અવકાશ જ રહેતો નથી, ને તેથી સમ્યગ્દર્શનની નિર્મળતા થવાની કોઈ શક્યતા રહેતી નથી. ગૃહસ્થોને સ્વજીવનમાં અનેકશઃ પૃથ્વીકાયાદિ સ્થાવર જીવોની વિરાધના હોવાથી પાણી-પુષ્પ વગેરેનો સ્પર્શ થવામાં ‘હાય હાય વિરાધના થઈ ગઈ આવી કોઈ અરેરાટી અનુભવાતી હોતી નથી. એટલે પ્રભુભક્તિનો શુભઅધ્યવસાય સ્ફુરી સમ્યગ્દર્શનની નિર્મળતા થઈ શકવાના કારણે દ્રવ્યપૂજા આવશ્યક છે. વસ્તુતઃ શાસ્ત્રમાં મલિનારંભીને દ્રવ્યપૂજાના અધિકારી કહ્યા છે. સાધુ એવા ન Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે હોવાથી એના અધિકારી છે. આ વાત પ્રતિમાશતકમાં કહી છે. આમ ભૂમિકાવશાત્ અનુષ્ઠાન ગુણકર કે દોષકર બને છે એ વ્યવસ્થાનુસારે જ અન્ય વિશેષતાને ગ્રન્થકાર જણાવે છે – આમ ભાવસ્તવાધિરૂઢ સાધુ સ્નાનાદિનો અનધિકારી છે, કારણકે એમની ભૂમિકામાં એમના માટે એ હિતકર નથી. એટલે જ જે પ્રકૃતિથી જ આરંભભીરુ હોય અથવા જે સામાયિકાદિમાં રહ્યો હોય તેવો ગૃહસ્થ પણ આ જિનપૂજાની બાબતમાં અનધિકારી કહેવાય છે. અષ્ટકજીના વૃત્તિકારે (૨/પની વૃત્તિમાં) કહ્યું છે કે “તેથી જ સામાયિકમાં રહેલો શ્રાવક પણ પૂજાનો અનધિકારી છે, કેમકે તે પણ સાવઘયોગથી નિવૃત્ત થયો હોઈ ભાવસ્તવપર આરૂઢ થયો હોવાના કારણે સાધુ જેવો જ હોય છે. તેથી જ જેને સ્વયં ગૃહસ્થ હોવા છતાં સ્વભાવે જ પૃથ્વીકાયાદિની વિરાધનાનો ડર લાગતો હોય અને તેથી તેની વિરાધનાથી બચતો સતત જયણાશીલ હોય, સાવદ્યયોગોનો વધુ ને વધુ સંક્ષેપ કરવાની રુચિવાળો હોય તેમજ સાધુ ક્રિયાઓનો અનુરાગી હોય તેને ધર્મ માટે ય સાવદ્ય આરંભ પ્રવૃત્તિ કરવી એ યોગ્ય નથી.” પ્રશ્ન : જે કુટુંબાદિ માટે આરંભ કરતો હોવા છતાં પૂજામાં થનારા આરંભથી બીતો હોય અને તેથી પૂજા ન કરતો હોય તો શું વાંધો ? ઉત્તર : જે કુટુંબાદિ માટે પૃથ્વીકાયાદિનો આરંભ કરે છે અને જિનપૂજા નિમિત્તે પુષ્પાદિના આરંભની શંકા કરે છે તેને કાર્ય-અનાર્યના જ્ઞાનરૂપ વિવેકનો અને ઉદાર આશય રૂપ ઔદાર્યનો નાશ થવાથી પરમ અબોધિ (બોધિહાનિ રૂ૫) મોટું નુકસાન થાય છે. અન્યત્ર આરંભવાનું આવો ગૃહસ્થ કુલ વગેરેમાં તો જીવવિરાધના રહી છે એમ દલીલ કરી પુષ્પાદિ ન ચઢાવે અથવા ઓછા ચઢાવે તો એના પરથી એ આરંભની Page #54 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૩૧ ૩૨૯ શંકાવાળો છે એમ જાણી શકાય છે. કુટુંબાદિ માટે કરાતો આરંભ વસ્તુતઃ કર્મબંધક હોઈ અકર્તવ્ય છે એને એ કર્તવ્ય માની કરે છે, અને પૂજાર્થ પુષ્પાદિનો આરંભ બોધિ વગેરેનો પ્રાપક હોવાથી કર્તવ્ય છે એને અકર્તવ્ય માની નિષેધે છે. એટલે એનો કાર્ય-અકાર્યના જ્ઞાનરૂપ વિવેક નષ્ટ થઈ જાય છે. તથા શ્રીજિનેશ્વરદેવની પ્રભાવક પૂજા દ્વારા સ્વ-પરના બોધિ આદિ પ્રાપ્તિનો ઉદાર આશય પણ તેનો ટકી શકતો નથી. પંચાશક (૪/૧૨)માં કહ્યું છે કે “અન્ય કાર્યોમાં આરંભવાળા જીવનો ધર્મમાં અનારંભ એ અનાભોગ-અજ્ઞાન છે તેમજ એનાથી લોકમાં “જૈન શાસનમાં પૂજાદિનું વિધાન પણ લાગતું નથી. માટે જૈનશાસન અસાર છે' ઇત્યાદિરૂપ પ્રવચન હીલના થાય છે જે અબોધિના બીજભૂત છે. આમ એવા ગૃહસ્થને અજ્ઞાન અને અબોધિબીજ એમ બે દોષો થાય છે. શંકા : આ રીતે ધર્મ માટે પણ જો આરંભ પ્રવૃત્તિ ક૨વાની છે તો અષ્ટકજીના ધર્માર્થ ઇત્યાદિ શ્લોક (૪/૬)માં જે કહ્યું છે તેનો વિરોધ થશે. ત્યાં કહ્યું છે કે “ધર્મ માટે જે ધનની (પરિગ્રહરૂપ સાવદ્યની) ઇચ્છા કરે છે તેને તો તેની અનિચ્છા જ વધુ હિતકર છે. પહેલાં કાદવથી (પરિગ્રહના પાપથી) ખરડાવું અને પછી (ધર્મ કરીને) પ્રક્ષાલન કરવું એના કરતાં પહેલેથી (એ પાપથી) ખરડાવું જ નહીં એ વધુ સારું છે. પ્રસ્તુતમાં પહેલાં આરંભના પાપથી ખરડાવું અને પછી પૂજાથી એને સાફ કરવું એના કરતાં આરંભ જ ન કરવો એ વધુ ઉચિત છે.” વળી અષ્ટકજીના શુદ્ધાગમૈઃ ઇત્યાદિ શ્લોક (૩/૨)માં જે કહ્યું છે કે ન્યાયોપાત્તધન-અચૌર્ય વગેરેથી શુદ્ધ પ્રાપ્તિવાળા જેટલા મળી શકે એટલા, પવિત્ર પાત્રમાં રાખેલા, નહિ કરમાયેલાં, અલ્પ કે બહુ વિશિષ્ટ પુષ્પોથી (દ્રવ્યપૂજા કરવી)' તેનો પણ વિરોધ થશે. તે આ રીતે-એક બાજુ તમે ધર્મ માટે આરંભ કરવાનું કહો છો ,, Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે અને ધર્માર્થ' ઇત્યાદિ શ્લોક એનો નિષેધ ફલિત કરે છે. એમ ‘શુદ્ધાગમૈઃ...' ઇત્યાદિ શ્લોક પણ ન્યાયોપાત્ત ધનથી ખરીદેલા પુષ્પાદિના ઉપયોગ કરવાની વિધિ દેખાડે છે, એટલે કે સ્વયં પુષ્પો તોડવા વગેરે આરંભનો નિષેધ જણાવે છે. એટલે આ બંને શ્લોકોનો વિરોધ થાય છે એ સ્પષ્ટ છે. સમાધાન : ધર્માર્થ' ઇત્યાદિ વચનો અન્ય અવસ્થાની અપેક્ષાએ કહેવાયેલા છે (માટે વિરોધ નથી.) વળી સંકાશશ્રાવક વગેરેની જાણીને પણ ધર્મકાર્ય અંગે વેપાર વગેરેની જે પ્રવૃત્તિ થઈ છે એના પરથી પણ ધર્મ માટે આરંભ નિષિદ્ધ નથી એ જણાય છે. આશય એ છે કે ધર્માર્થ યસ્ય વિત્તેહા...’ તથા ‘શુદ્ધાગમૈર્યથાલાભ' ઇત્યાદિ જે બે શ્લોક સાથે ધર્મ માટેના આરંભની પ્રવૃત્તિનો તમે વિરોધ જણાવો છો તે યોગ્ય નથી, કેમકે એ બે શ્લોકો તો સર્વવિરતિ વગેરે રૂપ અન્ય દશાને અપેક્ષીને કહેવાયા છે. એ બેમાંનો પ્રથમ ધર્માર્થ' ઇત્યાદિ શ્લોક સર્વવિરતિના અધિકારમાં કહેવાયો છે. એના પરથી જણાય છે કે એ સર્વવિરતિની અપેક્ષાએ કહેવાયો છે. બીજો શ્લોક ‘પુષ્પાદિ સ્વયં ચૂંટવાનો આરંભ ન કરવો' એવું જણાવવાના તાત્પર્યમાં નથી. કિન્તુ ધર્મની પ્રભાવના થાય એ માટે, પૂજાકાળે ઉપસ્થિત થયેલા માળી આગળ વણિકકલા ન વાપરવી, (પણ યોગ્ય મૂલ્ય ચૂકવીને પુષ્પાદિ પ્રાપ્ત કરવા)' આવું જણાવવાના તાત્પર્યમાં છે. બાકી એ શ્લોકનું ‘સ્વયં પુષ્પાદિ ચૂંટવાના આરંભનો નિષેધ છે' એવું તાત્પર્ય માનીએ તો પંચાશકની ૪૪૯મી ગાથામાં દુર્ગતના૨ીની જે વાત કરી છે એનો વિરોધ થશે. તેમાં કહ્યું છે કે ‘શ્રી જિનપ્રવચનમાં સંભળાય છે કે દુર્ગતનારી જંગલમાં મફતમાં મળતાં સિંદુવાર પુષ્પોને સ્વયમેવ લઈને જગદ્ગુરુ શ્રી મહાવીર પ્રભુની પૂજા કરવાના પ્રણિધાનથી દેવલોકમાં ઉત્પન્ન થઈ.’’ Page #56 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૩૦ ૩૩૧ વળી સંકાશશ્રાવક વગેરેના દૃષ્ટાન્ત પરથી પણ આ વાત સ્વીકારવી પડે છે. તેઓની વેપાર વગેરે પ્રવૃત્તિને કરીને પણ વિશેષ વિષયના પક્ષપાતથી ગર્ભિતપણે, પાપક્ષયકરનારી, ધર્મમાં પ્રવૃત્તિ થઈ હતી. સંકાશશ્રાવકે પ્રમાદથી દેવદ્રવ્યનું ભક્ષણ કરેલું. જેના કારણે લાભાન્તરાય વગેરે ક્લિષ્ટકર્મો બાંધીને દીર્ઘકાળ સુધી દુરંત સંસાર અટવીમાં ભટક્યો. અનંતકાળ બાદ મનુષ્યત્વ પ્રાપ્ત થયું જ્યાં પણ એ દુર્ગત મનુષ્યોમાં શિરોમણી થયો. કેવળીભગવાન પાસે સ્વકીય પૂર્વભવનો વૃત્તાન્ત જાણીને કેવલીપ્રભુના ઉપદેશથી દુર્ગતપણાંના કારણભૂત કર્મને ખપાવવા માટે એણે અભિગ્રહ કર્યો કે વેપારથી જે કાંઈ કમાઈશ તેમાંથી ભોજન અને વસ્ત્રના ખર્ચ બાદ શેષ સઘળું દ્રવ્ય શ્રીજિનાયતનાદિમાં વાપરીશ.” આ પ્રમાણેના અભિગ્રહનું પાલન કરીને કાલાન્તરે એ મોક્ષમાં ગયો. આમ અહીં વેપાર વગેરે કરીને પણ ધર્મ કરવાની વાત છે. શંકા : ટંકાશશ્રાવક જેવી વિષમ અવસ્થાવાળા માટે આ રીતે આરંભ કરીને ધર્મ કરવો યોગ્ય છે. કેમકે એ રીતે જ એનો કર્મક્ષય થવાનો હતો. પણ બધા માટે સામાન્યતયા એ ઉચિત નથી. સમાધાન : આવી શંકા બરાબર નથી. કેમકે આવું જો માનીએ તો એનો અર્થ એ થાય કે સામાન્ય સંજોગોમાં આરંભ કરીને ધર્મ કરવાની આવી પ્રવૃત્તિ એ સર્વથા અશુભ જ છે. પણ આવો ફલિતાર્થ યોગ્ય નથી. કેમકે સર્વથા અશુભ સ્વરૂપવાળી પ્રવૃત્તિ વિશિષ્ટ નિર્જરાનું કારણ બની શકતી નથી. એટલે આવો ફલિતાર્થ જો યોગ્ય નથી તો “આરંભ કરીને ધર્મ કરવો એ ઉચિત નથી” એવી માન્યતા પણ યોગ્ય નથી એ ફલિત થઈ જ જાય છે. પૂજાથી કૃતકૃત્ય પ્રભુને કોઈ ઉપકાર તો થતો નથી, તો તેઓ પરમાનન્દ શી રીતે આપે છે ? એવી જો તમારી શંકા હોય તો એનું Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન આ જાણવું કે જેમ ચિન્તામણિ રત્ન વગેરે વિના ઉપકારે પણ તથા સ્વભાવે ફળ આપે છે તેમ પ્રસ્તુતમાં જાણવું. પ્રશ્ન : “આ રીતે ધર્મ માટે પણ આરંભ-સમારંભ કરવાની અનુજ્ઞા હોય તો, અષ્ટપ્રકરણમાં ધર્માર્થ યસ્ય વિહા.... વગેરે જે કહ્યું છે તેનો વિરોધ થશે.” ઇત્યાદિ શંકાનું સમાધાન આપતાં ગ્રન્થકારે જે કહ્યું છે કે ધર્માર્થ... વગેરે લોક તો સર્વવિરતિના અધિકારમાં કહેવાયેલો છે. એટલે કે ધર્મ માટે આરંભ સમારંભ કરવાનો નિષેધ માત્ર સાધુઓ માટે છે, ગૃહસ્થો માટે નહીં. ને તેથી જિનભક્તિ માટે પુષ્પાદિ જીવોની વિરાધના થતી હોવા છતાં, પ્રભુભક્તિથી તજન્ય દોષ દૂર થઈ વધુ આત્મહિત થવાનો લાભ શ્રાવકોને શક્ય હોવાથી શ્રાવકો માટે એ નિષિદ્ધ નથી. પરંતુ ધર્માર્થ યસ્ય વિત્તેહા લોકમાં જે દૃષ્ટાન્ત આપ્યું છે કે, કાદવથી ખરડાઈને પછી કાદવને ધોવો એના કરતાં પહેલેથી ખરડાવું જ નહીં એ વધુ સારું છે. આ દૃષ્ટાન્ત શ્રાવકોને પણ લાગુ તો પડે જ છે ને! એટલે પહેલાં જિનપૂજા માટે હિંસાદોષથી ખરડાવું ને પછી જિનપૂજા દ્વારા એ દોષને સાફ કરવો તો એના કરતાં એ દોષ જન સેવવો એ વધુ સારું નહીં ? ઉત્તર : માટીથી પગને ખરડીને પછી ધોવા એના કરતાં ખરડવા જ નહીં આ દષ્ટાન્ત શ્રાવકોને પણ લાગુ પડે જ છે. પરંતુ દરેક પ્રવૃત્તિઓમાં એ વ્યાપક નથી. વાસણને માંજવા માટે રાખ ઘસવામાં આવે છે, ને એ રાખ પણ કાંઈ વાસણ પર રાખી મૂકવાની હોતી નથી. છેવટે પાણીથી ધોઈ જ નાખવાની હોય છે. છતાં એ ઘસવામાં આવે જ છે. પગ પર માટી કે સાબુ રાખી મૂકવાના હોતા નથી, એને પણ પાણીથી દૂર કરવાના હોય જ છે, છતાં પગ પર રંગ લાગ્યો હોય-કંઈક ડાઘ પડ્યા હોય તો માટી કે સાબુ વગેરે લગાવી છેવટે એ પણ ધોઈ નાખવાની પ્રવૃત્તિ શિષ્ટ પુરુષો પણ કરે જ છે. એટલે આ ન્યાયનો વિષય વિચારવો જોઈએ. Page #58 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૫, લેખાંક-૩૧ ૩૩૩ જેઓના પગ ચોખા છે, કોઈ ડાઘ વગેરે લાગ્યા નથી તેઓએ માટીથી પગને ખરડીને સાફ કરવો એ ઉચિત નથી. કારણકે તેઓ માટે એ માત્ર વ્યાયામ જ છે, લાભ કશો નથી, ઉપરથી પગ ધોવા માટે વપરાવાના પાણીના તથા સમયના બગાડારૂપ નુકશાન છે. આરંભ-સમારંભ વગેરે પાપરૂપ દોષોની અપેક્ષાએ વિચારીએ તો સાધુઓનું જીવન દોષમુક્ત = ચોખું છે. એટલે તેઓ માટે પૃથ્વીકાયાદિ જીવોની હિંસા કરી એને ધોવાની વાત ઉચિત નથી, વળી એમાં પોતાના પ્રથમ મહાવ્રતનો ભંગ થવાનો તેમજ એના કારણે જે દોષ લાગે તેને ધોવામાં જ કેટલાય શુભભાવો ને સમય ખર્ચાઈ જવાનો દોષ લાગે છે. તેથી સાધુઓ માટે પ્રક્ષાલાનાદ્ધિ પંકસ્ય... (કાદવથી ખરડીને પછી પગ ધોવા....) ઇત્યાદિ ન્યાયે જિનપૂજા નિષિદ્ધ છે. ગૃહસ્થનું જીવન પૃથ્વીકાયાદિ જીવોની હિંસા વગેરે રૂપ દોષોથી ખરડાયેલું છે. એટલે, જિનપૂજા સાબુનું કાર્ય કરે છે. એમાં થોડી ઘણી હિંસાથી પહેલાં ખરડવાનું છે, પણ પછી ભક્તિના ઉછાળાથી આ ખરડાયાપણું ને અન્ય આરંભાદિ દોષો જન્ય ડાઘ બધું જ દૂર થઈ જાય છે. (એટલે તો, આ જિનપૂજા દ્વારા મારા ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થવા દ્વારા હું અને આ પ્રભુભક્તિના દર્શન દ્વારા પ્રતિબોધ પામી અન્ય ભવ્યજીવો પણ સંસારત્યાગ કરી સંયમી બની સર્વજીવોને અભયદાન દેનારા બનીએ” એવી પણ શ્રાવકની ભાવના હોય છે.) એટલે પ્રક્ષાલનાદ્ધિ પંકસ્ય. ઇત્યાદિ ન્યાયનું રહસ્ય એ નિશ્ચિત થાય છે કે, જે સ્વની સાથે સ્વભિન્ન (અને પહેલેથી વિદ્યમાન) અશુદ્ધિને કાઢવા-વિશિષ્ટ શુદ્ધિ બક્ષવા સમર્થ હોય એવી ચીજ માટે આ ન્યાય લાગુ પડતો નથી. એટલે જ સાધુઓને પણ સમ્મતિતર્કપ્રકરણ વગેરે Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે દર્શનશુદ્ધિ કરનારા ગ્રન્થોમાં અધ્યયન માટે નિર્વાહના અભાવે આધાકર્મ વગેરેની પણ અનુજ્ઞા આપવામાં આવેલી છે. કારણકે આઘાકર્મ સેવન દ્વારા જે દોષ લાગે તે તો, આ અધ્યયનથી અધિક નિર્મળ થયેલ સમ્યગ્દર્શનના પ્રભાવે જે વધુ અપ્રમત્ત સાધનામય સંયમ જીવનનું પાલન થશે તેનાથી દૂર થઈ જ જાય છે, પણ સાથે સાથે ચારિત્રની નિર્મળતા થવાથી કષાયાદિનો વિશેષ લાસ, વિપુલ કર્મનિર્જરા વગેરે પણ લાભ થાય છે. (ટૂંકમાં આયુ વયં તુલિજ્જા, લાહાકખિવા વાણિયો. ન્યાય લગાડવો ઉચિત છે.) એટલે જ, કોઈ એવા વિશિષ્ટ કારણની અનુપસ્થિતિમાં સામાન્ય સંયોગોમાં, કોઈ ભક્ત શ્રાવક પાસે મીઠાઈ વગેરે સારી સારી વાનગીઓ બનાવડાવું ને એનાથી અન્ય સાધુ ભગવંતોની ભક્તિ કરવાનો લાભ લઉં... આવું કરવું સાધુઓને અનુજ્ઞાત નથી. પણ શ્રાવકોને “સારી સારી વાનગીઓ બનાવી અન્ય શ્રાવકોની (સાધર્મિકોની) ભક્તિ કરું એ વાત અનુજ્ઞાત છે. હા, જ્યાં લાભ કરતાં વ્યય અધિક હોય, બીજી રીતે કહીએ તો જેટલું શુદ્ધિકરણ થાય એના કરતાં અશુદ્ધિ વધારે થતી હોય યા દૂર થતી ન હોય તો એવી ચીજનો ઉપયોગ નિષિદ્ધ જાણવો. જેમકે કપડાં પર પડેલા ડાઘને દૂર કરવા કોઈ લોહીનો ઉપયોગ કરે તો એ મૂર્ખતા છે. તેથી પશુબલિ વગેરે નિષિદ્ધ છે. તેમજ, ઘણો આરંભ સમારંભ ને અલ્પ ઉપકાર ધરાવનાર ઈષ્ટાપૂર્ત વગેરેને અનુકંપા દાન તરીકે સ્વીકારવામાં આવ્યા નથી ને તેથી તેની અનુજ્ઞા નથી. આમ ભક્તિદ્વાáિશિકાનું વિવેચન પૂર્ણ થયું.. આગામી લેખથી છઠ્ઠી સાધુસમયદ્વાáિશિકાના પદાર્થોને અવગાહીશું. Page #60 -------------------------------------------------------------------------- ________________ પાંચમી બત્રીશીમાં જિનભક્તિનું લેખાંક નિરૂપણ કર્યું. આ જિનભક્તિ-જિનપૂજા એ દ્રવ્યસ્તવ છે. ને આ દ્રવ્યસ્તવ, જેમાં - ૩૨ સંપૂર્ણ જિનાજ્ઞાપાલન છે એવા સાધુ 'જીવન-સ્વરૂપ ભાવસ્તવનું કારણ છે. એટલે સાધુજીવનનું સામર્થ્ય = સાધુતાની પરિપૂર્ણતા છઠ્ઠી બત્રીશીમાં કહેવાય છે. અથવા, પ્રથમ અવંચક -યોગાવંચકના સંપાદન માટે ચોથી બત્રીશીમાં જિનમહત્ત્વની વાત કરી. બીજા અવંચક-ક્રિયાવંચકના સંપાદન માટે પાંચમી બત્રીશીમાં ભક્તિની વાત કરી. હવે, સાનુબંધ ફળપ્રાપ્તિ સ્વરૂપ ત્રીજો અવંચક જે ફલાવંચક, તેના સંપાદન માટે દ્રવ્યસ્તવાત્મક ભક્તિના ફળસ્વરૂપ ભાવસ્તવનું-સાધુસમયનું છઠ્ઠી બત્રીશીમાં નિરૂપણ કરવામાં આવે છે. માટે આ છઠ્ઠી બત્રીશીનું સાધુસામયદ્વાર્નિંશિકા એવું નામ છે. જેઓ સમ્યગુજ્ઞાનના પ્રભાવે જ્ઞાની છે, સર્વસંપન્કર ભિક્ષાના કારણે વાસ્તવિક ભિક્ષુ છે અને જ્ઞાનગર્ભિતવૈરાગ્યને લઈને વિરક્ત છે એ વાસ્તવિક સંયમી મહાત્મા છે. ચારિત્ર એકાદ અંશે સમૃદ્ધ હોય એમ નહીં, દરેક અંશે સમૃદ્ધ હોય તો સાધુસામગ્ય કહેવાય છે. એ માટે ત્રણ ચીજો-જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય આવશ્યક છે. એટલે આ બત્રીશીમાં ક્રમશઃ આ ત્રણેનું નિરૂપણ કરવામાં આવે છે. એમાંથી યશોદેશં નિર્દેશક ન્યાયે (=જે ક્રમે સામાન્ય રીતે ઉલ્લેખ કર્યો હોય એ ક્રમે વિશેષરૂપે નિરૂપણ કરવું એવા ન્યાયે) સૌ પ્રથમ જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવે છે - જ્ઞાનના ત્રણ પ્રકાર છે-વિષયપ્રતિભાસ, આત્મપરિણામવત્ અને તત્ત્વસંવેદન. જે જ્ઞાનમાં માત્ર વિષય જ ભાસે છે, પણ ભેગા એનો “આ હેય (ત્યાજ્ય) છે' એવી રીતે હેત્વાદિ ધર્મ ભાસતો નથી એ જ્ઞાનને વિષયપ્રતિભાસજ્ઞાન કહે છે. અહીં “હેયત્વાદિ એમ જે કહ્યું છે તેમાં રહેલા “આદિ' શબ્દથી ઉપાદેયત્વ અને ઉપેક્ષ્યત્વ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ધર્મો જાણવા. એટલે કે જ્ઞાનનો વિષય જ્યારે ઉપાદેય કે ઉપેક્ષ્ય હોય ત્યારે પણ માત્ર વિષય ભાસે, પણ સાથે સાથે “આ ઉપાદેય છે કે “આ ઉપેક્ષ્ય છે” આવો બોધ ન થાય તો એ વિષય પ્રતિભાસજ્ઞાન છે. વળી બોધમાં આ જેનો નિષેધ છે તે હેત્વાદિ ધર્મો પણ આત્માની અપેક્ષાએ જાણવા, બાકી ઇન્દ્રિયની અપેક્ષાએ જે હેત્વાદિ ધર્મો હોય છે તે તો આ વિષયપ્રતિભાસજ્ઞાનમાં ભાસી શકે છે એનો કાંઈ અહીં નિષેધ નથી. એટલે કે ઇન્દ્રિયને જે નાપસંદ છે તે કંટકસ્પર્શ-કટુરસ વગેરે જ્યારે જ્ઞાનમાં ભાસતા હોય ત્યારે ભેગું જ “આ ત્યાજ્ય છે? એવું પણ જણાય કે ઇન્દ્રિયને જે પસંદ છે તે સફચંદન-મધુરરસ વગેરે જ્યારે જ્ઞાનનો વિષય બનતા હોય ત્યારે ભેગું જ “આ ઉપાદેય છે (= આ મને ગમે છે-અનુકૂળ છે)' એવું પણ જણાય. એનો કાંઈ અહીં નિષેધ નથી. માત્ર આત્માને આનાથી નુક્શાન થશે માટે “આ હેય છે અથવા આત્માને આનાથી લાભ છે, માટે “આ ઉપાદેય છે' વગેરે રૂપ બોધનો જ અહીં નિષેધ છે. આનાથી આત્માની દૃષ્ટિએ અર્થ-લાભ થશે, આનાથી અનર્થ = ગેરલાભ-નુકસાન થશે એવા બોધરૂપ આત્માનો પોતાનો પરિણામ જેમાં વિદ્યમાન હોય તે આત્મ-પરિણામવત્ જ્ઞાન છે. અષ્ટકપ્રકરણની વૃત્તિમાં આની વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે એક ચોક્કસ પ્રકારના અનુષ્ઠાનથી જેનું સંપાદન થાય એવો આત્માનો પરિણામ જેમાં રહ્યો હોય તે આત્મપરિણામવત્ જ્ઞાન. એટલે કે, જ્યાં સુધી સમ્યત્વપ્રાપ્તિ થયેલી નહોતી ત્યાં સુધી વસ્તુના માત્ર બાહ્ય આકર્ષણાદિ જ (= ઇન્દ્રિયની દૃષ્ટિએ જ) ઈષ્ટત્વ કે અનિષ્ટત્વાદિ જ) ભાસતા હતા. પણ હવે સમ્યક્તની પ્રાપ્તિના કારણે માત્ર એ જ દેખાય છે એવું નથી રહેતું, પણ આત્માની દૃષ્ટિએ એના ઉપાદેયત્વ (= ઉપાદાનવિષયત્વ = ઈષ્ટત્વ) કે હેવાદિ (= ત્યાગવિષયત્વ = અનિષ્ટવાદિ) ધર્મો પણ ભેગા ભાસે છે. આશય એ છે કે ઇન્દ્રિય Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ બત્રીશી-૬, લેખાંક-૩૨ સમક્ષ ઉપસ્થિત થયેલ પદાર્થનો બોધ ઈન્દ્રિય દ્વારા થવાનો છે. એટલે ઈન્દ્રિય તો પોતાની અપેક્ષાએ એ પદાર્થમાં જે હેવાદિ રહ્યા હોય એ જણાવવાની જ છે. પણ જ્યારે આત્મામાં સમ્યક્ત પરિણામ ઝળહળતો હોય છે ત્યારે એ પણ કાંઈ ચૂપ બેસી રહેતો નથી. ઉપસ્થિત થયેલા પદાર્થનો આત્માની દૃષ્ટિએ જેવો હેયવાદિ પરિણામ હોય એને એ જણાવે છે. એટલે કે ઇન્દ્રિય દ્વારા થતા બોધમાં વિષયરૂપે આ હેયવાદિને એ સમ્યક્ત ઘુસાડે છે. તેથી, તે તે વિષયનો આત્માની અપેક્ષાએ જે હેત્વાદિ પરિણામ હોય તે પણ જ્ઞાનમાં ભાસે છે, માટે એ આત્મપરિણામવત્ જ્ઞાન કહેવાય છે. - હવે ત્રીજું તત્ત્વસંવેદન જ્ઞાન વિચારીએ. તત્ત્વ = પરમાર્થ. તેનું પ્રવૃત્તિ-નિવૃત્તિ આદિથી ગર્ભિત એવું સમ્યફવેદન = સંવેદન જેમાં હોય તે તત્ત્વસંવેદન પ્રકારનું ત્રીજું જ્ઞાન છે. આના લક્ષણમાં “તત્ત્વ” પદ જે મૂક્યું છે એનાથી મિથ્યાજ્ઞાનની બાદબાકી થઈ જાય છે. આશય એ છે કે મિથ્યાષ્ટિના જ્ઞાનમાં પણ સંવેદન તો હોય જ છે. પણ એ અતત્ત્વનું સંવેદન હોય છે, કારણકે એમાં ઈતરાંશનો નિષેધ હોય છે. કહેવાનો ભાવ એ છે કે કોઈપણ વસ્તુ નિત્યત્વઅનિત્યત્વ, સામાન્યત્વ-વિશેષત્વ, એકત્વ-અનેકત્વ... વગેરે સપ્રતિપક્ષ ધર્મોથી સંકળાયેલી હોય છે. પણ મિથ્યાજ્ઞાન એમાંના એક-એક ધર્મોને જ જુએ છે, તદન્ય ધર્મનો નિષેધ કરે છે. એટલે કે એ જો વસ્તુને નિત્ય તરીકે જુએ છે તો છેતરાંશ = અનિત્યત્વનો નિષેધ કરે છે, અને જો એ વસ્તુને અનિત્ય તરીકે જુએ છે તો ઇતરાંશ = નિત્યત્વને નકારે છે. તેથી મિથ્યાજ્ઞાનમાં અનિત્યસ્વાદિરૂપ ઇતરાંશથી નહીં સંકળાયેલ વસ્તુ જે ભાસે છે તે અતત્ત્વ છે. ને તેથી એ સંવેદન તત્ત્વસંવેદન નથી, પણ અતત્ત્વસંવેદન છે. અથવા વિષયપ્રતિભાસમાં ઈન્દ્રિયની અપેક્ષાએ જે હેત્વાદિ સંવેદાય છે એની અપેક્ષાએ આત્માની અપેક્ષાએ જે હેયત્વાદિ ધર્મો છે તે છેતરાંશ' છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે મિથ્યાત્વીજીવ આ ઇતરાંશને નકારતો હોય છે. કારણકે એનું જ્ઞાન હેયને ઉપાદેય જણાવે છે ને ઉપાદેયને હેય જણાવે છે. તેથી એના જ્ઞાનનો વિષય તદિતરાંશના નિષેધવાળો હોવાથી અતત્ત્વ છે, ને તેથી એનું સંવેદન તત્ત્વસંવેદનરૂપ બનતું નથી. ૩૩૮ વળી સંવેદનશબ્દમાં રહેલા ‘સં' શબ્દનો ‘સમ્યક્' એવો જે અર્થ છે એ અવિરતસમ્યક્ત્વીના જ્ઞાનની (= આત્મપરિણામવત જ્ઞાનની) બાદબાકી કરે છે, કારણ કે એનું જ્ઞાન વિરતિમાં પરિણમતું નથી. આશય એ છે કે ‘જ્ઞાનસ્ય ફલં વિરતિઃ’ આવું વચન જણાવે છે કે જ્ઞાનનું ફળ વિરતિ (= પાપવિરામ) છે. ‘જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ' આવું વાક્ય જણાવે છે કે જ્ઞાન અને ક્રિયા એ બેથી મોક્ષ મળે છે, એટલે કે જ્ઞાન-ક્રિયા એ મોક્ષમાર્ગ છે. વિરતિધરનું જ્ઞાન વિરતિને પેદા કરે છે ને વિરતિક્રિયાની સાથે મળીને સંપૂર્ણ મોક્ષમાર્ગરૂપ બને છે. મિથ્યાત્વીનું જ્ઞાન હેયને ઉપાદેયરૂપ જણાવી એમાં પ્રવૃત્તિ કરાવે છે ને ઉપાદેયને હેય જણાવી એની નિવૃત્તિ કરાવે છે. એટલે કે એનું મિથ્યાજ્ઞાન પાપથી વિરતિના બદલે પ્રવૃત્તિ કરાવે છે ને સંસારના માર્ગરૂપ બને છે. માટે એ અજ્ઞાન કહેવાય છે. ટૂંકમાં વિરતિધરને હેય પદાર્થ હેયરૂપે જ ભાસે છે ને એ એનાથી અટકે જ છે. મિથ્યાત્વીને એ ઉપાદેયરૂપે ભાસે છે ને એ એમાં પ્રવૃત્તિ જ કરે છે. એટલે કે આ બંનેને જેવું જ્ઞાન છે એ મુજબ જ પ્રવૃત્તિ-નિવૃત્તિ હોય છે. પણ અવિરતસમ્યગ્દષ્ટિની બાબતમાં આવું નથી. એનું જ્ઞાન છે તો જ્ઞાન જ, અજ્ઞાન નથી, કારણ કે (૧) હેયને હેય તરીકે જણાવે છે ને ઉપાદેયને ઉપાદેય તરીકે જણાવે છે. તથા, (૨) વિરતિક્રિયાને લાવી આપતું નથી, ને તેથી ક્રિયાઅંશની ન્યૂનતા રહેવાથી સંપૂર્ણ મોક્ષમાર્ગરૂપ ન બનતું હોવા છતાં અંશતઃ મોક્ષમાર્ગરૂપ તો બને જ છે, સંસારમાર્ગરૂપ કાંઈ બની જતું નથી. વળી, જ્ઞાન જ્ઞાનરૂપે જ જો કશુંક પેદા કરે તો તો વિરતિક્રિયાને જ પેદા કરે, વિષયકષાયની Page #64 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૬, લેખાંક-૩૨ ૩૩૯ ક્રિયાને-પાપક્રિયાને નહીં. એટલે પ્રશ્ન ઊભો થાય છે કે અવિરત સમ્યક્તીની પાપક્રિયા જે થાય છે અને એનો બોધ કયા રૂપે પેદા કરે છે ? એનો બોધ અજ્ઞાનરૂપ તો છે જ નહીં, ને તેથી અજ્ઞાનરૂપે પેદા કરે છે એમ કહી શકાતું નથી. આવા પ્રશ્નના જવાબમાં ગ્રન્થકાર કહે છે કે જ્યારે બોધની જ્ઞાન કે અજ્ઞાનરૂપે વિશેષવિવક્ષા કરવામાં ન આવે ત્યારે સામાન્યરૂપે એ “પ્રતિભાસ” કહેવાય છે. એટલે કે મિથ્યાત્વી વગેરે ત્રણેના બોધને સામાન્ય રીતે એક જ શબ્દથી જણાવવો હોય તો એ પ્રતિભાસ કહેવાય છે. અવિરતસમ્યક્તીનો બોધ આ પ્રતિભાસરૂપે જ હેયની પ્રવૃત્તિ કરાવે છે. ટૂંકમાં, વિરતિધરના બોધમાં જ્ઞાનત્વ અને પ્રતિભાસત્વ આ બે ધર્મો છે. એમાંથી જ્ઞાનવ ધર્મ સક્રિય બનીને વિરતિ પ્રવૃત્તિ કરાવે છે. મિથ્યાત્વીના બોધમાં અજ્ઞાનત્વ અને પ્રતિભાસત્વ આ બે ધર્મો છે. એમાંથી અજ્ઞાનત્વ ધર્મ સક્રિય બનીને વિષયપ્રવૃત્તિ-પાપપ્રવૃત્તિ કરાવે છે. અવિરતસમ્યવીના બોધમાં જ્ઞાનત્વ અને પ્રતિભાસત્વ ધર્મ રહેલા હોય છે. એમાંથી પ્રતિભાસત્વધર્મ સક્રિય બનીને એની પાસે વિષયપ્રવૃત્તિ-પાપપ્રવૃત્તિ કરાવે છે, પણ જ્ઞાનવધર્મ સક્રિય બનીને વિરતિપ્રવૃત્તિ કરાવતો નથી. પ્રશ્ન : વિરતિધરના બોધમાં જ્ઞાનવધર્મ સક્રિય બને છે તો અવિરતસમ્યક્વીના બોધમાં એ ધર્મ કેમ સક્રિય બનતો નથી. ઉત્તર : ચારિત્રમોહનીયકર્મનો ઉદય એને સક્રિય બનવા દેતો નથી એમ જાણવું જોઈએ. એટલે અવિરતસમ્યક્વીનું વેદન એ તત્ત્વનું વદન હોવા છતાં તત્ત્વનું સમ્યકવેદન = સંવેદન હોતું નથી. જેવું વદન હોય એવી જ પ્રવૃત્તિ કે નિવૃત્તિ થતી હોય તો જ વેદનને સમ્યકવેદન = સંવેદન કહેવાય છે. અવિરતસમ્યક્તી માટે એવું નથી, માટે એનો બોધ “તત્ત્વસંવેદન” નથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આમ, જ્ઞાન વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમત્ અને તત્ત્વસંવેદન એમ ત્રણ પ્રકારે છે. એમાંનું પ્રથમ વિષયપ્રતિભાસજ્ઞાન દૃષ્ટાન્નાદિથી વિચારીએ - ૩૪૦ પ્રથમ વિષયપ્રતિભાસજ્ઞાન મિથ્યાર્દષ્ટિઓને જ હોય છે. નાનું બાળક વગેરે મુગ્ધજીવ... રત હોય કે કાચ હોય.. વિષ હોય કે કંટક હોય.. એ તો દરેકના ઉપરના રૂપ-રંગ વગેરેને જ જુએ છે અને આકર્ષાઈ જાય છે. પણ આનાથી મને લાભ થશે કે નુકશાન થશે ? એનો એને વિચાર હોતો નથી. એમ, વિષયપ્રતિભાસજ્ઞાન પણ વિષયના બાહ્ય રૂપ-રંગ આકર્ષણને જ જુએ છે, પણ એના પરિણામે આવનારા દીર્ઘ દર્દનાક દુઃખોને એ જોતું નથી. અર્થાત્ વિષયોની મોહકતાને જુએ છે પણ મારકતાને જોતું નથી. અને તેથી એના હેયત્વાદિધર્મોને જોતું નથી. આ વિષયપ્રતિભાસજ્ઞાન મતિઅજ્ઞાન વગેરેના આવરણભૂત જે મતિઅજ્ઞાનાવરણ વગેરે કર્મો, તેના ક્ષયો– પશમથી પેદા થયેલું હોય છે. બીજું આત્મપરિણામવત્ જ્ઞાન ભિન્નગ્રન્થિક જીવને હોય છે. રાગ-દ્વેષની નિબિડગાંઠ એ અહીં ગ્રન્થિ છે. એનો જેણે ભેદ કર્યો છે એવો (સમ્યક્ત્વીજીવ) એ ભિન્નગ્રન્થિકજીવ. એ જીવને જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી આ બીજું જ્ઞાન થયું હોય છે. અલબત્ ચારિત્રમોહના ઉદયના કારણે ચારિત્રનો પ્રતિબંધ અવિરત-સમ્યક્ત્વીજીવને થયેલો હોય છે. છતાં આ જ્ઞાનમાં હેયપદાર્થોની હેયતા અને ઉપાદેયની ઉપાદેયતા ભાસતી હોવાથી, હેયનો ત્યાગ અને ઉપાદેયનું આચરણરૂપ જે ચારિત્ર, તેની ઇચ્છારૂપ શ્રદ્ધા હાજર હોય છે. અષ્ટક (૯૪)માં કહ્યું છે કે ખાડામાં પડતા જીવને, ખાડામાં પડવું એ નુક્સાનકારક છે એ વાતનું તથા એમાં પડવાથી થનારા દોષોનું જ્ઞાન હોય છે. છતાં એ જાતને ખાડામાં પડતી અટકાવી શક્તો નથી. ને તેથી પતન પામીને હાથ-પગ ભાંગવા વગે૨ેરૂપ અનેક અનર્થને પામે Page #66 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૬, લેખાંક-૩૨ ૩૪૧ છે. અવિરત સમ્યક્તીનું જ્ઞાન પણ આવું હોય છે. વિષયવિલાસમાં પડતા એનું જ્ઞાન એ વિલાસની ત્યાજ્યતાના અને એ વિલાસથી થનાર અનર્યાદિના નિશ્ચયવાળું હોય છે. ને છતાં ચારિત્ર મોહકર્મના ઉદયના કારણે એ વિષયવિલાસથી બચતો નથી ને તેથી અમર્યાદિત પામે છે. માટે એનું આત્મપરિણતિમતું જ્ઞાન અનર્થની પ્રાપ્તિથી યુક્ત કહેવાય છે. ત્રીજું તત્ત્વસંવેદનશાન સાધુ ભગવંતોને હોય છે. એ સત્યવૃત્તિ = ઉપાદેયની પ્રવૃત્તિ અને અસનિવૃત્તિ = હેયની નિવૃત્તિ સ્વરૂપ વિરતિથી યુક્ત હોય છે અને નિર્વિબફળપ્રદ હોય છે. આ જ્ઞાન સમ્યજ્ઞાનના આવરણકર્મના = સજજ્ઞાનાવરણના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. પ્રશ્ન : અહીં મિથ્યાત્વી વગેરે ત્રણના પ્રતિભાસને ક્રમશ: અજ્ઞાનાવરણ, જ્ઞાનાવરણ અને સજજ્ઞાનાવરણના ક્ષયોપશમજન્ય તમે કહો છો. પણ કર્મગ્રન્થ વગેરેમાં તો જ્ઞાનાવરણકર્મના આવા ભેદોનો કે તેના ક્ષયોપશમના અજ્ઞાનાવરણક્ષયોપશમ વગેરે રૂપ મેદોનો ઉલ્લેખ જોવા મળતો નથી. તો આ ભેદોની સંગતિ શી રીતે કરવી ? ઉત્તરઃ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ જ્યારે (૧) મિથ્યાત્વમોહનીય અને ચારિત્રમોહનીય એ બંનેના ઉદયથી સહકૃત હોય ત્યારે અજ્ઞાનાવરણક્ષયોપશમ કહેવાય છે (૨) મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમ અને ચારિત્રમોહનીયના ઉદયથી સહકૃત હોય ત્યારે જ્ઞાનાવરણક્ષયોપશમરૂપે કહેવાય છે અને (૩) મિથ્યાત્વમોહનીય તેમજ ચારિત્રમોહનીય એ બંનેના ક્ષયોપશમથી સહકૃત હોય છે ત્યારે સજજ્ઞાનાવરણક્ષયોપશમ કહેવાય છે. આ રીતે સંગતિ કરી શકાય. પ્રશ્ન : પણ આગળ તો એમ કહેવાના છે કે મોહનીયકર્મ સ્વરૂપ અન્યકર્મ દ્વારા પ્રવૃત્તિના ભેદની સંગતિ ન કરવી, પણ જ્ઞાનના જ ભેદ દ્વારા કરવી...... તો એની સંગતિ શી રીતે કરવી ? Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઉત્તર : ત્યાં કાર્યસ્વભાવભેદે કારણસ્વભાવભેદ માનવો જે આવશ્યક જણાવ્યો છે એનાથી એ સંગતિ કરી શકાય. એટલે કે મિથ્યાત્વી વગેરે ત્રણેની પ્રવૃત્તિ કે જે કાર્ય છે, તે જો જુદું જુદું છે તો એના કારણભૂત જ્ઞાન પણ જુદું જુદું હોવું જોઈએ. હવે જ્ઞાન જો જુદું જુદું છે તો એના કારણભૂત ક્ષયોપશમ પણ અલગ-અલગ પ્રકારનો સંભવે છે... હવે ક્ષયોપશમ જો ભિન્ન-ભિન્ન છે તો એના કારણભૂત આવરણકર્મ પણ ભિન્ન ભિન્ન પ્રકારનું હોવું જોઈએ, એટલે કે અજ્ઞાનાવરણ, જ્ઞાનાવરણ અને સજજ્ઞાનાવરણ એમ અલગ-અલગ પ્રકારનું હોવું જોઈએ. મિથ્યાત્વીને મિથ્યાત્વના પ્રભાવે પાપ અંગે હેત્વાદિનો બોધ જ હોતો નથી. એટલે પાપપ્રવૃત્તિ કરતી વખતે એના દિલમાં કોઈ કંપ = ડંખ હોતો નથી. એ તો મજેથી પાપ કરે છે. જ્યારે અવિરતસમ્યક્તીને તો હેયવાદિનો બોધ છે ને છતાં પાપ કરવું પડે છે, માટે એ વખતે એના દિલમાં ડંખ હોય છે. એટલે કે એની પાપપ્રવૃત્તિ સકંપ હોય છે. સાધુને વિરતિના પ્રભાવે પાપ નિવૃત્તિ અને અનવદ્ય પ્રવૃત્તિ જ હોય છે. ટૂંકમાં મિથ્યાત્વી આદિ ત્રણેની પાપ અંગે ક્રમશઃ નિષ્કપપ્રવૃત્તિ, સકંપપ્રવૃત્તિ અને નિવૃત્તિ હોય છે. વળી, સામાન્યથી પ્રવૃત્તિ પ્રત્યે જ્ઞાન કારણ હોય છે. એટલે પ્રસ્તુતમાં પ્રવૃત્તિ જો ત્રણ પ્રકારની છે તો એના કારણભૂત જ્ઞાન પણ અલગ-અલગ ત્રણ પ્રકારનું છે, ને તેથી એના કારણભૂત ક્ષયોપશમ.... ને ક્ષયોપશમના કારણભૂત આવરણકર્મ પણ અજ્ઞાનાવરણકર્મ વગેરે ત્રણરૂપે માનવું જોઈએ, કારણકે કાર્યસ્વભાવભેદે કારણસ્વભાવ ભેદ માનવો આવશ્યક હોય છે. એટલે કે કાર્ય જો અલગ સ્વભાવનું = અલગ પ્રકારનું છે તો એનું કારણ પણ અલગ પ્રકારનું હોવું જ જોઈએ. માટે જ્ઞાનના ત્રણ ભેદ માનવા જરૂરી છે. આ ત્રણ જ્ઞાનમાંથી ત્રીજા તત્ત્વસંવેદનજ્ઞાનનો સંસ્કારરૂપ Page #68 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૬, લેખાંક-૩૨ ૩૪૩ સંબંધ થાય ત્યારે સાધુ પૂર્ણતાને પામે છે, એટલે કે સાધુસામગ્ય થાય છે. પણ જો તત્ત્વસંવેદન હોવા છતાં એના સંસ્કાર ઊભા થયા ન હોય તો બે પરિસ્થિતિ નિર્માણ થાય છે. સંસ્કાર ન હોવા છતાં શક્તિ હોય ફરીથી યોગ થવાની યોગ્યતા જળવાઈ રહેલી હોય તો શંકાકાંક્ષા વગેરેથી આકર્ષગામી થાય, એટલે કે સાધુસામગ્યને પામેગુમાવે. પામે-ગુમાવે. એવું થયા કરે. પણ જો એનો પુનઃ યોગ થવાની શક્તિ જ ન જળવાઈ રહે તો એ સાધુનું અવશ્ય પતન થાય છે, એમાં કોઈ સંદેહ નથી. બહારથી વેશ વગેરે રહેવા છતાં અંદરથી તત્ત્વસંવેદનના સર્વથા અભાવમાં સાધુતા જળવાઈ રહેતી નથી. = પ્રશ્ન : આ તત્ત્વસંવેદન જ્ઞાનનો સંસ્કારરૂપ સંબંધ એટલે શું ? ઉત્તર : તત્ત્વસંવેદનમાં બે બાબતો છે-તત્ત્વનો બોધ (= હેયઉપાદેયનો યથાર્થ વિવેક કરી આપતો બોધ) ને એ બોધને અનુરૂપ નિવૃત્તિ-પ્રવૃત્તિ. આમાંથી, તત્ત્વબોધના સંસ્કાર એટલે, (૧) કોઈપણ સર્વજ્ઞોક્ત સૂક્ષ્મ બાબતો પોતાની બુદ્ધિમાં ન બેસે કે (૨) કોઈ પણ બાબત અંગે અન્યાન્ય શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન પ્રકારનું નિરૂપણ મળે કે (૩) કોઈ બાબતમાં શાસ્ત્રીય નિરૂપણ કરતાં પોતાના અનુભવ અલગ પડે.. આવા બધા પ્રસંગોએ સર્વજ્ઞવચનોમાં શંકા પડવાની સંભાવના પણ ન રહે... મારો ક્ષયોપશમ મન્દ છે. માટે મને બેસતું નથી. (૪) રાગ-દ્વેષ અને અજ્ઞાન... અસત્યવચનના આ ત્રણ કારણો છે. જેમણે આ ત્રણ કારણો દૂર કરી નાખ્યા છે એમના વચનોમાં અસત્યપણું હોય નહીં-તમેવ સર્જા નિસ્સું નં નિળેહિં પવેશ્ય ...વગેરે વિચારણાઓથી, તેમજ સન્મતિતર્ક વગેરે દર્શનગ્રન્થો, છેદગ્રન્થો, વિપુલ કર્મસાહિત્ય વગેરેના સહૃદયતાથી કરેલા એવા અધ્યયનાદિ કે જેના દ્વારા દિલમાંથી અવાજ ઊઠવા માંડે કે સર્વજ્ઞ સિવાય આવું નિરૂપણ કોઈ કરી શકે નહીં... આવા અધ્યયનાદિથી એવો ક્ષયોપશમ પ્રગટવો કે જેથી અન્યને જ્યાં શંકા પડવાની કે વિપરીત બોધ થવાની Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સંભાવના હોય ત્યાં પણ એવી સંભાવના ન રહે. ને પ્રભુના વચનોમાં તો ક્યાંય ગરબડ હોય નહીં. મારી સમજમાં ફે૨ હોય શકે...' સીધો આ વિચાર જ સ્ફુરે... આવી ભૂમિકા થઈ હોય એ યથાર્થજ્ઞાનનો સંસ્કારરૂપ સંબંધ થયો કહેવાય. એમ ડગલે ને પગલે. પોતાની તે તે પ્રવૃત્તિનું આ હેય કે ઉપાદેય છે ? એવું વિભાજન થયા કરવું... આ પણ એનો સંસ્કારરૂપ સંબંધ થયો કહેવાય. નહીંતર ક્યારેક શાસ્ત્રવચનોના એકાગ્ર ઉપયોગ-કાળે વાસ્તવિક શ્રદ્ધા કે હેયઉપાદેયનો યથાર્થ બોધ હોય, પણ જેવો એ ઉપયોગ છૂટ્યો કે પાછી કોઈપણ પ્રકારની ગરબડની શક્યતા... આવી અવસ્થા એ યથાર્થ બોધનો સંસ્કારરૂપ સંબંધ નથી. ને તેથી એ ક્યારેય પણ દગો દઈ દે... તેથી સામગ્રીની પૂર્ણતા થાય નહીં. હવે બોધાનુરૂપ પ્રવૃત્તિના સંસ્કારનો વિચાર કરીએ - ત્યાજ્ય પ્રવૃત્તિથી વિરમવાના એવા સંસ્કાર (= લબ્ધિ ક્ષયોપશમ) ઊભા થવા જોઈએ કે જેથી સ્વપ્નમાં પણ વિપરીત પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અટકી જવાનું થાય. જેમકે પ્રથમ અહિંસા મહાવ્રતનું પચ્ચકખાણ જો આવા સંસ્કાર ઊભા કરવામાં સમર્થ બન્યું હોય તો રાત્રે સ્વપ્નમાં પોતે કશે જઈ રહ્યા હોય ને વચ્ચે પાણીનો રેલો આવ્યો... તો તરત પગ અટકી જાય... સ્વપ્નમાં રેલવે દેખાય ને એમાં પોતે બેસ્યા આવું જોવા મળે તો સમજવું કે આવશ્યક સંસ્કાર ઊભા થયા નથી. એમ જાગ્રત અવસ્થામાં પણ જ્યારે જ્યારે મહાવ્રત વિરોધી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે ત્યારે સાવધાની આવે ને એનાથી અટકવાનું થાય તો સંસ્કારરૂપ સંબંધ થયો કહેવાય. જો સાવધાની આવી જાય કે આ પ્રવૃત્તિ મારા સંયમમહાવ્રત-સામાચારી વગેરેની વિરુદ્ધ છે ને છતાં પ્રમાદાદિવશ એ પ્રવૃત્તિ થાય તો તત્ત્વબોધના સંસ્કાર છે પણ તદનુરૂપ આચરણના સંસ્કાર નથી ને તેથી તત્ત્વસંવેદનનો સંસ્કાર સંબંધ નથી એ જાણવું... Page #70 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૬, લેખાંક-૩૨ ૩૪૫ ને જો એવી વિપરીત પ્રવૃત્તિ વખતે, આ પ્રવૃત્તિ “મારે ન કરાયત્યાજ્ય છે-મારા વ્રતને વિરોધી છે” આવી કોઈ સાવધાની આવવા છતાં પ્રમાદાદિવશ વિપરીત આચરણ એકવાર કર્યું. બીજીવાર કર્યું.. ત્રીજીવાર કર્યું.. એમ વારંવાર કરવાથી પછી સાવધાની આવવી પણ બંધ થઈ જવાની શક્યતા ઊભી થાય છે. જો એ બંધ થઈ જાય તો તત્ત્વબોધનો સંસ્કાર નષ્ટ થઈ ગયો એમ સમજવું જોઈએ. જેમ હેયની નિવૃત્તિ માટે કહ્યું એમ ઉપાદેયની પ્રવૃત્તિ અંગે જાણવું... દિવસ દરમિયાન હલન-ચલન વખતે પૂજવા-પ્રમાર્જવાનો એવો અભ્યાસ પડ્યો હોય કે જેથી રાત્રે નિદ્રામાં પણ પડખું ફેરવવાના અવસરે સંસ્કારવશાત્ રજોહરણથી પ્રમાર્જના થઈ જાય. સ્વમમાં પણ બોલવાનો પ્રસંગ આવે તો મુહપત્તિ મુખ આગળ આવી જાય. કોઈ એવી ગાઢ બિમારીમાં હાથ પગ હલાવી શકાય એમ ન હોય તો પણ બોલતી વખતે મુહપત્તી મુખ પાસે લઈ જવાનો ખ્યાલ રહ્યા કરે ને નથી લઈ જવાતી એનો ડંખ રહે તો તત્ત્વસંવેદનનો સંસ્કારરૂપ સંબંધ છે એમ જાણવું. આ બાબતમાં પણ હેયવત્ જાણવું. એટલે કે જાગ્રત અવસ્થામાં પણ બારી વાસતાં-ઉઘાડતાં પૂંજવાનું, એમ બોલતી વખતે મુહપત્તી મુખ પાસે લઈ જવાનું વગેરે યાદ આવે તો તત્ત્વબોધનો સંસ્કારરૂપ સંબંધ છે ને એ વખતે પંજવું વગેરે પણ અચૂક થાય તો તત્ત્વસંવેદનનો સંસ્કારાત્મક સંબંધ થયેલો નિશ્ચિત કરી શકાય. પાક્ષિકસૂત્રમાં “અલોહિયાએ-અનભિગમેણે-અભિગમેણ વા પમાએણે” આ જે પદો છે તે આનું સૂચન કરનારા લાગે છે. રોજિંદા જીવનમાં ઉપસ્થિત થતી પરિસ્થિતિઓમાં કેવી પ્રવૃત્તિ ત્યાજ્ય છે ને કેવી ઉપાદેય છે ? એનો શાસ્ત્રવચનાદિને અનુસરીને નિર્ણય કરી રાખ્યો હોય તો એ બોધ કહેવાય છે. રોજ અનેકશઃ કરેમિ ભંતે બોલવા છતાં, તે તે પરિસ્થિતિમાં મારા કેવા કેવા આચાર-વિચાર ને Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઉચ્ચાર સામાયિકને અનુકૂળ છે ને કેવા કેવા આચારાદિ સામાયિકને પ્રતિકૂળ છે આ બાબતનો કોઈ વિચાર જ ન કર્યો હોય, સર્વજ્ઞવચનો-અનુભવીઓના અનુભવો વગેરેને આધારે એનું વિભાજન જ ન કર્યું હોય, તો “મારે સાવદ્ય પ્રવૃત્તિઓના પચ્ચખાણ છે.” આવો ખ્યાલ હોવા છતાં હું હાલ જે કરી રહ્યો છું એ સાવદ્ય છે એવો ખ્યાલ ન હોવાથી એનું વારણ ન થાય ને તેથી સાવદ્ય પ્રવૃત્તિ જ થઈ રહી હોય એવી પૂર્ણ સંભાવના રહે છે. આવું વિભાજન કર્યું ન હોવું એ અબોધ કહેવાય છે. ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહેલા અગીતાર્થને સ્વયં આવી જાણકારી ન હોવા છતાં, દરેક વખતે ગુરુ દ્વારા હેય-ઉપાદેયનું માર્ગદર્શન મળી રહેતું હોવાથી ફળતઃ એ હોય જ છે. તેથી જ ગ્રન્થકારે પણ ગુરુપારતન્યને જ્ઞાનરૂપે કહી દીધું છે. - ઉક્તબોધ કર્યો હોવા છતાં તે તે પ્રવૃત્તિકાળ એ બોધ જો ઉપયોગરૂપે હુરે નહીં કે “આ મારા વ્રતને વિરોધી છે ને તેથી અકર્તવ્ય છે' તો અનભિગમ જાણવો. આવી અવસ્થામાં તત્ત્વબોધનો સંસ્કારરૂપ સંબંધ માની શકાય નહીં. પ્રતિકૂળ પ્રવૃત્તિ કરવાનો અવસર આવે ત્યારે તૂર્ત “આ મારે ત્યાજ્ય છે' એવો ઉપયોગ આવી જાય તો એ “અભિગમ” કહેવાય. આ તત્ત્વબોધનો સંસ્કારરૂપ સંબંધ થયો કહેવાય. આવો ઉપયોગ સ્ફરવા છતાં, પ્રમાદ હોય તો પ્રતિકૂળ પ્રવૃત્તિ થઈ જાય છે. આવી અવસ્થા એ તત્ત્વબોધ હોવા છતાં તત્ત્વસંવદનનો સંસ્કારરૂપ સંબંધ નથી એમ સમજવું. આમ સાધુસમયના પ્રથમ અંશ જ્ઞાનના ત્રણ પ્રકારો વિચાર્યા. હવે, એના બીજા અંશ ભિક્ષાનો વિચાર આગામી લેખમાં જોઈશું. Page #72 -------------------------------------------------------------------------- ________________ લેખાંક સાધુસમયના પ્રથમ અંશ જ્ઞાનના ત્રણ પ્રકારો ગયા લેખમાં જોયા. હવે બીજા અંશ ભિક્ષાનો આ લેખમાં વિચાર કરીએ. ભિક્ષા ત્રણ પ્રકારે છે. (૧) સર્વસંપત્કરી ભિક્ષા = મોક્ષસુધીની સર્વસંપત્તિઓને કરી આપવાના સ્વભાવવાળી ભિક્ષા. (૨) પૌરુષબી ભિક્ષા = પુરુષાર્થને હણનારી ભિક્ષા. અને (૩) વૃત્તિભિક્ષા = આજીવિકારૂપ ભિક્ષા. (૧) સર્વસંપત્કરી ભિક્ષા સંયમ પાલનાદિ કરવા માટે શરીરને ટકાવવું પડે. શરીરને ટકાવવા માટે ભોજન જોઈએ. ભોજન પોતે રાંધવાનું હોય તો આરંભ-સમારંભ થાય. એટલે સદા અમારંભી રહેવા માટે ભિક્ષા એ જ આધાર છે. આ ભિક્ષા સદા અનારંભનો હેતુ (= સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર કોઈ પણ જીવની વિરાધનાથી મનવચન- કે કાયાના કોઈપણ સ્તર પર સદા બચવું એ સદાઅનારંભ, તેનું કારણ) બને છે. આ ભિક્ષા આ સદાઅનારંભનો હેતુ જે બને છે તે (૧) હંમેશા હનન (= જીવઘાત)-પાચન વગેરે આરંભનો પરિહાર કરવા દ્વારા બને છે તથા (૨) સદાઅનારંભના ગુણગાનથી આત્મામાં રહેલો જે એક ચોક્કસ પ્રકારનો પરિણામ વ્યક્ત થાય છે. એ પરિણામથી થયેલી જયણા દ્વારા બને છે. સાધુ-સાધ્વીજી ભગવંતો ગોચરી વહોરી લાવ્યા બાદ ગુરુભગવંત પાસે આલોવતા હોય છે. એ આલોવવામાં શ્રી દશવૈકાલિક સૂત્રની “અહો જિર્ણહિં અસાવા...” ગાથા ચિંતવવાની હોય છે જેનો અર્થ છે : અહો ! શ્રી જિનેશ્વરદેવોએ સાધુઓને કેવી નિષ્પાપ વૃત્તિ-જીવનનિર્વાહની પદ્ધતિ બતાવી છે, કે જેથી જીવહિંસા વગેરે કોઈ પાપ લાગ્યા વગર મોક્ષની સાધનાના કારણભૂત શરીરને સાધુ સારી રીતે ધારી રાખી શકે છે. આ ચિંતવન સદાઅનારંભના આકર્ષણ-પાલનતત્પરતા વગેરેથી રંગાયેલો એવો Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કોઈક ચોક્કસ પરિણામ જાણી શકાય છે. એ ચોક્કસ પરિણામ જ જયણાનું પાલન કરાવી દે છે જેથી સદાઅનારંભિતા સંપન્ન થાય છે. પ્રશ્ન : બાળક અજ્ઞાન હોય છે. એટલે આત્મહિતનું અજ્ઞાન = અજાણપણું એ બાલતા=બાળકપણું કહેવાય છે. આવી બે પ્રકારે બાલતા હોય છે. આચારહીનતા આ પ્રથમબાલતા છે. અને એ આચારહીનતાનો બચાવ એ બીજી બાલતા છે. સંવિગ્નપાક્ષિકમાં આચારહીનતાના કારણે પ્રથમબાલતા હોય છે. પણ નિરૂપણ કરવાના અવસરે એ પોતાનો બચાવ નથી કરતો. પણ “આચારમાર્ગ તો આવો છે, હું શિથિલતાના કારણે આવું આચરણ કરું છું' વગેરે યથાર્થ નિરૂપણ કરે છે, માટે એનામાં દ્વિતીયબાલતા હોતી નથી. એટલે સંવિગ્નપાક્ષિક એકબાલ હોય છે. આવો એકબાલ સંવિગ્નપાક્ષિક દ્રવ્યમુનિ હોય છે, કારણ કે સંવિગ્નપાણિકપણાના કારણે = યથાર્થ પ્રરૂપણા વગેરેના કારણે એ ભાવસાધુપણું ભવિષ્યમાં પામવાનો હોય છે એવું ઉપદેશમાળા વગેરેમાં જણાવ્યું છે. આવા એકબાલદ્રવ્યમુનિ સંવિગ્નપાક્ષિકમાં આચારની શિથિલતાના કારણે સદાઅનારંભિતા હોતી નથી. એમ અગ્યારમી પડિમાને વહન કરનાર શ્રાવકમાં એ પ્રતિમાકાળ દરમ્યાન અનારંભિતા હોવા છતાં એની આગળપાછળના કાળમાં તો એ હોતી નથી. માટે સદાઅનારંભિતા હોતી નથી. ઉદ્યતવિહારી સાધુ-સાધ્વીજી ભગવંતો તો સદાઅનારંભ હોવાથી એમની ભિક્ષા તો સર્વસંપન્કરી હોય છે. પણ આવા સંવિગ્નપાક્ષિક કે અગ્યારમી ડિમાવહન કરનાર શ્રાવકની ભિક્ષાને કઈ માનવી? કારણ કે સદાઅનારંભિતા નથી, માટે સર્વસંપન્કરી નથી. તથા પૌરુષષ્મી કે વૃત્તિભિક્ષાની વ્યાખ્યા પણ એમની ભિક્ષામાં ઘટતી ન હોવાથી એ બે ભિક્ષા પણ કહી શકાતી નથી. ઉત્તર : એમની ભિક્ષા ફળતઃ સર્વસંપન્કરી હોય છે અથવા દ્રવ્યસર્વસંપત્કરી હોય છે. આશય એ છે કે શ્રીહરિભદ્રસૂરિમહારાજે Page #74 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૬, લેખાંક-૩૩ ૩૪૯ અષ્ટક (૫/૨)માં કહ્યું છે કે-જે સાધુ ધ્યાનાદિથી યુક્ત છે, ગુર્વાશામાં રહ્યો છે તેમજ સદાઅનારંભી છે તેની ભિક્ષા સર્વસંપત્કરી છે. આના ૫૨ વિચાર કરતાં જણાય છે કે આમાં ગુર્વાશામાં રહેવું-સદાઅનારંભિતા વગેરે જે શરતો દર્શાવેલી છે તે કદાચ સાક્ષાત્ ન હોય છતાં ફળતઃ જો હોય તો એ પણ ચાલે, નહીંતર વિશેષ સાધના માટે ગચ્છ છોડીને નીકળી ગયેલા જિનકલ્પી મુનિ વગેરેની ભિક્ષા પણ સર્વસંપત્કરી નહીં બને, કારણકે એ કાળે ગુરુથી અલગ વિચરતા હોવાથી તેઓ સાક્ષાત્ તો ગુર્વાશામાં રહ્યા હોતા નથી. છતાં, ગુર્વાશામાં ૨હેવાથી જે ફળ (લાભ) મળે એ જો મળી જતું હોય તો ફળતઃ ગુર્વાશામાં રહ્યા છે એમ કહેવાય છે. ગુરુ હિતશિક્ષા વગેરે સ્વરૂપ આજ્ઞા દ્વારા શિષ્યને હિતકરપ્રવૃત્તિમાં જોડે છે ને અહિતકરપ્રવૃત્તિથી વારે છે. ગીતાર્થગુરુની નિશ્રામાં રહેવાનું આ હિતમાં પ્રવૃત્તિ ને અહિતથી નિવૃત્તિ એ મુખ્યફળ છે. જિનકલ્પિક મુનિઓ ગુરુગચ્છનો ત્યાગ કરી એકાકી બનવા છતાં પોતાના જ્ઞાન-જાગૃતિ દ્વારા હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ કરતાં જ હોય છે. તેથી ગુર્વાશામાં રહેવાનું ફળ પામી જતા હોવાથી ફળતઃ ગુર્વાશામાં રહ્યા હોવા કહેવાય છે. કેવી સુંદર વાત છે. જેઓને જ્ઞાન નથી એવા અગીતાર્થોને ગીતાર્થનિશ્રાદ્વારા = ગુર્વાજ્ઞામાં રહેવા દ્વારા જ્ઞાનનું ફળ મળી જાય છે (હિતપ્રવૃત્તિ-અહિતનિવૃત્તિસ્વરૂપ જ્ઞાનનું ફળ મળી જાય છે.)ને તેથી તેઓને ફળતઃ જ્ઞાન હોવું કહેવાય છે. અને જેઓને વ્યવહારથી ગુર્વાજ્ઞામાં રહેવાપણું નથી તેવા જિનકલ્પિક વગેરેને જ્ઞાનદ્વા૨ા ફળતઃ ગુર્વાજ્ઞામાં રહેવાપણું કહેવાય છે. ધન્ય છે શ્રી જિનશાસન ! આમ સર્વસંપત્કરી ભિક્ષા માટે કહેલી એક શરત ગુર્વાશામાં રહેવાપણું... એ જો કે ફળતઃ હોય તો પણ ચાલે છે તો બીજી શરત સદા અનારંભિતા જે છે તે પણ ફળતઃ હોય તો ચાલે. ને ફળતઃ Page #75 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સદાઅનારંભિતા તો સંવિગ્નપાક્ષિક-અગ્યારમી પડિમાવહન કરનાર શ્રાવકમાં હોય જ છે. માટે એમની ભિક્ષા પણ સર્વસંપત્ઝરી હોય છે એ જાણવું. ૩૫૦ અથવા, સંવિગ્નપાક્ષિકપણું કે એવી પડિમાવાળું શ્રાવકપણું જેમ ભાવસાધુપણાનું કારણ છે, એમ એ શ્રાવકની ભિક્ષા ભાવસાધુની ભાવસર્વસંપત્કરી ભિક્ષાનું કારણ છે. એટલે એ શ્રાવકની ભિક્ષા પ્રધાન દ્રવ્ય સર્વસંપત્કરી ભિક્ષા છે, એમ જાણવું. હવે બીજી પૌરુષની ભિક્ષા-જે ભિક્ષા દીક્ષાની વિરોધી છે તે પૌરુષની ભિક્ષા છે. દીક્ષાના આવરણકર્મ ચારિત્ર મોહનીય કર્મનો જે બંધ કરાવે છે તે દીક્ષાની વિરોધી કહેવાય. સંયમનો સ્વીકાર કર્યા પછી પણ જે પૃથ્વીકાય વગેરે જીવોની વિરાધના કરીને ભિક્ષા લે છે, તથા શુદ્ધભિક્ષા પર જીવનારા ઉદ્યતવિહારી સાધુઓની નિંદા કરીને ભિક્ષા લે છે તેની ભિક્ષા પૌરુષની ભિક્ષા હોય છે. આ રીતે ભિક્ષા લેનારો સ્વ-પરના ધર્મની લઘુતા કરનાર બને છે. તથા, વેપાર અને રાંધવા વગેરેમાં આરંભ-સમારંભ થાય છે. એના કરતાં ભિક્ષાથી જીવનનિર્વાહ કરશું ને શેષસમયમાં સામાયિક વગેરે કરશું' એવું વિચારી જે ગૃહસ્થ ભિક્ષા લે છે એની પણ ભિક્ષા પૌરુષની જાણવી, કારણ કે એ પણ એવા આચરણ દ્વારા ‘આ જૈનો આવું અનુચિત કરનારા છે' વગેરેરૂપ શાસનનો અવર્ણવાદ થવામાં નિમિત્ત બની ધર્મની લઘુતા કરે છે. શંકા પણ આમાં તો આરંભ-સમારંભને વર્જવાનું હોવાથી અહિંસા રહેલી છે. તેથી અહિંસા પરમો ધર્મ ન્યાયે આ પણ ધર્મરૂપ કેમ નહીં ? - સમાધાન અહિંસા પરમો ધર્મ એ સ્થૂલદૃષ્ટિનું સૂત્ર છે. સૂક્ષ્મદૃષ્ટિએ તો ‘આજ્ઞા ૫૨મો ધર્મઃ' એ સૂત્ર છે. આ વાત પૂર્વે - Page #76 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૬, લેખાંક-૩૩ ૩પ૧ આવી ગઈ છે. પ્રભુની આજ્ઞા-શાસ્ત્રોક્ત વિધાન પણ સદાઅનારંભિતા માટે છે. એટલે કે જેમ જિનપૂજા એ ગૃહસ્થ માટે વિહિત છે તો સાધુ એના અનધિકારી છે એમ ભિક્ષાચર્યા એ સદાઅનારંભી માટે વિહિત છે, માટે ગૃહસ્થ એનો અનધિકારી છે. છતાં એ પોતાને એનો અધિકારી માની ભિક્ષા ફરે છે, માટે એ મોહાધીન છે. શંકા - પ્રતિમાપારી શ્રાવક પણ આરંભ-સમારંભ કરવાકરાવવા ન પડે એ માટે પ્રતિમાકાળે ભિક્ષાથી ઉદરપૂરણ કરે છે. તેથી એની ભિક્ષા પણ પૌરુષબ્બી જ કહેવાશે ને ? સમાધાન - પ્રતિમાપારી શ્રાવક મોહાધીન બનીને નહીં, પણ જિનાજ્ઞાને અનુસરીને ભિક્ષા ફરતો હોવાથી એની ભિક્ષા દીક્ષાની વિરોધી હોતી નથી, અર્થાત્ ચારિત્ર મોહનીય કર્મ બંધાવનાર હોતી નથી. પણ ઉપરથી જિનાજ્ઞાપાલન હોવાથી ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ કરાવવા દ્વારા દીક્ષાને અનુકૂળ હોય છે. તેથી એની ભિક્ષા પૌરુષષ્મી બની જતી નથી. શંકા - છતાં, “આ જૈનો આવું અનુચિત કરનારા છે” આવું બીજા ગૃહસ્થોની જેમ આના માટે પણ લોકોને થશે જ ને ? ને તેથી શાસનની લઘુતા તો થશે ને ? સમાધાન - સામાન્ય ગૃહસ્થ માટે, “આ આળસુ છે, કામ કશું કરવું નથી ને મફતીયું ખાવું છે, સમાજ પર ભારરૂપ છે' વગેરે રૂપે લોકને અનુચિતતા ભાસે છે પણ પડિમાધારી શ્રાવક માટે લોકને આવો વિચાર આવવો સંભવિત નથી. કારણ કે એ આગળ તો વેપાર વગેરે ઉદ્યમ કરનારો હતો જ, ને સંપન્ન હોય તો સમાજ માટે ખર્ચ કરનારો પણ હતો. એટલે લોકને એમ વિચાર આવી શકે કે હાલ કોઈ વ્રત છે માટે ભિક્ષા ફરે છે. જેમ સાધુ માટે થાય છે, એમ. ને તેથી શાસનની લઘુતા થતી નથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રશ્ન : આ બીજી ભિક્ષાને પૌરુષબી કેમ કહે છે ? ઉત્તર : યથાર્થસંયમ પાલન નથી, તો યોગ્ય પુરુષાર્થ દ્વારા જીવનનિર્વાહ કરવો જોઈએ. એના બદલે હૃષ્ટપુષ્ટ શરીર હોવા છતાં ભિક્ષાવૃત્તિ દ્વારા ઉદરપૂરણ કરવું એટલે એમાં પોતાનો પુરુષાર્થ હણાઈ રહ્યો છે, તથા ચારિત્રમોહનીયકર્મ બંધાતું હોવાથી ભવિષ્યમાં ચારિત્રનો પુરુષાર્થ પણ હણાવવાનો છે. માટે આ ભિક્ષાને પૌરુષષ્મી ભિક્ષા કહે છે. હવે ત્રીજી વૃત્તિ ભિક્ષા વિચારીએ. વૃત્તિ એટલે આજીવિકાજીવનનિર્વાહનું સાધન. જીવન નિર્વાહ માટે વેપાર-નોકરી-મજુરી વગેરે કશું કરવાનું જેનું સામર્થ્ય નથી. નથી આવડત કે નથી શરીરની એવી કેળવણી. એવી વ્યક્તિ જીવનનિર્વાહ માટે જે ભિક્ષા માગે એ વૃત્તિ ભિક્ષા કહેવાય. આંધળા-લૂલા-લંગડા-દીન-દુખિયારા જીવોને તેમજ કેટલાક સિદ્ધપુત્ર વગેરેને આવી ભિક્ષા હોય છે. આ ભિક્ષાની પાછળ પ્રેરકબળ મોહરાજા નથી. માટે આ ભિક્ષા પૌરુષબી નથી. અણઆવડત વગેરેના કારણે પુરુષાર્થ છે જ નહીં.. પછી એ હણાય શી રીતે ? માટે આ ભિક્ષા પૌરુષબી નથી. ભિક્ષા મળશે તો સંયમવૃદ્ધિ-નહીં મળશે તો તપોવૃદ્ધિ... આ સૂત્રાનુસારે ભિક્ષા દ્વારા સંયમની વૃદ્ધિ-શુદ્ધિ સાધવાનું પ્રયોજન સ્પષ્ટ જણાય છે. પરંતુ પ્રસ્તુતભિક્ષા કાંઈ સંયમશુદ્ધિના પ્રયોજનથી છે નહીં. ‘જો ભિક્ષા દ્વારા જીવનનિર્વાહ નહીં કરું તો મારે સ્વયં રસોઈ વગેરે કરવી પડે. જેમાં પજવનિકાયની વિરાધના થશે ને સંયમશુદ્ધિ નહીં રહે. એટલે સંયમશુદ્ધિ જાળવવા ને વધારવા માટે ભિક્ષાથી નિર્વાહ કરું' આવો કોઈ ઇરાદો પ્રસ્તુત ભિક્ષામાં હોતો નથી. તેથી આ ભિક્ષા સર્વસંપન્કરી ભિક્ષા નથી એ પણ સ્પષ્ટ છે. વળી વૃત્તિ માટે = આજીવિકા માટે આ ભિક્ષા છે એ તો સ્પષ્ટ છે જ. માટે આ વૃત્તિભિક્ષા છે. દીનહીન-અંધ વગેરેને જોઈને સામાન્યથી સજ્જનને Page #78 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૬, લેખાંક-૩૩ ૩૫૩ અનુકંપા જ જાગે છે, તિરસ્કારાદિ નહીં. ને તેથી અનુકંપાથી લોકો આ દીનાદિને ભિક્ષા આપતા હોવાથી આમાં ધર્મની એવી લઘુતા થવી લગભગ સંભવિત નથી. માટે આ ભિક્ષા પૌરુષની ભિક્ષા જેવી અતિદુષ્ટ નથી. નાની ઉંમરમાં દીક્ષા લીધી હોવાથી વેપાર વગેરે શીખ્યા ન હોય.. મજુરી વગેરે માટે પણ શારીરિક-માનસિક કેળવણી ન હોય. આવા કોઈક જીવોના પરિણામ પડ્યા પછી ઘણું સમજાવવા છતાં ચારિત્રના પરિણામ જાગતા નથી. વળી જીવનનિર્વાહનું કોઈ સાધન નથી એટલે ભિક્ષા તો ફરવાનું જ છે. માટે જે સંપૂર્ણ રીતે ગૃહસ્થ ન બની જાય ને મધ્યમમાર્ગ રાખે-જેમકે સિરે મુંડન કરાવતો હોયરજોહરણ ન હોય, પત્ની વિનાનો હોય... તુંબડુ લઈને ભિક્ષા ફરતો હોય.. આવાને સારૂપિક કહેવાય છે. આવા સારૂપિક વગેરેની ભિક્ષા પણ વૃત્તિભિક્ષા કહેવાય છે. પણ, ચારિત્રથી પતિત થયા હોવા છતાં જેઓ અત્યંત પાપભીરુ છે, ને સંવેગની તીવ્રતાના કારણે પ્રવ્રજ્યા પ્રતિ જ જેઓનું મન ઢળેલું છે (ને તેથી જેઓને પોતાની શિથિલતાનો મનમાં ઘણો રંજ છે... પ્રરૂપણા તો સૂત્રની જ છે, ઉત્સૂત્રની નહીં..) આવા જીવોની ભિક્ષા તો સર્વસંપત્કરી ભિક્ષા જ હોય છે. આવા સંવિગ્નપાક્ષિક અને ઉપર કહેલા સારૂપિક વગેરેને છોડીને બાકીના જે સંયમ છોડનારા હોય તેઓની તથા પુષ્ટ શરીરીઆરંભસમારંભ કરનારા અજૈન ગૃહસ્થોની જે ભિક્ષા તે પૌરુષની જ હોય છે, કારણકે કેવલ પુરુષાર્થને હણનારી હોય છે. આ ત્રણ પ્રકારની . ભિક્ષામાંથી સર્વસંપત્કરી ભિક્ષાથી સાધુસામગ્ય સંપન્ન થાય છે. એમાં પણ નવકોટિશુદ્ધપિંડનું ગ્રહણ કરવાથી સર્વસંપરી ભિક્ષા સંપન્ન થાય છે. ક્રયણ, હનન અને પચનદ્વારા અકૃત-અકારિત Page #79 -------------------------------------------------------------------------- ________________ વહોરાવવાની કલા અનુમોદનાને ૩૫૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે અને અકલ્પિત પિંડ એ નવકોટિશુદ્ધપિંડ કહેવાય છે. આ શબ્દોના અર્થ આવા છે-સાધુએ જે સ્વયં ન કર્યું હોય તે અકૃત. સાધુએ જે ગૃહસ્થ પાસે કરાવેલું ન હોય તે અકારિત, સાધુએ કરાવ્યું ન હોયકરવાની કોઈ સૂચના ગૃહસ્થને આપી ન હોય, છતાં ગૃહસ્થ જ પોતાની મેળે સાધુને વહોરાવવાની કલ્પનાથી જે બનાવે તે કલ્પિત. આવો કલ્પિતપિંડ વહોરવાથી, ગૃહસ્થ એ માટે કરેલા આરંભાદિની અનુમોદનાનો દોષ લાગે છે. માટે એને વર્જવાનો હોય છે. જે એવો ન હોય તે અકલ્પિતપિંડ. આમાં સ્વયં ન કર્યું હોય-ન કરાવ્યું હોય. વગેરે જે કહ્યું તે પણ ક્રયણ, હનન ને પચન એમ ત્રણરૂપે જાણવું. ખરીદવાની ક્રિયા એ ક્રયણ. એટલે કે સાધુએ સ્વયં ખરીદેલું ન હોય, ગૃહસ્થ પાસે ખરીદાવેલું ન હોય. કે ગૃહસ્થ પોતાની મેળે સાધુને વહોરાવવાની કલ્પનાથી ખરીદેલું ન હોય. આવો પિંડ ક્રયણરૂપે અકૃત-અકારિત અને અકલ્પિત કહેવાય. આ જ રીતે હનન અને પચન માટે જાણવું. ઝાડ પરથી ફળ વગેરે તોડવા-સમારવા. આ બધામાં એ જીવનો ઘાત થાય છે. આ હનન છે. અને રાંધવાની ક્રિયા એ પચન છે. શંકા - જેના કયણ, હનન કે પચનમાં સાધુને વહોરાવવાનો સંકલ્પ કર્યો હોય એવો સંકલ્પિત પિંડ પણ જો અગ્રાહ્ય હોય તો સાધુઓએ સદ્ગુહસ્થોને ત્યાં ભિક્ષાએ જઈ જ નહીં શકાય. કેમકે સગૃહસ્થો પેટભરા હોતા નથી, માટે રાંધવા વગેરેની બધી પ્રવૃત્તિ માત્ર સ્વ માટે ન કરતાં સ્વ-પર બન્ને માટે કરતા હોય છે. ભિક્ષાચરને આપવાની ગણતરી વિના માત્ર પોતાના પૂરતું જ રાંધે તો એમાં એમનું સદ્ગુહસ્થપણું જ ચાલ્યું જાય. તે પણ એટલા માટે કે દેવતા, માતા-પિતા, અતિથિ, અને ભર્તવ્યનું (જેનું ભરણપોષણ કરવાની પોતાની જવાબદારી છે એનું) પોષણ કર્યા બાદ શેષ ભોજન કરવું એ ગૃહસ્થધર્મ છે' એવું લૌકિક શાસ્ત્રોમાં કહ્યું છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ - - -- --- - બત્રીશી-૬, લેખાંક-૩૩ ૩૫૫ પ્રતિશંકા - રાંધવાના અવસરે સંકલ્પ કર્યો ન હોય પણ પછી અવસર આવે ત્યારે દાન દઈ દે. તેથી અસંકલ્પિત પિંડ સાધુને પણ મળી શકે છે ને ! શંકા - ના, જેને આપવાનો પહેલેથી સંકલ્પ કર્યો ન હોય તે સામાન્ય રીતે આપી શકાતું નથી. કેમકે એ પોતાના જ પૂરતું હોય, એટલે એનો પોતે જ ઉપયોગ કરવાનો હોય. તેમ છતાં જો આપી દે તો પછી પોતાના માટે નવું બનાવવું પડે જેમાં સાધુને પશ્ચાત્કર્મ લાગે. પ્રતિશંકા - કોઈ પણ અતિથિને સત્કાર્યા પછી ભોજન કરવા દ્વારા પણ સદ્ગૃહસ્થપણું જળવાઈ રહે છે. એટલે સાધુભગવંત સિવાયના સંન્યાસી વગેરેનો સંકલ્પ ભલે હોય. સાધુને તો એ કલ્પી જ શકે છે ને ! શંકા - શ્રીદશવૈકાલિક સૂત્રમાં તો કોઈને પણ દાન આપવાના (ને એના દ્વારા) પુણ્ય કમાવવાના સંકલ્પવાળું બધું જ ભોજન સાધુને અકથ્ય કહ્યું છે. ને તેથી સદ્ગુહસ્થ તો એવા સંકલ્પપૂર્વક જ રાંધતા હોવાથી એમના ઘરે સાધુએ ભિક્ષા જઈ જ નહીં શકાય.. સમાધાન - સંકલ્પિત પિંડ કોને કહેવાય ? એ સમજ્યા ન હોવાથી તમે આવી શંકા કરો છો. પોતાના વપરાશની ચીજ કરતા વધારાની ચીજ માટે દાન માટેની ચીજ માટે જો સ્પષ્ટ વિભાગપૂર્વક રાંધવામાં આવે કે “આટલું કુટુંબ માટે જ અને આટલું આપવા માટે જ' તો જ એ સંકલ્પિત પિંડ કહેવાય છે. સામાન્યથી સદ્ગુહસ્થો થોડું વધારે બનાવતા હોય તોપણ, “આટલું આપવા માટે જ છે, એનો કુટુંબ માટે ઉપયોગ નહીં જ કરવાનો “આવો આગ્રહ હોતો નથી, ને તેથી કદાચ આપવાનો અવસર ન આવે તો કુટુંબના ઉપયોગમાં લઈ જ લેતા હોય છે.” Page #81 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે બાકી પોતાના માટે રુંધાઈ ગયેલા ભોજનમાં ‘આમાંથી સાધુભગવંતોને વહોરાવીને પછી હું ઉપયોગ કરીશ' એવો સંકલ્પ ગૃહસ્થ કરે તો એ પણ દોષયુક્ત નથી, કારણકે એમાં હવે પછી કોઈ આરંભ-સમારંભ થવાનો નથી. આમાં કૃતિ અને નિષ્ઠા આ બે પદ દ્વારા ચાર ભાંગા થાય છે. કૃતિ એટલે રાંધવાની ક્રિયાનો પ્રારંભ.. અને નિષ્ઠા એટલે રાંધવાની ક્રિયાની સમાપ્તિ. ચાર ભાંગા આવા બને છે. (૧) સાધુ માટે કૃતિ અને સાધુ માટે નિષ્ઠા (૨) અન્ય માટે કૃતિ અને સાધુ માટે નિષ્ઠા (૩) સાધુ માટે કૃતિ, અન્ય માટે નિષ્ઠા અને (૪) અન્ય માટે કૃતિ અને અન્ય માટે નિષ્ઠા. આમાંથી છેલ્લા બે ભાંગા શુદ્ધ છે. ૩૫૬ શંકા - છતાં અસંકલ્પિત પિંડ અત્યંત દુર્લભ છે. માટે સંકલ્પિત પિંડને ગ્રાહ્ય માનવો જોઈએ. સમાધાન - એ રીતે શંતિ-પ્રક્ષિત વગેરે જે દોષો કહ્યા છે તે બધાથી રહિત પિંડ પણ દુષ્કર છે. માટે શું એવા દોષદુષ્ટ પિંડને પણ ગ્રાહ્ય માની લેવાનો ? પછી તો ગોચરીના દોષ જેવું કાંઈ રહેશે જ નહીં. તથા દાન આપવાની ઇચ્છા વગરના ય ઘણા લોકોની તથા યાચકોના અભાવકાળે પણ ઘણા લોકોની રાંધવા વગેરે પ્રવૃત્તિ થાય જ છે. માટે અસંકલ્પિતપિંડ કાંઈ સાવ અસંભવિત નથી. શંકા - છતાં આવા અસંકલ્પિત પિંડથી જીવનનિર્વાહ કરવો એ અત્યંત દુષ્કર તો છે જ. અને તેથી આવું અત્યંત દુષ્કર વિધાન દેખાડનાર આપ્તપુરુષ વસ્તુતઃ અનાપ્ત જ કહેવાય.. સમાધાન - શુદ્ધપિંડથી જીવનનિર્વાહ કરવો એ દુષ્કર છે જ. માટે જ મૂળ-ઉત્તર ગુણરૂપ સાધુધર્મને અત્યંત દુષ્કર કહ્યો છે. અતિદુર્લભ એવા મૌક્ષનું કારણ પણ અતિદુષ્કર જ હોય ને. એટલે, ઊલટું આના દ્વારા તો શાસ્ત્રકાર આપ્તપુરુષ તરીકે સિદ્ધ થઈ જ જાય Page #82 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૬, લેખાંક-૩૩ ૩૫૭ છે, કારણ કે અતિદુર્લભકાર્યના કારણ તરીકે અતિદુષ્કરધર્મરૂપ અનુરૂપ કારણ કહેનારા છે. શંકા - જે સાધુ મન-વચન-કાયાની શુદ્ધિવાળા છે, ગૃહસ્થ કરેલા આરંભ-સમારંભની મનથી પણ અનુમોદના ન થઈ જાય એની સાવધાનીવાળા છે, એ સંકલ્પિતપિંડને પણ પરિણામશુદ્ધિ જાળવી રાખીને વહોરે તો શું વાંધો છે ? કારણકે આરંભ-સમારંભના પચ્ચખ્ખાણનો આંશિક પણ ભંગ થતો નથી. સમાધાન - “આ પિંડ મારા માટે બનાવવામાં આવ્યો છે” આવું જાણવા છતાં સાધુ જો એનું ગ્રહણ કરે તો પ્રસંગદોષ લાગે છે. આશય એ છે કે આવું જાણવા છતાં જો વહોરવામાં આવે તો એ ભક્ત ગૃહસ્થને એમ થાય છે કે આ રીતે પણ આપણને તો લાભ મળે છે ને... માટે બીજીવાર પણ બનાવો. આમ ગૃહસ્થ બીજીવાર આરંભાદિની પ્રવૃત્તિ કરે છે જેનો દોષ સાધુને લાગે છે. માટે આ પ્રસંગદોષ પાપજનક છે. એટલે પાપજનકપ્રવૃત્તિને ટાળવા માટે એવા પિંડને ટાળવો જોઈએ. ગૃહસ્થાદિ દ્વારા થનારી સાધનિમિત્તક આરંભાદિપ્રવૃત્તિનો પરિહાર જેનાથી થાય એવા-એવો પિંડ ગ્રહણ ન કરવો વગેરેરૂપ-ઉપાયને જો સાધુ ન અજમાવે તો એના સામયનો ઘાત થાય છે. ને તેથી પ્રતિસમય અસંખ્યગુણ નિર્જરા કરાવનાર ગુણશ્રેણિની હાનિ થાય છે. આ નુકસાનથી જો બચવું છે, તો સંકલ્પિતપિંડનો ત્યાગ કરવો જ જોઈએ. આમ સાધુસામગ્યના બીજા ભિક્ષાઅંશની પ્રરૂપણા થઈ. હવે એના ત્રીજા અંશ વૈરાગ્યની વિચારણા આગામી લેખમાં જોઈશું. Page #83 -------------------------------------------------------------------------- ________________ લેખાંક ૩૪ સાધુસામગ્યના ત્રણ અંશો કહેલા. એના પ્રથમ અંશ જ્ઞાનના ત્રણ પ્રકારોનો ૩૨મા લેખમાં વિચાર કર્યો. બીજા ભિક્ષાઅંશનો ૩૩મા લેખમાં વિચાર કર્યો. હવે ત્રીજા વૈરાગ્યઅંશનો આ લેખમાં વિચાર કરવાનો છે. વૈરાગ્ય ત્રણ પ્રકારે કહેવાયેલો છે. દુઃખાન્વિત (=દુઃખગર્ભિત), મોહાન્વિત (= મોહગર્ભિત) અને જ્ઞાનાન્વિત (= જ્ઞાનગર્ભિત). (૧) દુઃખગર્ભિતવૈરાગ્ય-આ વૈરાગ્ય આર્તધ્યાનરૂપ છે. અર્થાત્ આ વસ્તુતઃ વૈરાગ્ય નથી, પણ, વૈરાગી જીવો વિષયવિલાસસાંસારિક સુખોને તિલાંજલિ આપી સાધનામાર્ગે જેમ જોડાતા હોય છે, એમ આવા જીવો પણ તત્કાળ તો વિષયસુખોને ને એની વ્યક્ત ઇચ્છાને તિલાંજલિ આપી સાધનામાર્ગે જોડાતા હોય છે, માટે બાહ્યદૃષ્ટિએ વૈરાગ્ય જેવું વર્તન હોવાથી એ વૈરાગ્ય કહેવાય છે. આશય એ છે કે સાંસારિક સુખોની ઇચ્છાનો વિચ્છેદ બે રીતે થાય છે-(૧) ‘આ વિષયો (વ્યક્તિ કે પ્રસંગો) મને મળી શકે એમ નથી' આવા અલભ્યવિષયત્વજ્ઞાનથી ઇચ્છાનો વિચ્છેદ થાય છે. અને (૨) ‘વિષયો ચંચળ છે, અલ્પકાલીન તુચ્છ સુખ આપીને દીર્ઘકાલીન દુર્ગતિના દુઃખો ઊભા કરનાર છે...' વગેરે પ્રતીતિના કારણે વિષયો પ્રત્યે દ્વેષ-નફરત પેદા થવા દ્વારા એની ઇચ્છાનો વિચ્છેદ થાય છે. ઇષ્ટ સામગ્રી-સંયોગને પામવાની પ્રબળ ઇચ્છા ને અઢળક પ્રયત્નો હોવા છતાં જ્યારે એ મળતા નથી.. ને ઉપરથી મળવાની આશા-સંભાવના પણ જણાતી નથી ત્યારે ‘આપણા નસીબમાં જ નથી... છોડો આ બધી ઝંઝટ...ને ત્યાગમાર્ગે સાધના કરો...’ આવી Page #84 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૩૪ ૩૫૯ આત્મપરિણતિ એ દુ:ખગર્ભિતવૈરાગ્ય અથવા જીવનમાં કોઈ અણકલ્પેલો આઘાત અચાનક આવી જાય ને તેથી સંસાર પરથી મન ઊઠી જાય એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. આમાં ગર્ભિત રીતે “મનપસંદ વસ્તુ ન મળવારૂપ કે અચાનક આવી પડેલા આઘાતરૂપ દુઃખદપરિસ્થિતિનો જ કંટાળો હોય છે, પણ “શું આવી પરિસ્થિતિ કે શું આનાથી વિપરીત સુખદપરિસ્થિતિ. આખો સંસાર નિર્ગુણ છે, મોટાભયંકર અનિષ્ટનું કારણ છે... આ રીતે સંસારની નિર્ગુણતા જોવાથી આખા સંસાર પર જે કંટાળો આવવો જોઈએ એ ગર્ભિત રીતે હોતો નથી. એ પણ જો આવી જાય તો પછી વૈરાગ્ય આર્તધ્યાનરૂપ ન રહેતાં, વાસ્તવિક બની જાય છે. આમ દુઃખગર્ભિતવૈરાગ્યમાં આખા સંસારવિષયક દ્વેષ-ઉદ્વેગકંટાળો હોતો નથી. એટલે સંસારસુખની અનિચ્છારૂપ વૈરાગ્ય પણ ઉત્કટ હોતો નથી, અનુત્કટ હોય છે. અને તેથી જ એ શારીરિક અને માનસિક દુઃખનો જનક હોય છે. આશય એ છે કે આમાં ઇચ્છાનો વિચ્છેદ (= અનિચ્છા) જે થયેલ છે તે મનપસંદ વસ્તુ ન મળવાના કારણે થયેલ છે. એટલે ધીમે ધીમે ઇચ્છા ખસી ગઈ હોવા છતાં મનમાં એક વસવસો રહી ગયો હોય છે કે-ઇચ્છા પૂરી ન થઈ. કહે છે ને કે બાયડી ન મળી એટલે બાવા થયા. એટલે જ્યારે જ્યારે ઇચ્છાની અપૂર્તિ યાદ આવે છે ત્યારે ત્યારે એક પ્રકારની પોતાની નિષ્ફળતા-ન્યૂનતા અનુભવવારૂપ દુઃખ થાય છે. પણ જેને આખા સંસાર પર ઉગ થવાના કારણે ઇચ્છાવિચ્છેદરૂપ વૈરાગ્ય થયેલો હોય છે તેને આવું કોઈ દુઃખ થતું નથી. કારણ કે એને પૂર્વે જે ઇચ્છા અધૂરી રહેલી તે કદાચ યાદ આવે તો પણ, “સારું થયું એ ઇચ્છા અધૂરી રહીં, નહીંતર વિષયો મળવા પર પાપ બંધાત ને પરિણામે ભયંકર દુઃખો વેઠવા પડત....” વગેરે વિચારધારા રહેવાથી દુઃખી થવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે જે આત્મકલ્યાણ માટે ઉપાદેય હોય એને આચરવું. ઉપાદેયપ્રવૃત્તિ કરવી એ સાધના છે. એમ, જે આત્મકલ્યાણ માટે નુકશાનકર્તા-હેય છે, એને ટાળવું. હેયનિવૃત્તિ.. એ પણ સાધના છે. આ બંને પ્રકારની સાધના દુઃખગર્ભિતવૈરાગ્યમાં એટલી પ્રબળ હોતી નથી. આશય એ છે કે સંસારનો ભય એ વૈરાગ્ય છે. જેનો ભય લાગે એનાથી ભાગવા માટે જીવ જ્યારે પ્રયાસ કરે છે ત્યારે પોતાની શક્તિ જોતો નથી, ને તેથી કલ્પના બહારનાં-પોતાના ગજા ઉપરાંતના કાર્યો કરી નાખે છે, આ વાત પ્રસિદ્ધ છે. ટૂંકમાં, ભયથી શક્તિસામર્થ્ય વધે છે. વૈરાગ્ય એ સંસારથી ભય લાગવારૂપ છે. એટલે એ જેટલો જોરદાર એટલાં જીવનાં શક્તિ બહારનાં કાર્યો પણ શક્ય બને છે. એટલે તાત્ત્વિક વૈરાગ્યવાળા જીવો તો શક્તિને ઉલ્લંઘીને પણ સાધના કરે છે. પણ દુઃખગર્ભિત વૈરાગ્ય એટલો પ્રબળ હોતો નથી. તેથી શક્તિને ઉલ્લંઘવાની તો વાત જ નથી. પણ શક્તિને અનુરૂપ પણ સાધના હોતી નથી. માયકાંગલી સાધના જ હોય છે. (૨) મોહગર્ભિતવૈરાગ્ય : સંસારની નિર્ગુણતા પિછાણી છે.. ને તેથી સંસારથી છૂટવાની અદમ્ય ઇચ્છા પણ પેદા થયેલી છે. પરંતુ જીવના કમનસીબે જો એને જીવનું વાસ્તવિક નિત્યાનિત્યાત્મકત્વાદિમય અનેકાંતસ્વરૂપ જણાવનાર જૈનદર્શન મળ્યું નથી.. ને “આત્મા સર્વથા (કૂટસ્થ) નિત્ય છે” (એટલે કે અનાદિકાળથી જેવા સ્વરૂપવાળો છે એવો જ છે એમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી) એવી માન્યતાવાળું કે “આત્મા ક્ષણિક છે' (એટલે કે પ્રતિક્ષણ સર્વથા નાશ પામી જાય છે, કોઈપણ સ્વરૂપે પ્રથમક્ષણમાંથી દ્વિતીયક્ષણમાં જતો નથી) એવી માન્યતાવાળું એકાન્તદર્શન એને મળ્યું છે. આવા આત્માના એકાન્તગર્ભિતજ્ઞાનથી સહકૃત વૈરાગ્ય એ મોહગર્ભિત વૈરાગ્ય છે. આ વૈરાગ્યવાળા જીવો Page #86 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૬, લેખાંક-૩૪ ૩૬૧ પણ લોકદષ્ટિએ એકદમ ઉપશમવાળા-સમતાધારી હોય છે. આ વૈરાગ્ય વિદ્યમાનવરના અનુભવ જેવો હોય છે. એટલે કે વર અત્યારે દબાઈ ગયેલો છે ને તેથી અત્યારે બહાર પોતાની અસર દેખાડતો નથી, છતાં એ યોગ્યતારૂપે રહેલો હોવાથી ગમે ત્યારે બહાર આવી શકે છે. એકાન્તવાદીઓનો ભવનર્ગુણ્યદર્શનથી થયેલો વૈરાગ્ય પણ આવો હોય છે. આ વૈરાગ્ય ઉત્કટ હોય છે, પણ મિથ્યાજ્ઞાનની વાસના છૂટી ન હોવાથી એ અપાયની અને પ્રતિપાતની શક્તિથી (= યોગ્યતાથી) યુક્ત હોય છે. આશય એ છે કે સંસારની નિર્ગુણતા પિછાણેલી છે.ને તેથી સંસારથી છૂટીને મોક્ષ પામવાની તમન્ના પણ છે. પણ આત્મા જો એકાત્તે નિત્ય હોય કે એકાન્ત અનિત્ય-ક્ષણિક હોય તો એની સંસાર અને મોક્ષ આવી બે ભિન્ન ભિન્ન અવસ્થા સંભવતી જ નથી.. આટલી પણ જાણકારી એને હોતી નથી. માટે એનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત તો શી રીતે કહેવાય ? વળી એ દુઃખગર્ભિત તો નથી જ. માટે પારિશેષન્યાયે એ મોહગર્ભિત કહેવાય છે. તથા, ભવનૈક્યદર્શનજન્ય વૈરાગ્યથી એ સંસારના વિકલ્પરૂપ જે મોક્ષ માટે મથી રહ્યો છે એ મોક્ષ જ એની એકાન્ત માન્યતાને અનુસાર ઘટી શકતો નથી. એટલે અસંગત ઉદેશવાળો હોવાથી પણ એનો વૈરાગ્ય મોહગર્ભિત કહેવાય છે. વળી આ વૈરાગ્ય ઉત્કટ હોવાના કારણે એ પ્રબળતાપૂર્વક સ્વમાન્ય સાધનામાર્ગે વળે છે. એમાં સ્વમાન્ય ગ્રન્થોનું અધ્યયન પણ આવે જ. એટલે ઉત્તરોત્તર સ્વમાન્યતાનો આગ્રહ પ્રાયઃ તીવ્ર બનતો જવાના કારણે મિથ્યાત્વ ગાઢ બનતું જાય છે. સંસારભ્રમણનું અને બધા દોષોનું મૂળ-મુખ્ય કારણ કોઈ હોય તો એ પ્રબળ મિથ્યાત્વ જ છે. એટલે વિષયાદિની તત્કાળ આસક્તિ ન હોવાથી વૈરાગ્ય હોય છે Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ર. બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઉપશમભાવ હોય છે. છતાં પ્રબળ મિથ્યાત્વના પ્રભાવે કાળાન્તરે વિષયાસક્તિ-ક્રોધાદિકષાયો વગેરે દોષો ઉત્કટ થયા વિના રહેતા નથી. માટે મોહગર્ભિતવૈરાગ્યને અપ્રગટપણે રહેલા જવર જેવો કહ્યો છે. અને એટલે જ એ પ્રતિપાતની શક્તિથી ને અપાયની શક્તિથી યુક્ત હોય છે એમ કહ્યું છે. કારણકે જ્યારે વિષયાસક્તિ વગેરે દોષો પ્રગટ અવસ્થા પામે છે ત્યારે રાગ-દ્વેષ પ્રવર્તવાથી વૈરાગ્યનો પ્રતિપાત ( નાશ) થઈ જાય છે ને રાગાદિના પ્રભાવે દુર્ગતિ વગેરરૂપ અપાય ઊભા થાય છે. એમ જૈનદર્શન પામ્યા હોવાના કારણે આત્માનું અનેકાન્તમય સ્વરૂપ સ્વીકારતા હોવા છતાં શાસ્ત્રવચનના અર્થઘટનમાં ગરબડ કરે ને એનો એકાન્ત કદાગ્રહ બંધાઈ જાય તો પણ વૈરાગ્ય મોહગર્ભિત બની જાય એમ લાગે છે, કારણકે આ પણ એક પ્રકારનો દૃષ્ટિરાગ છે, પ્રબળ મિથ્યાત્વરૂપ છે. ને પછી અન્યોન્ય શાસ્ત્રવચનોનું અર્થઘટન પણ એ જ કદાગ્રહગર્ભિત દૃષ્ટિથી થવાથી મિથ્યાત્વ-પક્ષરાગ ઉત્તરોત્તર ગાઢ બનતા જ જાય છે. અમુકવર્ગમાં આ વાસ્તવિકતા આજે પણ દૃષ્ટિગોચર થાય જ છે ને ! (૩) જ્ઞાનગર્ભિતવૈરાગ્ય-કર્મપરવશજીવોની કષ્ટમય-દુઃખમય પરંપરાને સકલનયસમૂહાત્મક વચનરૂપ સ્યાદ્વાદવિદ્યાથી જાણીને સંસારથી ભયભીત થયેલા જીવોનો વૈરાગ્ય એ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. મોક્ષના ઉપાયોનું પ્રકૃષ્ટ આચરણરૂપ જે રતત્રયીનું સામ્રાજ્ય. એનાથી આ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય યુક્ત હોય છે. આ જ્ઞાનાન્વિતવૈરાગ્યથી જ સાધુસામગ્ય સંપન્ન થાય છે. દુઃખગર્ભિત વૈરાગ્યથી અને મોહગર્ભિતવૈરાગ્યથી નહીં. છતાં ગુણવાન ગુરુનું પાતંત્ર્ય હોય તો આ બે વૈરાગ્યમાંનું દુઃખગર્ભિતત્વ અને મોહગર્ભિતત્વ નાશ પામી શકે છે, ને તેથી પછી વૈરાગ્ય જ્ઞાનગર્ભિત Page #88 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૬, લેખાંક-૩૪ ૩૬૩ બની શકે છે. એટલે આ વૈરાગ્યો પણ, ગુણવાન્ ગુરુનું પારતંત્ર્ય કેળવવામાં આવે તો ઉપકારક બની શકે છે. જ્ઞાનસહિતનો વૈરાગ્ય અપાયશક્તિનો પ્રતિબંધક છે. દુર્ગતિવગેરેના દુઃખો એ અપાય છે. એની યોગ્યતા એ અપાયશક્તિ છે. આ યોગ્યતાને જ જ્ઞાનયુક્ત વૈરાગ્ય ખતમ કરવા માંડે છે. એટલે સર્વથા દુઃખોચ્છેદ શક્ય બને છે. માટે આ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એ સાધુસામગ્યનો ત્રીજો અંશ છે. અથવા એમ પણ કહી શકાય કે વૈરાગ્યમાં એકબાજુ અપાયશક્તિ રહેલી છે, કારણ કે એ મોહગર્ભિત છે. છતાં જો ગુણવાન ગુરુનું પારતંત્ર્ય હોય તો એ વૈરાગ્યમાં જ્ઞાનગર્ભિતત્વ પણ લાવવા માંડે છે જે અપાયશક્તિનું પ્રતિબંધક હોવાથી અપાયશક્તિને હટાવવા માંડે છે.. અપાયશક્તિ હટી જવાથી સર્વથા દુ:ખોચ્છેદનો પ્રતિબંધક દૂર થઈ જાય છે, કારણ કે અપાયશક્તિ જ તો એ પ્રતિબંધક હતી. આમ પ્રતિબંધકાભાવ રૂપ કારણ પણ હાજર થઈ જવાથી સામગ્ય = સામગ્ર સામગ્રીનું સંપાદન થાય છે. નહીં કલ્પેલી દુર્ઘટના અચાનક બનવાથી દુઃખગર્ભિત વૈરાગ્ય થયો હોય કે અન્યધર્મના ઉપદેશથી મોહગર્ભિત વૈરાગ્ય થયેલો હોય.. પણ કોઈક શુભભવિતવ્યતા હોય ને તેથી પુણ્યયોગે સંવિગ્નગીતાર્થ ગુરુ ભગવંતનો યોગ થઈ જાય તેમજ આદરપૂર્વક એમની આજ્ઞાનું પાલન ચાલુ થાય તો એ દુ:ખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પરિણમે છે. શંકા ભાવશુદ્ધિથી વૈરાગ્ય સફળ બની શકે ને ? સમાધાન ના, નહીં બની શકે, કારણ કે એ ભાવશુદ્ધિ માર્ગને અનુસરનારી હોતી નથી. કહેવાનો આશય એ છે કે યમ (= મૂળ ગુણો-મહાવ્રતો)-નિયમ (= ઉત્તરગુણો) વગેરેના પાલનથી - ગુણવાન્ ગુરુનું પારતત્ર્ય કદાચ ભલે ન હોય.. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે થયેલી મનની સંક્લેશમુક્ત અવસ્થા એ ભાવશુદ્ધિ છે. નિમિત્ત મળવા છતાં વિષય-કષાયના પરિણામ જાગે નહીં-મોળા રહે.. એ મનની સંકલેશમુક્ત અવસ્થા છે. એ ભાવશુદ્ધિ છે. ગીતાર્થમહાત્માના ઉપદેશનો સ્વીકાર કરવાની યોગ્યતા એ પ્રજ્ઞાપનીયતા છે. એના વિનાનો જીવ અપ્રજ્ઞાપનીય છે. શાસ્ત્રની (= ગુરુવચનની) શ્રદ્ધા કરતાંય પોતાની કલ્પનાને મહત્ત્વ આપવું એ સ્વઆગ્રહ છે. ગીતાર્થ સંવિગ્ન ગુરુ ભગવંત જે કાંઈ પ્રવૃત્તિ કે નિવૃત્તિ કહે છે તે શાસ્ત્રવચનના ઐદંપર્યાર્થને અનુસરીને શિષ્યની હિતબુદ્ધિથી કહે છે. ગુરુવચન મુજબ કરવાથી મારું આત્મહિત થશે” આવી શ્રદ્ધા એકબાજુ છે. બીજીબાજુ પોતાની કલ્પનામાં કંઈક અન્ય ભાસી રહ્યું છે કે “આ રીતે કરીશ તો મારું હિત થશે .. એટલે મનમાં દ્વન્દ્ર ચાલે છે કે ગુરુવચન મુજબ કરવું કે સ્વકલ્પનામુજબ. એ વખતે શાસ્ત્રશ્રદ્ધા નબળી હોય અને સ્વકલ્પનાનો અભિનિવેશ વધુ હોય તો સ્વકલ્પનાનો વિજય થાય છે, અને ગુરુવચન વેગળું મૂકાય છે. એટલે ગુરુપાતંત્ર્ય વિના કરવામાં આવતા યમનિયમાદિથી થયેલ પરિણતિ સ્વઆગ્રહાત્મક છે. સ્વકલ્પનાને છોડીને ગીતાર્થવચનને સ્વીકારવા માટે એ તૈયાર હોતી નથી, માટે અપ્રજ્ઞાપનીય છે. એટલે એ ભાવશુદ્ધિ, માર્ગાનુસારી હોતી નથી, એટલે કે વિશિષ્ટ ગુણઠાણાની પ્રાપ્તિ કરાવી આપે એવા સાહજિક જીવપરિણામરૂપ માર્ગને અનુસરનારી હોતી નથી, ને તેથી વાસ્તવિક ભાવશુદ્ધિરૂપ હોતી નથી. રાગ, દ્વેષ અને મોહ... આ ત્રણ, ભાવને મલિન કરનારા હેતુઓ છે. એટલે આ ત્રણ જેમ વધુ હોય એમ ભાવમાલિન્ય તીવ્ર હોય છે. પછી ભાવશુદ્ધિ શી રીતે સંભવે ? સ્વબુદ્ધિકલ્પનારૂપ શિલ્પથી નિર્માણ થયેલી ચીજ વાસ્તવિક હોતી નથી. આવા અપ્રજ્ઞાપનીયજીવનો વૈરાગ્ય ઘણુંખરું મોહગર્ભિત હોય છે. અથવા સ્વકલ્પનાનો અભિ Page #90 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૬, લેખાંક-૩૪ ૩૬૫ નિવેશ, જ્ઞાનગર્ભિતવૈરાગ્યને પણ મોહગર્ભિત વૈરાગ્યમાં પરિણમાવી દે છે, જેમકે જમાલવિગેરેને. ગુરુપારતંત્ર્ય મોહને પાતળો કરનાર છે. એટલે જ શાસ્ત્રોના જાણકાર મહાત્મા દીક્ષાપ્રદાન, શાસ્ત્ર ભણવા-ભણાવવાની અનુજ્ઞાપ્રદાનાદિ અવસરે, ખમાસમણાણું હસ્થેણં' એમ કહે છે.. અર્થાત્ ‘ક્ષમાશ્રમણોના-પૂર્વગુરુઓના હાથે- એમની આજ્ઞાથી-એમના પ્રતિનિધિ તરીકે હું તમને આ અનુજ્ઞા આપું છું...' એવો ભાવ વ્યક્ત કરે છે. ગુણવાન્ ગુરુના ગીતાર્થતા-સંવિગ્નતા-આશ્રિતો પ્રત્યેની કરુણા... વગેરે ગુણોને જેણે પિછાણ્યા છે, તથા સ્વકીય ગુણદોષને પરખીને પોતે કેટલા પાણીમાં છે એવું જાણવા દ્વારા સ્વતંત્રપણે આત્મહિત સાધવાનું પોતાનું અસામર્થ્ય જેણે નિહાળ્યું છે એ ગુરુપારતન્ત્ય સ્વીકારે જ. વિશિષ્ટ આત્મકલ્યાણરૂપ મહોદય જેનો નજીકમાં છે તેવા જીવો જ આ ગુરુપારતન્ત્યને આદરી શકે છે. ગુણવાન્ ગુરુની આજ્ઞાનું પાલન કરવાથી ગુણવાન્ પ્રત્યે બહુમાન જાગે છે. આ બહુમાનને જોઈને લોકો આ જૈનશાસન કેવું સુંદર છે કે જેમાં ગુણવાનોનું આવું બહુમાન થાય છે' વગેરે રીતે પ્રવચનની પ્રશંસા કરે છે. આ પ્રશંસાથી એ પ્રશંસકોના આત્મામાં બીજ પડે છે...ને તેથી કાળાન્તરે તેઓને પણ પ્રવચનની પ્રાપ્તિપાલન વગેરે થાય છે... આ જ તો પ્રવચનની ઉન્નતિ છે. એટલે જ્ઞાનાદિગુણયુક્ત ગુરુનું બહુમાન કરનારો આ રીતે પ્રવચનની ઉન્નતિ કરનાર હોવાથી એનું સમ્યગ્દર્શન અનુત્તર=વિશિષ્ટ નિર્મળતાવાળું થાય છે. અન્યને સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ થાય છે ને પરિણામે એ બહુમાન કરનારની તીર્થંકરપણું વગેરે સુધીની ઉત્કૃષ્ટ ઉન્નતિ થાય છે. કારણ કે આ અનુત્તર સમ્યક્ત્વ તીવ્ર સંક્લેશ વિનાનું હોય છે, Page #91 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રશમાદિગુણોથી યુક્ત હોય છે, સર્વ સુખોના નિમિત્તભૂત હોય છે ને છેવટે સિદ્ધિસુખને લાવી આપનારું હોય છે. ગુણવાનું ગુરુના બહુમાનના બદલે જે નિંદા વગેરે કરે છે તે પ્રવચનની ઉન્નતિના બદલે અવનતિ કરે છે. કારણકે ગુણવાન્ગુરુની નિંદા વગેરે જોઈને લોકો “આ જૈનધર્મ કેવો છે ? કે જ્યાં ગુણવાનૂની પણ નિંદા-અવજ્ઞા વગેરે થાય છે' ઇત્યાદિરૂપે પ્રવચનની નિંદા કરે છે જે પ્રવચનની મલિનતા-હીનતારૂપ છે. આ રીતે હીલનામાં અનાભોગથી પણ પ્રવર્તનારાને એ જ વખતે મિથ્યાત્વનો ઉદય થાય છે, તેમજ બીજાને દુર્લભબોધિ બનાવનાર હોવાથી પણ એ મિથ્યાત્વનો ગાઢ બંધ કરે છે જે દુરંતસંસારમાં પરિભ્રમણરૂપ મહાઅનર્થનું કારણ છે આ બધી બાબતોને જાણીને જે બુદ્ધિમાન હોય છે એવા સાધુ ગીતાર્થ સંવિગ્ન ગુરુભગવંતની નિશ્રા સ્વીકારે છે. એનાથી એનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત બને છે. અને તેથી સાધુસામગ્ય સંપન્ન થાય છે. આમ, તત્ત્વસંવેદનશાન, સર્વસંપન્કરી ભિક્ષા.. અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય... આ ત્રણે શુદ્ધિપૂર્વક જે સાધુ સાધના કરે છે તેને જ્ઞાનાદિગુણોનું પૂર્ણત્વ સંપન્ન થવાથી એ પરમાનંદને પ્રાપ્ત કરે છે.. આમ છઠ્ઠી સાધુસાધ્યદ્વાર્નાિશિકા પૂર્ણ થઈ.. હવે આગામી લેખથી ધર્મવ્યવસ્થા બત્રીશીને વિચારીશું. Page #92 -------------------------------------------------------------------------- ________________ લેખાંક ૩૫ હવે સાતમી ધર્મવ્યવસ્થા બત્રીશીનો પ્રારંભ થાય છે. છઠ્ઠી બત્રીશીના છેલ્લા શ્લોકમાં કહ્યું હતું | ધર્મને ત્રણ પ્રકારની શુદ્ધિથી કે આચરતો જીવ પરમાનંદને પામે છે. એટલે હવે આ સાતમી બત્રીશીમાં એ ધર્મની વ્યવસ્થા દર્શાવવાની છે. આ વ્યવસ્થા ભક્ષ્યાભક્ષ્યના વિવેકી, ગમ્યાગમ્યના વિવેકથી, વિશેષપ્રકારના તપથી અને વિશેષપ્રકારની દયાથી થાય છે. અન્ય ધર્મોમાં આ ચાર અંગે અવિવેક પ્રવર્તે છે ને તેથી એના કારણે ધર્મના નામે અધર્મ થઈ રહ્યો છે. માટે એ અવિવેકનું નિરાકરણ કરી વિવેક દર્શાવવાનો છે. આમાં ઉપ૨ કહ્યા મુજબ ચાર પ્રકારનો વિવેક દર્શાવવાનો છે, માટે આ બત્રીશીના મુખ્ય ચાર અધિકારો છે. ‘માંસ પણ ભક્ષ્ય છે' આવું કહેનાર બૌદ્ધ અને બ્રાહ્મણનું નિરાકરણ બત્રીશીના બીજાથી સોળમા શ્લોકમાં છે. દારૂપણ પીવા યોગ્ય છે એવું કહેનાર મદ્યપાનવાદીનું ૧૭મા શ્લોકમાં નિરાકરણ છે. મૈથુન નિર્દોષ છે એવું જણાવનારનું તથા ગમ્ય-અગમ્ય (ભોગ્ય-અભોગ્ય) સ્ત્રીનો ભેદ નહીં માનનારા મંડલતંત્રવાદીનું ૧૮થી૨૪મા શ્લોકમાં નિરાકરણ છે. તપને ન આદરનારા ને દુઃખરૂપ કહેનારા બૌદ્ધનું ૨૫-૨૬મા શ્લોકમાં નિરસન છે. તાપસાદિથી પળાતી લૌકિક દયા અનિષ્ટ છે ને પ્રભુશાસનની લોકોત્તરદયા ઇષ્ટ છે એનું પ્રતિપાદન ૨૭ થી ૩૧માં શ્લોકમાં છે. આમાં સૌ પ્રથમ ભક્ષ્યાભક્ષ્યનો વિવેક વિચારાય છે બૌદ્ધ-માંસ પણ ભક્ષ્ય છે, કારણકે જીવનું કલેવર છે, જેમકે ભાત વગેરે.. ભાત એ ડાંગરના એકેન્દ્રિય-વનસ્પતિજીવનું કલેવર છે.. ને ભક્ષ્ય છે... એમ માંસ પણ બકરી વગેરે જીવનું કલેવર છે... માટે એ પણ ભક્ષ્ય છે.. (અલબત્ શિષ્ટલોકમાં માંસ વગેરે અભક્ષ્ય છે ને ભાત વગેરે ભક્ષ્ય છે એવી વ્યવસ્થા પ્રસિદ્ધ છે જ. છતાં, બૌદ્ધો આવા અનુમાન Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે દ્વારા માંસને ભક્ષ્ય સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે. એટલે આ અનુમાનને જ ખોટું ઠેરવવા ગ્રન્થકાર કહે છે.) જૈન-આ અનુમાન સ્વતંત્ર સાધન છે કે પ્રસંગસાધન છે ? (પોતાને જે માન્ય હોય એની સિદ્ધિ કરવા માટે સ્વતંત્રરીતે જે અનુમાનપ્રયોગ અપાય તે સ્વતંત્રસાધન કહેવાય છે. જેમકે- પર્વત અગ્નિવાળો છે, કારણ કે ધૂમાડાવાળો છે, જેમકે રસોડું... જે બાબત પોતાને માન્ય નથી... પણ સામી વ્યક્તિને માન્ય છે, એ બાબતનું નિરાકરણ કરવા માટે અપાતું અનુમાન એ પ્રસંગસાધન કહેવાય છે. આમાં, જે સિદ્ધાન્તના હેતુના આધારે સામી વ્યક્તિ સ્વમાન્ય વાત કરતી હોય એ જ સિદ્ધાન્તના-હેતુના આધારે સામી વ્યક્તિને પણ જે અમાન્ય હોય એવી કોઈ વાત એને માનવી પડવાની આપત્તિ (= અતિપ્રસંગ) દેખાડતું અનુમાન કરવાનું હોય છે. જેમકે આપણને શ્વેતાંબરોને વસ્ત્ર-પાત્ર વગેરે ધર્મોપકરણ ત્યાજ્ય છે' એવું માન્ય નથી... જ્યારે દિગંબરોને એવું માન્ય છે. એ માટે દિગંબરો ‘જેના પર મમતા-મૂર્છા થવી સંભવિત હોય.. અર્થાત્ જે મૂર્છાનો હેતુ હોય.. તે ત્યાજ્ય હોય...' આવા સિદ્ધાન્તનો આધાર લઈ આવું અનુમાન આપે છે કે-વસ્ત્રાદિ ત્યાજ્ય છે, કારણકે મૂર્છાના હેતુ (= કારણ) છે, જેમકે ધન. આપણને શ્વેતાંબરોને વસ્ત્રાદિની ત્યાજ્યતા માન્ય નથી.. માટે આ અનુમાનનું વારણ કરવા સામું અનુમાન આપીએ કે-આ રીતે તો તમારે દીક્ષા લેવા માત્રથી આહારનો ત્યાગ કરી દેવો પડશે, કારણ કે એ પણ મૂર્છાનો હેતુ છે જ. અર્થાત્ તમારે, ‘આહાર ત્યાજ્ય છે, કારણ કે મૂર્છાનું કારણ છે, જેમકે ધન...' આવા અનુમાનપ્રયોગના આધારે આહાર પણ ત્યાજ્ય માનવો પડશે. પણ દિગંબરને એ તો માન્ય નથી. એટલે આપણે એમને કહીએ છીએ કે મૂર્છાની કારણતારૂપ હેતુ હોવા છતાં જેમ આહારમાં ત્યાજ્યતા સિદ્ધ થતી નથી, એમ પ્રસ્તુતમાં પણ વસ્ત્ર-પાત્રમાં ત્યાજ્યતા તમારા અનુમાનથી સિદ્ધ થઈ શકતી નથી. આ રીતે Page #94 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૫ ૩૬૯ સ્વઅનભિપ્રેત ને સામાને અભિપ્રેત વસ્તુનું નિરાકરણ કરવા માટે અતિપ્રસંગ દેખાડતું આ અનુમાન જે આપ્યું તે પ્રસંગસાધન અનુમાન કહેવાય છે. આમાં પ્રસંગ એટલે જ અતિપ્રસંગ... એટલે જ અનભિપ્રેતની સિદ્ધિ માનવી પડવાની આપત્તિ. આમાં એ ખ્યાલ રાખવા જેવો છે કે સ્વતંત્રસાધન અનુમાનમાં હેતુ સ્વમતે સિદ્ધ હોવો જોઈએ. જ્યારે પ્રસંગસાધન અનુમાનમાં તે પરમતે સિદ્ધ હોવો જ જોઈએ, સ્વમતે હોય કે ન હોય તો પણ ચાલે. આને અનુસરીને જૈન બૌદ્ધને કહે છે -) જો તમે આપેલું અનુમાન સ્વતંત્રસાધન હોય તો એમાં આપેલું ભાત વગેરેનું દૃષ્ટાન્ત અયોગ્ય છે, કારણકે બૌદ્ધોને વનસ્પતિ વગેરે એકેન્દ્રિય જીવ તરીકે માન્ય નથી. માટે ભાત એ જીવના કલેવર તરીકે માન્ય ન હોવાથી એમાં હેતુ રહેલો નથી. જો તમે આપેલું આ અનુમાન પ્રસંગસાધન છે તો પણ અયોગ્ય છે, કારણ કે જે જીવનું કલેવર હોય તે ભક્ષ્ય હોય.. આવો અમે સિદ્ધાન્ત માન્યો જ નથી.. અર્થાત્ અમે કાંઈ આવા નિયમના આધારે ભાતને ભક્ષ્ય કહેતા નથી કે જેથી એના આધારે માંસ પણ ભક્ષ્ય બની જવાનો પ્રશ્ન પેદા થાય. અમે તો શિષ્ટ લોક અને આગમથી નિશ્ચિત થયેલ ભક્ષ્યાભક્ષ્યની વ્યવસ્થાના આધારે ભાતને ભક્ષ્ય ને માંસને અભક્ષ્ય કહીએ છીએ. આશય એ છે કે જે જીવનું કલેવર હોય તે ભક્ષ્ય હોય એવું અમે નથી કહેતા. કે જીવનું કલેવર હોય ને જેનું ભક્ષણ શક્ય હોય તે ભક્ષ્ય હોય એવું પણ અમે નથી કહેતા.. અમે તો એમ કહીએ છીએ કે જેનું ભક્ષણ અધર્મનું અજનક હોય તે ભક્ષ્ય. પ્રશ્ન : પણ કોનું ભક્ષણ અધર્મનું જનક ને કોનું ભક્ષણ અધર્મનું અજનક? આનો નિર્ણય શી રીતે થાય ? કારણકે અધર્મ (= પાપ) તો અતીન્દ્રિય હોવાથી ઉત્પન્ન થાય છે કે નહીં ? એ આપણને છદ્મસ્થને પ્રત્યક્ષ નથી. Page #95 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે . ઉત્તર ઃ એ આપણને પ્રત્યક્ષ નથી, એ વાત બરાબર. છતાં શાસ્ત્રવચનો દ્વારા અને શિષ્ટપુરુષોના આચરણ દ્વારા એ જાણી શકાય છે. ‘માંસભક્ષણ કરવું નહીં' આ રીતે શાસ્ત્રોમાં નિષેધક વચનો મળે છે એનો અર્થ જ એ કે એ બહુ મોટા અનિષ્ટને ભવિષ્યમાં કરનાર છે, ને એ પાપ વિના શક્ય જ નથી. માટે માંસભક્ષણ અધર્મજનક છે. એમ શિષ્ટપુરુષો પણ એનો જ નિષેધ કરતા હોય છે જે મોટું નુકસાન કરનાર હોય. આનાથી વિપરીત, શાસ્ત્રો જેનો નિષેધ ન કરતા હોય ને શિષ્યો જેનો નિષેધ ન કરતા હોય, એ મોટું નુકસાન કરનાર ન જ હોય, એ સ્પષ્ટ છે, એટલે જ એ અધર્મજનક ન હોય એ પણ સમજાય છે. માટે ભક્ષ્યાભક્ષ્યની વ્યવસ્થા આગમ દ્વારા ને શિષ્ટો દ્વારા થયેલી છે, એમાં માંસને અભક્ષ્ય કહ્યું છે-માટે માંસ અભક્ષ્ય છે. ૩૭૦ જો આવું નહીં માનો તો જેમ ગાયનું દૂધ પેય (= પીવા યોગ્ય) છે એમ લોહીને પણ પેય માનવું પડશે, જે મનાતું નથી. વળી ‘જીવના અંગરૂપ હોય તે ભક્ષ્ય' આવા નિયમના આધારે તો તમારે (બૌદ્ધોએ) તમારા ગુરુનું (= બૌદ્ધભિક્ષુનું) માંસ પણ ભક્ષ્ય માનવું પડશે, કારણ કે એ પણ જીવના અંગરૂપ તો છે જ. શંકા - ગાયના લોહીની જેમ ગાયનું દૂધ પણ એના શરીરનો એક હિસ્સો જ છે. એટલે દૂધપીવામાં પણ માંસભક્ષણ કેમ ન કહેવાય ? એટલે માંસાહારત્યાગીએ ગાયના દૂધનો પણ ત્યાગ કરવો જોઈએ. સમાધાન તમારી વાત બરાબર નથી, કારણ કે ગાયનું લોહી કે માંસ અને ગાયનું દૂધ આ બેમાં આસમાનજમીનનો ફરક છે. લોહી-માંસ ગાયના આરોગ્યના આધારભૂત છે, શારીરિક શક્તિના આધારભૂત છે, જીવનના આધારભૂત છે, દીર્ઘકાળ ટકનારા છે, એના વિના જીવન જ નથી.. દૂધ આવું નથી એ સ્પષ્ટ છે. લોહી-માંસ કાઢવામાં ગાયને પીડા થાય છે, દૂધ કાઢવામાં નહીં. દૂધ દોહવાનું બંધ કરી દેવામાં આવે તો નવું નવું બનવાનું અટકી જાય છે ને છતાં Page #96 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૫ ૩૭૧ ગાયના આરોગ્યને કે જીવનને કોઈ જોખમ પેદા થતું નથી... જ્યારે લોહી કાઢવામાં આવતું ન હોવા છતાં નવું-નવું બનતું જ જાય છે, એ જો બનવાનું બંધ થઈ જાય તો ગાયના આરોગ્યની સામે ને જીવનની સામે જોખમ ઊભું થાય જ. હા, એટલો વિવેક જરૂર જોઈએ જ કે ગાયના વાછરડાને આવશ્યક દૂધ છીનવાઈ ન જાય. બાકી તો આજના અર્થલક્ષી સમાજમાં, જો ગાયના દૂધનો ઉપયોગ પણ બંધ કરી દેવામાં આવે તો અદૂધાળા પ્રાણી કે ઓછું દૂધ આપનારા પશુઓ જેમ ઘણુંખરું કતલખાનાના હવાલે જાય છે, એવું જ દૂધાળી ગાય માટે પણ કેમ ન થાય ? વળી, લોહી અપેય હોવાથી દૂધને પણ અપેય કહેવાનું હોય, તો બાળકે માનું દૂધ પણ પીવાનું બંધ કરી દેવું પડશે, કારણકે માનું પણ લોહી તો અપેય છે જ. બાળકના જીવન માટે માતાના દૂધ જેવું અમૃત આ વિશ્વમાં કોઈ નથી... ને એના પછી ગાયના દૂધ જેવું અમૃત કોઈ નથી.. આ બે અમૃતથી વંચિત રાખવામાં આવે તો બાળકનું જીવન કેવું બને ? એના બદલે આ બે દ્વારા તંદુરસ્ત-દીર્ધાયુ બનેલ એ જ બાળકને કૃતજ્ઞતાના પાઠ જો ભણાવવામાં આવે તો એ માત્ર માની જ નહીં, ગાયની પણ એને ઉચિત સારી સેવા કરે જ. માંસ કાપનારને (કતલ કરનારને) અને ખાનારને જેવા ક્રૂરતામસીભાવો આવે છે એવા દૂધ દોહનારને કે પીનારને આવતા નથી જ, એ પણ જણાવે છે કે ગાયના દૂધને માંસની કક્ષામાં મૂકવું એ ઘોર અજ્ઞાન છે. અસ્તુ. એટલે, દૂધ અને લોહી ગાયના અંગરૂપે સમાન હોવા માત્રથી ભક્ષ્યત્વની બાબતમાં બંને સમાન નથી જ. એમાં તો દૂધ પેય અને લોહી અપેય એવું જ માનવામાં આવે છે, એમ પ્રાટ્યગત્વ સમાન હોવા છતાં ભાત વગેરે ભક્ષ્ય અને માંસ વગેરે અભક્ષ્ય એવી સિદ્ધ વ્યવસ્થાને સ્વીકારવી જ જોઈએ. નહીંતર તો હાડકા વગેરેને પણ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ભક્ષ્ય માનવા પડે, કારણ કે એ પણ પ્રાણંગ તો છે જ. બાકી, અમુક બાબતમાં (પ્રાણંગરૂપ હોવામાં) સમાનતા હોવા માત્રથી અન્ય બાબતમાં (ભક્ષ્યત્વમાં) પણ સમાનતા માનવાની હોય તો તો સ્ત્રીત્વ સમાન હોવાથી પત્ની અને માતા બંનેમાં ગમ્યત્વ (ભોગ્યત્વ)ની અપેક્ષાએ પણ સમાનતા માનવાનો પ્રશ્ન આવે. એટલે જ ‘પ્રાણંગ હોવાથી માંસ જો અભક્ષ્ય છે, તો ભાત વગેરે પણ અભક્ષ્ય બની જશે' આવી શંકા પણ યોગ્ય નથી, કારણ કે માંસને અમે અભક્ષ્ય જે કહીએ છીએ તે, એ પ્રાણંગ છે, માટે નહીં, પણ જીવસંસક્તિનું કારણ છે, માટે. પકવવામાં આવતી કાચી કે પાકી માંસપેશીઓમાં સર્વથા નિગોદજીવોની ઉત્પત્તિ થાય છે એવું શાસ્ત્રોમાં કહ્યું જ છે. બાકી તમારા (બૌદ્ધ)ના પણ લંકાવતાર, શીલપટલ વગેરે ગ્રન્થોમાં માંસભક્ષણનો નિષેધ મળે જ છે, માટે ‘પ્રાથંગ હોવાથી માંસ પણ ભક્ષ્ય છે' આવી બૌદ્ધની વાત વૃથા છે. હવે આ અંગે દ્વિજનો (બ્રાહ્મણનો)મત વિચારવામાં આવે છે દ્વિજ-માંસભક્ષણમાં, મદ્યપાનમાં અને મૈથુનસેવનમાં કોઈ દોષ નથી, કારણ કે જીવોને આ બધી બાબતો પ્રકૃતિરૂપ = સાહજિક = સ્વભાવભૂત હોય છે. હા, એનો ત્યાગ કરવામાં આવે તો એ મહાન્ અભ્યુદયરૂપ મહાફળ આપનાર હોય છે. જૈન-તમારી આ વાત બરાબર નથી, કારણકે તમારા જ શાસ્ત્રમાં ‘માંસ’ શબ્દ માટે એમ કહેવાયું છે કે માં (= મને) સ (= તે) ભવિષ્યમાં-પરલોકમાં ખાઈ જશે જેનું માંસ હું અહીં ખાઉં છું.' તમારા ગ્રન્થકાર મનુએ કહેલા આ વચનનો વિચાર કરીએ તો જણાય છે કે પોતે જેનું માંસ ખાઈ રહ્યો છે એના દ્વારા પોતે ખવાવાનો છે.. એ માટે જન્મ પણ લેવો પડે ને પાપનો ઉદય પણ Page #98 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - બત્રીશી-૭, લેખાંક-૩૫ ૩૭૩ થવો જોઈએ. કારણ કે પાપોદય વિના તો અન્યના જડબામાં ચવાઈ જવાની પીડા શી રીતે આવે ?) પાપનો ઉદય થવા માટે પાપબંધ પણ થવો જ જોઈએ. એટલે નિશ્ચિત થાય છે કે માંસભક્ષણ પાપજનક છે, ને પાપજનક છે માટે ત્યાજ્ય છે. દ્વિજ માંસભક્ષણ એ જીવોની પ્રકૃતિ છે, આવું વચન માંસને ભક્ષ્ય જણાવે છે.. “માં સ = મને તે પરલોકમાં ખાઈ જશે જેનું માંસ હું અહીં ખાઉં છું..” આવું મનુનું વચન માંસને અભક્ષ્ય જણાવે છે. આ બંને વચનો અમને માન્ય છે ને છતાં એમાં કોઈ પૂર્વાપર વિરોધ નથી, કારણ કે બંનેના વિષય જુદા જુદા છે. આશય એ છે કે આ માંસભક્ષણમાં દોષ જણાવનારો “માં સ ભક્ષયિતા...' શ્લોક મનુસ્મૃતિના પાંચમા અધ્યાયનો પંચાવનમો શ્લોક છે ને એ પછીનો તરતનો જ-છપ્પનમો શ્લોક “ન માંસભક્ષણે દોષ.” વગેરે છે જે માંસભક્ષણને નિર્દોષ જણાવે છે. તરતના જ પછીના શ્લોકમાં પૂર્વશ્લોક કરતાં સાવ વિરુદ્ધ વાત જણાવે એવું તો સંભવતું જ નથી. માટે આ બંનેનો વિષય અલગ-અલગ છે એમ માન્યા વિના છૂટકો નથી. એટલે એવું માનવામાં આવે છે કે પંચાવનમાં શ્લોકમાં જે નિષેધ છે તે શાસ્ત્રબાહ્ય માંસભક્ષણ અંગે છે ને છપ્પનમાં શ્લોકમાં જે વિધાન છે તે શાસ્ત્રવચનથી જે વિહિત છે તે વિશેષ પ્રકારના માંસભક્ષણઅંગે છે. આમ, નિષેધ જે છે તે અન્ય પ્રકારના માંસભક્ષણ અંગે છે ને વિધાન છે તે અન્ય પ્રકારના માંસભક્ષણ અંગે છે, પછી પરસ્પરવિરોધ ક્યાં રહ્યો ? વૈદિક મંત્રોથી સંસ્કાર કરાયેલું માંસ પ્રોફિતમાંસ કહેવાય છે, યજ્ઞવિધિ, શ્રાદ્ધવિધિ, પ્રાઘુર્ણક (= અતિથિ-મહેમાન) વિધિ વગેરે વિધિને અનુસાર, બ્રાહ્મણોએ ખાઈ લીધા પછી વધેલ તે તે પ્રોક્ષિત માંસનું બ્રાહ્મણોની અનુજ્ઞાપૂર્વક ભક્ષણ કરવું. આવું મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના સત્તાવીશમા શ્લોકમાં કહેલ છે. વળી ત્યાં એમ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પણ કહેલ છે કે પ્રાણાંત કષ્ટ આવ્યું હોય તો એમાંથી બચવા માટે પણ માંસભક્ષણ કરવું જોઈએ, કારણ કે કોઈપણ રીતે જાતને તો બચાવવી જ જોઈએ. આ વિહિત માંસભક્ષણ છે. એ માંસભક્ષણ કરવામાં કોઈ દોષ લાગતો નથી. આ સિવાયનું માંસભક્ષણ જ “માં સ ભક્ષયિતા ...” વગેરે શ્લોક દ્વારા નિષિદ્ધ છે. માટે પૂર્વાપરવિરોધ નથી. જૈન-તમારી વાત બરાબર નથી. “ન માંસભક્ષણે દોષઃ” વગેરે રૂપ મનુસ્મૃતિના પાંચમાં અધ્યાયનો છપ્પનમો જે શ્લોક છે એનો માંસભક્ષણના સંદર્ભમાં અર્થ આવો છે કે “માંસભક્ષણ કરવામાં કોઈ દોષ નથી. પણ એની નિવૃત્તિ મહાન્ ફળ આપનારી છે. આ અર્થ સ્પષ્ટ સૂચન કરે છે કે “જે માંસભક્ષણમાં કોઈ દોષ ન હોવાની અહીં વાત કરી છે એ જ માંસભક્ષણનો ત્યાગ મહાન ફળ આપનાર છે એવું જણાવવાનો અહીં અભિપ્રાય છે. દ્વિજ-હા, બરાબર છે, આવો જ અભિપ્રાય છે. એમાં દોષ શું છે ? જૈન-જેમાં કોઈ દોષ નથી એવા માંસભક્ષણ તરીકે તો તમને વિહિત એવું પ્રોતિમાંસભક્ષણ જ અભિપ્રેત છે. એટલે એવા પ્રોક્ષિત માંસભક્ષણની નિવૃત્તિ મહાનફળ આપનારી છે, એવું પણ તમને અભિપ્રેત થયું ને ? દ્વિજ-હા, બરાબર છે.. જૈન-પણ, એ બરાબર નથી, કારણ કે મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના પાંત્રીશમા શ્લોકમાં આમ જણાવ્યું છે કે-અવિધિના માંસભક્ષણનો ત્યાગ કરનારો તો નિર્દોષ જ છે. પણ વિહિત માંસભક્ષણ જે નથી કરતો એ નિર્દોષ નથી, પણ સદોષ છે. ને તેથી એ પરલોકમાં એકવીશભવ સુધી પશુપણું પામે છે. એટલે વિહિત એવા પ્રોહિતમાંસના ભક્ષણની નિવૃત્તિ (= ત્યાગ) એ મહાનફળવાળી નહીં, પણ મહાનુકસાનવાળી છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૫ ૩૭પ દ્વિજ-અહીં પણ વિષયવિભાગ કરવો જોઈએ. ગૃહસ્થપણામાં વિહિત એવું પ્રોફિતમાંસભક્ષણ નિર્દોષ છે ને એ ન કરવું એ સદોષ છે. પણ જ્યારે સંસારત્યાગ કરીને સંન્યાસ લેવારૂપ નિવૃત્તિ (= માંસભક્ષણત્યાગ) કરવામાં આવે છે ત્યારે એ મહાન્ અલ્યુદયફળ આપનાર બને છે. જૈન તો જ્યાં સુધી આ નિવૃત્તિ કરાતી નથી ત્યાં સુધી એ અભ્યદયથી વંચિત રહેવું એ જ એમાં દોષરૂપ કેમ નહીં? તથા, તમે એમ કહેવું છે કે “માંસભક્ષણમાં દોષ નથી, કારણકે એ જીવોની પ્રકૃતિરૂપ = સ્વભાવરૂપ છે. માંસાહારી લોકોને તો વિહિત શું કે નિષિદ્ધ શું ? બધું જ માંસભક્ષણ સહજ જ હોય છે. એટલે કે બધું જ માંસભક્ષણ નિર્દોષ બની ગયું. ને પછી “માં સ ભક્ષયિતાડપુત્ર.' વગેરે દોષપ્રદર્શક શ્લોકનો વિચાર કરવાનો અવસર આવ્યો ત્યારે તમે એમ કહો કે “અધિકારી વ્યક્તિ જે વિહિત માંસભક્ષણ કરે છે એ જ નિર્દોષ છે, બાકીનું માંસભક્ષણ તો સદોષ જ છે, તો આમાં પૂર્વાપરવિરોધ કેમ નહીં ? “વિહિત માંસભક્ષણ જ પ્રકૃતિરૂપ છે, ને એ સિવાયનું પ્રકૃતિરૂપ નથી.” એવું તો કોઈ રીતે સાબિત થઈ શકે એમ છે જ નહીં. તથા, તમે પ્રોષિતાદિવિશેષ પ્રકારના માંસભક્ષણને જ વિહિત કહો છો એનો મતલબ સામાન્ય રીતે તો = ઉત્સર્ગ તો એ નિષિદ્ધ જ છે. હવે ઉત્સર્ગ નિષિદ્ધ ચીજ તો એવું કોઈ પ્રબળ કારણ હોય તો જ અપવાદે વિહિત બની શકે છે. પ્રોક્ષિત માંસભક્ષણ માટે એવું કોઈ પ્રબળ કારણ દેખાતું નથી. સિવાય કે જીભની લાલસા. તેથી પ્રોક્ષિતમાંસભક્ષણ પણ સદોષ જ છે, નિર્દોષ નહીં. આ રીતે માંસભક્ષણની સદોષતા વિચારી. હવે મદ્યપાનમૈથુનની સદોષતા વગેરેનો વિચાર આગામી લેખમાં જોઈશું. Page #101 -------------------------------------------------------------------------- ________________ ‘માંસભક્ષણ, મદ્યપાન અને મૈથુનસેવનમાં કોઈ દોષ નથી, કારણ કે એ જીવોની પ્રકૃતિ છે' આવું દ્વિજ ૩૬ | કહે છે. એમાં માંસભક્ષણ સદોષ છે એ વાત પૂર્વના લેખમાં આપણે જોઈ ગયા. હવે, મદ્યપાન વગેરેમાં પણ દોષ છે, એ વાત આ લેખમાં વિચારવાની છે. લેખાંક મદ્યપાનને પ્રકૃતિરૂપ માનીને નિર્દોષ માનવાનું હોય તો એ રીતે તો ધૂમ્રપાન વગેરેને પણ કોઈ પ્રકૃતિરૂપ કહીને નિર્દોષ કહી દેશે... તો શું એ પણ સ્વીકારી લેવાનું ? મદ્યપાનમાં લક્ષ્મી-લજ્જા-વિવેક વગેરેનો નાશ થતો તો પ્રત્યક્ષ જ દેખાય છે. વળી જળમિશ્રિત અનેકદ્રવ્યોને રાખી મૂકવા દ્વારા શરાબ બને છે. આ રાખી મૂકવામાં ‘સંધાન’ થાય છે ને તેથી એમાં અનેક ત્રસજીવો ઉત્પન્ન થાય છે. એ જીવોની વિરાધના પણ એમાં દોષરૂપ છે જ. માટે એને નિર્દોષ શી રીતે કહેવાય ? વળી પુરાણકથાઓમાં પણ મદ્યપાન અતિદુષ્ટ છે એવું સંભળાય જ છે. તે આ રીતે કોઈક ઋષિએ ઘોર તપ આદર્યો. એનું પુણ્ય એટલું બધું વધી ગયું કે એ ઇન્દ્રસિંહાસનનો ઉમેદવાર બની ગયો. એટલે ઇન્દ્રને થયું કે ‘આ મહાતપસ્વી મને ઇન્દ્રાસન પરથી પદભ્રષ્ટ કરી નાખશે.’ આવું ન થાય એ માટે એને સાધનામાંથી વિચલિત કરવો જોઈએ. એટલે ઋષિને ક્ષોભ પમાડવા માટે એણે દેવાંગનાઓને મોકલી. એ દેવીઓએ એની પાસે આવીને વિનય કરીને એને પ્રસન્ન કર્યો. એટલે ઋષિએ એમને વરદાન માગવા કહ્યું. દેવીઓએ કહ્યું : તમે જીવહિંસા કરો અથવા મૈથુનસેવન કરો... ઋષિ વિચારે છે, આ તો નરકગમન કરાવનારા બહુ મોટા દોષ રૂપ છે. માટે બીજું કાંઈ Page #102 -------------------------------------------------------------------------- ________________ -૩૬ ૩૭૭ બત્રીશી-૭, લેખાંક-૩૬ વરદાન માગવા કહે છે... ત્યારે દેવીઓ કહે છે, “જો તમારે જીવહિંસા કે મૈથુનસેવન ન કરવું હોય તો તમે મદ્યપાન કરો એવી અમારી માગણી છે.” ઋષિ વિચારે છે કે ગોળ, ધાતકી કુસુમ, જળ વગેરેમાંથી દારુ બને છે. અને આ ગોળ વગેરે નિર્દોષ ચીજો છે, માટે મદ્યપાનમાં વાંધો નહીં. એટલે ઋષિએ એ વાત સ્વીકારીને મદ્યપાન કર્યું. પણ પછી નશો ચડવા પર હિંસા ય કરી ને મૈથુનસેવન પણ કર્યું. તપનું બધું સામર્થ્ય ભ્રષ્ટ થઈ ગયું. ને પરિણામે દુર્ગતિગમન થયું. આમ મદ્યપાન એ મહાદુષ્ટ છે. મદ્યપાનમાં નીચેના દોષો કહેવાયેલા છે. ચહેરાની સુંદરતા નષ્ટ થઈને કુરૂપતા આવે છે, રોગોનો સમૂહ પેદા થાય છે, સ્વજનો દ્વારા પરાભવ થાય છે, કાર્ય કરવાનો અવસર ચૂકી જવાય છે, બધાને શરાબી પ્રત્યે દ્વેષ જાગે છે ને એના કારણે શરાબીને પણ બધા પ્રત્યે દ્વેષ જાગે છે, જ્ઞાનનો નાશ થાય છે, યાદશક્તિ ક્ષીણ થવા માંડે છે, બુદ્ધિની હાનિ થાય છે, સજ્જનો એને છોડી દે છે, ને તેથી જ પછી દુર્જનોનો જ સંગ રહે છે ને એવા નીચજનની સેવા કરવી પડે છે, કઠોરતા આવે છે, લોકો શરાબીને નીચકુલનો માને છે, બળ ક્ષીણ થાય છે, ધર્મની હાનિ થાય છે, કામની હાનિ થાય છે, અર્થ (ધન)ની હાનિ થાય છે. આમ મદ્યપાનની સદોષતા વિચારી... હવે મૈથુનની સદોષતાની વાત - હિંસા વગેરે નિષિદ્ધ છે, પણ સર્વથા નિષિદ્ધ નથી. એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થઈ જાય તો અપવાદપદે હિંસા વગેરે પણ વિહિત બને છે. પણ એ રીતે મૈથુનની અપવાદપદે પણ છૂટ આપવામાં આવી નથી... એ સર્વથા નિષિદ્ધ જ છે. આ શાસ્ત્રોક્ત વાતમાં શાસ્ત્રકારોએ જ એવું કારણ આપ્યું છે કે હિંસા વગેરે રાગલેષ વિના પણ થઈ શકે છે, માટે અપવાદે એની અનુજ્ઞા શક્ય બને Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે છે. પણ મૈથુન તો કોઈ રીતે રાગ-દ્વેષ વિના સંભવિત નથી. એમાં રાગ-દ્વેષ થાય જ છે. માટે એ દુષ્ટ છે જ. વળી, એ અધર્મનું મૂળ છે એમ શ્રીદશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે. તેમજ “એ મહાઅસંયમકારી છે' એવું શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે માટે મૈથુનસેવન દુષ્ટ જ છે એમાં કોઈ શંકા નથી. તિજ-“અપુત્રીયાની ગતિ (= સદ્ગતિ) થતી નથી.” આવું શાસ્ત્રવચન છે. તે પણ એટલા માટે છે કે પુત્ર હોય તો એ પિતૃશ્રાદ્ધ કરે જેથી પિતાની સદ્ગતિ થાય. જો પુત્ર ન હોય તો પિતૃશ્રાદ્ધ ન થવાથી પિતા અવગતીયા થાય... એટલે પિતૃશ્રાદ્ધરૂપ ધર્મ માટે અધિકારી ગૃહસ્થને પુત્રની ઈચ્છા જાગે જ. અને એ ઇચ્છાને સફળ કરવા માટે એણે સ્વપતી સાથે ઋતુકાળે મૈથુન સેવવું જ પડે. આ રીતે ધર્મ માટે પુત્રને ઇચ્છતો અધિકારી ગૃહસ્થ ઋતુકાળે સ્વપતી સાથે મૈથુનસેવન કરે એ દુષ્ટ નથી, જેમકે સુધાકાળે ભોજન. હા, જો પરસ્ત્રી કે વેશ્યા સાથે મૈથુનસેવન કરવામાં આવે તો એ જરૂર અનર્થકર છે. એમ સ્વસ્ત્રી સાથે પણ જો ઋતુકાળ સવિાય એ કરવામાં આવે તો પણ એ દુષ્ટ છે જ. કહ્યું જ છે કે “ઋતુકાળ વીત્યા બાદ જે મૈથુનસેવન કરે છે તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે અને દિવસે દિવસે સૂતક લાગે છે.' જૈન-આમ કહેવું યોગ્ય નથી, કારણકે આ રીતે પણ સ્વરૂપે તો એ દુષ્ટ હોવું જ સિદ્ધ થાય છે. આશય એ છે કે દ્વિજના મતે કૂતરાનું માંસ સામાન્યથી નિષિદ્ધ છે... પણ કોઈ એવા કારણે અપવાદપદે એ માન્ય છે. આમ અપવાદપદે માન્ય હોવા છતાં સ્વરૂપે તો દ્વિજમતે પણ એ નિર્દોષ નથી જ, કેમકે જો એ નિર્દોષ હોત તો એમાં પ્રાયશ્ચિત કહેત નહીં, પણ કહેલું તો છે જ. એટલે અમુક અવસ્થામાં કારણવશાત્ એ સેવાતું હોવા છતાં સ્વરૂપે તો એ દુષ્ટ જ છે, એમ મૈથુન પણ સ્વરૂપે તો દુષ્ટ જ છે. તેમ છતાં સાધુપણું Page #104 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૬ ૩૭૯ પાળવા માટે અસમર્થ જીવ પોતાની વાસના વિકૃતિરૂપ ન બની જાય એ માટે એને સેવે છે. ભૂત વધારે તોફાન ન મચાવે એ માટે એને બલિ-બાકળા આપી દેવા જેવું આ છે. બાકી જો એ સર્વથા નિર્દોષ હોત તો કુમારઅવસ્થાથી સાધુપણાના પાલનનો ઉપદેશ જ્ઞાનીઓ આપત જ નહીં. તેમજ ગૃહસ્થપણાનાં ત્યાગનો ઉપદેશ પણ આપત જ નહીં, કારણ કે સર્વથા નિર્દોષ ચીજનો કાંઈ ત્યાગ કરવાનો હોતો નથી. - તિજ-અપવાદ પણ એક માર્ગ છે, ને જે માર્ગરૂપ હોય એ દુષ્ટ હોય નહીં. એટલે આપવાદિક મૈથુન તો નિર્દોષ પણ બની જ ગયું ને? જૈન-ના, મૈથુન અપવાદપદે પણ નિર્દોષ નથી. કારણ કે ધર્મ માટે પુત્રેછુ અધિકારી વ્યક્તિ સ્વપતી સાથે ઋતુકાળે જે મૈથુનસેવન કરે છે તે પણ લિંગની-ઇન્દ્રિયની વિકૃતિ વિના સંભવિત હોતું નથી જ. અને આવી વિકૃતિ કામની ઉત્તેજના વિના સંભવતી નથી, જેમકે ભય વગેરેની અવસ્થામાં કે જ્યારે કામની ઉત્તેજના સંભવતી નથી ત્યારે ઇન્દ્રિય વિકૃત પણ થતી નથી જ. કામવાસનાની ઉત્તેજના એ રાગ” (કામરાગ) જ છે. ને તેથી રાગવિના મૈથુન સંભવતું ન હોવાથી એ નિર્દોષ હોતું નથી. કામરાગ નિર્દોષ શી રીતે હોય શકે ? એટલે જ શાસ્ત્રકારોએ મૈથુન અંગે અપવાદ હોવાનો નિષેધ કર્યો છે. માટે મૈથુન એ આપવાદિક હોતું નથી જ, ને તેથી એ અપવાદાત્મક માર્ગરૂપ પણ નથી જ. અને જે માર્ગરૂપ નથી એ નિર્દોષ શી રીતે હોય શકે ? માટે મૈથુન સદોષ જ છે. વળી, વેદમાં જણાવ્યું છે કે “સ્ત્રીસંગ્રહ ન કરવો હોય અને તેથી સ્નાન ન કરવું એ તો સારામાં સારું જ છે. પણ જો સ્ત્રીસંગ્રહ કરવો હોય ને એ માટે સ્નાન કરવાનું હોય તો એ વેદપાઠ કરીને જ કરવું. (આ વાત “વેદં હૃધીત્ય સ્નાયા આવા વેદવાક્ય દ્વારા Page #105 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કહેવાયેલી છે.) આમાં સ્પષ્ટ જણાય છે કે સ્ત્રીસંગ્રહ ન કરવારૂપ સંન્યાસપણું જ પ્રથમ નંબરે છે, સ્ત્રીસંગ્રહરૂપ ગૃહસ્થપણે તો એનાથી હિન જ છે. અને તેથી ગૃહસ્થપણામાં સંભવિત એવું મૈથુનસેવન પણ હીન હોવાથી “એમાં દોષ નથી' એમ કહી એની પ્રશંસા કરવી એ આપ્તપુરુષ માટે યોગ્ય નથી. કારણ કે આપ્તપુરુષની પ્રશંસા જાણીને ઘણા લોકો મૈથુનમાં પ્રવૃત્ત થાય છે ને પરિણામે પાપબંધ કરે છે. વળી તે દ્વિજ ! સપાપક્રિયાનો ત્યાગ ધર્મજનક (= અભ્યદયફળ સાધક) હોય કે નિષ્પાપ ક્રિયાનો ત્યાગ ? “સપાપક્રિયાનો ત્યાગ ધર્મજનક હોય છે એમ જો કહેશો તો માંસ, મદ્ય અને મૈથુન એ ત્રણે સપાપ ક્રિયારૂપ બની જ ગયા, કારણ કે એના ત્યાગને તો તમે પણ મહાનફલ્થ આપનાર કહ્યો જ છે. “નિષ્પાપક્રિયાનો ત્યાગ ધર્મજનક હોય છે” એમ જ કહેશો તો તમારે યોગસાધના વગેરેનો પણ ત્યાગ કરી દેવો પડશે, કારણ કે ધર્મજનક છે. માટે “માંસભક્ષણ વગેરે ત્રણ નિર્દોષ છે, અને તેની નિવૃત્તિ (= તેનો ત્યાગ) મહાન્ફળ આપનાર છે” એવી વાત તુચ્છ છે. હવે વર્તમાનમાં નાસ્તિક સુધારાવાદીઓ મૈથુન અંગે જે દલીલો કરે છે તે અંગેનો થોડો વિચાર જોઈ લઈએ – શંકા-જેમ મળવિસર્જન એ માનવશરીરની એક કુદરતી પ્રક્રિયા છે એમ મૈથુનસેવન પણ કુદરતી હાજત જ છે. માટે એને સંધવું ન જોઈએ. સમાધાન - આ વાત બરાબર નથી, કારણ કે મળને રોકનારનું આરોગ્ય કથળે છે. જ્યારે મૈથુન ન સેવનાર બ્રહ્મચારીનું આરોગ્ય કથળતું તો નથી, પણ ઉપરથી સુધરે છે. વધુ તેજસ્વિતા આવે છે. શંકા - શારીરિક આરોગ્ય ભલે નથી કથળતું. માનસિક તો Page #106 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૬ કથળે જ છે. એટલે જ ઘણા વાંઢા-વિધુરો માનસિક ખૂબ વ્યાકૂળતા અનુભવતા હોય છે... ને પછી પરિણામે એમના શરીર પર પણ એની અસર પડે જ છે. સમાધાન - આ જેણે બ્રહ્મચર્ય પાળવું જ નથી.. જે વાસનાથી તીવ્રરીતે ગ્રસ્ત છે.. ને છતાં વાસનાનું પાત્ર નથી મળ્યું... એવા જીવ માટે છે. ને એને પણ આ જે વ્યાકુળતા હોય છે, તે પોતે બ્રહ્મચર્ય જે પાળી રહ્યો છે એના કારણે નહીં, પણ પોતે પોતાની વાસનાને જે નિયંત્રિત નથી રાખી શકતો-નથી રાખતો એના કારણે. સમજણપૂર્વક સ્વેચ્છાથી બ્રહ્મચર્ય પાળનારને આકૂળતા તો કોઈ હોતી નથી જ, ઉપરથી અપૂર્વઆનંદનો અનુભવ હોય છે. ૩૮૧ શંકા - બ્રહ્મચર્યપાલનમાં અપૂર્વ આનંદનો અનુભવ તો કોક જ એવા અત્યંત ઉચ્ચસાધકને હોય છે જેને મનમાં પણ વાસના ઊઠતી નથી. એ સિવાયનાને તો શરીરથી બ્રહ્મચર્ય પાલન હોવા છતાં મનમાં તો તોફાનો જ ચાલતા હોય છે. એ વાસના પર વિજય મેળવતા નથી. પણ વાસનાને માત્ર દબાવી જ રાખે છે... ને તેથી જ દબાવી રાખેલી સ્પ્રીંગ ક્યારેક બમણા જોશથી ઉછળે છે એમ આવા બ્રહ્મચારીઓની પણ વાસના ક્યારેક એવું નિમિત્ત મળતાં બમણા જોરથી ઉછળતી હોય છે. સમાધાન - સમજણપૂર્વક બ્રહ્મચર્યનો સ્વીકાર કરી લેવા માત્રથી કામ સરી જતું નથી. કારણ કે વાસનાના-મૈથુનસંજ્ઞાના સંસ્કાર અનાદિકાળથી અત્યંત અત્યંત ગાઢ થયેલા છે. અંતઃકરણ એનાથી તીવ્રરીતે વાસિત છે. જ્યાં સુધી ત્યાંથી વાસના દૂર ન થાય ત્યાં સુધી, અસાવધ વ્યક્તિને નિમિત્ત મળવા પર, એ ઉછળી પડવાની શક્યતા હોય છે જ. એટલે જ, શશીઓએ બ્રહ્મચર્યપાલન માટે નવવાડના પાલનરૂપ સાવધાની પર ભાર આપેલો છે. આ સાવધાની જાળવવાથી અસાવધતાના કારણે નિર્માણ થનાર પ્રશ્ન પર વિજય Page #107 -------------------------------------------------------------------------- ________________ ૩૮ર બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે મેળવી શકાય છે. પણ કામ એટલેથી પણ પતતું તો નથી જ. કારણકે છદ્મસ્થતા અને વિચિત્ર કર્મોદય ક્યારેક અસાવધતા લાવી શકે છે. એ સંભાવના જ ઊભી ન રહે એ માટે અંતઃકરણમાંથી વાસનાના સંસ્કારોને જ નિર્મૂળ કરવા જોઈએ. એ માટે અનિત્ય-અશુચિ-આશ્રવ વગેરે ભાવનાઓને વારંવાર ભાવવી જોઈએ. જ્ઞાનીઓએ દર્શાવેલી મૈથુનની સાવઘતા ને કટુ વિપાકિતા પુનઃપુનઃ વિચારવી જોઈએ. અપાયોનું વારંવાર ચિંતન જ આકર્ષણને તોડી શકે છે. (આની વિશદસમજણ માટે મારાં સિદ્ધિનાં સોપાન, ટાળિયે દોષ સંતાપ રે. પુસ્તકો અવગાહવાની ભલામણ છે.) બ્રહ્મચર્ય સ્વીકાર્યા પછી પણ જે આ રીતે આકર્ષણને તોડતા નથી.. ને નવવાડના પાલનરૂપ સાવધાનીને જાળવવામાં ઉપેક્ષા કરે છે એને કદાચિત્ વિષમ નિમિત્ત મળતાં વાસના ઉછળી પડે એ સંભવિત છે. પણ એમાં વાંક એના બ્રહ્મચર્યપાલનનો નથી હોતો, કિન્તુ આકર્ષણને ન તોડવાના કારણે વાસનાની જે અકબંધતા જળવાઈ રહે છે તેનો અને અસાવધાનીનો હોય છે. શંકા - જેઓ આ રીતે આકર્ષણ તોડવું વગેરે કરતા નથી, એના માટે તો વાસના ઉછળી ન પડે એ માટે, બ્રહ્મચર્યપાલન નહીં, કિન્તુ મૈથુનસેવન જ સારું છે ને ? સમાધાન - ઔષધસેવન કરવા છતાં, અનુપાન ન લેવાના કારણે લાભ ન થતો હોય એવા દર્દીને, હિતસ્વી પુરુષ ક્યારેય એમ ન કહે કે “એના કરતાં તું ઔષધસેવન છોડી દે..” પરંતુ એમ જ કહે કે “ઔષધ સેવનની સાથે અનુપાન પણ લેતો જ રહે ને !! કારણકે ઔષધ છોડી દેવામાં તો રોગ વધતો જ જવાનો છે. એમ બ્રહ્મચર્યપાલન છોડી દેવામાં તો વાસનાનો રોગ વધતો જ જવાનો છે. શંકા - છતાં, અંદર વાસનાના કીડા સળવળ્યા કરતા હોય... Page #108 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૬ ૩૮૩ ને બહારથી બ્રહ્મચર્ય પાલન કરવાનું હોય.. એ તો એક પ્રકારનું દમન છે. ઈન્દ્રિયો વિવેકથી પાછી ફરે એ બરાબર, આવા દમનનો શો મતલબ ? ઇન્દ્રિયો પર દમનનો કોરડો તો ન જ વીંઝવો જોઈએ. એના કરતાં એને મનપસંદ વિષય આપીને શાંત કરી દેવી જોઈએ. સમાધાન - આવી દલીલ કરનારા તમારી પત્ની પ્રત્યે કોઈક પરપુરુષને વાસના જાગ્રત થઈ ગઈ છે. તો એ પુરુષે શું કરવું જોઈએ? ઇન્દ્રિયને મનપસંદ વિષય આપી દેવો જોઈએ કે ઇન્દ્રિયનું દમન કરવું જોઈએ ? શંકા - દમન કરવું જોઈએ... છતાં, એ ખરેખર દમનરૂપ રહેવાનું નથી, કારણ કે સ્વસ્ત્રી સાથે મૈથુનસેવન કરીને એ પોતાની ઈન્દ્રિયને શાંત કરી શકે છે. બ્રહ્મચર્ય પાળનારને આવી શક્યતા જ નથી. સમાધાન - જ્યારે પરસ્ત્રી તરફ મન ખેંચાયેલું હોય છે ત્યારે સ્વસ્ત્રી સાથેના વિલાસ પણ ઇન્દ્રિયના તોફાનોને શાંત કરી શકતા નથી જ. મારી નાખવા સુધીની ધમકી મળી હોવા છતાં કે ભયંકર રીતે બેઆબરૂ થવા છતાં મન પરસ્ત્રીમાં ખેંચાયા કરતું હોય એવા હજારો કિસ્સા દેશ ને દુનિયામાં બન્યા જ કરતા હોય છે. એ બધાએ પોતાની વાસનાનું દામન કરવું જોઈએ કે ઇચ્છિત વિષયમાં ઈન્દ્રિયને રમાડવી જોઈએ? આજના ભોગપ્રચુરકાળમાં, રસ્તે જતા આવતા જેટલી થોડી પણ રૂપાળી-યુવતીઓ જોવા મળે છે એ બધી પ્રત્યે મોટાભાગના પુરુષોને આકર્ષણ જાગતું જ હોય છે. મિઠાઈની દુકાન જોઈને જીભમાં પાણી છૂટે છે. કોઈની અત્તરની શીશી જોઈને અત્તર છાંટવાનું મન થઈ જાય છે. આવું બધું ડગલે ને પગલે થાય છે. માનવીએ શું કરવું જોઈએ ? “ઇન્દ્રિયનું દમન નહીં કરવું? આવો સિદ્ધાન્ત અપનાવવામાં આવે તો સમાજની શું દશા થાય? એકબાજુ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આવા સિદ્ધાન્તની વાતો કરનારા જ પાછા બળાત્કારીને તો ફાંસીએ લટકાવી દેવા જોઈએ એવી પણ સિફારીશ કરતાં હોય છે. વસ્તુતઃ સમાજની સ્વસ્થતા માટે પણ ઇન્દ્રિયોનું દમન કરવું જ જોઈએ. એને છૂટો દોર આપી શકાય નહીં. અને સમાજનો બહુ મોટો ભાગ આવું દમન કરે છે, માટે જ સમાજ સ્વસ્થ રહી શકે છે. બહુ મોટો ભાગ જો, સ્વસ્ત્રીને-એક સ્ત્રીને છોડીને અન્ય સર્વસ્ત્રીઓ પ્રત્યે પોતાની ઇન્દ્રિયોને કાબુમાં રાખી શકે છે, તો કોઈક સત્ત્વશીલ જીવો, એ એકસ્ત્રીની પણ છૂટ ન રાખીને-સર્વ સ્ત્રીઓ પ્રત્યે પોતાની ઇન્દ્રિયને કાબુમાં રાખી શકે છે-રાખે છે... ને માટે જ આદરણીય બને છે. શંકા - સહજ રીતે બ્રહ્મચર્યપાલન અંગે તો અમને પણ કોઈ પ્રશ્ન નથી. પણ બ્રહ્મચર્ય પાળવા માટે, ઇન્દ્રિયોનું દમન કરવું... વાસનાઓને કચડવી... એ અમને યોગ્ય લાગતું નથી. બહારથી બ્રહ્મચર્યપાલન હોય ને અંદરથી ઇન્દ્રિયના તોફાનો હોય એ શું આદરણીય છે ? સમાધાન - ‘સહજ રીતે પરસ્ત્રીત્યાગરૂપ સદાચારપાલન અંગે તો કોઈ પ્રશ્ન નથી. પણ સદાચાર પાળવા માટે, પરસ્ત્રી પ્રત્યે ખેંચાતી ઇન્દ્રિયોનું દમન કરવું... એ અમને યોગ્ય લાગતું નથી...’ આવું શું તમે માનો છો ? કહો છો ?' બહારથી સદાચાર પાલન હોય ને અંદરથી ઇન્દ્રિયો પરસ્ત્રી તરફ ખેંચાયા કરતી હોય, આ શું આદરણીય છે ?' આવું પણ તમે કહેશો ? અલબત્ અંદર ઇન્દ્રિયોના તોફાનો રહેવા એ આદરણીય નથી જ. પણ એ રહેવા છતાં મક્કમતાપૂર્વક બહાર જે બ્રહ્મચર્યપાલન થાય છે એ નિઃશંક આદરણીય છે જ. અંદરથી પરસ્ત્રી તરફ તીવ્ર ખેંચાણ હોવા છતાં, બહાર મન મારીને પણ જે સદાચાર પલાય છે તે શું આદરણીય નથી ? Page #110 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૬ ૩૮૫ શંકા - આને દંભ ન કહેવાય ? ને દંભને તો શી રીતે આદરણીય મનાય ? સમાધાન - તો શું બળાત્કારીને આદરણીય માનશો? કારણ કે એ જેવું અંદર છે એવું બહાર આચરણ કરી લે છે. વસ્તુતઃ આ દંભ નથી, પણ સદાચાર જાળવી રાખવાની મક્કમતા છે ને એ માટેનો વાસના સાથેનો સંઘર્ષ છે. બળાત્કારી આવી મક્કમતા કે સંઘર્ષ દાખવતા નથી. ને તેથી આદરણીય નહીં, પણ તિરસ્કરણીય છે. એટલે જ આવી મક્કમતા દાખવનાર સદાચારી આદરણીય છે ને એ જ રીતે બ્રહ્મચારી પણ આદરણીય છે. શંકા - પણ, અંદર વાસનાના તોફાનો શાંત થઈ જાય, પછી જ બ્રહ્મચર્ય સ્વીકારવું.. આવો સિદ્ધાન્ત બનાવવો સારો નહીં ? સમાધાન - અંદર ચાલતા વાસનાના તોફાનો શાંત શાનાથી કરવા ? વાસના ત્રણ સ્તરે રહેલી હોય છે. શરીરના સ્તરે, વિચારધારારૂપ બહિર્મનના સ્તરે અને આત્મામાં પડેલા ગાઢ સંસ્કારરૂપ ભીતરીમનના સ્તરે. આમાંથી શરીરના સ્તરે વાસના પર વિજય મેળવવાની અપેક્ષાએ બહિર્મનના સ્તરે એ વિજય મેળવવો કઠિન છે, ને ભીતરીમનના સ્તરે એ સૌથી વધુ કઠિન છે. અનાદિકાળનો અભ્યાસ એવો છે કે જ્યારે શરીર વાસનામાં પ્રવૃત્ત થાય છે ત્યારે બંને મન પણ એમાં જોડાઈ જ જાય છે. અરે, શરીર ન જોડાયેલું હોય ત્યારે પણ એ બે મન એમાં રમ્યા કરતા હોય છે. તેથીસ્તો બ્રહ્મચર્યસ્વીકાર પછી પણ મનમાં તોફાનો ચાલુ રહેતા હોય છે. એટલે જ વાસના પર વિજય મેળવવાના ઇચ્છુકે સૌ પ્રથમ શરીરના સ્તરે વાસનાથી દૂર થવું જ જોઈએ. એટલે કે બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ. અને પછી, સાથે સાથે અનિત્ય-અશુચિ વગેરે ભાવના, વાસનાના દારૂણ વિપાકો, “વિષયસેવનથી ઇન્દ્રિયોની તૃપ્તિ નહીં-પણ અતૃપ્તિ જ વધતી હોય છે”- “વાસનાનો કોઈ અંત નથી.” વગેરે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વાસ્તવિકતા.. આ બધું સહૃદય વિચારતા રહેવું જોઈએ જેથી મનના સ્તરેથી પણ વાસના હટવા લાગે છે. ગૃહસ્થ પણ, સર્વ પરસ્ત્રીઓનો તો ત્યાગ જ.... સ્વસ્ત્રી સાથેના વિષયસેવન પર પણ વિવેકપૂર્વક કાપ મૂકતો જાય.. ને આ બધું સહૃદય વિચારતો રહે તો ધીરે ધીરે વાસના પર વિજય મેળવી શકે છે. છતાં, આ વિજયની એને જેટલી શક્યતા હોય છે એના કરતાં બ્રહ્મચારીને અનેકગણી વધારે હોય છે ને વધારે સરળતાવાળી હોય છે. વાસના પર વિજય મેળવવાનો આ જ માર્ગ છે. આજ સુધી જેણે જેણે વિજય મેળવ્યો છે એણે આ જ રાજમાર્ગે મેળવ્યો છે. પ્રારંભે શરીરથી ત્યાગ... મનમાં તોફાન ચાલવા છતાં મક્કમતાથી એની સાથે સંઘર્ષ અને અનિત્યાદિભાવનાઓ...એટલે પછી ધીમેધીમે બહિર્મનમાંથી વાસનાના વિચારો ખસવા માંડે છે. આ જ ક્રમે આગળ વધતાં વધતાં આંતર્મનમાંથી પણ વાસના દૂર થવા માંડે છે. ને ક્રમે કરીને સંપૂર્ણ વિજય મળે છે. " બ્રહ્મચર્ય પાળનારો પ્રથમ સોપાન પર તો આવી ગયો છે. હજુ બીજું ને ત્રીજું સોપાન સર ન થયું હોય તો પણ એટલા માત્રથી એને પ્રથમ સોપાન પરથી નીચે ઉતારી દેવો યોગ્ય નથી જ. કારણ કે એવું કરવામાં એ બીજા-ત્રીજા પગથિયાથી વધારે દૂર જ થવાનો છે તેમજ ફરીથી પાછો પ્રથમ પગથિયે તો એને ચડાવવાનો જ છે. આમાં તપશ્ચર્યા જેવું છે. નવો-નવો તપ શરુ કરનારને મનમાં તો ખાવાના જ સંસ્કાર ગાઢ હોવાથી શરુઆતના ઉપવાસોમાં ખાવાના વિચારો આવ્યા જ કરે છે. રાત્રે સ્વપ્નમાં પારણું થઈ જાય આવું પણ લગભગ બનતું જ હોય છે. છતાં એ આંતરે આંતરે ઉપવાસ ચાલુ રાખે છે તો પછી ધીમે ધીમે આ ખાવાના વિચારો અને સ્વપ્નમાં પારણું વગેરે બધું અટકી જાય છે અને મસ્તીથી ઉપવાસ થવા માંડે છે. પણ આના બદલે જો એ શરુઆતમાં, ખાવાના વિચારો આવ્યા કરે છે વગેરે વિચારે ઉપવાસ જ છોડી દે તો ક્યારેય આવી ભૂમિકા Page #112 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૬ ૩૮૭ પર પહોંચી શકતો નથી, કારણકે પછી કાળાંતરે જ્યારે પણ તપ શરુ કરશે ત્યારે પાછા ખાવાના વિચારો વગેરે આવવાના જ છે. બ્રહ્મચર્યમાં પણ આવું જ છે. એટલે જ ચક્રવર્તીના અશ્વરત્નને એની શક્તિ ક્ષીણ ન થઈ જાય એ માટે, અબ્રહ્મના પાત્રને દૂર રાખવા દ્વારા એને પરાણે બ્રહ્મચર્યપાલન કરાવાય છે... પણ આ રીતે પરાણે બ્રહ્મચર્ય પાળતાં પાળતાં એ પછીથી પોતાની રુચિથી પણ બ્રહ્મચર્ય પાળવા માંડે છે. ને તેથી એના પ્રભાવે એ આઠમા દેવલોકમાં જાય છે, અનેક યુદ્ધોમાં ઘણા માનવસંહારમાં સહાયક બન્યો હોવા છતાં પણ. બાકી, મળવિસર્જન માટે સાર્વજનિક સંડાસો સરકાર ઉપલબ્ધ કરે છે. એની પણ સંભાવના ન હોય એવા હજારો ઝુંપડાવાસીઓ ખુલ્લામાં મળવિસર્જન કરે છે. પોતાના સંડાસમાં કંઈક તકલીફ હોય તો પડોશીના સંડાસનો ઉપયોગ થતો હોય છે. મૈથુનસેવન માટે આમાંનું કશું જ થતું નથી. એટલે મળવિસર્જનની ક્રિયા સાથે મૈથુનસેવનને સરખાવવું એ માત્ર અજ્ઞાન કે અભિનિવેશ જ છે. આમ, માંસભક્ષણ, મદ્યપાન અને મૈથુનસેવન. ત્રણે સદોષ છે એ વાત વિચારી. હવે મંડલતંત્રવાદીમત વગેરેનો વિચાર આગામી લેખમાં જોઈશું. Page #113 -------------------------------------------------------------------------- ________________ અબ્રહ્મસેવન તો મળવિસર્જનની જેમ કુદરતી હાજત છે, માટે ઇન્દ્રિયદમન કરી એને રુંધવું એ યોગ્ય નથી... વગેરે શંકાનું વિશદ સમાધાન ગયા લેખમાં જોયું. આ મૈથુન અંગે જ મંડલતંત્રવાદીઓ ઓર આગળ વધીને પોતાનો મત રજુ કરે છે તથા બૌદ્ધો તપશ્ચર્યા અંગે પોતાની નારાજી વ્યક્ત કરે છે. આ બધી વાતોનો આ લેખમાં વિચાર કરવાનો છે. લેખાંક ૩૦ ગમ્ય = જે સ્ત્રીની સાથે વિષયવિલાસ કરી શકાય તે સ્ત્રી. અગમ્ય = જેની સાથે વિષયવિલાસ ન કરી શકાય તે સ્ત્રી. મંડલતંત્રવાદીઓ એમ કહે છે કે આવો ગમ્ય-અગમ્યનો વિભાગ ન કરવો જોઈએ, કેમકે એ વિભાગ કરવામાં ગમ્ય પ્રત્યે રાગ અને અગમ્ય પ્રત્યે દ્વેષ પેદા થાય છે. એના કરતાં આવો વિભાગ ન કરતાં બધી સ્ત્રીઓ પ્રત્યે એકસમાન ભોગવિલાસની પ્રવૃત્તિ કરવાથી રાગદ્વેષ ત્યજીને માધ્યસ્થ્ય જાળવવાનું થાય છે. મંડલતંત્રવાદીઓની આ વાત બરાબર નથી. કારણકે ગમ્યઅગમ્યનો વિભાગ કરીને અગમ્યનો ત્યાગ કરવામાં આવે તો જ વાસનાપર નિયંત્રણ રાખી શકાય છે. નહીંતર તો મોહના વિકારરૂપ ઇચ્છા બેમર્યાદ-બેફામ બની જાય છે. ને પરિણામે એના જ કારણે રાગ-દ્વેષના વધારે ભયંકર તોફાનો થાય છે, કારણકે સુંદર-ચતુર સ્ત્રીને મેળવવા અનેક પુરુષો લાલાયિત બની પરસ્પર સંઘર્ષના મંડાણ કરે જ. સીતાજી પ્રત્યે રાવણ પણ આકર્ષાયો તો શું પરિણામ આવ્યું એ જગજાહેર છે. એના બદલે અગમ્યનો ત્યાગ કરવાનો અભિપ્રાય હોય તો એ એકઠેશિવરતિરૂપ બની રહે છે. અર્થાત્ અગમ્ય સાથેના મૈથુનરૂપ મૈથુનસેવનનો જે એક અંશ, તેનાથી વિરામ પામવારૂપ Page #114 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૭ ૩૮૯ બની રહે છે. એટલે પછી ગમ્યસ્ત્રી સાથેના મૈથુનસેવનની ઇચ્છા ઊભી રહે છે તે મર્યાદિત ઇચ્છારૂપ બની રહે છે. જેમ બળતણ ઓછું હોય તો અગ્નિ દીર્ઘકાળ ટકી શકતો નથી, એમ આ મર્યાદિત ઇચ્છા એ અલ્પબળતણવાળા અગ્નિરૂપ હોવાથી અલ્પકાળ જ ટકી શકે છે. વળી એ ઉપર જણાવ્યા મુજબ એકદેશવિરતિથી ગર્ભિત હોય છે. તેથી એ માધ્યસ્થનું બીજ બને છે. વળી ગમ્ય-અગમ્યનો વિવેક એ એક પ્રકારનો ધર્મ છે. તેથી એનાથી શુભ આશય પ્રગટે છે જે એ માધ્યય્યના બીજને શીધ્ર પરમમાધ્યશ્યમાં રૂપાંતરિત કરવામાં સહાયક બને છે. તેથી મંડલતંત્રવાદીની માન્યતા બિલકુલ અયોગ્ય છે એ સ્પષ્ટ છે. ધર્મવ્યવસ્થાનું એક અંગ “તપ” છે. તપ અંગે બૌદ્ધો વિપરીત માન્યતા ધરાવે છે. માટે હવે એની વિચારણા કરીએ - - બૌદ્ધ-ઉપવાસ વગેરે તપ કરવાથી ઘણી શારીરિક પીડા થાય છે. જેમ રોગની પીડાથી આર્તધ્યાન થાય છે એમ આ ઉપવાસાદિરૂપ કાયપીડાથી પણ આર્તધ્યાન થાય છે. તથા જેમ રોગાદિપીડા અશાતા વેદનીયાદિ કર્મના ઉદયથી આવે છે, કેમકે પીડારૂપ છે, તેમ ઉપવાસાદિ પણ કાયપીડારૂપ હોવાથી કર્મોદયજન્ય છે. આમ દુઃખરૂપ હોવાથી, આર્તધ્યાનાદિનું કારણ હોવાથી અને પાપોદયજન્ય હોવાથી ઉપવાસાદિ તપ કર્તવ્ય નથી. વળી આવી શારીરિક પીડા વેઠવા માત્રથી જો તપસ્વી બની જવાતું હોય તો તો દુનિયામાં જે કોઈ દુખિયા છે તે બધા તપસ્વી કહેવાશે. અને નરકમાં રહેલા જીવો તો સહુથી મોટા તપસ્વી કહેવાશે. તથા ઉપશમસુખથી ભરેલા એવા યોગીઓને અતપસ્વી કહેવા પડશે. કહ્યું પણ છે કે-“આહારવર્જિત શરીરમાં ધાતુઓ ક્ષોભ પામે છે. અને તેથી મોટા મોટા સત્ત્વશાળી જીવો પણ ચિત્તભ્રંશ પામે છે.” માટે ઉપવાસાદિ તપશ્ચર્યા ત્યાજ્ય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે જૈન-આગમમાં કહ્યું છે કે તે તપ કરવો જોઈએ જેનાથી મન ખરાબ વિચારોમાં ન ચઢે, ઇન્દ્રિયોને નુકસાન ન પહોંચે અને સંયમયોગોમાં (= સંયમજીવનની પ્રતિક્રમણ-પડિલેહણ વગેરે ક્રિયાઓમાં) સીદાવાનું ન થાય.” એટલે જણાય છે કે મન, ઇન્દ્રિય અને સંયમયોગોની સમાધિને ઉલ્લંધ્યા વગર તપ કરવાનો છે. આવો તપ દુઃખરૂપ હોતો નથી કે આર્તધ્યાનાદિનું કારણ બનતો નથી એ સ્પષ્ટ શંકા - જ્યારે કોઈ નવો નવો તપ શરુ કરે છે ત્યારે એને ખાવા વગેરેના વિચારો આવ્યા જ કરતા હોય છે. રાત્રે સ્વપ્નમાં પણ પોતે પારણું કરી લીધું એવું અનુભવાય છે. તો આવા જીવોની મનની સમાધિ ટકતી ન હોવાથી એમણે તપ ન જ કરવો જોઈએ ને ! સમાધાન - આહારસંજ્ઞા (= ખાખા કરવાની વૃત્તિ) જીવને અનાદિકાળથી વળગેલી છે. એટલે પ્રારંભે ખાવાના વિચારો આવવા વગેરે શક્ય છે જ. છતાં તપને ચાલુ રાખવાથી છેવટે એ વિચારો બંધ પડે છે. આવો લગભગ દરેક તપસ્વીઓનો અનુભવ હોય છે. તેથી એ વિચાર આવતા હોવા માત્રથી તપને છોડી દેવાની વાત બરાબર નથી. શંકા - પણ જ્યાં સુધી એ વિચારો આવવારૂપ દુર્બાન છે ત્યાં સુધી તો તપ ન જ કરવો જોઈએ ને ? સમાધાન - માણસ નફા માટે દુકાન કરે છે. છતાં દુકાન નવી ચાલુ કરી હોય ત્યારે શરુઆતમાં નફાની જગ્યાએ નુકસાન થતું પણ ઘણાને અનુભવાય છે. દુકાનનો ખર્ચ નીકળે એટલી પણ કમાણી થતી ન હોય એવું બનતું હોય છે. તો એ વખતે એને દુકાન બંધ કરી દેવી જોઈએ ને ? Page #116 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૭ ૩૯૧ શંકા - પણ જો એ રીતે દુકાન બંધ કરી દેવામાં આવે તો દુકાન ક્યારેય જામે જ નહીં, ને નફો થાય જ નહીં. એટલે દુકાનને જમાવવા માટે નુકસાન વહોરીને પણ એ ચાલુ રાખવામાં જ લાભ હોય છે. દરેક વેપારી આવી પ્રારંભિક નુકસાનની ગણતરી રાખીને જ દુકાન ચલાવે જ છે. સમાધાન - આવું જ તપ અંગે છે. તપ જામી જાય પછી જ એ ભૂમિકા આવે છે કે ઉપવાસાદિ કરવા છતાં ખાવાના વિચારો ન આવે. પણ એને જમાવવા માટે પ્રારંભે, એ વિચારો આવતા હોવા છતાં ઉપવાસાદિ ચાલુ રાખવા જોઈએ. શંકા - છતાં જેમને પિત્ત થતું હોય, માથું ચડી જતું હોય, ઉલટી વગેરે થતાં હોય એમનું દુઃખ તો નજર સામે જ દેખાતું હોય છે. માટે પિત્તપ્રકૃતિવાળાએ તો તપ ન જ કરવો જોઈએ ને ? સમાધાન - જેમ પૈસા માટે વેપારી કેટલાય કષ્ટો ઊઠાવતો જ હોય છે. કોથળા ઊંચકીને ફેરી કરવી, ક્યાંય ના ક્યાંય ભટકવું, ન ખાવાના ઠેકાણાં ન ઉંઘવાના ઠેકાણાં ને છતાં ધન મળી રહ્યું છે એ જ નજરમાં રમતું હોવાથી વેપારીને આ કષ્ટનું કોઈ દુઃખ હોતું નથી, ઉપરથી આનંદ જ હોય છે. એમ આહારસંશા પર વિજય, વિપુલ કર્મ નિર્જરા અને એના દ્વારા શીઘ મોક્ષપ્રાપ્તિ... વગેરે નજર સામે રહેતું હોવાથી પિત્ત વગેરેનું કષ્ટ તપસ્વીને દુઃખરૂપે અનુભવાતું નથી, પણ આનંદરૂપે જ અનુભવાય છે. પછી તપ છોડી દેવાની શી જરૂર? વળી રોગની પીડા કાંઈ ઇચ્છાપૂર્વક સામે ચાલીને ઊભી કરાતી નથી.. કર્મનો ઉદય થાય છે ને જીવને ખબર પણ ન પડે એ રીતે રોગ પેદા થઈ જાય છે. માટે એ પીડા કર્મોદયજન્ય કહેવાય છે. તપમાં થનાર થોડી દેહપીડા કાંઈ એવી નથી.જીવે સ્વયં સમજણપૂર્વક Page #117 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે તપ કર્યો છે... આહારસંશા ખાવાની વાસના પેદા કરે છે.. ખાવાનું પણ હાજર છે, ને છતાં આત્મહિતને લક્ષમાં રાખીને આહાર ત્યાગ કરાઈ રહ્યો છે જેથી આહારસંજ્ઞા ૫૨ વિજય મળે... પછી આને કર્મોદયજન્ય શી રીતે કહેવાય ? નહીંતર તો ભિખારીની નિર્ધનતા જેમ કર્મોદયજન્ય છે, એમ અપારસમૃદ્ધિને છોડીને અકિંચન બનેલા સાધુની નિર્ધનતાને પણ કર્મોદયજન્ય કહેવી પડે. ઊલટું, પરિગ્રહસંજ્ઞા-લોભકષાય વગેરે પર વિજય મેળવવા માટે સામે ચાલીને કરાયેલો ત્યાગ હોવાથી એ જેમ ક્ષાયોપશમિક ભાવ કહેવાય છે એમ પ્રસ્તુતમાં પણ આહારસંજ્ઞા વગેરે પર વિજય મેળવવા માટે સામે ચાલીને આહાર ત્યાગ કરાય છે, માટે એ પણ કર્મના ક્ષયોપશમજન્ય ભાવ જ છે, ને માટે હિતકર છે, પછી ત્યાજ્ય શી રીતે ? તથા, તપમાં સમ્યજ્ઞાન, ઉપશમ, સંવેગસુખ, બ્રહ્મચર્યની ગુપ્તિ વગેરે સંકળાયેલા હોય છે તથા જિનવચનોનું અનુસરણ હોય છે, માટે પણ એ સંયમપાલનની જેમ ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમજન્ય હોય છે, ને અવ્યાબાધસુખ તરફ લઈ જનાર છે, તેથી એ ચારિત્રની જેમ આદરણીય જ છે, અનાદરણીય નહીં. શંકા - છતાં આજીવન આહારત્યાગરૂપ છે જે અનશન કરાય છે, તેનાથી તો ઇન્દ્રિયહાનિ-પ્રાણહાનિ વગેરે બધું થાય છે... માટે એવું અનશન તો ન જ કરવું જોઈએ... સમાધાન - જ્યાં સુધી સારો નફો થતો હોય ત્યાં સુધી વેપારી દુકાનને બરાબર જાળવે છે. વચ્ચે કાંઈ તકલીફ આવી જાય તો બીજી કોઈ વ્યવસ્થા ઊભી ભલે કરે, પણ દુકાન કાંઈ વેચી નાખતો નથી... પણ જ્યારે એમ લાગે કે હવે કાંઈ વિશેષ નફો થાય એમ છે જ નહીં, હવે આ દુકાનમાં કાંઈ કસ રહ્યો નથી... ત્યારે એ દુકાનથી સંભવિત છેલ્લો લાભ લઈ લેવા માટે એ દુકાનને સંભવિત Page #118 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૭ ૩૯૩ વધુમાં વધુ ભાવે કાઢી નાખે છે. એમ આત્મહિત કમાવવા માટે સાધકનું શરીર એ ધમધોકાર ચાલતી દુકાન જેવું છે. સાધનાની જેટલી વધુ ને વધુ કમાણી થાય એટલી કરી લીધી.. હવે આ દુકાનરૂપ શરીરમાં વિશેષ કસ રહ્યો નથી.. જાળવી રાખવા છતાં વિશેષ સાધના શક્ય રહી જ નથી... તેથી આત્મહિતનો રસિક જીવ છેલ્લો કસ કાઢી લેવા અનશન આદરે છે... સાધકને આમાં અપરંપાર લાભ જ છે, પછી એ અનાદરણીય શા માટે ? સમાધાન શંકા - જો અનશન આટલું લાભકર્તા છે તો હાલ આજીવન આહારત્યાગના પચ્ચક્ખાણ કેમ કરાવતા નથી ? હાલ પંચમકાળ અને છઠ્ઠું સંઘયણ છે, એવી માનસિકધૃતિ છે નહીં. એક વાર પચ્ચક્ખાણ કર્યા પછી એને શુભભાવોને જાળવી રાખવા પૂર્વક પરિપૂર્ણ પાળવું એ અતિદુષ્કર છે. એક મનોવૈજ્ઞાનિક નિયમ છે કે જેનો અભાવ એનું આકર્ષણ વધારે. ઉપવાસના દિવસે રસોડામાં જેટલી સુગંધ આવે છે ને એનું આકર્ષણ જાગે છે એટલી ચાલુ દિવસોમાં નથી આવતી આવો લગભગ દરેકનો અનુભવ હોય છે. એટલે કોઈપણ ખાવાની ચીજ નજ૨માં આવી જાય, ક્યાંકથી એની સુગંધ આવી જાય... કોઈકની પરસ્પર થતી એ અંગેની વાતો સંભળાઈ જાય... આવું કાંઈપણ બને એટલે અંદરથી ખાવાનું આકર્ષણ થવાની-એના વિચારો આવવાની પૂરેપૂરી સંભાવના હોય છે. એક શ્રાવક... ખૂબ આરાધનામય જીવન જીવેલા... છેવટે અનશન લીધું... પ૩ ઉપવાસ તો સારી રીતે પસાર થઈ ગયા..૫૪મો દિવસ.. બારીમાંથી નજર બહાર નાખી.. બોરડીના ઝાડ પર પાકા મીઠા બોર જોયા..ને જીભમાં પાણી છૂટ્યું.. ઓહોહો! મારે તો અણસણ છે.. નહીંતર આ બોર પેટ ભરીને ખાત... આ વિચારને શાંત કરવાના બદલે ઘુંટતા ગયા... બહારથી તો અનશન પૂરું પાડ્યું. - Page #119 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પણ અંદરથી મન બોરમાં જ રમવા માંડ્યું.. પિરણામ ? જેવા ભાવ તેવો ભવ.. કર્મસત્તાએ એ શ્રાવકના જીવને બોરડીમાં ગોઠવી દીધો. ૩૯૪ વળી ભૂખ જેવું કોઈ દુ:ખ નથી... તથા ધીમે ધીમે ખૂબ ક્ષીણ થયેલા શરીરમાં અશક્તિ વગેરેના કારણે પણ દુ:ખ વધતું જાય એ સંભવિત છે.. વળી આજીવન પચ્ચક્ખાણ હોવાથી અને દવા લેવાની ન હોવાથી આ દુ:ખમાં રાહત મળવાની કોઈ આશા રહી હોતી નથી. એટલે સતત અનુભવાતું આ દુઃખ અસહ્ય લાગે એવી પણ શક્યતા નકારી શકાતી નથી. સાવધાની જરાક પણ નબળી પડે તો, આના કારણે આર્તધ્યાનાદિ થઈ શકે છે. પૂર્વના કાળમાં પ્રથમસંઘયણ હતું.. અને માનસિકધૃતિ પણ ઘણી જ પ્રબળ હતી. વળી સંલેખના વગેરે દ્વારા જાતને અનેક રીતે કેળવી લેવામાં આવતી. તથા સારામાં સારી નિર્યામણા કરાવી શકે (= ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય-અતિતીવ્ર વેદનાઓથી અનશની ઘેરાઈ જાય... અસમાધિની સંભાવના કે શરુઆત થાય તો સ્તવનસજ્ઝાય-પ્રેરક વચનો વગેરે દ્વારા અનશનીને પાછો સમાધિમાં રમતો કરી શકે) એવા અનેક નિર્યામકો રહેતા. એટલે મૃત્યુ બગડી જવાની સંભાવના લગભગ નહીંવત્ જેવી હોવાથી અનશનની અનુજ્ઞા અપાતી હતી. આજે આનાથી લગભગ વિપરીત અવસ્થા છે, માટે સામાન્યથી રજા અપાતી નથી. છતાં, ગીતાર્થ ગુરુભગવંતને યોગ્યતા જણાય તો એક-એક ઉપવાસના પચ્ચક્ખાણ દ્વારા અંતિમ અવસ્થામાં સાગારિક અનશન ક્યારેક ક્યાંક કરાવાય પણ છે. આ રીતે તપ અંગેના ભ્રમને દૂર કર્યો. હવે દયા અંગે પણ જે લોકોને ભ્રમ છે એનું વારણ કરવાની વિચારણા કરીએ. જીવનું સ્વરૂપ શું છે ? કેવી કેવી જગ્યાએ કેવા કેવા જીવો Page #120 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩ ૩૯૫ હોવાની સંભાવના છે ? શી રીતે પ્રવૃત્તિ કરવાથી એ જીવોની વિરાધના થાય છે ? કેવી રીતે પ્રવર્તવાથી એ જીવોની વિરાધનાને ટાળી શકાય છે ? આ બધાની જેઓને જાણકારી જ નથી. એમના દ્વારા જીવદયાનું વાસ્તવિક પાલન શક્ય શી રીતે બને ? માટે જ તો કહ્યું છે કે “પઢમં નાણે તેઓ દયા...” “પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા.” એટલે લોકમાં દયા તરીકે પ્રસિદ્ધ એવી વનવાસી તાપસ વગેરેથી પળાતી દયા એ વાસ્તવિક પરિપૂર્ણ દયા નથી. તથા, સ્થાનકવાસીઓ જિનપૂજામાં થતી પૃથ્વીકાયાદિની (સ્વરૂપ) હિંસાને વર્જવારૂપે પોતે જ લોકોત્તર દયા પાળનારા છે એવો જે દાવો કરે છે તે પણ તેઓની મૂઢતા છે. આશય એ છે કે શ્રીતત્ત્વાર્થસૂત્રમાં દયાનું સ્વરૂપ જણાવવા માટે પ્રમત્તયો પ્રાપપરોપાં હિંસા એવું સૂત્ર જણાવેલું છે જેનો અર્થ છે-પ્રમત્ત યોગથી અન્યના પ્રાણને હરી લેવા એ હિંસા છે. આ સ્વરૂપમાં બે અંશો છેપ્રમત્તયોગ અને પ્રાણવ્યપરોપણ (= અન્યના પ્રાણનું હરણ). આમાં પ્રમત્તયોગને જ હિંસા કહેવી એ નિશ્ચયનય છે અને પ્રાણ વ્યપરોપણને હિંસા કહેવી એ વ્યવહારનય છે અને પ્રમત્તયોગથી થતા પ્રાણવ્યપરોપણને હિંસા કહેવી એ પ્રમાણ છે. એટલે મૂર્તિપૂજામાં થતા પૃથ્વીકાય વગેરેના પ્રાણવ્યપરોપણમાત્રને જોઈને હિંસા હિંસાની બૂમરાણ મચાવનારા મૂર્તિલાપકો સ્થૂલવ્યવહારનયની હિંસાને માન્ય કરે છે. આ સ્વરૂપ હિંસા છે. પણ એમાં ઉછળતો ભક્તિભાવ, સ્વ-પરને બોધિલાભાદિદ્વારા સંપૂર્ણ જીવદયા પાલનનો શુભભાવ, ચિનોક્ત વિધિપાલન, જયણાપાલન વગેરે રૂપ અપ્રમાદ હોવાથી પ્રમત્તતા હોતી નથી. તેથી નિશ્ચયમાન્ય કે પ્રમાણમાન્ય હિંસા હોતી નથી. માટે, માત્ર સ્થૂલવ્યવહારને માન્ય સ્વરૂપહિંસાને આગળ કરી, એને પણ વર્ષવારૂપ દયા પાલનનો દાવો Page #121 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કરવો એ માત્ર અભિમાનરૂપ જ બની રહે છે. શંકા - છતાં વ્યવહારમાન્ય હિંસાના અભાવરૂપ દયા તો તેઓ પાળે જ છે ને ? સમાધાન - આને વાસ્તવિક દયા માનવી એ યોગ્ય નથી, કારણકે તો પછી સ્થાનકવાસી સાધુઓમાં આ દયાનો અભાવ થઈ જવાથી પ્રથમ મહાવ્રતનું પાલન નહીં રહે. આશય એ છે કે તેઓ પણ ભિક્ષા માટે ફરે છે, વિહાર કરે છે, અવસરે નદી પણ ઉતરે છે... આ બધામાં પ્રાણવ્યપરોણ તો થાય જ છે. તથા વાસ્તવિક દયા તો ઉચિતજ્ઞાન વિના શક્ય જ નથી, એ આપણે પઢમં નાણે તેઓ દયા શાસ્ત્રવચનાનુસારે વિચારી ગયા છીએ. સ્થાનકવાસીઓને નિશ્ચયવ્યવહારને માન્ય દયા-હિંસા વગેરેની જાણકારી નથી, (કારણકે એ હોય તો તો તેઓ મૂર્તિપૂજાનો નિષેધ ન જ કરે) અને એ જાણકારી નથી માટે પણ એમની વ્યવહારમાન્ય દયા એ વાસ્તવિક નથી. દયા અંગેનું તત્ત્વજ્ઞાન-વાસ્તવિક જાણકારી આ પ્રમાણે છે – શાસ્ત્રોમાં કહ્યા મુજબની જયણાવાળો સાધક બીજાનાં પ્રાણોની જયણાના પ્રભાવે જે રક્ષા કરે છે તે વ્યવહારથી અહિંસા-દયા છે. નિર્વિકલ્પસ્વભાવરૂપ પોતાના ભાવપ્રાણોની જે રક્ષા તે નિશ્ચયથી દયા છે. જયણાશીલ સાધકે કરેલું પરપ્રાણરક્ષણ એ વ્યવહારથી અહિંસારૂપ એટલા માટે છે કે (૧) વ્યવહારનય લોકમાન્ય વાતોને સ્વીકારનારો છે. અને લોકો તો જીવ બચાવવાને જ દયા કહે છે. અને (૨) આ પરપ્રાણરક્ષણ શુભસંકલ્પથી સંકળાયેલું હોય છે. “હું સાવધાન રહીને જયણા વગેરેથી આ જીવોનું રક્ષણ કરું' આવો શુભપરિણામ એ અહીં શુભસંકલ્પ છે. આ શુભસંકલ્પ પણ Page #122 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૭ ૩૯૭ વ્યવહારથી દયા છે, કારણકે લોકો દિલના આવા, અન્યજીવને બચાવવાના કોમળ પરિણામને પણ દયા કહે જ છે. પવન અટકવાથી સમુદ્ર જેમ શાંત થઈ જાય છે એમ વિકલ્પરૂપ પવન અટકવાથી આત્મા એક વિશિષ્ટ પ્રકારની શાંત અવસ્થાને પામે છે. આ શાંત અવસ્થા એ પોતાના ભાવપ્રાણ છે. આ ભાવપ્રાણને જાળવી રાખવારૂપે એની રક્ષા કરવી એ નિશ્ચયનયથી દયા છે.આશય એ છે કે ઉપર કહેલા શુભસંકલ્પપૂર્વક જીવ જ્યારે જયણાપૂર્વક પ્રવર્તે છે ત્યારે બહાર જેમ અન્યના પ્રાણીની રક્ષા થાય છે તેમ અંદર પોતાના આ ભાવપ્રાણની પણ રક્ષા થાય છે. નિશ્ચયનય આ ભાવપ્રાણની રક્ષાને જ દયા કહે છે. પોતાના વજન વગેરેના કારણે સમુદ્રમાં ડૂબતો માણસ તરાપાની પ્રાપ્તિ થવાથી જેમ સ્વપ્રાણીની રક્ષા કરે છે, તેમ અશુભસંકલ્પના કારણે સંસારસમુદ્રમાં ડૂબતા જીવને શુભસંકલ્પ એ વિષમ તરાપાની પ્રાપ્તિરૂપ છે. એનાથી એ પોતાના ભાવપ્રાણની રક્ષા કરે છે. આ ભાવપ્રાણની રક્ષામાં જ નિશ્ચયનય અહિંસા માને છે. બહાર અન્યના પ્રાણોની જે રક્ષા થાય છે તે ગૌણ છે. એટલે જ ક્યારેક એ ન થઈ હોય તો પણ અંદર જો પોતાના ભાવપ્રાણની રક્ષા થઈ હોય તો નિશ્ચયનય તો અહિંસા જ માને છે. જેમકે, અપ્રમત્તપણે ઈર્યાસમિતિના પાલન કરવાપૂર્વક ચાલનાર સાધુથી સહસાત્કારે આવી પડેલા જીવની રક્ષા ન થાય ત્યારે પણ નિશ્ચયનય તો એ સાધુને અહિંસક જ માને છે, કારણ કે અપ્રમત્તતા રૂપ સ્વકીયભાવપ્રાણની રક્ષા તો થયેલી જ છે. એટલે જ આગમમાં પણ કહ્યું છે કે “આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે, આવી માન્યતા એ નિશ્ચયનય છે. જે અપ્રમત્ત હોય છે એ અહિંસક છે અને જે પ્રમત્ત છે તે હિંસક છે.” આ અંગેની અધિક વિચારણા આગામી લેખમાં જોઈશું. Page #123 -------------------------------------------------------------------------- ________________ લેખાંક દયા અંગેનું તત્ત્વજ્ઞાન ગયા લેખના અંતે જોયું. એમાં વ્યવહારનયમાન્ય દયા શું છે? અને નિશ્ચયનયમાન્ય દયા શું છે ? એની વિચારણા કરી... આ લેખમાં પણ દયા અંગેની ૩૮ નયવિચારણાને થોડા વિસ્તારથી જોઈશું. હિંસા-અહિંસા અંગે જુદા જુદા નયોનો અભિપ્રાય આવો છેનૈગમનય જીવ અને અજીવ બંને વિશે હિંસા અને અહિંસા બંને માને છે. અજીવ ચીજને વિશે પણ તેના મુખ્ય ઉપયોગી સ્વરૂપનો નાશ થયે હિંસાનો વ્યવહાર થાય છે. લોકમાં પણ આવું બોલનારા સંભળાય છે કે ‘આણે જીવની હિંસા કરી આણે ઘડાની હિંસા કરી’ ‘આણે ઝેર મારીને ખાધું' ઇત્યાદિ... આમ ‘હિંસા' શબ્દનો ઉલ્લેખ થતો હોવાથી નૈગમનયે જીવો અને અજીવો એ બંને વિશે હિંસા અને અહિંસાને માન્ય કરી છે. સંગ્રહ અને વ્યવહારનય ષડ્જવનિકાયો વિશે જ હિંસા-અહિંસા માને છે. પણ અજીવ વિશે નહીં. એટલે કે પૃથ્વીકાય-અકાય વગેરેની જ હિંસા માને છે, પણ અજીવની માનતા નથી. ઋજુસૂત્રનય પ્રત્યેક પ્રત્યેક જીવહિંસાને ભિન્ન ભિન્ન માને છે. સ્વકીય ગુણોના પ્રતિપક્ષભૂત પ્રમાદવગેરે પરિણામવાળો આત્મા જ હિંસા છે અને સ્વભાવરૂપે પરિણમેલો આત્મા જ અહિંસા છે એવો શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયોનો અભિપ્રાય છે. હિંસા અને અહિંસા અંગે આવી નયપ્રરૂપણા જાણવી. જયણાશીલ સાધકે કરેલ પરપ્રાણરક્ષણ એ અહિંસા છે એવું વ્યવહારનયે કહ્યું. એટલે કે જયણાપૂર્વક પ૨પ્રાણરક્ષણ રૂપ અહિંસાનું વ્યવહારથી વિધાન છે. અપવાદાદિ સ્થળે, જયણાયુક્ત સાધકથી પણ જે દ્રવ્યહિંસા થઈ જાય છે તેમાં પરપ્રાણરક્ષણ રૂપ વિશેષ્ય બાધિત થઈ જાય છે. તેમ છતાં સવિશેષણે. ન્યાયમુજબ અહીં અહિંસાનું વિધાન જયણારૂપ વિશેષણમાં સંક્રાન્ત થઈ જાય છે. આશય એ છે કે જે વિધાન કે નિષેધ વિશેષણસહિતના Page #124 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૮ ૩૯૯ વિશેષ્યઅંગે કરવામાં આવેલા હોય, તે વિધાન કે નિષેધ, જ્યારે માત્ર વિશેષ્યમાં બાધિત હોય છે ત્યારે માત્ર વિશેષણને લાગુ પડે છે એવો એક ન્યાય-નિયમ છે. જેમકે પૂર્વાચાર્યોએ માર્ગાનુસારીજીવ માટે ન્યાયસંપન્ન વૈભવનું વિધાન કર્યું છે. મહાત્માઓ કાંઈ વૈભવનું વિધાન કરે નહીં (- વૈભવ રાખવો જોઈએ એવું વિધાન કરે નહીં) એ સ્પષ્ટ છે. એટલે ‘ન્યાયયુક્તવૈભવ'ના માત્ર વિશેષ્યરૂપ'વૈભવ'માં આ વિધાન બાધિત છે, એટલે એ માત્ર વિશેષણરૂપ ‘ન્યાય’ને લાગુ પડે છે. એટલે કે અહીં માત્ર ન્યાયનું જ વિધાન છે. તેથી, ‘તમારે વૈભવ રાખવો જોઈએ' એવો અર્થ નથી મળતો, પણ ‘તમારો જે વૈભવ હોય તે ન્યાયયુક્ત હોવો જોઈએ' એવો અર્થ મળે છે. આ જ રીતે નિષેધ અંગે જાણવું જોઈએ. જેમકે ‘અળગણ પાણી પીવું નહીં' આમ નિષેધ હોય તો જળપાનનો નિષેધ સંભવિત નથી. તેથી નિષેધ માત્ર વિશેષણમાં ‘અળગણપણાંમાં' લાગુ પડે છે. એટલે કે ‘પાણી અળગણ ન હોવું જોઈએ' એવો નિષેધ મળે છે. પ્રસ્તુતમાં પણ અપવાદાદિસ્થળે આ ન્યાય કામ કરે છે. જયણાપૂર્વક પરપ્રાણરક્ષણ કરવું' આમ વિધાન છે. પણ નદી ઉતરવી વગેરે અપવાદસ્થળે વિરાધના તો થવાની જ છે. એટલે પરપ્રાણરક્ષણરૂપ વિશેષ્ય બાધિત છે. એટલે ત્યાં એક પગ પાણીમાં એક પગ આકાશમાં અદ્ધર રહે' વગેરેરૂપ જયણાનું વિધાન સમજવું. અપવાદાદિસ્થળે આ વિશેષણસ્વરૂપ જયણાનું પાલન તો હોય જ છે. માટે વ્યવહારવિધિનો વ્યાઘાત થતો નથી એ જાણવું. એમ ‘પ્રમાદપૂર્વક પ૨પ્રાણવ્યપરોપણ' એ હિંસા છે, ને શાસ્ત્રોમાં એનો નિષેધ કર્યો છે. આમાં પ્રમાદપૂર્વકત્વ એ વિશેષણ છે અને ‘પરપ્રાણવ્યપરોપણ' એ વિશેષ્ય છે. જ્યાં ઈર્યાસમિતિનું પાલન ન કરવું-જયણા ન જાળવવી.... વગેરેરૂપ પ્રમાદ સેવાયો છે, પણ છતાં કદાચ જીવહિંસા થઈ નથી, તો પરપ્રાણવ્યપરોપણ' સ્વરૂપ માત્ર વિશેષ્ય છે નહીં, છતાં શાસ્ત્રોક્ત નિષેધ પ્રમાદાત્મક વિશેષણમાં Page #125 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે લાગુ પડે છે, એટલે કે પ્રમાદનો નિષેધ છે...ને એને તો વર્જવામાં આવ્યો નથી માટે, પરપ્રાણવ્યપરોપણ ન હોવા છતાં શાસ્ત્રવચનનું ઉલ્લંઘન છે જ, ને તેથી હિંસા પણ લાગે જ છે. ૪૦૦ તેથી જીવરક્ષા માટે યતથી કરાયેલી જીવપીડા પણ દોષ કરનારી બનતી નથી. જયણાશૂન્ય જીવે પીડા ન કરી હોય તો પણ એ પીડારૂપ બને જ છે. સ્વરસથી-પોતાના તેવા આંતરિક ભાવથી જીવને બચાવવા માટે જે સૂત્રોક્ત જયણા પાળવામાં આવે છે તેનાથી કદાચ કોઈ જીવને પીડા થઈ જાય તો પણ તે પીડા સાંપરાયિક કર્મબંધ-સકષાય કર્મબંધ કરનારી બનતી નથી. કહ્યું છે કે “જીવનિકાયોથી ખીચોખીચ ભરેલા આ લોકમાં જીવોની દ્રવ્યહિંસા અવશ્યભાવી હોવા છતાં ત્રૈલોક્યદર્શી શ્રી જિનેશ્વર દેવોએ અધ્યાત્મ વિશુદ્ધિથી અહિંસાપણું જળવાઈ રહે છે એમ કહ્યું છે.'' વળી આવું પણ કહ્યું છે કે ઈર્યાસમિતિના પાલનમાં તત્પર અધ્યાત્મવિશુદ્ધિ યુક્ત તે મહાત્માના યોગ (- શારીરિક વ્યાપાર)ને પામીને, તેમની જાણ બહાર કે જાણ હોવા છતાં (સહસાત્કારે) જે જીવો વિનાશ પામે છે તેની હિંસાનું ફળ (પાપ કર્મબંધ વગેરે) તે મહાત્માને મળતું નથી.' જે જીવ જયણા રાખતો નથી તેનાથી કદાચ (અન્ય જીવના તેવા) ભાગ્યયોગે અન્ય જીવને પીડા ન થાય તો પણ તત્ત્વતઃ તો પીડારૂપ જ બને છે. એટલે કે તે જીવની જયણાશૂન્ય તે પ્રવૃત્તિ વસ્તુતઃ તો પીડાકર પ્રવૃત્તિરૂપ જ બને છે. (અને તેના કારણે જયણાશૂન્ય જીવને સાંપરાયિક કર્મબંધ થાય જ છે.) કહ્યું છે કે “જે જીવો મરતા નથી તેઓનો પણ એ જયણાશૂન્ય પ્રમત્ત જીવ તો નિયમા હિંસક જ છે. કેમકે એ પોતાના ઉપયોગ-પરિણામની અપેક્ષાએ તો સર્વભાવે સાવદ્ય છે જ' (૨૯) આમ અહિંસાપાલન થવું કે હિંસાદોષ લાગવો એમાં, જીવરક્ષા માટે સૂત્રોક્ત જયણા પાલનના ભાવરૂપ પરિણામ છે કે નહીં એ જ મુખ્ય ભાગ ભજવે છે એવી વ્યવસ્થા છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૮ ૪૦૧ ઠોસ અભ્યાસથી સમસ્ત દ્વાદશાંગીના રહસ્યને પામેલા સાધુઓ નિશ્ચયનયમાં જ્યારે દત્તચિત્ત હોય છે ત્યારે આવું સર્વોત્કૃષ્ટ રહસ્ય જાણે જણાવે છે કે કોઈપણ પ્રવૃત્તિના કર્મબંધ કે કર્મનર્જિરારૂપ ફળ પ્રત્યે ચિત્તના ભાવ રૂપ પરિણામ એ જ પ્રમાણ છે. એટલે કે એ જ સ્વતંત્રપણે બંધ કે નિર્જરા રૂપ ફળ આપી દે છે, એને એ ફળ આપવામાં હિંસા થવી કે ન થવી વગેરે રૂપ બાહ્ય પ્રવૃત્તિની અપેક્ષા છે નહીં. બાહ્ય હિંસા થવા છતાં જો પ્રમાદ વગેરે રૂપ અશુદ્ધ પરિણામ ન હોય તો એ હિંસા કર્મબંધરૂપ ફળ આપી શકતી નથી અને બાહ્ય અહિંસા જળવાયેલી હોવા છતાં જો જયણા વગેરે રૂપ શુદ્ધ પરિણામ ન હોય તો એ અહિંસા કર્મનિર્જરા રૂપ ફળને આપી શકતી નથી. એટલે કે બાહ્ય હિંસા કે અહિંસા ફળ આપવામાં આંતરિક પરિણામની અપેક્ષા રાખે છે, સ્વતંત્ર નથી, માટે એ પ્રમાણ નથી. તેમ છતાં, આંતરિક પરિણામ લોકવ્યવહારનો વિષય નથી, બાહ્ય હિંસા કે અહિંસા જ લોકવ્યવહારનો તો વિષય છે. એટલે વ્યવહારનય તો બાહ્ય હિંસાથી અને અહિંસાથી જ કર્મબંધ કે કર્મનિર્જરાનો વ્યવહાર કરે છે. એટલે કે વ્યવહારનયે બાહ્ય હિંસાઅહિંસા પ્રમાણ છે. એમાં પણ આંતરિક અશુદ્ધભાવ વિશિષ્ટ હિંસાને જે કર્મબંધ પ્રત્યે પ્રમાણ માને છે અને આંતરિક શુદ્ધભાવ વિશિષ્ટ અહિંસાને જે કર્મનિર્જરા પ્રત્યે પ્રમાણ માને છે તે (શુદ્ધ વ્યવહારનય જાણવો) અને તે સિવાયનો અશુદ્ધ વ્યવહારનય જાણવો. શંકા :- “આંતરિક પરિણામને કર્મનિર્જરા રૂપ ફળ આપવામાં બાહ્ય જીવરક્ષાની કોઈ અપેક્ષા નથી આવો જ જો નિશ્ચયનયનો અભિપ્રાય છે તો પરપ્રાણરક્ષા કરવાની જરૂર જ શી છે ? આશય એ છે કે નિર્જરા માટે તો પરપ્રાણરક્ષાની કોઈ આવશ્યકતા નથી. એટલે એ જો કરવાની હોય તો પણ માત્ર, “અમે અહિંસક છીએ” એવું લોકોને દેખાડવા માટે જ કરવાની રહી. તો એવી લોકોને માત્ર દેખાડવા માટેની પરપ્રાણરક્ષા પરમાર્થથી તો કરવાની ન જ રહીને ! Page #127 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન : પરપ્રાણવિયોજન વગેરે અસદ્ આયતનમાં વર્તનાર વ્યક્તિનો ભાવ જ શુભ રહેતો નથી. એટલે પરિશુદ્ધ બાહ્ય જયણા રૂપ સદાચાર અને શુદ્ધ પરિણામ આ બંનેથી થયેલ આભ્યન્તર માર્ગે મુમુક્ષુએ ચાલવું જોઈએ. આશય એ છે કે કર્મનો બંધ કે નિર્જરા રૂપ ફળ પ્રત્યે તો આંતરિક પરિણામ જ ભાગ ભજવે છે. એટલે સાધુએ કર્મનિર્જરાના સ્વઉદેશને સિદ્ધ કરવા પરિણામને જ શુદ્ધ રાખવાનો હોય છે. પણ, આ શુદ્ધ પરિણામની શુદ્ધિ માટે જ સાધુએ પરપ્રાણરક્ષણ વગેરે સઆયતનોને સેવવાના હોય છે. નિષ્કારણ હિંસા કરનારો અહિંસાના પરિણામને શી રીતે ટકાવી શકે ? કહ્યું છે કે “જે હિંસા આયતનમાં વર્તે છે તેનો પરિણામ ખરેખર દુષ્ટ હોય છે. (આ એના પરથી જણાય છે કે, હિંસા આયતનમાં વર્તવું એ વિશુદ્ધ યોગનું લિંગ (જ્ઞાપકહેતુ)-ચિ નથી. એટલે કે એ અશુદ્ધ યોગને (ભાવને) જણાવે છે. તેથી વિશુદ્ધ પરિણામને ઇચ્છતા સુવિહિત મુનિએ હંમેશા બધા હિંસાયતનોનો પ્રયત્ન પૂર્વક પરિહાર કરવો જોઈએ.” બાકી, ‘ફળ પ્રત્યે પરિણામ જ પ્રધાન છે એવા નિશ્ચયને જેઓ એકાન્ત પકડી લે છે (અને તેથી બાહ્ય પરપ્રાણરક્ષા કરવાના સદાચાર રૂપ વ્યવહારને નેવે મૂકી દે છે) તેઓ પરમાર્થથી તો નિશ્ચયનયને જ જાણતા નથી, કારણ કે હેતુશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ નિશ્ચયનું તેઓને જ્ઞાન નથી. (આશય એ છે કે જે નિશ્ચય શુદ્ધ વ્યવહારથી ઉત્પન્ન થયો હોય તે હેતુશુદ્ધનિશ્ચય છે. શુદ્ધ પરિણામ એ સ્વરૂપશુદ્ધ નિશ્ચય છે અને શુદ્ધ પરિણામ ટકી રહે- વૃદ્ધિ પામે એ અનુબંધ શુદ્ધ નિશ્ચય છે. જેઓ એકાન્તનિશ્ચયને પકડી બાહ્ય સદાચારની સરાસર ઉપેક્ષા કરે છે તેઓ આ હેતુ વગેરેથી શુદ્ધ નિશ્ચયના જાણકાર ન હોવાથી એવા શુદ્ધ નિશ્ચયથી ભ્રષ્ટ જ થઈ જાય છે. તેઓને કદાચ શુદ્ધભાવ રૂપ સ્વરૂપ શુદ્ધ નિશ્ચય અલ્પકાળ માટે પ્રગટ્યો હોય તો Page #128 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૮ ૪૦૩ પણ એ બાહ્ય સદાચારથી પ્રકટ થયો ન હોવાથી હેતુશુદ્ધ હોતો નથી. વળી બાહ્ય અસદાચારોમાં પ્રવર્તતા રહેવાથી તેઓનો એ શુદ્ધ ભાવ ટકી શકતો નથી. તેથી તેઓનો નિશ્ચય અનુબંધશુદ્ધ પણ હોતો નથી. તેથી પરિણામે તેઓ પ્રાપ્ત થયેલ સ્વરૂપ શુદ્ધ નિશ્ચયને પણ ગુમાવે છે.) કહ્યું છે કે “નિશ્ચયમાત્રનું આલંબન લેનારા કેટલાક નિશ્ચયપ્રેમીઓ વાસ્તવમાં નિશ્ચયને જાણતા જ નથી. બાહ્ય સદાચારોને સેવવામાં આળસુ બનેલા તેઓ ચરણ સિત્તરી અને કરણસિત્તરીનો નાશ કરે છે, એટલે કે પ્રાપ્ત થયેલ ચારિત્રથી ભ્રષ્ટ થાય છે.” આમ એકલા નિશ્ચયને પકડવાથી વસ્તુતઃ તો નિશ્ચયથી પણ ભ્રષ્ટ જ થવું પડે છે. તેથી મુમુક્ષુએ પરિશુદ્ધ બાહ્ય જયણા રૂપ સદાચાર તેમજ શુદ્ધ પરિણામરૂપ ભાવ આ બંને દ્વારા આવ્યંતર માર્ગે ચાલવું જોઈએ. કારણકે આ રીતે ચાલવાથી જ નિશ્ચય-વ્યવહાર ઉભય માન્ય (અને તેથી સિદ્ધાન્તમાન્ય) વિશેષપ્રકારની દયા સિદ્ધ થાય છે. આ મુમુક્ષુ પ્રત્યેનો ઉપદેશ છે. ધર્મ વ્યવસ્થા બત્રીશીનો ઉપસંહાર-લોકને જાણીને અને લોકસંજ્ઞાને દૂર કરીને, ઉપર કહી ગયા મુજબની વ્યવસ્થાવાળો ધર્મ પ્રાપ્ત થાય છે જે ધર્મ પરમાનંદ મોક્ષરૂપી કંદની ઉત્પત્તિભૂમિ છે. લોક સ્વઇચ્છા મુજબ કલ્પી કાઢેલા આચારોને પાળવામાં તત્પર હોય છે. આ જાણીએ એટલે લોક સંજ્ઞાનો ત્યાગ થાય છે. જાતને ધર્મી તરીકે ઓળખાવનારા પણ ઘણા લોકો માંસભક્ષણ કરે છે, વેદોક્ત માંસભક્ષણને નિર્દોષ માને છે. મદ્યપાનને નિર્દોષ માને છે, પુત્ર પ્રાપ્તિ માટે મૈથુનસેવનને ધર્મ તરીકે આચરે છે, દરેક સ્ત્રી પ્રત્યે સમભાવ રાખી દરેકને ગમ્ય માને છે, તપને દુઃખરૂપ માની એનાથી દૂર રહે છે, લૌકિક દયાને પાળે છે, માટે અમારે પણ આવું બધું આચરવું-માનવું જોઈએ આવો અભિપ્રાય એ લોકસંજ્ઞા છે. સ્વઇચ્છાનુસારે કલ્પી કાઢેલા આચારોથી કાંઈ મુમુક્ષુને ઇષ્ટ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કિન્તુ જ્ઞાનીપુરુષોએ કહેલા યુક્તિસંગત આચારોથી Page #129 -------------------------------------------------------------------------- ________________ ---- - -- - -------- - ----- - ૪૦૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે એ પ્રાપ્તિ થાય છે. માટે “ઘણા લોકો કરે છે એટલે હું પણ કરું' એવી લોકસંજ્ઞા ત્યાજ્ય છે. એનો ત્યાગ થવાથી ઉપર કહ્યા મુજબની માંસભક્ષણ ત્યાગ વગેરે વ્યવસ્થાવાળો પ્રમાણસિદ્ધ ધર્મ પ્રાપ્ત થાય છે જે પરમાનંદ મોક્ષના ઉત્પત્તિસ્થાનરૂપ હોઈ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. જેમ શરીરના આરોગ્ય માટે લોકને અનુસરતું નથી, પણ રોગ- દવા- આરોગ્ય વગેરેના જાણકાર વૈદને અનુસરાય છે. લોકને અનુસરવામાં તો ક્યારેક ઊંટવૈદું થઈ જાય ને તેથી મોટું નુકશાન થવાની પણ સંભાવના પેદા થાય છે, એમ પ્રસ્તુતમાં જાણવું જોઈએ. શંકા - છતાં, કેટલીય વાર વૈદની સલાહ લેવામાં નથી આવતી. અને સામાન્ય રોગોમાં ઘરગથ્થુ ઉપાય અજમાવવામાં આવે છે કે ડોશીવૈદું કરવામાં આવે છે, ને એનાથી કોઈપણ બીજા નુકશાન વિના સારું પણ થઈ જાય છે. ઊલટું એવે વખતે આજકાલના ટૅક્ટરોને બતાવવામાં આવે તો ક્યારેક દવાનું ભારે રીએક્શન વગેરે આવવાની સંભાવના હોય છે. તેથી લોકસંજ્ઞા પણ હિતકર બની શકે છે ને ! સમાધાન - આ શંકા બરાબર નથી. તાવ વગેરે જેવા સામાન્ય રોગો, વડીલો વગેરે પાસેથી જાણવા મળેલ ઘરગથ્થુ વસ્તુનો દવા તરીકે ઉપયોગ કરવો, કોઈપણ આડઅસર વિના સરળતાથી રોગ મટી જવો... આ બધું આપણા અનુભવમાં આવે છે. આવા વારંવારના અનુભવથી કોઈ વૃદ્ધા માજી જાણકાર બની ગયા હોય તો એમના માર્ગદર્શનથી આવા સામાન્ય રોગો- લોકમાં વારે તહેવારે થયા કરતાં રોગો મટી જાય એ શક્ય છે. પણ આવી બાબતમાં એ માજી વગેરે વારંવારના અનુભવના કારણે જાણકાર જ બની ગયા હોય છે. એટલે જ જે તે વ્યક્તિએ કહેલ નુસખા નથી કરાતા, પણ અનુભવી-જાણકારના કરેલા નુસખા જ અજમાવાય છે. પણ આત્મા તો અતીન્દ્રિય છે, એને વળગેલા રોગ- એને દૂર કરવાના ઉપાયરૂપી ઔષધ વગેરે અંગે જ્ઞાનીઓ જ શરણભૂત રહે Page #130 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ બત્રીશી-૭, લેખાંક-૩૮ છે. કારણકે ઘણીવાર આ રોગ અનાદિકાલીન હોવાથી આખો ભવ પૂરો થવા છતાં ન મટે એવી પણ શક્યતા હોય છે. એટલે રોગઔષધ પ્રયોગનો વારંવાર અનુભવ વગેરે શક્ય નથી, ને એ રીતે વારંવાર પ્રયોગ-પરિણામ દ્વારા અનુભવ મેળવીને જાણકાર બની શકાતું નથી. એ માટે તો અતીન્દ્રિયજ્ઞાનીનાં વચનોનો જ સહારો જોઈએ. એ વિના, લૌકિક દૃષ્ટિએ ગમે તેવો પ્રખર પંડિત હોય તો પણ એનું માર્ગદર્શન આત્માની બાબતમાં ઉપયોગી બની શકતું નથી. એમના કથનને અનુસરવાનો અભિપ્રાય, એ પણ લોકસંજ્ઞા જ બની રહે છે. એટલે આવા પંડિતોનું-પ્રોફેસરોનું જે-લગ્ન માટે કુલ-ગોત્ર વગેરે કશું જોવાની જરૂર નહીં-આંતર્જાતીય ગમે તેની સાથે લગ્ન કરી શકાય, ધંધા માટે કશું નિન્દ-અનિન્ય છે નહીં જેનાથી સારી કમાણી થાય એ ધંધો કરી શકાય, દેરાસર-ઉપાશ્રયની નજીક- સાધર્મિકોની વચમાં જ આપણું નિવાસસ્થાન જોઈએ એવું કશું નહીં-વધુ ને વધુ સુવિધાયુક્ત- વિશાળ- સસ્તું મકાન જ્યાં મળે ત્યાં રહી શકાય- પછી બાજુમાં ભલે ને ગમે તે રહેનારા હોય- માંસાહારી પડોશ હોય-વાંધો નહીં. વગેરે વગેરે માર્ગદર્શન છે, ને જે આજે સમાજમાં રૂઢ બનતું જાય છે, એને સ્વીકારવું એ પણ લોકસંજ્ઞા છે. ને એનું કટુ પરિણામ જુઓ... જીવ સમ્યગૃષ્ટિપણું તો નહીં, માર્ગાનુસારીપણું પણ જાળવી શકતો નથી, કારણ કે જ્ઞાનીઓએ તો માર્ગાનુસારીપણાં માટે પણ ઉચિત ઘર- ઉચિત વિવાહ-ઉચિત ધંધો (ન્યાય સંપન્ન વૈભવ) વગેરેનું માર્ગદર્શન આપ્યું છે જેની આમાં ધરાર ઉપેક્ષા છે. એટલે, હવે પૈસા વધ્યા.. ગામથી જ નહીં, દેરાસરઉપાશ્રય અને સંઘથી દૂર –ગામની બહાર મોટો બંગલો બાંધીને રહો.... આવું કરનારને માર્ગાનુસારીપણું જાળવી રાખવું પણ અતિ મુશ્કેલ છે. ક્યાં વસવું ? એ માટે જગ્યાની વિશાળતા વિવિધ સુવિધાઓ-આકર્ષક દેખાવ વગેરે કરતાં દેરાસર- ઉપાશ્રય- સંઘની આસપાસ રહેવાને જે મહત્ત્વ આપે છે તેને માર્ગાનુસારીપણું જ નહીં, એનાથી આગળની સમ્યગ્દષ્ટિપણું વગેરે અવસ્થાઓ પણ સુલભ છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પ્રસ્તુત ધર્મવ્યવસ્થાબત્રીશીમાં લૌકિકી દયાના અધિકા૨માં મૂર્તિલોપકો મૂર્તિપૂજાનો હિંસા-હિંસાની બૂમરાણ મચાવીને જે નિષેધ કરી રહ્યા છે... ને પોતે મૂર્તિપૂજા ટાળીને વધુ દયા પાળી રહ્યા છે એવો જે દાવો માંડી રહ્યા છે તે અંગે આ લેખમાં થોડો વિચાર કરવો છે. સ્થાનકવાસીઓની આ અંગે જે દલીલો છે એ એમના જ મુખે રજુ કરાવીને પછી એના પર વિચાર કરીશું. લેખાંક સ્થા (- સ્થાનકવાસી)-અહિંસા પરમો ધર્મ:' અહિંસા એ શ્રેષ્ઠ ધર્મ છે. આથી એ પણ સ્પષ્ટ છે કે હિંસા એ સૌથી મોટો અધર્મ છે-સૌથી મોટું પાપ છે. પ્રભુની પૂજામાં પણ જળ-પુષ્પ વગેરે જીવોની હિંસા થાય જ છે. માટે એમાં પણ પાપ લાગે જ ને ? એ પણ પાપક્રિયારૂપ જ બની રહે ને ? મૂર્તિ (-મૂર્તિપૂજક)-‘અહિંસા પરમો ધર્મઃ’ આ સ્થૂલસૂત્ર છે... ‘આજ્ઞા પરમો ધર્મ:’ આ સૂક્ષ્મસૂત્ર છે. અર્થાત્ જે પ્રવૃત્તિમાં અહિંસા વણાયેલી હોય તે ધર્મ... અને હિંસા સંકળાયેલી હોય તે અધર્મ... આ રીતે અહિંસા-હિંસાના આધારે ધર્મ અને પાપની વ્યવસ્થા કરવી એ સ્થૂલ વ્યવહાર છે. જ્યારે, જે પ્રવૃત્તિમાં પ્રભુની આજ્ઞા ભળેલી હોય તે ધર્મ અને જેમાં પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન હોય તે અધર્મ....' આ રીતે આજ્ઞાની આરાધના-વિરાધનાના આધારે ધર્મ-અધર્મની વ્યવસ્થા કરવી એ સૂક્ષ્મ વ્યવહાર છે. (આ અંગેની વિચારણા પૂર્વે બીજી બત્રીશીમાં-આઠમા લેખમાં આપણે જોઈ ગયા છીએ.) પ્રભુપૂજામાં હિંસા રહી છે એ વાત કબૂલ... છતાં, એમાં પ્રભુની આજ્ઞા પણ રહી જ છે, ને તેથી સૂક્ષ્મદષ્ટિએ-વાસ્તવિક દૃષ્ટિએ એ આરાધના જ છે, વિરાધનારૂપ નહીં, આ વાત એકદમ સ્પષ્ટ છે. છતાં હિંસાને જ તમે મહત્ત્વ આપો છો તો એ રીતે પણ Page #132 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૯ ૪૦૯ અમે જવાબ આપીશું. જો તમે એવો નિયમ બનાવશો કે જે ક્રિયામાં હિંસા હોય તે પાપ છે' તો તમે એકપણ ધર્મક્રિયા કરી શકશો નહીં કારણકે આ વિશ્વ આખું જીવોથી ખીચોખીચ ભરાયેલું છે. તથા ગૃહસ્થોમાં જયણા-જીવદયાની કાળજી ઓછી હોય છે. ઉ૫૨થી તેઓ તો અજયણાથી પ્રવર્તવાને જ ટેવાયેલા હોય છે. એટલે જ તો શાસ્ત્રોમાં ગૃહસ્થોને લોખંડના ધગધગતા ગોળાની ઉપમા આપી છે. એ ગોળો ગબડતો જ રહે અને પોતાના સંપર્કમાં આવનારા જીવોની વિરાધના કરતો જ રહે છે. એમ ગૃહસ્થો જ્યાં જાય ત્યાં અજયણાના કારણે જીવવિરાધના કરતા રહે છે. વાસ્તવિકતા એ છે કે કોઈપણ ધર્મક્રિયા હોય, સંતુપુરુષોને વંદન કરવા જવું હોય, કે વ્યાખ્યાનશ્રવણ કરવા જવું હોય, બધામાં હિંસા તો થવાની જ. એટલે તમારા નિયમ મુજબ તો એ બધું જ પાપક્રિયારૂપ બની જવાથી પછી ગૃહસ્થ કોઈપણ ધર્મક્રિયા કરી જ નહીં શકે. (સ્થા૰)-વાત આવી નથી. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે ‘આયં વયં તુલિજ્જા લાહાકંખિત્વ વાણિયઓ...' ઉપદેશમાળાગ્રન્થનું આ વચન જણાવે છે કે જેમ નફાને ઇચ્છતો વાણિયો આવક-જાવકનો હિસાબ લગાવી, જેમાં ખર્ચ કરતાં આવક વધારે છે એવો વ્યાપાર કરે છે, એમ સંતોને વંદન કરવા જવામાં કે વ્યાખ્યાન સાંભળવા માટે સ્થાનકમાં જવામાં જો કે જીવહિંસા થાય છે, તો પણ એ ખર્ચ (-પાપ) કરતાં કર્મનિર્જરા-જ્ઞાનપ્રાપ્તિ વગેરે રૂપે લાભ જે થાય છે તે વધારે હોવાથી કૃળતઃ એ ક્રિયા પાપરૂપ ન બનતા ધર્મક્રિયા જ બની રહે છે. મૂર્તિ :- એટલે આ તો તમે પણ માનો છો કે જેમાં લાભ વધારે ડોય એવી ધર્મક્રિયામાં હિંસા હોવા માત્રથી એ પાપ બની જતી નથી. ખા વાત પરમાત્માની પૂજા માટે પણ એટલી જ સાચી છે. પૂજા કરવામાં હેંસા થાય છે, પરંતુ પરમાત્મા પ્રત્યે ભક્તિભાવનો જે લાભ થાય છે ને કૈંક ગુણો અધિક હોય છે. શાસ્ત્રોમાં એ સમજાવવા માટે કૂવાનું Page #133 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. ચાલવાના કારણે થાકેલા, તૃષાતુર બનેલા અને મલમલિન શરીરવાળા બનેલા મુસાફરો જ્યારે પાણી માટે કૂવો ખોદે છે તો શરૂઆતમાં તો થાક વધે છે, તૃષા વધારે તેજ બને છે અને પરસેવાના કારણે શરીર પર મેલ પણ વધે છે. પણ છેવટે જ્યારે પાણી પ્રાપ્ત થાય છે ત્યારે પાણી પીવાથી અને સ્નાન કરવાથી, માત્ર કૂવો ખોદવામાં જે થાક-તૃષા અને મેલ ઉત્પન્ન થયા છે તે તો દૂર થઈ જાય છે, પણ મુસાફરીના કારણે જે થાક વગેરે પેદા થયેલા એ પણ દૂર થઈ જાય છે અને તાજગીનો અનુભવ થાય છે. એ જ રીતે પ્રભુપૂજામાં પણ અજયણા વગેરેના કારણે જો હિંસા વગેરેનો દોષ લાગે છે તો પણ છેવટે હૃદયમાં પ્રભુભક્તિના ભાવ જે ઉછળે છે એનાથી પૂજામાં થયેલ હિંસાનો દોષ તો દૂર થાય છે, જીવન વ્યવહારમાં લાગેલ પણ કંઈક દોષો દૂર થાય છે. ઉપરથી અનેક ગુણોની પ્રાપ્તિ થાય છે. પ્રચુર પુણ્યનો બંધ થાય છે. સ્થા-માની લઈએ કે જો પ્રભુભક્તિના ભાવો ઉછળે છે તો હિંસાનો દોષ દૂર થઈ જાય છે. પણ પથ્થરની પ્રતિમાની પૂજા કરવાથી પ્રભુભક્તિના ભાવો કેવી રીતે ઉભરાય ? મૂર્તિ -જે પ્રતિમાને પથ્થર જ માને છે એને તો એ ભાવો નહીં જ ઉભરાય એ સ્પષ્ટ છે. ત્રિરંગા ધ્વજને એક સામાન્ય કપડાનો ટૂકડો માનનાર કોઈ પાકિસ્તાનીને કે અન્ય દેશના નાગરિકને દેશભક્તિનો ભાવ પેદા નહીં જ થાય. પણ એને રાષ્ટ્રધ્વજરૂપે જોનારા ભારતીય નાગરિકોને તો એના દર્શનાદિથી દેશભક્તિના ભાવ જાગે જ છે, આ બધાને અનુભવસિદ્ધ છે. એટલે જ એ એને વંદન કરે છે, સન્માન કરે છે. એનું અપમાન કરનારા પ્રત્યે રોષ અનુભવે છે અને એના ગૌરવની રક્ષા માટે કદાચ જરૂર પડે તો પ્રાણોનું બલિદાન પણ આપી દેશે. એ જ રીતે પ્રતિમાને પરમાત્મા તરીકે જોવાવાળા શ્રદ્ધાળુ શ્રાવકને ભક્તિભાવ ઉછળે જ છે એમાં શંકા નથી, કારણકે નહીંતર Page #134 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૯ ૪૦૯ શા માટે એ પરમાત્માની પાછળ લાખો-કરોડો રૂપિયા ખર્ચે ? શા માટે ટાઇમની કટોકટીમાંથી પણ પ્રભુભક્તિ માટે સમય કાઢે ? મંદિર અને પ્રભુના પ્રભાવે બીજા પણ ઘણા શુભભાવો જાગે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. વિવેકભ્રષ્ટ થઈને રસ્તા પર એકબીજાને ચીટકીને ચાલવાવાળા યુવક-યુવતી પણ જેવા દેરાસરના પગથિયા ચઢવા માંડે છે કે તરત એ બન્ને અલગ થઈ જાય છે. આ વિવેકરૂપી શુભભાવ કોણે જગાડ્યો ? ભિખારી પણ થીયેટરની બહાર નથી બેસતા. પણ દેરાસરની બહાર ભીખ માગવા બેસે છે. કારણકે એ પણ જાણે છે કે મંદિરમાં પ્રભુની પૂજા કરનારાને દાન વગેરે શુભભાવો સરળતાથી જાગે છે. જુઓ, સ્થાનકવાસીની જેમ જ મૂર્તિપૂજા નહીં માનનારા તેરાપંથી સંપ્રદાયના આચાર્ય તુલસી શું કહે છે-મૈં તો હમેશા નાતા હૂઁ मंदिरों में । अनेक स्थानों पर प्रवचन भी किया है । आज भीनमाल में श्री पार्श्वनाथ मंदिर में गया । स्तुति गाई । बहुत आनंद आया । (જૈનભારતી- વર્ષ ૩૧, અંક ૧૬-૧૭, પૃ. ૨૩ તા. ૨૦-૭-૮૩ તેરાપંથી અંક.) ભલા પરમાત્માની પ્રતિમા શુભભાવ પેદા કરવામાં સમર્થ છેઆ વાતમાં આનાથી વધારે મોટી કઈ સાબિતિ હોય શકે ? વાસ્તવિકતા એ છે કે મૂર્તિનો વિરોધ કરવાવાળો કોઈપણ સમાજ કે કોઈપણ સંસ્કૃતિ, એક યા બીજા રૂપમાં મૂર્તિના અસ્તિત્વને (સ્થાપનાને) માને જ છે. આ માન્યતા વિનાના સમાજની કે સંસ્કૃતિની કલ્પના જ અશક્ય છે. પોતાના માતાપિતાની તસ્વીર કોણ નથી રાખતું ? એનાં દર્શનથી જો કૃતજ્ઞતાના ભાવ ઉત્પન્ન થાય છે તો પરમાત્માની પ્રતિમાના દર્શનથી ભક્તિના ભાવ શા માટે પેદા ન થાય ? Page #135 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સારાંશ એ છે કે પ્રતિમા શુભ ભાવ પેદા કરવામાં સમર્થ છે અને તેથી જ એની પૂજા કરવામાં લાભ જ લાભ છે. સ્થા-માતપિતા પ્રત્યે કૃતજ્ઞતા-આ તો એક સાંસારિક પ્રક્રિયા છે. જ્યારે પૂજા તો એક ધાર્મિક ક્રિયા છે. ધાર્મિક ક્રિયા કરવામાં તો હિંસા ન કરવી જોઈએ ને ? મૂર્તિ-આવું કહેનારા સ્થાનકવાસી ગુરુભગવંતોની પણ સમાધિ અને દેરીઓ બની છે. જેમકે: પાલી જિલ્લામાં જૈતારણમાં મરુધર કેસરી શ્રી મિશ્રીમલજીની સમાધિ છે. . જયપુરમાં જયાચાર્યની છત્રી (દરી) છે ને એમાં એમના પગલાં છે. 1 લુધિયાનામાં રૂપચન્દ્રજી મ.ની સમાધિ છે. જગરાંવમાં ફુલચંદજી મ.ની સમાધિ છે. શું આ સમાધિ-છત્રી બનાવવામાં હિંસા નહીં થઈ હોય ? એના દર્શન-વંદન માટે હજારો શ્રાવકો જાય છે. એમાં શું હિંસા નથી થતી ? જો આ હિંસાના નુકશાન કરતાં ગુરુભક્તિનો લાભ વધારે છે એવું માનો છો તો જિનમંદિરમાં પણ આ જ ન્યાય કેમ લાગુ ન પડે ? સ્થાનકવાસી સંતો પણ પોતાના ગુરુજનોના ફોટા છપાવે છે, શ્રાવકોને આપે છે, એમાં હિંસા ન લાગે ? જો ગુરુદેવના ફોટાના દર્શનથી ભક્તિભાવ જાગે છે (અને આ લાભ મોટો છે) તો પ્રભુની પ્રતિમાના દર્શન-પૂજામાં હિંસા-અહિંસાનો શોરબકોર કરવો ને એના દ્વારા વિરોધ કરવો, આ સાંપ્રદાયિક મૂઢતા નથી ? છેવટે ફોટો પણ થ્રીડાઈમેન્શલની જગ્યાએ ટુડાઈમેન્શનલ એવી એક પ્રકારની પ્રતિમા જ છે ને ? સ્થા પણ એવો તો નિયમ નથી કે પૂજા કરવાથી શુભભાવ જાગશે જ. અને જો ન જાગ્યો તો હિંસાનો દોષ લાગવાનું નુકશાન જ થશે ને ? માટે પૂજા કરવી જ નહીં. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ બત્રીશી-૭, લેખાંક-૩૯ મૂર્તિ -એમ તો ગુરુદેવના ફોટાના દર્શનથી પણ શુભભાવ જાગશે જ એવો કોઈ નિયમ નથી. એટલું જ નહીં, પ્રવચન સાંભળવાથી બધાને સમ્યગુબોધ મળશે જ એવો પણ નિયમ નથી. પછી તો એ સાંભળવા માટે આવવા-જવાનો હિંસાનો દોષ જ લાગશે ને માટે પ્રવચન સાંભળવું જ નહીં. આવો નિયમ બનાવશો ? જ્ઞાનપ્રાપ્તિની સંભાવનાના લાભને નજરમાં રાખીને પ્રવચનશ્રવણ જેમ ધર્મક્રિયા જ કહેવાય છે એમ પ્રભુપ્રતિમાની પૂજાથી પણ અનેક શુભભાવોની ઉત્પત્તિની સંભાવનાને નજરમાં રાખીને એને લાભકારી માનવી જરૂરી છે. તથા ક્યારેક તત્કાળ ભક્તિભાવ ઉભરાતો ન અનુભવાય તો પણ “રોજ પ્રભુપૂજા કરવી જ જોઈએ' આવી શ્રદ્ધા અખંડ રહેવી. આવો નિયમ ઊભો રહેવો આ પણ કોઈ નાનો લાભ નથી. (ક્યારેક કોઈક મૂર્તિપૂજક શ્રાવક પણ- પૂજામાં કાંઈ ભાવ જાગતા નથી-મજા આવતી નથી. વગેરે બહાનુ આગળ કરીને પૂજા છોડી દેતા જણાય તો એમને પણ ઉપરની વાત જણાવવી. “ભગવાનની પૂજા કર્યા વિના રહી જ ન શકાય.” આવો ભાવ જળવાઈ રહેવો એ પણ બહુ જ મોટો લાભ છે. બાકી તો ભાવ ન જાગતા હોય તો એ જગાડવાનો પ્રયાસ કરવાનો હોય, પૂજા કાંઈ છોડી દેવાની ન હોય.. જીભમાં કોઈ એવી ભારે દવા વગેરેના કારણવશાત્ મિઠાશ ન હોવાના કારણે ભોજનમાં સ્વાદ ન આવતો હોય તો જીભમાં મિઠાશ લાવવાનો પ્રયાસ કરવાનો હોય, ભોજન કાંઈ છોડી દેવાય નહીં-આ શું સમજાવવાની વાત છે ? ચાર દિવસ એક પણ ઘરાક આવ્યો નથી... ‘હવેથી હું દુકાન ખોલીશ નહીં, ઘરે જ બેસી રહીશ.. ઘરાક આવશે ત્યારે દુકાન ખોલીશ” આવું કરવામાં શું ડહાપણ છે ? તથા સંતાનોમાં પણ “પ્રભુપૂજા વિના રહી જ ન શકાય” આવો ભાવ પેદા કરવો જરૂરી છે. આવા દઢભાવવાળા પણ કેટલાય માત Page #137 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પિતાઓના સંતાનોમાં આવો ભાવ પેદા ન થવામાં એક પ્રબળ કારણ બને છે આજનું એજ્યુકેશન. સ્કુલ, કોલેજ કે ટ્યુશનક્લાસના સમય એવા હોય કે સંતાનને પૂજા કરવા ન જવાનું બહાનું મળી જ રહે. સમજણની ઉંમરના પ-૭-૧૦ વર્ષ આ રીતે પૂજા વિના રહેલ વ્યક્તિ પછીથી એ ભાવ પેદા કરે એવી શક્યતા બહુ જૂજ હોય છે. એટલે જેઓને સંતાનના આત્માની પણ ચિંતા હોય તે મા-બાપોએ સંતાન રોજ પૂજા કરી શકે એ રીતે જ બધું ગોઠવવું જોઈએ. છેવટે બાર-સાડાબારએક વાગ્યે સ્કૂલેથી આવે પછી પણ “સૌપ્રથમ પૂજા કરી આવએ રીતે પૂજા કરવા મોકલીને આવો દૃઢભાવ પેદા કરવો જ જોઈએ.) બાકી સ્થાનકવાસીઓ ! હિંસાના નામ પર જ જો પ્રભુપૂજાનો વિરોધ કરશો તો હિંસા તો બધા કાર્યોમાં છે, ચાહે સ્થાનકનું નિર્માણ હોય, સાધર્મિક ભક્તિ હોય કે સંઘનું સંમેલન હોય... તો આ બધાનો વિરોધ શા માટે નથી કરતા ? સ્થા-આ બધું તો આવશ્યક છે, માટે એમાં હિંસા પણ અપરિહાર્ય છે. જ્યારે પ્રભુપૂજા કાંઈ આવશ્યક નથી. માત્ર સ્તુતિભજનથી પણ ભક્તિભાવ પેદા થઈ શકે છે. મૂર્તિ - એમ તો માત્ર પુસ્તકોથી પણ બોધ મળી શકે છે. ઘરમાં સામાયિક થઈ શકે છે. તો સ્થાનકનું નિર્માણ પણ અનાવશ્યક બની રહેશે અને એની હિંસા પણ અનાવશ્યક બની રહેશે. સ્થા. - નહીં, કારણકે ઘણીવાર પુસ્તકોથી જે બોધ નથી મળતો તે સાક્ષાત્ પ્રવચનના શ્રવણથી મળે છે. માટે સ્થાનકનું નિર્માણ આવશ્યક છે. મૂર્તિ - તો ઘણીવાર સ્તુતિ-ભજનથી જે ભાવો નથી જાગતા તે પ્રતિમાની વિવિધ પ્રકારની પૂજા, સંગીત-નૃત્ય- તાળીઓ પાડવીજયજયકાર કરવો- નારા લગાડવા વગેરેથી ઉત્પન્ન થાય છે. માટે આ બધું પણ આવશ્યક છે. વળી, આ પણ વિચારો કે સ્થાનક જરૂરી છે Page #138 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૩૯ તો તૈયાર મકાન શા માટે નથી લઈ લેતા ? નવું મકાન બનાવવાની હિંસા તો બિનજરૂરી જ છે. સ્થા – તૈયાર મકાન ક્યાં હોય ? કેવું હોય ? ધર્મઆરાધના માટે અનુકૂળ હોય યા ના હોય. આ બધી સમસ્યા આવે છે. અનુકૂળ જગ્યા પર, અનુકૂળ લંબાઈ-પહોળાઈવાળું-પર્યાપ્ત હવાઉજાસવાળું સુંદર મકાન હોય તો ધર્મઆરાધનામાં અનુકૂળતા રહેવાથી વધારે લોકો આરાધનામાં જોડાય છે. માટે નવા મકાનની હિંસા પણ બિનજરૂરી નથી. ૪૧૩ મૂર્તિ - આનો અર્થ તો એ જ થયો કે જ્યાં લાભ વધારે હોય ત્યાં હિંસા હોય તો પણ એ ધર્મ જ છે, પાપ નથી. તો સ્તુતિભજનથી જે ભાવ પેદા થાય છે, એની સાથે પૂજા કરવાથી વધારે ભક્તિ ઉલ્લસે છે. ને તેથી પૂજા પણ ધર્મ જ છે. હવે એ વાતનો વિચાર કરો કે એક શ્રાવકના હાથ-પગ વિષ્ઠાથી ખરડાયેલા છે. એને સામાયિક કરવાની ઇચ્છા થઈ. એ માટે હાથ-પગ ધોઈને પછી એને સામાયિક કર્યું. આમાં એને પાપ લાગશે કે ધર્મ ? એક શ્રાવકને ઘરમાં સામાયિક કરવાની અનુકૂળતા નથી. એટલે એ બાઈક પર બેસીને સ્થાનકમાં જઈને સામાયિક કરે છે. એને પાપ લાગશે કે ધર્મ થશે ? કોઈપણ સંતે વ્યાખ્યાનશ્રવણ કે સામાયિક માટે બાઈક-કાર દ્વારા સ્થાનકમાં આવનાર શ્રાવકોને ‘તમે તો પાપ કરો છો, કારણકે આમાં હિંસા છે' આવું કહીને રોક્યા છે ? જો ના, તો માત્ર પ્રભુપૂજામાં હિંસાના નામે વિરોધ શા માટે ? સ્થા - જો શુભભાવની ઉત્પત્તિને આગળ કરીને ધર્મમાં જળ-પુષ્પ આદિની હિંસાને માન્ય કરશો તો પછી ધર્મના નામે બકરાનો બલિ આપવાની હિંસાને પણ માન્ય કરવી પડશે, કારણકે ત્યાં પણ શુભભાવની ઉત્પત્તિ કહી શકાય છે. મૂર્તિ - ના, આ વાત સંભવિત નથી. વૈદે આપેલું ઝેર Page #139 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઔષધિ બની શકે છે, જીવન બચાવી શકે છે. પણ એનો અર્થ એ નથી કે ઝેર પણ ઔષિધ જ છે, વાડકી ભરીને પી લો... આરોગ્ય પ્રાપ્ત થશે. આશય એ છે કે દર્દીનું શરીર અમુકમાત્રામાં ઝેરને પણ પચાવી શકતું હોય છે. એટલી માત્રામાં એ એના જીવનને ધોખારૂપ બન્યા વગર વૈદે કરેલી પ્રક્રિયાના પ્રભાવે ઉપરથી આરોગ્યપ્રદ બની શકે છે. પણ જ્યારે એની માત્રા વધી જાય છે ત્યારે શરીર એને ઝીલી શકતું નથી ને તેથી મોત થઈ જાય છે, પછી આરોગ્યપ્રાપ્તિની સંભાવના જ ક્યાંથી ? ઉંઘની એક ગોળીથી શાંતનિદ્રા માણી શકનાર વ્યક્તિ જ્યારે પંદ૨-વીસ ગોળી લઈ લે છે ત્યારે પ્રાણ ખોઈ જ બેસે છે ને ! એ જ રીતે જળ-પુષ્પ વગેરેની હિંસા પૂજકના શુભભાવરૂપ ભાવપ્રાણને ધોખા રૂપ બની શકતી નથી, કારણકે ઘણી અલ્પમાત્રા હોય છે.. ને શ્રી અરિહંતપ્રભુસ્વરૂપ સર્વશ્રેષ્ઠ વૈદે વિધિ-જયણા વગેરેરૂપ ચોક્કસ પ્રકારની પ્રક્રિયા પૂર્વક આપેલ હોવાથી એ આત્માને આરોગ્યપ્રદ બની શકે છે. પણ બકરાની હિંસા આવી નથી. કારણકે એની હિંસા માટે એટલી ક્રૂરતા લાવવી પડે છે કે જેથી શુભભાવોનો મૃત્યુઘંટ જ વાગી જાય છે. સ્થા. - પણ આ સમજમાં નથી આવતું કે જળ-પુષ્પની હિંસામાં ક્રૂરતા નથી અને બકરાની હિંસામાં ક્રૂરતા છે એવું તમે કયા આધારે કહી શકો છો ? મૂર્તિ. - જળ-પુષ્પ વગેરે એકેન્દ્રિયજીવો છે. તેઓમાં ચૈતન્ય અત્યન્ત અલ્પ હોય છે. તેઓ પીડાને નથી વ્યક્ત કરી શકતા કે નથી પીડકનો પ્રતિકાર કરી શકતા. એટલે એમની હિંસા માટે દિલમાં ક્રૂરતા લાવવી પડતી નથી. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ બત્રીશી-૭, લેખાંક-૩૯ - જ્યારે બકરો પંચેન્દ્રિય છે. એ ભયભીત થાય છે. મોતની કલ્પના એને આવી શકે છે ને એનાથી એ અત્યંત વ્યથિત થાય છે. તેથી ભાગવા માટે મરણિયા પ્રયાસ કરે છે. હત્યારાનો પ્રતિકાર કરે છે. ચીસો પાડે છે. કરુણ આક્રંદન કરે છે. લોહીની ધારાઓ વહે છે. આ બધું દેખ્યા પછી એની હિંસા ક્રૂરતા વિના સંભવિત નથી, એટલે જ જે ક્રૂર નથી બની શક્તા એવા સજ્જનના હાથમાં છરો પકડાવ્યો હોય તો પણ એ બકરાને મારી શકતો નથી. આ દુનિયામાં પણ જુઓ- જળ-ઘાસ વગેરે પર જ જીવનારા ગાય-બળદ વગેરે પ્રાણી ક્રૂર કહેવાતા નથી. અને માત્ર એ જીવોની હિંસાના કારણે નરકમાં જતા નથી. (બીજું કોઈ પાપ હોય તો વાત જુદી.) જ્યારે હરણ- બકરા વગેરેનો શિકાર કરનાર સિંહ-વાઘ વગેરે પ્રાણી ક્રૂર-હિંસક કહેવાય છે અને આ હિંસાના કારણે ઘણું ખરું નરકમાં જાય છે. મનુષ્યોમાં પણ બકરાની કતલ કરનારા જેટલા ક્રૂર-કઠોર હોય છે એટલા જળ-ફુલની હિંસા કરનારા ક્યારેય નથી હોતા આ વાત બધા જાણે છે ને માને છે. વળી ઊલટું પણ જુઓ-જળપુષ્પની હિંસા કરનારા મૂર્તિપૂજક શ્રાવકો કરતાં પૂજા ન કરવાવાળા સ્થાનકવાસી બંધુઓ વધારે દયાળુ હોય છે એવો પણ કોઈ નિયમ જોવા મળતો નથી. સીધીવાત છે. જ્યાં ક્રોડનો હિસાબ નહીં ત્યાં પાઈની તો વાત ક્યાં ? બધા ગૃહસ્થો પોતાના સાંસારિક પ્રયોજનો માટે એકેન્દ્રિયજીવોની એટલી હિંસા કરે છે કે પૂજા માટે થતી હિંસા એની સામે કાંઈ જ નથી. એનાથી એના દયાના કોમળ પરિણામો પર કોઈ અસર થતી નથી. ઊલ્ટે પૂજા માટે સ્નાનાદિ કરવામાં શાસ્ત્રોક્ત જયણાના પાલનની ઈચ્છા અને પ્રયતના પ્રભાવે દયાના પરિણામ જાગૃત થવાની સંભાવના વધારે છે. આ અંગેની વધુ વાતો આગામી લેખમાં જોઈશું... Page #141 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થો પોતાના સાંસારિક લેખાંક પ્રયોજનો માટે એકેન્દ્રિય જીવોની | એટલી બધી વિરાધના કરતા હોય છે આ ૪૦ કે પૂજા માટે થનારી જળ-પુષ્પાદિની વિરાધના એની સામે કશી વિસાતમાં હોતી નથી. એ એના દયાપરિણામને કશી હાનિ પહોંચાડી શકતી નથી. વગેરે વાતો ગયા લેખમાં જોઈ. સ્થા. - જો પૂજા કરવામાં હિંસા હોવા છતાં લાભ વધારે છે તો સાધુઓ કેમ કરતા નથી ? મૂર્તિ - શ્રાવકો સાધર્મિક વાત્સલ્ય કરે છે એમાં પણ હિંસા હોય છે... છતાં લાભ વધારે હોવાથી એ ધર્મરૂપ જ છે. સ્થાનકવાસી સંતો પણ આ વાત તો માને જ છે. તો તેઓ સ્વયં કેમ શ્રાવકોની ભોજનભક્તિરૂપ સાધર્મિકવાત્સલ્ય કરતા નથી ? આવું તો અન્ય પણ અનેક અનુષ્ઠાનો માટે છે. મુખ્ય વાત એ છે કે શ્રાવકો પોતાના માટે ભોજન બનાવે છે વગેરે રૂપે અનેકપ્રકારે હિંસા કરે જ છે. માટે એમને સાધર્મિક ભક્તિ વગેરેમાં લાભ વધારે છે. સાધુઓ પોતાના માટે પણ કોઈ વિરાધના કરતા નથી. એટલે શ્રાવકો માટે તો નહીં, અન્ય સાધુઓ માટે પણ વિરાધના કરીને ભક્તિ કરવાનો એમનો અધિકાર નથી. આશય એ છે કે નિર્દોષ જીવનચર્યા અને સતત એકેન્દ્રિય સુધીના બધા જ જીવોની જીવદયાના પાલનથી સાધુનું હૃદય એટલું કોમળ બની ગયું હોય છે કે જેથી થોડી પણ એકેન્દ્રિયજીવની વિરાધના એના દિલને વ્યથિત કરી દે છે. જેમ ગોચરી વગેરે માટે નીકળ્યા હોય અને કોઈપણ કારણવશાત્ કાચાપાણીમાં એકાદ ડગલું પણ મૂકવું પડે તો હાય ! વિરાધના થઈ... વિરાધના થઈ. વિરાધના થઈ. આ જ વિચાર મનનો કબ્દો લઈ લે છે. એવું જ પૂજા અંગે પણ છે. સાધુના Page #142 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૪૦ ૪૧૭ સુકોમળ પરિણામ માટે આટલી વિરાધનારૂપ ઝેર પણ પર્યાપ્ત બની રહે છે. શુભભાવરૂપ ભાવપ્રાણ હરાઈ જાય છે... પછી... વિરાધના કરી- વિરાધના કરી...' આ બધા ભાવો મન પર એવા હાવી થઈ જાય છે કે જેથી ભક્તિભાવ ઉભરાવાની તો કોઈ જગ્યા કે તક રહેતી જ નથી. એટલે સાધુઓને લાભ કોઈ નહીં... ને સંપૂર્ણ હિંસાત્યાગ વગેરે રૂપ પોતાના મહાવ્રતના ભંગનું નુકશાન... માટે પૂજા કરવાની હોતી નથી. અરે ! સાધુની જ શું વાત ? જેણે પોતાના માટેના આરંભ સમારંભનો એ દિવસ પૂરતો ત્યાગ કર્યો છે ને દરેક પ્રવૃત્તિમાં જીવદયા પાળવાની છે એવા પોષાતીને પણ એટલે જ એ દિવસે પૂજા કરવાની હોતી નથી. સ્થા શ્રાવક પોતાના જીવનનિર્વાહ માટે ઘણી હિંસા કરે છે એ વાત સાચી... એનું પાપ તો એને લાગે જ છે. પછી પૂજા માટે હિંસા કરીને વધારે પાપ લગાડવાની શી જરૂર ? - મૂર્તિ - આ પ્રશ્ન તો ગુરુવંદન-ઉપદેશશ્રવણ-સ્થાનકનિર્માણસાધર્મિકવાત્સલ્ય વગેરે રૂપ બધી જ ધર્મક્રિયામાં આવશે.... એનો શું જવાબ આપશો ? બીજી વાત એ છે કે ઘરખર્ચ એ ‘ખર્ચ' કહેવાય છે, પણ દુકાન ચાલુ રાખવામાં થતો ખર્ચ એ ખર્ચ' નથી કહેવાતો, પણ Investment કહેવાય છે, કારણકે અનેકગણું વધીને પાછું આવે છે. એમ જીવનનિર્વાહ માટેની હિંસા ‘પાપ' રૂપ બને છે. પણ પ્રભુપૂજા માટે થતી હિંસા કાંઈ પાપ નથી કહેવાતી, ધર્મ જ કહેવાય છે, કારણકે એનાથી ઘણા લાભ થાય છે. સ્થા પત્થરની પ્રતિમાને પરમાત્મા કહી દેવાથી લાભ શી રીતે થાય ? પત્થરની ગાય શું ક્યારેય દૂધ આપે છે ? મૂર્તિ – એમ તો ગાયના નામનો જાપ કરવાથી પણ દૂધ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે મળતું નથી. તો “પ્રભુ નામના સ્મરણથી પણ કશો લાભ થતો નથી” એમ શું કહેશો ? પ્રભુનામનો જાપ શું બંધ કરી દેશો ? વાસ્તવિકતા એ છે કે દૂધની પ્રાપ્તિ આપણા મન પર નિર્ભર નથી. એટલે પત્થરની ગાય કે ગાયનો જાપ લાભકારી બનતો નથી. પણ સમ્યક્તાદિગુણ (કે મિથ્યાત્વાદિદોષ) અને પૂણ્ય (કે પાપ) મુખ્યરીતે આપણા મનને જ આધીન છે. કહ્યું છે કે “મન એવ મનુષ્યાણાં કારણે બંધ-મોક્ષયોઃ જ્યારે મન શુભભાવોથી ભાવિત થાય છે ત્યારે સમ્યક્વાદિગુણોનો અને પુણ્યનો લાભ થાય છે. જેમ પ્રભુના નામસ્મરણથી મન શુભ બને છે એમ પ્રતિમાના દર્શન વગેરેથી પણ એ શુભ બને જ છે. તો એનાથી ગુણની-પુણ્યની પ્રાપ્તિ શા માટે ન થાય ? શ્રી દશવૈકાલિકસૂત્રમાં સ્ત્રીનું ચિત્ર જોવાનો પણ નિષેધ કર્યો છે. કારણ કે એનાથી મનમાં વિકાર વાસના પેદા થાય છે. ટી.વી.ના દશ્યોની ખરાબ અસર બધા સ્વીકારે જ છે. તો સામા પક્ષે પ્રભુની પ્રતિમા પણ મનને વૈરાગ્ય-ક્ષમા વગેરે શુભભાવોથી વાસિત કરીને લાભકારી શા માટે ન બને ? જો માતા-પિતાના ફોટાના દર્શનથી કૃતજ્ઞતા અનુભવાય છે, ગુરુદેવની તસ્વીરથી ભક્તિભાવ અનુભવાય છે, તો પ્રભુપ્રતિમાના દર્શનાદિથી ભક્તિભાવ કેમ ન ઉભરાય ? વસ્તુતઃ રોજ ભક્તિસભર હૃદયે પ્રભુપૂજા કરનારને એનો અનુભવ પૂછી લેવો જોઈએ. અને જો એ એમ કહે કે અમને સુંદરતમ ભાવો અનુભવાય છે, તો પોતે પણ પૂજા શરુ કરી દેવી જોઈએ. આપણે જેટલો સમય પ્રભુભક્તિમાં વ્યતીત કરીએ એ જ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ છે. એમ જે ધન પ્રભુચરણે સમર્પિત કરીએ છીએ એ જ ધનનો શ્રેષ્ઠ ઉપયોગ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૪૦ ૪૧૯ સ્થા. - પ્રતિમામાં ભગવાનના પ્રાણની પ્રતિષ્ઠા કરો છો તો શું ભગવાનને મોક્ષમાંથી નીચે લઈ આવો છો ? મૂર્તિ - પ્રતિમામાં પ્રાણની પ્રતિષ્ઠા કરવી એનો અર્થ એ છે કે પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન-મંત્રોચ્ચાર દ્વારા પ્રાણવાન બનાવવી. પ્રાણવાનું બનાવવી એટલે શું ? દવાઓ ઉપર Expiry Date હોય છે. એનો અર્થ એ છે કે પહેલાં એ જીવંત હતી. પછી મરી જશે. હવે દવામાં જીવંત હોવું શું છે ? ને મરી જવું શું છે ? વિચાર કરવા પર જણાય છે કે સ્વકાર્ય કરવામાં સમર્થ હોવું એ જીવિત હોવાનો અર્થ છે અને એનું એ સામર્થ્ય નષ્ટ થઈ જવું એ જ એનું મરી જવું છે. તો આનો અર્થ એ થયો કે જીવંતતા અને મૃત્યુનો અર્થ હંમેશા પ્રાણો સાથે સંલગ્ન નથી. વીજળીનો તાર પણ જીવંત કહેવાય છે, જ્યારે એમાં વીજપ્રવાહ વહેતો હોય છે. આવું જ પ્રતિમાજી માટે છે. એમાં પ્રાણપૂરવાનો અર્થ એ છે કે સાક્ષાત્ વિચરતાં ભગવાનૂના દર્શન વગેરેથી જે ફળ મળે છે તે ફળ આપવાનું સામર્થ્ય એમાં પેદા કરવું. સ્થા – પ્રભુની ભક્તિ જ જો કરવી છે તો પ્રભુના ચરણોમાં ધન મૂકી દેવાનું, જળ-પુષ્પ વગેરેની શી જરૂર છે? મૂર્તિ - ઘર પર આવેલા મહેમાનને ડીશમાં ૧૦૦ રૂ. ધરવા એ સ્વાગત છે કે અનેકવિધ વાનગીયુક્ત ભોજન કરાવવું એ સ્વાગત છે ? આવું જ પ્રભુભક્તિ અંગે છે. દ્રવ્યોમાં જેટલી વિવિધતા અને શ્રેષ્ઠતા એટલી પ્રભુભક્તિ વધુ ઉલ્લસે છે એવો સરેરાશ પૂજકોનો અનુભવ હોય છે. (અહીં એ સમજવા જેવું છે કે પ્રભુની દ્રવ્યપૂજામાં જળ-ચંદનપુષ્ય પૂજા વગેરેનો ઉલ્લેખ છે, પણ ધનપૂજાનો ક્યાંય ઉલ્લેખ નથી. એટલે મૂર્તિપૂજકોમાં એક નાનો વર્ગ એવું જે માને છે કે “પૂજા-પૂજન Page #145 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વગેરેમાં જેટલા રૂપિયાના ફળ-નૈવેદ્ય વગેરે રાખ્યા હોય એટલું બીજું દ્રવ્ય ભંડારમાં પૂરી દેવું. જેથી દોષ ન લાગે.” તે તેઓની મૂઢતા જાણવી. “પ્રભુના ભંડારમાં દેવદ્રવ્ય વધે તો જ ભક્તિ થઈ કહેવાય..” આવું કોઈ જ શાસ્ત્રીય વિધાન કોઈપણ શાસ્ત્રમાં દૃષ્ટિગોચર થતું નથી. જળપૂજા વગેરેના દૂહા પ્રસિદ્ધ છે, એ દૂહામાં જણાવેલા ભાવ વગેરે શુભભાવો પૂર્વક-વિધિપૂર્વક તે તે દ્રવ્યપૂજા થઈ એટલે પૂજકને તે તે જળપૂજા વગેરેનું અનુપમફળ મળી જ જાય છે.. એટલી દેવદ્રવ્યવૃદ્ધિ થઈ કે નહીં ? એનો આની સાથે કોઈ જ સંબંધ નથી. ઊલટું, ભંડારમાં એટલું દ્રવ્ય નાખવાનો નિયમ બનાવવાથી પૂજક પૂજાનાં દ્રવ્યોમાં કૃપણતા દાખવશે જ. હજાર રૂપિયાથી ભક્તિ કરવાની ભાવનાવાળો પછી પાંચસો રૂપિયાના જ દ્રવ્યો લાવશે એ સ્પષ્ટ છે. એના બદલે એ જો હજાર રૂપિયાના દ્રવ્યથી ભક્તિ કરત તો વધારે ઉત્કૃષ્ટ દ્રવ્ય હોવાથી વધારે ઊંચા ભાવો પ્રગટત, જે એના આત્માને વધુ લાભ કરત એ સ્પષ્ટ છે. માટે એટલું દ્રવ્ય ભંડારમાં નાખવાનો નિયમ એ મૂઢતા નહીંતર બીજું શું છે ? અલબત્ આવો નિયમ ન હોય... ને તેથી પૂરેપૂરા હજાર રૂપિયાના શ્રેષ્ઠ દ્રવ્ય લાવી પ્રભુભક્તિ કરે... અને પછી પોતાના ચડતા ભાવોના પ્રભાવે હજાર રૂપિયા જ શું કામ ? પાંચ હજાર પ્રભુના ચરણે સમર્પિત કરે.... આમાં કોઈ પ્રશ્ન નથી... પ્રભુચરણે તો જેટલું સમર્પણ કરીએ એટલું સારું જ છે. માત્ર, દેવદ્રવ્યમાં વૃદ્ધિ થાય તો જ પ્રભુભક્તિ થઈ કહેવાય.... ને તેથી જેટલાં ફળ-નૈવેદ્ય મૂક્યા હોય એટલું દ્રવ્ય ભંડારમાં મૂકવું જ પડે..” આવો નિયમ એ મૂઢતા છે...) વાત આ છે-દ્રવ્યોની વિવિધતા અને શ્રેષ્ઠતાથી ભક્તિભાવ વધે છે. સાધુ-સંતોને પણ વહોરાવવામાં જેટલી વધુ નિર્દોષ ચીજ વહોરે એટલો આનંદ વધતો લગભગ બધા અનુભવે જ છે. એ જ રીતે પ્રભુની જળ-ચંદન-પૂષ્પ- ધૂપ-દીપ-નૈવેદ્ય-ફળ-નૃત્ય વગેરે વિવિધ પ્રકારે પૂજા કરવાથી ભક્તિભાવ વધતા જાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૪૦ ૪૨૧ પ્રશ્ન : સાધુસંત કે મહેમાનને તો દ્રવ્યની આવશ્યકતા છે. ભગવાન તો વીતરાગ છે. એમને દ્રવ્યની જરૂર નથી. પછી દ્રવ્યપૂજાથી શું લાભ ? ઉત્તર : એમ તો ભગવાનને પોતાના સ્તુતિ-ગુણગાન વગેરેની પણ જરૂર નથી. છતાં આપણે કરીએ તો છીએ જ. શા માટે ? એ વિચારો. સ્તુતિ હોય- ભજન હોય કે દ્રવ્યપૂજા હોય.. બધાનો ઉદેશ આપણા મનને પ્રભુમાં તલ્લીન કરવાનો છે. દરેક પ્રકારની પૂજા મનને પ્રભુમાં એકાકાર કરવામાં સહાયક બને છે અને એટલે જ એ અનેક શુભફળોની જનક પણ બને છે. પ્રશ્ન : પણ એકાગ્રતા તો માત્ર સ્તુતિ-ભજનથી પણ આવી શકે છે. એના માટે જળ-પુષ્પાદિની વિરાધના કરવાની શી જરૂર ? ઉત્તર : એમ તો એ પણ કહી શકાય છે કે એકાગ્રતા તો માત્ર નામસ્મરણથી પણ શક્ય છે. પછી સ્તુતિ-ભજનની શી જરૂર ? વળી એમાં પણ ક્યારેક ક્ષમાગુણની. ક્યારેક વીતરાગતાની.. ક્યારેક સાધનાની.. આમ વિવિધ સ્તુતિઓની શી જરૂર ? વાસ્તવિકતા એ છે કે આપણું મન વિવિધતા તરફ આકર્ષાય છે. એટલે જ પૂજામાં વિવિધતા કહેલી છે. જે- જે અલગ રીતે મન પ્રભુમાં મગ્ન બને. તલ્લીન રહે.. એ બધી રીતે મનને પ્રભુમાં રમતું રાખવું એ જ્ઞાનીઓનો વિવિધ પૂજા દર્શાવવા પાછળ અભિપ્રાય છે. વિવિધતાના કારણે જ આપણું મન દીર્ઘકાળ સુધી પ્રભુમાં તલ્લીન રહી શકે છે, એ આપણો અનુભવ પણ છે જ. નહીંતરતો આવો પણ પ્રશ્ન શક્ય છે કે માત્ર સામાયિકથી પણ સાધના થઈ શકે છે, તો દાન-તપ વગેરેની શી જરૂર છે ? ગુરુવંદન-પ્રવચનશ્રવણ વગેરેમાં જવા-આવવાની વિરાધના શા માટે? સ્થા- બધા અનુષ્ઠાનોનું પોતપોતાનું મહત્ત્વ હોય છે અને Page #147 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પોતપોતાનું વિશિષ્ટ ફળ હોય છે. એટલે હિંસા હોવા છતાં સરવાળે એ લાભકર્તા જ બની રહે છે. મૂર્તિ - આ જ વાત દ્રવ્યપૂજામાં પણ કેમ લાગુ ન પડે ? એક ભક્ત પ્રભુનો નામ જાપ શરુ કર્યો. પ-૭ મિનીટ તો મન એમાં લાગ્યું. પણ પછી જાપ ચાલુ હોવા છતાં મન ભટકવા લાગ્યું. એ જ વખતે જો એને જળપૂજા વગેરરૂપ અલગ પ્રકારની ભક્તિમાં જ જોડી દેવામાં આવે તો એ પ્રભુભક્તિમાં ફરીથી સ્થિર થઈ જશે. વળી થોડી વાર પછી ભટકવા લાગે તો ત્રીજા પ્રકારની જ ભક્તિમાં જોડવાથી પાછું સ્થિર થઈ જશે. આમ મનને દીર્ઘકાળ સુધી પ્રભુમાં તલ્લીન રાખવા માટે વિવિધપૂજા છે. સ્થા - માની લઈએ કે પુષ્પપૂજા વગેરેથી શુભભાવો પેદા થાય છે. પણ એ માટે બે-ચાર ફુલ પર્યાપ્ત છે. સેંકડો હજારો ફુલોની વિરાધનાની શી જરૂર છે ? આમ પણ જયણા તો સર્વત્ર જોઈએ જ. જયણાનો અર્થ જ એ છે કે હિંસા જેટલી ટાળી શકાય એટલી ટાળવી. મૂર્તિ - એમ તો સાધર્મિક ભક્તિ પણ દાળ-રોટલીથી જ થઈ જાય છે, પછી મિઠાઈ શા માટે ? અનેક મિઠાઈ શા માટે ? વાસ્તવિકતા એ છે કે જો અધિક શુભભાવોત્પત્તિનો લાભ છે, તો એ હિંસા દોષરૂપ નથી. જો બે-ચાર ફુલથી ભક્તિભાવ અનુભવાય છે, તો સેંકડો ફુલથી એ અધિક અનુભવાય.. પછી હિંસા દોષરૂપ શી રીતે ? નહીં તો એક સાધુ-સંતને વંદન કરી લીધા. હવે બીજાને કરવા ન જોઈએ, કારણકે ગમનાગમનમાં હિંસા તો થવાની જ. પણ ના. ત્યાં તો જેટલા વધું મહાત્માઓને વંદન. એટલો વધુ લાભ ગણાય છે. તો એમ જ પ્રસ્તુતમાં પણ જાણવું જોઈએ. સામગ્રી ઓછી કરવી એ જયણા નથી. પણ વિવેક રાખવો એ જયણા છે. જેમકે સાધર્મિક ભક્તિમાં રાત્રે રસોઈ ન કરવી, Page #148 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ બત્રીશી-૭, લેખાંક-૪૦ બજારની ચીજ ન લાવવી, બરફ વગેરે અભક્ષ્યનો ઉપયોગ ન કરવો. એમ પ્રભુપૂજામાં ફૂલોને સોયથી વીંધવા નહીં-મસળવા નહીંપાંખડીઓ અલગ-અલગ ન કરવી. આ બધું જયણા છે. નહીં કે ફુલો જ ઓછા કરી નાખવા એ. ફુલો ઓછા વાપરવા એ જયણા નથી, અવિવેક છે, કૃપણતા છે. જેમકે સાધર્મિક ભક્તિમાં દ્રવ્યો ઓછા કરી નાખવા એ કૃપણતા છે. (આપણા મૂર્તિપૂજક શ્રાવકોમાં પણ કેટલાક શ્રાવકો આવી અવિવેક ભરેલી વાતો કરતા હોય છે. લાખેણી આંગી કે મહાપૂજામાં હજારો ફુલો વાપરવાનો તેઓ નિષેધ કરતા હોય છે. વિરાધનાવિરાધનાની બૂમરાણ મચાવી મૂકતા હોય છે. કોડિ સાઠ લાખ ઉપર ભારી. જળ ભર્યા કળશા મનોહારી, સુર નવરાવે સમકત ધારી.. ને વળી કળશના નાળચા ૧-૧ યોજન પ્રમાણ.... જન્માભિષેકમાં આટલું બધું પાણી ઢોળવાની શી જરૂર ? આવું પૂછનારને વિવેકી કહી શકાય? કારણકે ઇન્દ્રાદિ દેવો વિબુધ=પંડિત કહેવાય છે... ને તેઓ દરેક પ્રભુના જન્મકાળે આ પ્રમાણે કરે છે. તથા બૌદ્ધ રાજાએ જિનમંદિરોમાં પુષ્પોનો નિષેધ કર્યો હતો ત્યારે દશપૂર્વધર શ્રી વજસ્વામીએ હુતાશન વનમાંથી વીસ લાખ પુષ્પો લાવીને પ્રભુભકિત માટે શ્રી સંઘને આપ્યા હતા. તેથી વિરાધનાને આગળ કરીને બે-ચાર પુષ્પોથી વધારે પુષ્પોનો નિષેધ એ જ્ઞાનીઓને માન્ય નથી એ સ્પષ્ટ છે. નહીંતર તો આ વાત માત્ર પુષ્પમાં જ શા માટે ? બધે જ લાગુ પડશે. પછી તો વિશાળકાય પ્રતિમા અને આલીશાન મંદિરોની પણ વિરાધના શા માટે ? એકાદ ઈચની પ્રતિમા.. અને તદનુરૂપ નાનું મંદિર... ઘણી વિરાધના ટાળી શકાય ને ? એક તીર્થની યાત્રા થઈ ગઈ. ભયો ભયો. ઘણા તીર્થોમાં યાત્રા કરવાથી વાહનાદિ દ્વારા કેટલી વિરાધના થાય ? આવા બધા ઘણા પ્રશ્નો નિર્માણ થશે.... Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વળી આ રીતે વિરાધના-વિરાધનાનો હાઉ ઊભો કરનારા પોતાના ઘરમાં લગ્નાદિ પ્રસંગે હજારો ફુલોના ડેકોરેશન કરતા જ હોય છે. કોઈ પ્રધાન આવવાના હોય તો દસ-વીસ કિલોનો ફુલહાર પહેરાવવામાં ગૌરવ માનતા હોય છે.. ને પ્રભુભક્તિમાં જ એમને વિરાધનાનો ડર લાગી જાય છે ! આ નરી મૂઢતા નથી ? ખરેખર જે જયણા પાળવાની હોય છે તે તો પાછા આ ભાગ્યશાળીઓ (!) પાળતા હોતા નથી. એ તો સ્પષ્ટ જ છે કે ફુલોને સોયથી વીંધીને ફુલહાર બનાવવા કરતાં ગૂંથીને ફુલહાર બનાવવામાં સમય-મહેનત ને મજુરી... બધું જ વધારે લાગે. એટલે ત્યાં બે-ચાર રૂપિયા બચાવવા માટે વીંધીને બનાવેલ ફુલહાર લેવા પણ તૈયાર થઈ જાય છે (!) અસ્તુ.) પ્રશ્ન : પર્વતિથિએ તમે લીલાં શાક-ફળ વગેરેનો ત્યાગ કરો છો. તો પછી એ દિવસે પૂજામાં પણ ફળ-ફુલ વગેરે ન વાપરવા જોઈએ ને ? ઉત્તર ઃ એમ તો પર્વતિથિએ સાંસારિક પ્રયોજનો માટે ક્યાંય આવવું-જવું પણ ન જોઈએ. છતાં વ્યાખ્યાનશ્રવણ માટે કાંઈ આવવા જવાનો નિષેધ નથી. સ્વયં ઉપવાસ કરનારો પણ સાધુ ભગવંતોને ગોચરી વહોરાવે જ છે ને ! સાંસારિક કાર્યોમાં વિષય-કષાયોને પરવશ થઈને થતી હિંસા અલગ વાત છે. એ નિષેધ્ય છે... ને વિષય-કષાય પર વિજય મેળવવાને થતા ધર્મકાર્યમાં થતી હિંસા એ અલગ વાત છે.. એ નિષેધ્ય નથી. તથા પર્વતિથિમાં લીલાં શાક વગેરેનો ત્યાગ એ માટે પણ થાય છે કે એ આસક્તિનું કારણ છે. પ્રભુભક્તિમાં એના સમર્પણથી તો ઉપરથી ત્યાગ થવાનો છે, રાગ નહીં, પછી એનો નિષેધ શા માટે ? પ્રશ્ન : માની લીધું કે પૂજામાં પણ ધર્મ છે-લાભ છે. છતાં Page #150 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૪૦ ૪૨૫ એમાં હિંસા તો છે જ... જ્યારે સામાયિકમાં તો માત્ર લાભ જ છે. દોષ જરાય નહીં. તો સામાયિક જ ન કરવું જોઈએ ? ઉત્તર : તો પછી સામાયિક છોડીને ગુરુવંદન- પ્રવચન શ્રવણ વગેરરૂપ બીજું કોઈ અનુષ્ઠાન કરવું ન જોઈએ. કારણકે બધામાં હિંસા તો રહી જ છે. જો આનો નિષેધ નહીં, તો પૂજાનો શા માટે ? તથા, ફુલોને વિંધવા નહીં, કચડવા નહીં, ફેંકવા નહીં, પાંખડીઓ અલગ-અલગ કરવી નહીં, નિર્માલ્યરૂપે ઉતરેલા ફુલોમાં જીવાત ન થાય કે જીવાતની વિરાધના ન થાય એ રીતે એના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી... આ બધામાં જયણાના સંસ્કાર પેદા થાય છે, જે એક મોટો લાભ છે. માટે પૂજાનો નિષેધ યોગ્ય નથી. હા, શક્તિ-ભાવના હોય તો જીવનભરનું સામાયિક જ કરવું જોઈએ. દીક્ષા લઈ લેવી જોઈએ. પ્રશ્ન : શ્રદ્ધાળુને ભલે જિનપૂજાથી લાભ થાય. પણ જેને શ્રદ્ધા નથી એને તો શુભભાવ ન જાગવાથી લાભ નહીં થાય. ને હિંસાનો દોષ તો લાગશે જ. માટે એને તો પૂજાનો નિષેધ કરવો જ જોઈએ ને? ઉત્તર : જો કોઈ નાસ્તિક એમ કહે કે “મને ગુરુદેવપર શ્રદ્ધા નથી. તેથી વંદન કરવામાં શુભ ભાવ જાગતા નથી. તો મને તો આવવા-જવાની હિંસાનો દોષ જ લાગશે. માટે હું વંદન કરવા નહીં જાઉં.” તો તમે શું કરશો ? એ જ ને કે એની શ્રદ્ધા વધે એ રીતે સમજણ આપીને ગુરુવંદન માટે ઉલ્લસિત કરવો. તો અમે પણ આ જ કરીશું કે જેથી એની પ્રભુપૂજા અંગે શ્રદ્ધા વધે ને એ પૂજા માટે ઉલ્લસિત થાય. આ અંગેની હજુ થોડી વાતો આગામી લેખમાં જોઈશું. Page #151 -------------------------------------------------------------------------- ________________ લેખાંક સ્થાનકવાસી બંધુઓ હિંસાને આગળ કરીને જિનપૂજાનો નિષેધ કરે છે. પણ એ રીતે તો ગુરુવંદન કરવા જવું વગેરે બધાં અનુષ્ઠોનો બંધ કરી દેવા પડે, કારણ કે દરેક અનુષ્ઠાનોમાં ક્યાંક ને કયાંક તો હિંસાની શક્યતા હોય જ છે. એટલે થોડી હિંસા હોવા છતાં, થનારો લાભ વધારે હોવાથી જેમ ગુરુવંદન આદિ માન્ય છે એમ પ્રભુપૂજા પણ માન્ય કરવી જ જોઈએ. એમ આપણે એમને સમજાવી રહ્યા છીએ. સમજવા જેવું આ છે કે એક બાજુ હિંસાનો દોષ છે. બીજી બાજુ ઉપાસ્યની ઉપાસના છે. તો જ્ઞાનીઓ ઉપાસ્યની ઉપાસનાને જ ખૂબ મોટો ગુણ કહે છે... લાભકારી કહે છે. માટે હિંસા હોવા છતાં પ્રભુપૂજા લાભકારી- લાભકારી ને લાભકારી જ છે. તથા, ઉપાસનાનું વધારે મહત્ત્વ હોવાથી, હિંસા દોષ કરતાં પણ ઉપાસ્યની આશાતના એ વધારે મોટો દોષ છે. એટલે જ ઘોર આશાતનાકારીઓને અનંત સંસારનો દોષ જ્ઞાનીઓ બતાવે છે. તેથી, મૂર્તિપૂજાનો નિષેધ કરવો... એની બાધા આપવી. લેવી... પાળવી... આ બધું જ ઉપાસ્યની આશાતનારૂપ હોવાથી બહુ મોટા દોષરૂપ છે. એની સામે પ્રભુપૂજાનો ઉપદેશ આપવો વગેરે એ મોટા લાભનું કારણ છે. (અહીં પણ સમજવા જેવું છે કે-જેમ અરિહંત પ્રભુ ઉપાસ્ય છે એમ જ આચાર્ય-ઉપાધ્યાય અને સાધુભગવંતો- ટૂંકમાં મહાત્માઓ પણ ઉપાય છે જ, કારણ કે પાંચ પરમેષ્ઠી ઉપાસ્ય છે. તે પણ એટલા માટે કે જેમ શ્રી અરિહંતને કરેલ નમસ્કાર સર્વપાપોનો નાશક છે એમ આચાર્યાદિને કરેલ નમસ્કાર પણ સમાન રીતે સર્વ પાપોનો નાશક છે. એટલે જેમ, અરિહંત પ્રભુની પૂજાનો નિષેધ એ મોટી Page #152 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૪૧ ૪૨૭ આશાતનારૂપ હોવાથી હિંસા વગેરે કરતાં પણ મોટું પાપ છે, એમ મહાત્માઓને વંદનાદિનો નિષેધ કરવો, એની બાધા આપવી- લેવી... વગેરે પણ ૫૨મ ઉપાસ્ય પંચપરમેષ્ઠી પ્રત્યે એક બહુ ગંભીર અપરાધરૂપ હોવાથી હિંસા વગેરે કરતાં ભયંકર પાપરૂપ છે. એટલે, સાધુ યુવાન્-સશક્ત હોવા છતાં રસોડાની કે ભક્તની ગોચરી વાપરતા હોય. વિહારમાં ઉપધિ ઉંચકતા ન હોય... બે-ત્રણ સાધુઓની પણ વિહારમાં પણ ત્રણ-ચાર બોક્સ જેટલી ઉપધિ હોય (ચોમાસા વગે૨ે સ્થિરતા દરમ્યાન તો કેટલો પરિગ્રહ હશે ? ભગવાન્ જાણે)... હમેશા ધોળા બાસ્તા જેવા વસ્ત્રો પહેરતા હોય... નોકરો પાસે કાપ કઢાવતા હોય.. હાથ-પગ- મુખ ધોતા હોય... દેહશોભાને નજરમાં રાખી કામળી ઓઢતા હોય... એના એ જ સાધ્વીજીઓ સાથે ચોમાસામાં ને શેષકાળમાં વિચરતા રહેવું-નવાંગી ગુરુપૂજન કરાવવુંવગેરેરૂપ બ્રહ્મચર્યની ઘાતક શિથિલતા સેવતા હોય... રાજકારણીઓને પણ પાછા પાડે એવી સ્ટંટબાજીમાં પાવરધા હોય... આવું બધું ભલે ગમે તે શિથિલાચરણ હોય... પણ અમારી માન્યતાવાળા છે, માટે સુગુરુ....એ વંદનીય...એની ભક્તિ કરવાની...વ્યાખ્યાન સાંભળવાના... બધું જ કરવાનું... ને ગમે એવા સારા સંયમી હોય... પણ જો અમારા કરતાં અલગ માન્યતાવાળા છે... તો એ કુગુરુ- અવંદનીય- એમને ભક્તિથી ગોચરી ન વહોરાવાય. એમના વ્યાખ્યાન ન સંભળાય... આવો બધો નિષેધ એ પંચપરમેષ્ઠીની આશાતનારૂપ હોવાથી બહુ જ ભયંકર કક્ષાનું પાપ છે, કારણકે પોતાની માન્યતાના આધારે સુગુરુ-કુગુરુના ભેદ પાડવાનું શાસ્ત્રોમાં ક્યાંય જણાવ્યું નથી. પ્રશ્ન : આમાં માન્યતાનો પ્રશ્ન નથી... તેઓ જિનવચનોને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે માનતા ન હોવાથી જિનાજ્ઞા બહાર છે, માટે એમને કુગુરુ-અવંદનીય કહેવાય છે. ઉત્તર : શું એ બીજા મહાત્માઓ સ્થાનકવાસીની જેમ અમુક આગમોને નથી માનતા ? નિર્યુક્તિ-ભાષ્ય વગેરેને અમાન્ય કરે છે ? પ્રશ્ન : અમાન્ય તો નથી કરતા. પણ તેઓ જે અર્થ કરે છે તે ખોટો છે. અમે જે અર્થ કરીએ છીએ એ સાચો છે. એ સાચા અર્થને તેઓ નથી માનતા માટે જિનાજ્ઞાબહાર છે. ઉત્તર : ‘તેઓએ કરેલો અર્થ સાચો કે તમે કરેલો.” આનો નિર્ણય કોણ કરે ?” “તમારા પક્ષે થતો અર્થ ગલત છે' આવું બીજો વર્ગ કે જે શ્રી સંઘના ૮૦-૮૫ ટકા જેટલો છે એના ગીતાર્થો કહે છે. માટે એ જ ગલત હોવાની શક્યતા ઘણી ઘણી વધુ છે. પ્રશ્ન : અમારા પક્ષે જે અર્થ થાય છે તે અર્થ કરનારા મહાત્માઓ મહાવિદ્વાન-અનુપમ સાધક છે. પાપભીરુ છે. તેઓ અર્થ ખોટો કરે જ નહીં. ઉત્તર : સ્થાનકવાસી આરાધકો પણ “શાસ્ત્રોમાં મૂર્તિપૂજા ક્યાંય નથી...” વગેરે વાતો કહેનાર પોતાના ગુરુભગવંતોને ખૂબ વિદ્વાન- તપસ્વી- ત્યાગી- નિઃસ્પૃહ માનતા હોય છે. ને તેથી જ એમની વાતોની શ્રદ્ધા કરતા હોય છે. શું એટલા માત્રથી એમનો કરેલો અર્થ સાચો છે ? પ્રશ્ન : એમનો અર્થ ખોટો છે અને મૂર્તિપૂજકો જે અર્થ કરે છે તે સાચો છે.એ તો દીવા જેવું સ્પષ્ટ છે. આમાં ન સમજાય એવું શું છે? ઉત્તર : તો પછી સ્થાનકવાસી આરાધકોને કેમ એ સમજાતું નથી? પ્રશ્ન : એમને વ્યાકરણ ભણવાનો નિષેધ છે... મૂર્તિપૂજકોનું Page #154 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૪૧ ૪૨૯ સાહિત્ય વાંચવાનો નિષેધ છે. એમના ગુરુ ભગવંતોએ આ રીતે વાડાબંધી કરીને બધાને પકડી રાખ્યા છે... ઉત્તર : આવું જ તમારા પક્ષે નથી ? આપણી માન્યતા સિવાય બીજા કોઈના વ્યાખ્યાનમાં જવું નહીં. સાહિત્ય વાંચવું નહીં ” “બીજાઓ શું કહે છે ?” એ જાણવું હોય તો પણ એ બીજાઓ વતી અમે જે રજુ કરીએ એ જ તમારે વાંચવાનું-સાંભળવાનું... પછી સાવ વિકૃતવાતો રજુ કરવી. બીજાઓ જે ક્યારેય ન કહેતા હોય એવી બિલકુલ ગલત વાતો એમના નામે ફેલાવવી. ને એ તો ગલત હોવી સ્પષ્ટ હોવાથી “આ બીજા બધા શાસ્ત્રાજ્ઞાભંજક છે.' વગેરે માન્યતાને દઢ કરતા જવું.... આ બધી વાડાબંધી નથી ? પ્રશ્ન : પણ મૂર્તિપૂજાની વાત તો બે ને બે ચાર જેવી સ્પષ્ટ છે. છતાં તેઓ કેમ સમજતા નથી ? કે પછી દૃષ્ટિરાગનો અંધાપો આવો ભયંકર હોય છે ? સીધી-સરળ વાતનો પણ સ્વીકાર કરવા ન દે.. વિચાર કરવા ન દે. ઉત્તર : તમારી વાત બરાબર છે.. દૃષ્ટિરાગ એટલે જ સહુ રાગથી વધારે ભયંકર કહેવાયેલ છે. બીજા પક્ષને સાંભળવો- વાંચવોસમજવો. આવું કશું કરવાની તૈયારી જ નહીં. ક્યારેક પોતે સાંભળવું જ પડે એવું હોય તો પણ આ બધું ખોટું જ છે-અમારું જ સાચું છે... આ માન્યતાથી પહેલેથી બુદ્ધિ-વિચારને તાળું જ મારી દેવાનું. એટલે સાચું તત્ત્વ ક્યારેય જાણી જ શકે નહીં.. “પોતાની માન્યતા ગલત છે” એવી ક્યારેય પ્રતીતિ થાય જ નહીં.. ને ઉપરથી “એ જ સાચી છે' “અમે જ સાચું તત્ત્વ સમજેલા-પામેલા છીએ' આ વાત ને એનું મિથ્યાઅભિમાન મનમાં ઘુંટાતા જ રહે. માટે જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે વીતરાગસ્તોત્રમાં કહ્યું છે કેત્રણ પ્રકારના રાગમાંથી કામરાગ (- વિષયોના આકર્ષણ) અને Page #155 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સ્નેહરાગ (- પુત્રાદિ સ્વજનો પરની મમતા) કરતાં દૃષ્ટિરાગ (પોતાની માન્યતાની પકડ) અત્યંત ભયંકર છે... ને સારામાં સારા સાધક જણાતાઓને પણ એ હટાવવો અતિ મુશ્કેલ હોય છે. આવી જ વાત નવાંગીગુરુપૂજન વગેરે અંગે પણ સમાન છે. ભગવાનની મૂર્તિની નવાંગીપૂજા થાય છે. પણ જીવંત વિચરતા ભગવાનની નવાંગીપૂજા થઈ હોય એવું એક પણ દૃષ્ટાંત શાસ્ત્રોમાં નોંધાયેલું મળતું નથી. તીર્થસ્થાપના જેવા સર્વાધિક ઉપકારી પ્રસંગે દિવ્યવાસક્ષેપ હાજર હોવા છતાં કોઈપણ ઇન્દ્ર કોઈપણ તીર્થંકરભગવાનની નવાંગી પૂજા કરી નથી. માત્ર મહા અર્થગંભીર શ્લોકો વડે સ્તવના-વિનંતી જ કરે છે. ભરતચક્રીએ શ્રી ઋષભદેવભગવાનૂની, શ્રી કૃષ્ણ વાસુદેવે શ્રી નેમિનાથ ભગવાનની, શ્રેણિક મહારાજાએ પ્રભુ મહાવીરસ્વામીની કે અન્ય કોઈપણ ભક્ત રાજાશ્રેષ્ઠી વગેરેએ વિહરમાન શ્રી તીર્થંકર પ્રભુની નવાંગીપૂજા કરી હોય એવું કોઈપણ શાસ્ત્રમાં ક્યાંય પણ જણાવ્યું નથી. પ્રાચીનગ્રન્થોમાં જ્યાં જ્યાં ગુરુપૂજાની વાત આવે છે ત્યાં ત્યાં ગોચરી-પાણી વહોરાવવા વગેરેને જ ગુરુપૂજા તરીકે જણાવેલ છે, ક્યાંય પણ નવાંગીપૂજા કહેલ નથી. એટલે નવાંગી ગુરુપૂજન શાસ્ત્રવિહિત નથી એ દીવા જેવી ચોકખી વાત છે. છતાં એને શાસ્ત્રવિહિત માનવી ને એમાં આરાધના માનવી એ દૃષ્ટિરાગ સિવાય બીજું શું છે ? એટલે “અમારા ગુરુ મહાવિદ્વાનું છે... પરમ સાધક છે... તેઓ જે કહે એ જ સાચું હોય.. ભલે ને આખો સંઘ એમના કરતાં જુદું કહેતો હોય.” આવી માન્યતા ભ્રમણા હોવાની શક્યતા ઘણી, વધુ છે. અસ્તુ.) સ્થા. - જો મૂર્તિપૂજાથી આત્મકલ્યાણ થાય છે તો શાસ્ત્રોમાંઆગમોમાં મંદિર-મૂર્તિની વાત કેમ જોવા મળતી નથી ? Page #156 -------------------------------------------------------------------------- ________________ જે ર બત્રીશી-૭, લેખાંક-૪૧ ૪૩૧ મૂર્તિ. - આ બિલકુલ ગલત માન્યતા છે કે શાસ્ત્રોમાં આની કોઈ વાત નથી. જુઓ - ૧. શ્રી ઠાણાંગસૂત્રમાં ચોથા સ્થાનમાં નંદીશ્વરદ્વીપ પર રહેલા જિનમંદિરોનું વર્ણન છે. શ્રી સમવાયાંગ સૂત્રના સત્તરમા સમવાયમાં જંઘાચારણ અને વિદ્યાચારણમુનિઓએ નંદીશ્વરદ્વીપની કરેલી યાત્રાનું વર્ણન છે. શ્રી ભગવતીસૂત્રના ત્રીજા શતકના પહેલા ઉદેસામાં ચમરેન્દ્રના અધિકારમાં જિનપ્રતિમાનું શરણ લેવાની વાત છે. શ્રી ઉપાસકદશાંગમાં આનંદશ્રાવકના અધિકારમાં જિનમૂર્તિની ઉલ્લેખ છે. શ્રી રાયપસેણિયસૂત્રમાં સૂર્યાભદેવે કરેલી પૂજાનું વર્ણન છે. શ્રી જ્ઞાતાધર્મકથાઅંગમાં દ્રૌપદીએ કરેલી પૂજાનું વર્ણન છે. ૭. શ્રીજીવાભિગમસૂત્રમાં વિજયદેવે કરેલી જિનપૂજાનું વર્ણન છે. આ તો કેટલાક નામો બતાવ્યા. આ સિવાય પણ સેંકડો શાસ્ત્રોમાં મૂર્તિપૂજાની વાત છે જ. સ્થા. - જો આવું છે તો અમને “મૂર્તિપૂજા કોઈ આગમમાં કહી નથી' એમ કેમ કહેવામાં આવે છે ? મૂર્તિ. - આ તો એવું જેઓ કહેતા હોય એમને જ પૂછવું જોઈએ. વાસ્તવિકતા એ છે કે હજારો વર્ષથી ૪૫ આગમ અને અન્ય શાસ્ત્રો ચાલી આવે છે. પણ કેટલાકોએ પોતાની બુદ્ધિથી આ નિર્ણય કરી લીધો કે “મૂર્તિપૂજા પાપ છે.” જે આગમોમાં મૂર્તિપૂજા સ્પષ્ટરૂપે તું Page #157 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે બતાવી છે એ આગમોને અમાન્ય જાહેર કરી દીધા. બાકીના જ માન્ય. (જો કે એમાં પણ મૂર્તિપૂજાની વાત છે જ એ આપણે જોઈ ગયા છીએ.) અને આગમેતર બીજા શાસ્ત્રોમાં તો મૂર્તિપૂજાનાં સ્પષ્ટ વિધાનો મળે છે. માટે એ શાસ્ત્રોને સર્વથા અમાન્ય કરી દીધા. આશ્ચર્ય તો એ છે કે આગમોનો અર્થ કરવા માટે સહાય તો એ જ નિર્યુક્તિ- ભાષ્ય વગેરે શાસ્ત્રોની લીધી, જેને પોતે અમાન્ય માને છે. કારણકે એ સિવાય મૂળ આગમોના અર્થ સમજવા સંભવિત જ નહોતા અને નથી જ. આજે પણ આગમોનો અનુવાદ એ શાસ્ત્રોના આધારે જ થાય છે, ભલે ને કોઈપણ સંત કરે. દુઃખની વાત એ છે કે પોતાને માન્ય આગમોમાં જ્યાં મૂર્તિપૂજાની વાત છે ત્યાં શાસ્ત્રપાઠ સાથે ચેડાં કર્યા અથવા ઉટપટાંગ અર્થ કર્યા. જુઓ સ્થાનકવાસી સંત શ્રી વિજયમુનિ શાસ્ત્રી અમરભારતી (ડિસેંબર ૧૯૭૮ પૃ. ૧૪) પર લખે છે કે-પૂજ્યશ્રી घासीलालजी म.ने अनेक आगमों के पाठो में परिवर्तन किया है, तथा अनेक स्थलों पर नये पाठ बनाकर जोड दिये है, इस प्रकार पुष्कर भिक्षुजी म. ने अपने द्वारा संपादित सुत्तागमे में अनेक स्थलों से पाठ निकालकर नये पाठ जोड दिये है । बहुत पहले गणि उदयचन्द्रजी महाराज पंजाबी के शिष्य रत्नमुनिजीने भी दसवैकालिक आदि में सांप्रदायिक अभिनिवेश के कारण पाठ बदले हैं । કોઈપણ મધ્યસ્થ વ્યક્તિ, જે સત્યનો પક્ષપાતી છે, આત્મહિત ચાહતો હોય તો આ સંતોને પૂછે કે “૪૦૦ વર્ષ યા એનાથી પહેલાંની આગમોની હસ્તલિખિત પ્રતમાં એ આગમપાઠ બતાવે તો વાસ્તવિકતા બહાર આવી જશે. હવે, આગમોનો અર્થ કરવામાં કેવી ગરબડ કરી છે એ Page #158 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૪૧ ૪૩૩ જોઈએ-શ્રી રાયપસેણિય મૂળ આગમમાં- દેવલોકમાં જિનેશ્વર ભગવાનની અવગાહના પ્રમાણ ૧૦૮ જિનપ્રતિમા પદ્માસનમાં ઋષભ, વર્ધમાન, ચન્દ્રાનન અને વારિણજિનની છે' એમ કહ્યું છે. હવે આનો સીધો અર્થ કરવામાં તો મૂર્તિ માનવી જ પડે. એટલે શું કર્યું ? “જિન” શબ્દનો અર્થ કર્યો “અવધિજિન” અને એ પણ મિથ્યાત્વી કામદેવ. અને પછી પોતાના શ્રદ્ધાળુઓને એમ સમજાવી દીધું કે આ તો કામદેવની મૂર્તિની વાત છે, ભગવાનની મૂર્તિની નહીં. હવે આના પર વિચારો – (૧) જૈનશાસ્ત્રોમાં બધે “જિન” શબ્દનો પ્રયોગ સામાન્યથી અરિહંત'ને જણાવવા માટે થાય છે. જો કોઈ વિશેષ શબ્દ સાથે વાપર્યો ન હોય તો. નહીંતર તો જિનના અનુયાયીની જેમ કામદેવના અનુયાયીને પણ “જૈન” કહેવા પડે. ૨. કામદેવની પ્રતિમા ક્યારેય પદ્માસનમાં હોતી નથી. ૩. કામદેવના ઋષભ, ચંદ્રાનન વગેરે ચાર નામ ક્યાંય પ્રસિદ્ધ નથી. ૪. અન્ય આગમ જીવાભિગમસૂત્રમાં, આ પ્રતિમાઓની ઈન્દ્રાદિદેવો નમુત્થણં સૂત્રદ્વારા સ્તવના કરે છે એમ કહ્યું છે. નમુત્થણે સૂત્ર અરિહંતની સ્તવના માટે જ પ્રસિદ્ધ છે. ૫. ઈન્દ્રો સમ્યવી હોય છે, એ કામદેવની સ્તવના કરે એ શી રીતે સંભવે ? ૬. કામદેવની મૂર્તિનું જિનાગમમાં વિસ્તારથી વર્ણન શું હોય શકે ? એટલે જિનપ્રતિમાનો અર્થ અરિહંતની પ્રતિમા જ છે, કામદેવની નહીં, એ સ્પષ્ટ છે. પણ અભિનિવેશ-કદાગ્રહ પકડાઈ ગયા પછી શાસ્ત્રપાઠમાં ફેરફાર-ઉટપટાંગ અર્થ વગેરે બધું શક્ય છે. (આપણે ત્યાં તપાગચ્છમાં એક ચોક્કસવર્ગ પોતાની પકડાઈ ગયેલી ગલત માન્યતાને સિદ્ધ કરવા માટે આવી ગમે તે હદે જવાની ધૃષ્ટતા કરી રહ્યો છે એવું જણાય છે. આચારાંગ-નિર્યુક્તિવૃત્તિના પાઠમાંથી યુગપ્રધાનાનાં શબ્દ ઊડાડી દેવામાં આવ્યો. આ શરતચૂક નહોતી, કારણકે એના ગુજરાતી અનુવાદમાં પણ એનો અર્થ નહોતો. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વર્તમાન સંઘને માન્ય એક ગીતાર્થ મહાત્માએ પોતાના પુસ્તકમાં ઇઠફલસિદ્ધિ એવા શ્રી જયવીયરાય સૂત્રગત પદનો જે અર્થ કરેલો તેમાં, એ મહાત્માની હયાતી બાદ પ્રકાશિત થયેલી એ પુસ્તકની આવૃત્તિમાં સ્વમનઘડંત અર્થનો ઉમેરો એ મહાત્માના નામે કરી દેવામાં આવેલો... આ તો એક-બે વાતો જણાવી.... આવું તો અન્ય પણ કેટલુંય છે. હવે તો મોટે પાયે તાડપત્ર વગેરે પર હસ્તલિખિત ગ્રન્થો તૈયાર થઈ રહ્યા છે. કોણે ખબર કયા શાસ્ત્રપાઠ સાથે કેવાં ચેડાં પોતાના અભિનિવેશના કારણે કરતા હશે. ભગવાન જાણે. પણ એટલે, આકર્ષક રજુઆત વગેરેથી પ્રભાવિત થઈને આ વર્ગને તાડપત્રી વગેરે હસ્તલિખિત ગ્રન્થો તૈયાર કરવા માટે સ્વદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્ય આપવું એ શ્રી જૈનશાસનની સેવા કરતાં કુસેવા હોવાની શક્યતા જ ઘણી વધુ હશે-એમ સ્પષ્ટ જણાય છે.) તથા, સામાન્યથી “જિન” શબ્દ “અરિહંત' અર્થમાં પ્રચલિત હોવા છતાં જેમ સ્થાનકવાસી સંતોએ “કામદેવ” અર્થ કર્યો. એમ આ વર્ગે “યુગપ્રધાન’ શબ્દ “એવા વિશિષ્ટ પ્રકારના લક્ષણવંતા અતિવિશિષ્ટકક્ષાના થનારા ૨૦૦૪ યુગપ્રધાનોને જણાવવાના અર્થમાં પ્રચલિત હોવા છતાં આ વર્ગે તે તે યુગમાં પ્રધાન એવા કોઈપણ મહાત્મા એવો અર્થ કર્યો છે, કારણકે એમણે પોતાનું પણ નવાંગીગુરુપૂજન શાસ્ત્રોક્ત છે એવું સાબિત કરવું છે. આવી તો ઢગલાબંધ વાતો છે. એક પ્રસિદ્ધ સ્મૃતિમંદિર અંગે આ વર્ગ કેવું રાજકારણ ને ગંદી-મેલી કપટલીલાઓ આચરી છે એ એ જ વર્ગના અન્ય મહાત્માઓના પુસ્તકો પરથી જાણી શકાય છે. યાદ રાખવું જોઈએ કે-જિનપ્રતિમાનો અર્થ “કામદેવની પ્રતિમા” એવો કરનારા કે શાસ્ત્રપાઠો સાથે ગરબડ કરનારા Page #160 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૭, લેખાંક-૪૧ ૪૩૫ સ્થાનકવાસી સંતો પણ પોતાના શ્રદ્ધાળુ વર્ગને તો ખૂબ જ આરાધકપાપભીરુ ગુણિયલ લાગતા હતા... વાતો તો એવી કરનારા હતા કે સાંભળનારને એમ જ લાગે કે આમના જેવા આત્માર્થી અને હિતોપદેશક બીજા કોઈ નથી.. અને છતાં એમણે ખુદ તો ઘોર પાપ બાંધ્યાં... સ્વશ્રદ્ધાળુઓને ઉન્માર્ગ પકડાવી અહિતની ઘોર ગર્તામાં ધકેલ્યા. મૂર્તિપૂજક સંઘમાં પણ કોઈકને અભિનિવેશ ગાઢ બને છેત્યારે આવું જોવા મળે જ છે-મળ્યું જ છે. અસ્તુ.) “મૂર્તિપૂજા પાપ છે' આવું શાસ્ત્રમાં ક્યાંય જણાવેલું નથી. છતાં, એમાં જો પાપ લાગતું હોત તો, પ્રાયશ્ચિત્તના જે ગ્રન્થો છે તે છેદગ્રન્થોમાં પ્રભુની મૂર્તિ બનાવવાનું, મંદિર બનાવવાનું, પ્રતિષ્ઠા કરવાનું, પૂજા કરવાનું... આ બધાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું જ હોત. પણ આવું કોઈ જ પ્રાયશ્ચિત્ત કયાંય કહ્યું નથી, માટે જિનપૂજા એ પાપ નથી, પણ “ધર્મ' તરીકે સિદ્ધ થાય છે. સ્થા. - અમને એવું સમજાવવામાં આવ્યું છે કે પ્રભુના સમયમાં મૂર્તિપૂજા હતી નહીં. પરંતુ પાછળથી શાસ્ત્રોમાં એને જોડી કાઢવામાં આવી. મૂર્તિ. - જો આવું હોય તો મૂળ આગમોમાં તથા એની નિર્યુક્તિ વગેરે શાસ્ત્રોમાં મૂર્તિપૂજાની વાત શી રીતે હોય શકે ? દેવલોકની પ્રતિમાઓ શાશ્વત છે. તો પ્રભુના સમયમાં પણ મૂર્તિ અને એની પૂજા હતી એ સ્પષ્ટ છે. આજથી લગભગ ૮૬,000 વર્ષ પૂર્વે દ્રૌપદીએ પ્રભુપૂજા કરી હતી એનો પાઠ જ્ઞાતાધર્મકથામાં છે. પ્રભુ મહાવીરસ્વામીના સમયમાં થયેલા ગૌતમ બુદ્ધ રાજગૃહી નગરીમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના તીર્થમાં ઉતર્યા હતા એવું બૌદ્ધ ગ્રન્થ માવચ્ચ ૧-૨૨-૨૩ માં કહ્યું છે. કલિંગમાં હાથી ગુફામાં મહારાજા ખારવેલના શિલાલેખમાં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે જિનપ્રતિમાનો ઉલ્લેખ છે. આ મૂર્તિને નંદરાજા મગધદેશમાં લઈ ગયા હતા. અને મહારાજા ખારવેલે એ પાછી મેળવીને કલિંગમાં પુનઃ પ્રતિષ્ઠા કરાવી હતી. એટલે એ સમયમાં પણ મંદિર-મૂર્તિ પૂજા હતા એ સ્પષ્ટ છે. એ સમય શ્રી વીરપ્રભુની પછી બીજી સદીનો હતો. જો મૂર્તિપૂજા શાસ્ત્રવિરુદ્ધ હોત તો એ વખતે વિદ્યમાન ૧૪ પૂર્વધર વગેરે મહાત્માઓએ આનો જબરદસ્ત વિરોધ કર્યો હોત. એ પછી પણ હજારો ગીતાર્થ મહાત્માઓ થયા છે, જેમના શાસ્ત્રવચનોના આધારે શાસન કર્યું છે, એમાંથી કોઈએ પણ ક્યારેય પણ મંદિરમૂર્તિપૂજાનો વિરોધ કર્યો નથી. સ્થા. - એ સંભવિત છે ને કે પૂર્વાચાર્યોને એનો કદાગ્રહ પકડાઈ ગયો હોય ને તેથી તેનો વિરોધ ન કર્યો હોય. મૂર્તિ. - ૨૦૦૦-૨૫૦૦ વર્ષમાં થયેલા બધા આચાર્યો કદાગ્રહી હતા, કોઈ પાપભીરુ નહોતા અને ૪૦૦-૫૦૦ વર્ષ પૂર્વે થયેલા સંત જ નિષ્પક્ષ-પાપભીરુ હતા. આવું માનવું એ બહુ મોટી મૂઢતા-સાંપ્રદાયિક કદાગ્રહ સિવાય બીજું શું હોય શકે ? આ તો બધા જાણે જ છે કે જૈનશાસનમાં મૂર્તિપૂજાનો વિરોધ છેલ્લા ૫00 વર્ષમાં જ થયો છે. એટલે જ એ લોકો પાસે નથી કોઈ પ્રાચીન શાસ્ત્ર કે નથી કોઈ ઇતિહાસ. (આજે તપાગચ્છમાં સેંકડો ગીતાર્થ મહાત્માઓ છે એમાં કોઈ નિષ્પક્ષ- પાપભીરુ નથી... અને અમારા ગુરુ જ પાપભીરુ-બહુશ્રુત છે આવું માનવું એ પણ સાંપ્રદાયિક મૂઢતા સિવાય બીજું શું હોય શકે ?). આમ લૌકિક દયાના અધિકારમાં સપ્રસંગ સ્થાનકવાસીની કેટલીક વાતો જોઈ. હવે આગામી લેખથી આઠમી વાદદ્ધાત્રિશિકાનો વિચાર કરીશું. Page #162 -------------------------------------------------------------------------- ________________ 6-8) 12) 13) 2 2). પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ મ. સા.નું સંપાદિત-અનુવાદિત લિખિત અધ્યયનોપયોગી સાહિત્ય અધ્યાત્મમતપરીક્ષા ધર્મપરીક્ષા સામાચારી પ્રકરણ, આરાધક વિરાધક ચતુર્ભાગી કૂપદેષ્ટાન્તવિશદીકરણ પ્રકરણ સમ્યકત્વ ષસ્થાનની ચઉપઇ દ્વાન્નિશ કાર્નિંશિકા ભાગ-૧ કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ : 1-2-3 9-10) ન્યાય સિદ્ધાન્તમુક્તાવલી ભાગ : 1-2 11) સત્પદાદિ પ્રરૂપણા હારિભદ્રયોગભારતી યોગવિંશિકા સિદ્ધિનાં સોપાન 15) તત્ત્વાવલોકન સમીક્ષા 16) તત્ત્વ નિર્ણય 17-21) નવાંગી ગુરુપૂજન પ્રશ્નોત્તરી વગેરે શતક નામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો-ટીપ્પણો 23-25) દેશવિધ સામાચારી (ભાગ : 1-2-3) ર૬-૨૭) તિથિ અંગે સત્ય અને સમાધાન (ભાગ : 1-2) 28) સપ્તભંગીવિંશિકા 29) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ભાગ-૧ નિક્ષેપવિંશિકા 31) क्या जिनपूजा करना पाप है ?. અનુયોગદ્વાર-સટીપ્પણ 33-35) બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ભાગ-૧-૨-૩ પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ મ. સા. લિખિત ઉપદેશાત્મક સાહિત્ય 1) હંસા ! તું ઝીલ મૈત્રી સરોવરમાં...(ગુજ.+હિન્દી=૪૫000 નકલ) 2) હૈયું મારું નૃત્ય કરે 3) હું કરું હું કરું એ જ અજ્ઞાનતા 4) કર પડિક્કમણું ભાવશું 5) અવિખા અણાણદે 6) હું છું સેવક તારો રે. 7) હા ! પસ્તાવો વિપુલ ઝરણું... 8) મિચ્છામિ દુક્કડ 9) ટાળિયે દોષ સંતાપ રે.. 30) 32)