________________
બત્રીશી-૫, લેખાંક-૩૦
૩૩૧
વળી સંકાશશ્રાવક વગેરેના દૃષ્ટાન્ત પરથી પણ આ વાત સ્વીકારવી પડે છે. તેઓની વેપાર વગેરે પ્રવૃત્તિને કરીને પણ વિશેષ વિષયના પક્ષપાતથી ગર્ભિતપણે, પાપક્ષયકરનારી, ધર્મમાં પ્રવૃત્તિ થઈ હતી. સંકાશશ્રાવકે પ્રમાદથી દેવદ્રવ્યનું ભક્ષણ કરેલું. જેના કારણે લાભાન્તરાય વગેરે ક્લિષ્ટકર્મો બાંધીને દીર્ઘકાળ સુધી દુરંત સંસાર અટવીમાં ભટક્યો. અનંતકાળ બાદ મનુષ્યત્વ પ્રાપ્ત થયું જ્યાં પણ એ દુર્ગત મનુષ્યોમાં શિરોમણી થયો. કેવળીભગવાન પાસે સ્વકીય પૂર્વભવનો વૃત્તાન્ત જાણીને કેવલીપ્રભુના ઉપદેશથી દુર્ગતપણાંના કારણભૂત કર્મને ખપાવવા માટે એણે અભિગ્રહ કર્યો કે વેપારથી જે કાંઈ કમાઈશ તેમાંથી ભોજન અને વસ્ત્રના ખર્ચ બાદ શેષ સઘળું દ્રવ્ય શ્રીજિનાયતનાદિમાં વાપરીશ.” આ પ્રમાણેના અભિગ્રહનું પાલન કરીને કાલાન્તરે એ મોક્ષમાં ગયો. આમ અહીં વેપાર વગેરે કરીને પણ ધર્મ કરવાની વાત છે.
શંકા : ટંકાશશ્રાવક જેવી વિષમ અવસ્થાવાળા માટે આ રીતે આરંભ કરીને ધર્મ કરવો યોગ્ય છે. કેમકે એ રીતે જ એનો કર્મક્ષય થવાનો હતો. પણ બધા માટે સામાન્યતયા એ ઉચિત નથી.
સમાધાન : આવી શંકા બરાબર નથી. કેમકે આવું જો માનીએ તો એનો અર્થ એ થાય કે સામાન્ય સંજોગોમાં આરંભ કરીને ધર્મ કરવાની આવી પ્રવૃત્તિ એ સર્વથા અશુભ જ છે. પણ આવો ફલિતાર્થ યોગ્ય નથી. કેમકે સર્વથા અશુભ સ્વરૂપવાળી પ્રવૃત્તિ વિશિષ્ટ નિર્જરાનું કારણ બની શકતી નથી. એટલે આવો ફલિતાર્થ જો યોગ્ય નથી તો “આરંભ કરીને ધર્મ કરવો એ ઉચિત નથી” એવી માન્યતા પણ યોગ્ય નથી એ ફલિત થઈ જ જાય છે.
પૂજાથી કૃતકૃત્ય પ્રભુને કોઈ ઉપકાર તો થતો નથી, તો તેઓ પરમાનન્દ શી રીતે આપે છે ? એવી જો તમારી શંકા હોય તો એનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org