________________
૩૬૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે જે આત્મકલ્યાણ માટે ઉપાદેય હોય એને આચરવું. ઉપાદેયપ્રવૃત્તિ કરવી એ સાધના છે. એમ, જે આત્મકલ્યાણ માટે નુકશાનકર્તા-હેય છે, એને ટાળવું. હેયનિવૃત્તિ.. એ પણ સાધના છે. આ બંને પ્રકારની સાધના દુઃખગર્ભિતવૈરાગ્યમાં એટલી પ્રબળ હોતી નથી. આશય એ છે કે સંસારનો ભય એ વૈરાગ્ય છે. જેનો ભય લાગે એનાથી ભાગવા માટે જીવ જ્યારે પ્રયાસ કરે છે ત્યારે પોતાની શક્તિ જોતો નથી, ને તેથી કલ્પના બહારનાં-પોતાના ગજા ઉપરાંતના કાર્યો કરી નાખે છે, આ વાત પ્રસિદ્ધ છે. ટૂંકમાં, ભયથી શક્તિસામર્થ્ય વધે છે. વૈરાગ્ય એ સંસારથી ભય લાગવારૂપ છે. એટલે એ જેટલો જોરદાર એટલાં જીવનાં શક્તિ બહારનાં કાર્યો પણ શક્ય બને છે. એટલે તાત્ત્વિક વૈરાગ્યવાળા જીવો તો શક્તિને ઉલ્લંઘીને પણ સાધના કરે છે. પણ દુઃખગર્ભિત વૈરાગ્ય એટલો પ્રબળ હોતો નથી. તેથી શક્તિને ઉલ્લંઘવાની તો વાત જ નથી. પણ શક્તિને અનુરૂપ પણ સાધના હોતી નથી. માયકાંગલી સાધના જ હોય છે.
(૨) મોહગર્ભિતવૈરાગ્ય : સંસારની નિર્ગુણતા પિછાણી છે.. ને તેથી સંસારથી છૂટવાની અદમ્ય ઇચ્છા પણ પેદા થયેલી છે. પરંતુ જીવના કમનસીબે જો એને જીવનું વાસ્તવિક નિત્યાનિત્યાત્મકત્વાદિમય અનેકાંતસ્વરૂપ જણાવનાર જૈનદર્શન મળ્યું નથી.. ને “આત્મા સર્વથા (કૂટસ્થ) નિત્ય છે” (એટલે કે અનાદિકાળથી જેવા સ્વરૂપવાળો છે એવો જ છે એમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી) એવી માન્યતાવાળું કે “આત્મા ક્ષણિક છે' (એટલે કે પ્રતિક્ષણ સર્વથા નાશ પામી જાય છે, કોઈપણ સ્વરૂપે પ્રથમક્ષણમાંથી દ્વિતીયક્ષણમાં જતો નથી) એવી માન્યતાવાળું એકાન્તદર્શન એને મળ્યું છે. આવા આત્માના એકાન્તગર્ભિતજ્ઞાનથી સહકૃત વૈરાગ્ય એ મોહગર્ભિત વૈરાગ્ય છે. આ વૈરાગ્યવાળા જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org