________________
બત્રીશી-૩, લેખાંક-૩૪
૩૫૯
આત્મપરિણતિ એ દુ:ખગર્ભિતવૈરાગ્ય અથવા જીવનમાં કોઈ અણકલ્પેલો આઘાત અચાનક આવી જાય ને તેથી સંસાર પરથી મન ઊઠી જાય એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. આમાં ગર્ભિત રીતે “મનપસંદ વસ્તુ ન મળવારૂપ કે અચાનક આવી પડેલા આઘાતરૂપ દુઃખદપરિસ્થિતિનો જ કંટાળો હોય છે, પણ “શું આવી પરિસ્થિતિ કે શું આનાથી વિપરીત સુખદપરિસ્થિતિ. આખો સંસાર નિર્ગુણ છે, મોટાભયંકર અનિષ્ટનું કારણ છે... આ રીતે સંસારની નિર્ગુણતા જોવાથી આખા સંસાર પર જે કંટાળો આવવો જોઈએ એ ગર્ભિત રીતે હોતો નથી. એ પણ જો આવી જાય તો પછી વૈરાગ્ય આર્તધ્યાનરૂપ ન રહેતાં, વાસ્તવિક બની જાય છે.
આમ દુઃખગર્ભિતવૈરાગ્યમાં આખા સંસારવિષયક દ્વેષ-ઉદ્વેગકંટાળો હોતો નથી. એટલે સંસારસુખની અનિચ્છારૂપ વૈરાગ્ય પણ ઉત્કટ હોતો નથી, અનુત્કટ હોય છે. અને તેથી જ એ શારીરિક અને માનસિક દુઃખનો જનક હોય છે. આશય એ છે કે આમાં ઇચ્છાનો વિચ્છેદ (= અનિચ્છા) જે થયેલ છે તે મનપસંદ વસ્તુ ન મળવાના કારણે થયેલ છે. એટલે ધીમે ધીમે ઇચ્છા ખસી ગઈ હોવા છતાં મનમાં એક વસવસો રહી ગયો હોય છે કે-ઇચ્છા પૂરી ન થઈ. કહે છે ને કે બાયડી ન મળી એટલે બાવા થયા. એટલે જ્યારે જ્યારે ઇચ્છાની અપૂર્તિ યાદ આવે છે ત્યારે ત્યારે એક પ્રકારની પોતાની નિષ્ફળતા-ન્યૂનતા અનુભવવારૂપ દુઃખ થાય છે. પણ જેને આખા સંસાર પર ઉગ થવાના કારણે ઇચ્છાવિચ્છેદરૂપ વૈરાગ્ય થયેલો હોય છે તેને આવું કોઈ દુઃખ થતું નથી. કારણ કે એને પૂર્વે જે ઇચ્છા અધૂરી રહેલી તે કદાચ યાદ આવે તો પણ, “સારું થયું એ ઇચ્છા અધૂરી રહીં, નહીંતર વિષયો મળવા પર પાપ બંધાત ને પરિણામે ભયંકર દુઃખો વેઠવા પડત....” વગેરે વિચારધારા રહેવાથી દુઃખી થવાનો તો પ્રશ્ન જ રહેતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org