SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અબ્રહ્મસેવન તો મળવિસર્જનની જેમ કુદરતી હાજત છે, માટે ઇન્દ્રિયદમન કરી એને રુંધવું એ યોગ્ય નથી... વગેરે શંકાનું વિશદ સમાધાન ગયા લેખમાં જોયું. આ મૈથુન અંગે જ મંડલતંત્રવાદીઓ ઓર આગળ વધીને પોતાનો મત રજુ કરે છે તથા બૌદ્ધો તપશ્ચર્યા અંગે પોતાની નારાજી વ્યક્ત કરે છે. આ બધી વાતોનો આ લેખમાં વિચાર કરવાનો છે. લેખાંક ૩૦ ગમ્ય = જે સ્ત્રીની સાથે વિષયવિલાસ કરી શકાય તે સ્ત્રી. અગમ્ય = જેની સાથે વિષયવિલાસ ન કરી શકાય તે સ્ત્રી. મંડલતંત્રવાદીઓ એમ કહે છે કે આવો ગમ્ય-અગમ્યનો વિભાગ ન કરવો જોઈએ, કેમકે એ વિભાગ કરવામાં ગમ્ય પ્રત્યે રાગ અને અગમ્ય પ્રત્યે દ્વેષ પેદા થાય છે. એના કરતાં આવો વિભાગ ન કરતાં બધી સ્ત્રીઓ પ્રત્યે એકસમાન ભોગવિલાસની પ્રવૃત્તિ કરવાથી રાગદ્વેષ ત્યજીને માધ્યસ્થ્ય જાળવવાનું થાય છે. મંડલતંત્રવાદીઓની આ વાત બરાબર નથી. કારણકે ગમ્યઅગમ્યનો વિભાગ કરીને અગમ્યનો ત્યાગ કરવામાં આવે તો જ વાસનાપર નિયંત્રણ રાખી શકાય છે. નહીંતર તો મોહના વિકારરૂપ ઇચ્છા બેમર્યાદ-બેફામ બની જાય છે. ને પરિણામે એના જ કારણે રાગ-દ્વેષના વધારે ભયંકર તોફાનો થાય છે, કારણકે સુંદર-ચતુર સ્ત્રીને મેળવવા અનેક પુરુષો લાલાયિત બની પરસ્પર સંઘર્ષના મંડાણ કરે જ. સીતાજી પ્રત્યે રાવણ પણ આકર્ષાયો તો શું પરિણામ આવ્યું એ જગજાહેર છે. એના બદલે અગમ્યનો ત્યાગ કરવાનો અભિપ્રાય હોય તો એ એકઠેશિવરતિરૂપ બની રહે છે. અર્થાત્ અગમ્ય સાથેના મૈથુનરૂપ મૈથુનસેવનનો જે એક અંશ, તેનાથી વિરામ પામવારૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004975
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy