________________
બત્રીશી-૭, લેખાંક-૩૬
૩૮૫ શંકા - આને દંભ ન કહેવાય ? ને દંભને તો શી રીતે આદરણીય મનાય ?
સમાધાન - તો શું બળાત્કારીને આદરણીય માનશો? કારણ કે એ જેવું અંદર છે એવું બહાર આચરણ કરી લે છે. વસ્તુતઃ આ દંભ નથી, પણ સદાચાર જાળવી રાખવાની મક્કમતા છે ને એ માટેનો વાસના સાથેનો સંઘર્ષ છે. બળાત્કારી આવી મક્કમતા કે સંઘર્ષ દાખવતા નથી. ને તેથી આદરણીય નહીં, પણ તિરસ્કરણીય છે. એટલે જ આવી મક્કમતા દાખવનાર સદાચારી આદરણીય છે ને એ જ રીતે બ્રહ્મચારી પણ આદરણીય છે.
શંકા - પણ, અંદર વાસનાના તોફાનો શાંત થઈ જાય, પછી જ બ્રહ્મચર્ય સ્વીકારવું.. આવો સિદ્ધાન્ત બનાવવો સારો નહીં ?
સમાધાન - અંદર ચાલતા વાસનાના તોફાનો શાંત શાનાથી કરવા ? વાસના ત્રણ સ્તરે રહેલી હોય છે. શરીરના સ્તરે, વિચારધારારૂપ બહિર્મનના સ્તરે અને આત્મામાં પડેલા ગાઢ સંસ્કારરૂપ ભીતરીમનના સ્તરે. આમાંથી શરીરના સ્તરે વાસના પર વિજય મેળવવાની અપેક્ષાએ બહિર્મનના સ્તરે એ વિજય મેળવવો કઠિન છે, ને ભીતરીમનના સ્તરે એ સૌથી વધુ કઠિન છે. અનાદિકાળનો અભ્યાસ એવો છે કે જ્યારે શરીર વાસનામાં પ્રવૃત્ત થાય છે ત્યારે બંને મન પણ એમાં જોડાઈ જ જાય છે. અરે, શરીર ન જોડાયેલું હોય ત્યારે પણ એ બે મન એમાં રમ્યા કરતા હોય છે. તેથીસ્તો બ્રહ્મચર્યસ્વીકાર પછી પણ મનમાં તોફાનો ચાલુ રહેતા હોય છે. એટલે જ વાસના પર વિજય મેળવવાના ઇચ્છુકે સૌ પ્રથમ શરીરના સ્તરે વાસનાથી દૂર થવું જ જોઈએ. એટલે કે બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ. અને પછી, સાથે સાથે અનિત્ય-અશુચિ વગેરે ભાવના, વાસનાના દારૂણ વિપાકો, “વિષયસેવનથી ઇન્દ્રિયોની તૃપ્તિ નહીં-પણ અતૃપ્તિ જ વધતી હોય છે”- “વાસનાનો કોઈ અંત નથી.” વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org