SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૭, લેખાંક-૩૬ ૩૮૭ પર પહોંચી શકતો નથી, કારણકે પછી કાળાંતરે જ્યારે પણ તપ શરુ કરશે ત્યારે પાછા ખાવાના વિચારો વગેરે આવવાના જ છે. બ્રહ્મચર્યમાં પણ આવું જ છે. એટલે જ ચક્રવર્તીના અશ્વરત્નને એની શક્તિ ક્ષીણ ન થઈ જાય એ માટે, અબ્રહ્મના પાત્રને દૂર રાખવા દ્વારા એને પરાણે બ્રહ્મચર્યપાલન કરાવાય છે... પણ આ રીતે પરાણે બ્રહ્મચર્ય પાળતાં પાળતાં એ પછીથી પોતાની રુચિથી પણ બ્રહ્મચર્ય પાળવા માંડે છે. ને તેથી એના પ્રભાવે એ આઠમા દેવલોકમાં જાય છે, અનેક યુદ્ધોમાં ઘણા માનવસંહારમાં સહાયક બન્યો હોવા છતાં પણ. બાકી, મળવિસર્જન માટે સાર્વજનિક સંડાસો સરકાર ઉપલબ્ધ કરે છે. એની પણ સંભાવના ન હોય એવા હજારો ઝુંપડાવાસીઓ ખુલ્લામાં મળવિસર્જન કરે છે. પોતાના સંડાસમાં કંઈક તકલીફ હોય તો પડોશીના સંડાસનો ઉપયોગ થતો હોય છે. મૈથુનસેવન માટે આમાંનું કશું જ થતું નથી. એટલે મળવિસર્જનની ક્રિયા સાથે મૈથુનસેવનને સરખાવવું એ માત્ર અજ્ઞાન કે અભિનિવેશ જ છે. આમ, માંસભક્ષણ, મદ્યપાન અને મૈથુનસેવન. ત્રણે સદોષ છે એ વાત વિચારી. હવે મંડલતંત્રવાદીમત વગેરેનો વિચાર આગામી લેખમાં જોઈશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004975
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy