________________
૩૩૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન આ જાણવું કે જેમ ચિન્તામણિ રત્ન વગેરે વિના ઉપકારે પણ તથા સ્વભાવે ફળ આપે છે તેમ પ્રસ્તુતમાં જાણવું.
પ્રશ્ન : “આ રીતે ધર્મ માટે પણ આરંભ-સમારંભ કરવાની અનુજ્ઞા હોય તો, અષ્ટપ્રકરણમાં ધર્માર્થ યસ્ય વિહા.... વગેરે જે કહ્યું છે તેનો વિરોધ થશે.” ઇત્યાદિ શંકાનું સમાધાન આપતાં ગ્રન્થકારે જે કહ્યું છે કે ધર્માર્થ... વગેરે લોક તો સર્વવિરતિના અધિકારમાં કહેવાયેલો છે. એટલે કે ધર્મ માટે આરંભ સમારંભ કરવાનો નિષેધ માત્ર સાધુઓ માટે છે, ગૃહસ્થો માટે નહીં. ને તેથી જિનભક્તિ માટે પુષ્પાદિ જીવોની વિરાધના થતી હોવા છતાં, પ્રભુભક્તિથી તજન્ય દોષ દૂર થઈ વધુ આત્મહિત થવાનો લાભ શ્રાવકોને શક્ય હોવાથી શ્રાવકો માટે એ નિષિદ્ધ નથી. પરંતુ ધર્માર્થ યસ્ય વિત્તેહા લોકમાં જે દૃષ્ટાન્ત આપ્યું છે કે, કાદવથી ખરડાઈને પછી કાદવને ધોવો એના કરતાં પહેલેથી ખરડાવું જ નહીં એ વધુ સારું છે. આ દૃષ્ટાન્ત શ્રાવકોને પણ લાગુ તો પડે જ છે ને! એટલે પહેલાં જિનપૂજા માટે હિંસાદોષથી ખરડાવું ને પછી જિનપૂજા દ્વારા એ દોષને સાફ કરવો તો એના કરતાં એ દોષ જન સેવવો એ વધુ સારું નહીં ?
ઉત્તર : માટીથી પગને ખરડીને પછી ધોવા એના કરતાં ખરડવા જ નહીં આ દષ્ટાન્ત શ્રાવકોને પણ લાગુ પડે જ છે. પરંતુ દરેક પ્રવૃત્તિઓમાં એ વ્યાપક નથી. વાસણને માંજવા માટે રાખ ઘસવામાં આવે છે, ને એ રાખ પણ કાંઈ વાસણ પર રાખી મૂકવાની હોતી નથી. છેવટે પાણીથી ધોઈ જ નાખવાની હોય છે. છતાં એ ઘસવામાં આવે જ છે. પગ પર માટી કે સાબુ રાખી મૂકવાના હોતા નથી, એને પણ પાણીથી દૂર કરવાના હોય જ છે, છતાં પગ પર રંગ લાગ્યો હોય-કંઈક ડાઘ પડ્યા હોય તો માટી કે સાબુ વગેરે લગાવી છેવટે એ પણ ધોઈ નાખવાની પ્રવૃત્તિ શિષ્ટ પુરુષો પણ કરે જ છે. એટલે આ ન્યાયનો વિષય વિચારવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org