________________
૩૬ ર.
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઉપશમભાવ હોય છે. છતાં પ્રબળ મિથ્યાત્વના પ્રભાવે કાળાન્તરે વિષયાસક્તિ-ક્રોધાદિકષાયો વગેરે દોષો ઉત્કટ થયા વિના રહેતા નથી. માટે મોહગર્ભિતવૈરાગ્યને અપ્રગટપણે રહેલા જવર જેવો કહ્યો છે. અને એટલે જ એ પ્રતિપાતની શક્તિથી ને અપાયની શક્તિથી યુક્ત હોય છે એમ કહ્યું છે. કારણકે જ્યારે વિષયાસક્તિ વગેરે દોષો પ્રગટ અવસ્થા પામે છે ત્યારે રાગ-દ્વેષ પ્રવર્તવાથી વૈરાગ્યનો પ્રતિપાત ( નાશ) થઈ જાય છે ને રાગાદિના પ્રભાવે દુર્ગતિ વગેરરૂપ અપાય ઊભા થાય છે.
એમ જૈનદર્શન પામ્યા હોવાના કારણે આત્માનું અનેકાન્તમય સ્વરૂપ સ્વીકારતા હોવા છતાં શાસ્ત્રવચનના અર્થઘટનમાં ગરબડ કરે ને એનો એકાન્ત કદાગ્રહ બંધાઈ જાય તો પણ વૈરાગ્ય મોહગર્ભિત બની જાય એમ લાગે છે, કારણકે આ પણ એક પ્રકારનો દૃષ્ટિરાગ છે, પ્રબળ મિથ્યાત્વરૂપ છે. ને પછી અન્યોન્ય શાસ્ત્રવચનોનું અર્થઘટન પણ એ જ કદાગ્રહગર્ભિત દૃષ્ટિથી થવાથી મિથ્યાત્વ-પક્ષરાગ ઉત્તરોત્તર ગાઢ બનતા જ જાય છે. અમુકવર્ગમાં આ વાસ્તવિકતા આજે પણ દૃષ્ટિગોચર થાય જ છે ને !
(૩) જ્ઞાનગર્ભિતવૈરાગ્ય-કર્મપરવશજીવોની કષ્ટમય-દુઃખમય પરંપરાને સકલનયસમૂહાત્મક વચનરૂપ સ્યાદ્વાદવિદ્યાથી જાણીને સંસારથી ભયભીત થયેલા જીવોનો વૈરાગ્ય એ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. મોક્ષના ઉપાયોનું પ્રકૃષ્ટ આચરણરૂપ જે રતત્રયીનું સામ્રાજ્ય. એનાથી આ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય યુક્ત હોય છે.
આ જ્ઞાનાન્વિતવૈરાગ્યથી જ સાધુસામગ્ય સંપન્ન થાય છે. દુઃખગર્ભિત વૈરાગ્યથી અને મોહગર્ભિતવૈરાગ્યથી નહીં. છતાં ગુણવાન ગુરુનું પાતંત્ર્ય હોય તો આ બે વૈરાગ્યમાંનું દુઃખગર્ભિતત્વ અને મોહગર્ભિતત્વ નાશ પામી શકે છે, ને તેથી પછી વૈરાગ્ય જ્ઞાનગર્ભિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org