________________
૩૮૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વાસ્તવિકતા.. આ બધું સહૃદય વિચારતા રહેવું જોઈએ જેથી મનના સ્તરેથી પણ વાસના હટવા લાગે છે. ગૃહસ્થ પણ, સર્વ પરસ્ત્રીઓનો તો ત્યાગ જ.... સ્વસ્ત્રી સાથેના વિષયસેવન પર પણ વિવેકપૂર્વક કાપ મૂકતો જાય.. ને આ બધું સહૃદય વિચારતો રહે તો ધીરે ધીરે વાસના પર વિજય મેળવી શકે છે. છતાં, આ વિજયની એને જેટલી શક્યતા હોય છે એના કરતાં બ્રહ્મચારીને અનેકગણી વધારે હોય છે ને વધારે સરળતાવાળી હોય છે. વાસના પર વિજય મેળવવાનો આ જ માર્ગ છે. આજ સુધી જેણે જેણે વિજય મેળવ્યો છે એણે આ જ રાજમાર્ગે મેળવ્યો છે. પ્રારંભે શરીરથી ત્યાગ... મનમાં તોફાન ચાલવા છતાં મક્કમતાથી એની સાથે સંઘર્ષ અને અનિત્યાદિભાવનાઓ...એટલે પછી ધીમેધીમે બહિર્મનમાંથી વાસનાના વિચારો ખસવા માંડે છે. આ જ ક્રમે આગળ વધતાં વધતાં આંતર્મનમાંથી પણ વાસના દૂર થવા માંડે છે. ને ક્રમે કરીને સંપૂર્ણ વિજય મળે છે. " બ્રહ્મચર્ય પાળનારો પ્રથમ સોપાન પર તો આવી ગયો છે. હજુ બીજું ને ત્રીજું સોપાન સર ન થયું હોય તો પણ એટલા માત્રથી એને પ્રથમ સોપાન પરથી નીચે ઉતારી દેવો યોગ્ય નથી જ. કારણ કે એવું કરવામાં એ બીજા-ત્રીજા પગથિયાથી વધારે દૂર જ થવાનો છે તેમજ ફરીથી પાછો પ્રથમ પગથિયે તો એને ચડાવવાનો જ છે.
આમાં તપશ્ચર્યા જેવું છે. નવો-નવો તપ શરુ કરનારને મનમાં તો ખાવાના જ સંસ્કાર ગાઢ હોવાથી શરુઆતના ઉપવાસોમાં ખાવાના વિચારો આવ્યા જ કરે છે. રાત્રે સ્વપ્નમાં પારણું થઈ જાય આવું પણ લગભગ બનતું જ હોય છે. છતાં એ આંતરે આંતરે ઉપવાસ ચાલુ રાખે છે તો પછી ધીમે ધીમે આ ખાવાના વિચારો અને સ્વપ્નમાં પારણું વગેરે બધું અટકી જાય છે અને મસ્તીથી ઉપવાસ થવા માંડે છે. પણ આના બદલે જો એ શરુઆતમાં, ખાવાના વિચારો આવ્યા કરે છે વગેરે વિચારે ઉપવાસ જ છોડી દે તો ક્યારેય આવી ભૂમિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org