________________
બત્રીશી-૫, લેખાંક-૩૧
૩૩૩ જેઓના પગ ચોખા છે, કોઈ ડાઘ વગેરે લાગ્યા નથી તેઓએ માટીથી પગને ખરડીને સાફ કરવો એ ઉચિત નથી. કારણકે તેઓ માટે એ માત્ર વ્યાયામ જ છે, લાભ કશો નથી, ઉપરથી પગ ધોવા માટે વપરાવાના પાણીના તથા સમયના બગાડારૂપ નુકશાન છે.
આરંભ-સમારંભ વગેરે પાપરૂપ દોષોની અપેક્ષાએ વિચારીએ તો સાધુઓનું જીવન દોષમુક્ત = ચોખું છે. એટલે તેઓ માટે પૃથ્વીકાયાદિ જીવોની હિંસા કરી એને ધોવાની વાત ઉચિત નથી, વળી એમાં પોતાના પ્રથમ મહાવ્રતનો ભંગ થવાનો તેમજ એના કારણે જે દોષ લાગે તેને ધોવામાં જ કેટલાય શુભભાવો ને સમય ખર્ચાઈ જવાનો દોષ લાગે છે. તેથી સાધુઓ માટે પ્રક્ષાલાનાદ્ધિ પંકસ્ય... (કાદવથી ખરડીને પછી પગ ધોવા....) ઇત્યાદિ ન્યાયે જિનપૂજા નિષિદ્ધ છે.
ગૃહસ્થનું જીવન પૃથ્વીકાયાદિ જીવોની હિંસા વગેરે રૂપ દોષોથી ખરડાયેલું છે. એટલે, જિનપૂજા સાબુનું કાર્ય કરે છે. એમાં થોડી ઘણી હિંસાથી પહેલાં ખરડવાનું છે, પણ પછી ભક્તિના ઉછાળાથી આ ખરડાયાપણું ને અન્ય આરંભાદિ દોષો જન્ય ડાઘ બધું જ દૂર થઈ જાય છે. (એટલે તો, આ જિનપૂજા દ્વારા મારા ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થવા દ્વારા હું અને આ પ્રભુભક્તિના દર્શન દ્વારા પ્રતિબોધ પામી અન્ય ભવ્યજીવો પણ સંસારત્યાગ કરી સંયમી બની સર્વજીવોને અભયદાન દેનારા બનીએ” એવી પણ શ્રાવકની ભાવના હોય છે.)
એટલે પ્રક્ષાલનાદ્ધિ પંકસ્ય. ઇત્યાદિ ન્યાયનું રહસ્ય એ નિશ્ચિત થાય છે કે, જે સ્વની સાથે સ્વભિન્ન (અને પહેલેથી વિદ્યમાન) અશુદ્ધિને કાઢવા-વિશિષ્ટ શુદ્ધિ બક્ષવા સમર્થ હોય એવી ચીજ માટે આ ન્યાય લાગુ પડતો નથી. એટલે જ સાધુઓને પણ સમ્મતિતર્કપ્રકરણ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org