________________
૨૯૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આગમના કહેનારા તથા જાણનારા પુરુષો પર નિરંતર ભક્તિ-વિનયબહુમાન ધરાવતો હોય છે. આ ભક્તિ વગેરે લિંગોથી યુક્ત હોવું તેમજ તે તે પ્રવૃત્તિકાળે આગમસ્મરણ રહ્યા કરવું. આ બધું ચોક્કસ પ્રકારના પ્રશસ્તઆશય રૂપ છે.”
એટલે ફલિતાર્થ આ મળ્યો કે આગમવચનો પર, એના પ્રરૂપક શ્રી તીર્થંકર-ગણધરદેવો પર તથા એના જાણકાર ગીતાર્થ મહાત્માઓ પર ભક્તિ-બહુમાનાદિ રાખવા તેમજ તે તે પ્રવૃત્તિ વખતે આગમવચનોને યાદ કરવા-અનુસરવું. આ બધાથી આશય શુભ થતો રહે છે.
આ પ્રમાણે આગમોક્તવિધિનું સ્મરણ વગેરે દ્વારા શુદ્ધ થયેલ આશયથી જે બિંબ ભરાવવામાં આવે છે તે લોકોત્તર હોય છે અને મોક્ષદાતા બને છે. આનાથી વિપરીતપણે = આગમોક્ત વિધિનું ઓછું-વતું ઉલ્લંઘન કરીને જે બિંબ નિર્માણ કરવામાં આવ્યું હોય છે તે લૌકિક હોય છે અને સ્વર્ગ વગેરે રૂપ અભ્યદયફળ આપનારું હોય છે. અલબત્ પ્રથમ લોકોત્તરબિંબથી પણ સ્વર્ગાદિરૂપ શ્રેષ્ઠ અભ્યદય થાય છે. પણ એ એના ગૌણ ફળ રૂપ હોય છે. જ્યારે લૌકિકબિંબથી એ અભુદય મુખ્યફળરૂપે થાય છે. સાતમા ષોડશકના ૧૪-૧૫મા શ્લોકમાં આ વાત કરેલી જ છે.
શંકા - “લૌકિકબિંબથી સ્વર્ગાદિરૂપ અભ્યદય મુખ્યફળરૂપે થાય છે. આવું તમે જે કહો છો એનાથી તો એ પણ ફલિત થશે કે એનાથી મોક્ષરૂપ ફળ ગૌણરૂપે થાય છે. તો શું એ મોક્ષનું ગૌણકારણ બને છે ?
સમાધાન - શાસ્ત્રોમાં દ્રવ્યસ્તવ અંગે કૂપદષ્ટાન્ન આપ્યું છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પોતાના “કૂપદષ્ટાન્તવિશદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org