________________
બત્રીશી-૬, લેખાંક-૩૪
૩૬૧
પણ લોકદષ્ટિએ એકદમ ઉપશમવાળા-સમતાધારી હોય છે. આ વૈરાગ્ય વિદ્યમાનવરના અનુભવ જેવો હોય છે. એટલે કે વર અત્યારે દબાઈ ગયેલો છે ને તેથી અત્યારે બહાર પોતાની અસર દેખાડતો નથી, છતાં એ યોગ્યતારૂપે રહેલો હોવાથી ગમે ત્યારે બહાર આવી શકે છે. એકાન્તવાદીઓનો ભવનર્ગુણ્યદર્શનથી થયેલો વૈરાગ્ય પણ આવો હોય છે.
આ વૈરાગ્ય ઉત્કટ હોય છે, પણ મિથ્યાજ્ઞાનની વાસના છૂટી ન હોવાથી એ અપાયની અને પ્રતિપાતની શક્તિથી (= યોગ્યતાથી) યુક્ત હોય છે. આશય એ છે કે સંસારની નિર્ગુણતા પિછાણેલી છે.ને તેથી સંસારથી છૂટીને મોક્ષ પામવાની તમન્ના પણ છે. પણ આત્મા જો એકાત્તે નિત્ય હોય કે એકાન્ત અનિત્ય-ક્ષણિક હોય તો એની સંસાર અને મોક્ષ આવી બે ભિન્ન ભિન્ન અવસ્થા સંભવતી જ નથી.. આટલી પણ જાણકારી એને હોતી નથી. માટે એનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત તો શી રીતે કહેવાય ? વળી એ દુઃખગર્ભિત તો નથી જ. માટે પારિશેષન્યાયે એ મોહગર્ભિત કહેવાય છે. તથા, ભવનૈક્યદર્શનજન્ય વૈરાગ્યથી એ સંસારના વિકલ્પરૂપ જે મોક્ષ માટે મથી રહ્યો છે એ મોક્ષ જ એની એકાન્ત માન્યતાને અનુસાર ઘટી શકતો નથી. એટલે અસંગત ઉદેશવાળો હોવાથી પણ એનો વૈરાગ્ય મોહગર્ભિત કહેવાય છે.
વળી આ વૈરાગ્ય ઉત્કટ હોવાના કારણે એ પ્રબળતાપૂર્વક સ્વમાન્ય સાધનામાર્ગે વળે છે. એમાં સ્વમાન્ય ગ્રન્થોનું અધ્યયન પણ આવે જ. એટલે ઉત્તરોત્તર સ્વમાન્યતાનો આગ્રહ પ્રાયઃ તીવ્ર બનતો જવાના કારણે મિથ્યાત્વ ગાઢ બનતું જાય છે. સંસારભ્રમણનું અને બધા દોષોનું મૂળ-મુખ્ય કારણ કોઈ હોય તો એ પ્રબળ મિથ્યાત્વ જ છે. એટલે વિષયાદિની તત્કાળ આસક્તિ ન હોવાથી વૈરાગ્ય હોય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org